SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ મહાનિશીથ છેદસૂત્ર-અનુવાદ ભારને હું ધારણ કરીશ. જે રીતે સર્વજ્ઞ ભગવંતો, કેવલી તીર્થો , ચાસ્ટિવાળ આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ, વળી જે રીતે પાંચે લોક્યાલો, જે જીવો ધર્મના જ્ઞાતા છે, તેમની સમક્ષ હું મારું તલમાત્ર પાપ પણ મારું પાપ છુપાવીશ નહીં, તેવી રીતે માસ સર્વ દોષની આલોચના ક્રીશ. તેમાં જે કંઈપણ પર્વત જેટલું ભારે પણ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય તો પણ હું તેનું સેવન કરીશ કે જે રીતે તાલ પાપો પીગળી જાય અને મારી શુદ્ધિ થાય. [૧૪૦૮ થી ૧૪૧૧] પ્રાયશ્ચિત્ત ક્યાં વિનાનો આત્મા ભવાંતરમાં મૃત્યુ પામીને નરક, તિર્યંચ ગતિમાં ક્યાંક કુંભિયામાં, ક્યાંક ક્રવતોથી બંને બાજુ રહેંસાય છે, ક્યાંક શૂળીમાં વિધાય છે, ક્યાંક પગે દોરી બાંધીને જમીન ઉપર કંટાકાંક્યમાં ઘસડી જવાય છે. ક્યાંક ગળડાવાય છે. ક્યાંક શરીરનું છેદન-ભેદન વામાં આવે છે. વળી દોરડા, સાંકળ, બેડીથી બંધાવું પડે છે, ક્યાંક નિર્જન જંગલ ઉલંઘવું પડે છે. ક્યાંક બળદ-ઘોડા-ગધેડાદિના ભવમાં દમન સહન ક્રવું પડે છે, ક્યાંક લાલ ચોળ તપેલાં લોઢાનાં સળિયાના ડામ ખમવા પડે છે, ક્યાંક ઉંટ, બળદના ભાવમાં નાક વિંધાવી નાથવું પડે છે. વળી ક્યાંક ભારે વજનોના ભાર ઉપાડવા પડે છે. કયાંક વધ અને તાડાના દુઃખો પરાધીનતાથી ભોગવવા પડે છે, ક્યાંક શક્તિ ઉપરાંતનો બોજો ખેંચવો પડે છે. ક્યાંક અણીયાણી આરથી વિધાવું પડે છે. વળી છાતી, પીઠ, હાડકં, કેડનો ભાગ તૂટી જાય છે. પરવશતાથી ભુખ-તરસ સહેવા પડે છે. સંતાપ, ઉદ્વેગ, દારિદ્રાદિ દુખો અહીં ફરી સત્ન વા પડશે. [૧૪૧૨, ૧૪૧૩] તો તેના બદલે અહીંજ મારું સમગ્ર દુશ્ચરિત્ર જે પ્રમાણે મેં સેવ્યું હોય, તે પ્રમાણે પ્રગટ ક્રીને ગુરુની પાસે આલોચના ક્રીને, નિંદા ક્રીને, ગહ ક્રીને, પ્રાયશ્ચિત્તનું સેવન કરીને, ધીર-વીર-પરાક્રમવાળું ઘોર તપ કરીને સંસારના દુ:ખ દેનારા પાપકર્મને એકદમ બાળીને ભસ્મ ફ્રી દઉં. [૧૪૧૪, ૧૪૧૫] અત્યંત કડક્કતું, wારી, શુક્ર, દુ:ખે કરીને તેવી શકાય તેવું ઉગ્ર, વધારે ઉગ્ર, જિનેશ્વરોએ Èલ સક્લ ચાણના કારણભૂત એવા પ્રકારના તપને આદરથી લેવીશ કે જેનાથી ઉભા ઉભા પણ શરીર સુકાઈ જાય. [૧૪૧૬ ી ૧૪૧૮] મન, વચન, કાયાના દંડનો નિગ્રહ કરીને સજ્જડ આરંભ અને આશ્રવના દ્વારોને શેકીને તથા અહંન્નર, ઈષ્યાં અને ક્રોધનો ત્યાગ ક્રીને રાગ-દ્વેષ-મોહથી રહિત થયેલો વળી સંગ વગરનો, પરિગ્રહરહિત, મમત્વભાવ રહિત, નિરહંકારી, શરીર ઉપર પણ નિસ્પૃહતાવાળો બનીને હું પાંચ મહાવ્રતોનું પાલન ક્રીશ અને નિશે તેમાં અતિયારોને પણ લાવવા દઈશ નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy