SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ રત્નાધિક વગેરે સહિત મુનિગણ તથા અપ્રતિપાતિ એવા મહા અવધિ, મન:પર્યવજ્ઞાની, છદ્મસ્થ વીતરાગ એવા ભિક્ષુકોને એકાંત અભ્યુત્થાન યોગ્ય આવશ્યક ક્રિયા સંબંધે આ સામાન્ય પ્રાયશ્ચિત્ત ઉપદેશેલું છે. પરંતુ આટલું જ માત્ર પ્રાયશ્ચિત્ત છે તેવું બિલકુલ ન માનશો. મ ભગવન્ ! શું અપ્રતિપાતિ મહા અવધિ-મનઃ પર્યવજ્ઞાની અને છદ્મસ્થ વીતરાગે સમગ્ર આવશ્યોના અનુષ્ઠાન વા જોઈએ ? ગૌતમ ! તેમણે જરૂર કરવા જોઈએ. માત્ર આવશ્યો કરવા જોઈએ તેમ નહીં, પણ એકી સાથે નિરંતર સતત આવશ્યાદિ અનુષ્ઠાનો વા જોઈએ. ભગવન્ ! કેવી રીતે ? ગૌતમ ! અચિંત્ય બળ, વીર્ય, બુદ્ધિ, જ્ઞાનાતિશય, શક્તિના સામર્થ્યપૂર્વક કરવા જોઈએ, ભગવન્ ! ક્યા કારણે વા જોઈએ ? ગૌતમ ! રખેને ઉત્સૂત્ર, ઉન્માર્ગનું મારાથી પ્રવર્તન ન થાય અથવા થયું હોય તો, તેમ કરીને આવશ્યક કરવા જોઈએ. [૧૪૦૧] ભગવન્ ! વિશેષ પ્રકારે પ્રાયશ્ચિત્ત કેમ નથી હેતાં ? ગૌતમ ! વર્ષાકાળે માર્ગગમન અને વસતિપરિભોગ. રવા વિષયક ગચ્છાચારની મર્યાદાનું ઉલ્લંઘન કરવા વિષયક, સંધાચારનું અતિક્રમણ, ગુપ્તિભેદ, સાત પ્રકારના માંડલી ધર્મનું અતિક્રમણ, અગીતાર્થના ગચ્છમાં જવાથી થયેલ કુશીલ સાથેનો વંદન, આહારાદિ વ્યવહાર, અવિધિથી પ્રવજ્યા કે વડીદીક્ષા આપવાથી લાગેલા પ્રાયશ્ચિત્ત, અયોગ્ય કે અપાત્રને સૂત્ર, અર્થ, તદુભયની પ્રજ્ઞાપના કરવાથી લાગેલ અતિયાર, અજ્ઞાન વિષયક એક અક્ષર આપવાથી થયેલ દોષ [તથા] દૈવસિક, રાત્રિક, પાક્ષિક, માસિક, ચતુમસિક, વાર્ષિક, આલોક કે પરલોક સંબંધી નિદાન કરેલ હોય, મૂળ ગુણ કે ઉત્તરગુણની વિરાધના, જાણતાં કે અજાણતાં લ, વારંવાર નિર્દયતાથી દોષ સેવન રે, પ્રમાદ-અભિમાનથી દોષ સેવન રે, આજ્ઞા પૂર્વના અપવાદથી દોષ સેવ્યા હોય, મહાવ્રતો, શ્રમણધર્મ, સંયમ, તપ, નિયમ, ક્યાય, ગુપ્તિ, દંડ, મદ, ભય, ગારવ, ઇંદ્રિય વિષયક દોષો સેવ્યા હોય, આપત્તિકાળમાં આર્ત-રૌદ્રધ્યાન થવું, રાગ-દ્વેષ-મોહ-મિથ્યાત્વ વિષયક, દુષ્ટ, કુર પરિણામ થવાના કારણે ઉત્પન્ન થયેલ મમત્વ, મૂર્છા, પરિગ્રહ અને આરંભથી થયેલ પાપ, સમિતિનું પાલન ન થવું. [તા] પારાની ગેરહાજરીમાં તેની નિંદા કરવી, અમૈત્રી ભાવ, ધર્માંતરાય, સંતાપ, ઉદ્વેગ, માનસિક અશાંતિથી ઉત્પન્ન થયેલ પાપ, સંખ્યાતીત આશાતના પૈકી કોઈ પણ આશાતનાથી ઉત્પન્ન થયેલ, પ્રાણવધ-મૃષાવાદ-અદત્તનું લેવું- મૈથુનના ત્રિણ યોગ પૈકી કોઈ પણ યોગથી ખંડિત થતા - પરિગ્રહથી ઉત્પન્ન - રાત્રિભોજન વિષયક પાપ [તા] વાચિક, કાયિક અસંયમ, રણ, રાવણ, અનુમત્તિથી ઉત્પન્ન થયેલ યાવત્ જ્ઞાન-દર્શન-ચારિત્રના અતિયાર વડે ઉત્પન્ન થયેલ પાપકર્મનું પ્રાયશ્ચિત્ત વધારે કેટલું વ્હેવું ? જેટલાં ચૈત્યવંદનના આદિક પ્રાયશ્ચિત્ત સ્થાનો પ્રરૂપેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy