SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ છે કારણોની ગેર હાજરીમાં ભોજન કરે તો અહમ, ધમદોષ અને અંગાર દોષ યુક્ત આહારનો ભોગવટો ક્ટ તો ઉપસ્થાપન, જુદા-આહાર કે સ્વાદવાળા સંયોગ કરીને જિલ્લાનો સ્વાદ પોષવાને ભોજન ક્લે તો આયંબિલ, અને ઉપવાસ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોવા છતાં આઠમ, ચૌદશ, જ્ઞાન પંચમી, પર્યુષણામાં ધોઈને પાણી પી ન જાય તો ઉપવાસ. પાત્ર ધોયેલા પાણી પરઠવે તો પાંચ ઉપવાસ. પાત્રા, માનક, તસ્પણી કે કોઈપણ પ્રકારના ભાજન-ઉપણ માત્રને ભીનાશ દૂર કરી, કોરા ક્રીને, ચીકાશવાળા કે વગરના નલુછેલા સ્થાપન કરી સખે તો ચોથા ભક્ત પાટાબંધની ગાંઠ ન છોડે, તેની પડિલેહણા કરીને ન શોધે તો ચોથ ભકત, ભોજન માંડલીમાં હાથ ધોવે, તેના પાણીમાં પગનો સંઘટ્ટો કરીને ચાલે, ભોજન ક્રવાની જગ્યામાં સાફ ક્રીને દંડપુચ્છણક્યી કાજો ન લે તો નિવી. ભોજનમાંડલીના સ્થાને જગ્યા સાફ કરીને પુછણક્યી જો લઈ, એક્કો ક્રીને ઇરિયા ના પ્રતિકમે તો નિવી. એ પ્રમાણે ઇરિયાવહી કરીને બાકી રહેલા દિવસનું અર્થાત તિવિહાર કે ચોવિહારનું પ્રત્યાખ્યાન ન કરે તો આયંબિલ ગરુ સન્મુખ પચ્ચકખાણ ન રે તો પુરિમ, અવધિથી પચ્ચકખાણ ક્લે તો આયંબિલ, પચ્ચખાણ કર્યા પછી ચૈત્ય અને સાધુને ન વાંદે તો પરિશ્મ. કુશલને વાંદે તો અવંદનીય, ત્યાર પછીના સમયમાં બહાર ચંડિલ ભૂમિ જવા માટે પાણી લેવા માટે જાય. વડી નિતી ક્રીને પાછા પરે તે સમયે કંઈક ન્યૂન ત્રીજી પોરિસિ પૂર્ણ થાય. તેમાં પમ ઇરિયાવહી પ્રતિકમીને વિધિથી ગમનાગમન આલોચીને પાત્રા, માનક આદિ ભાજન અને ઉપણો વ્યવસ્થિત કરે ત્યારે ત્રીજી પોરિસિ બરાબર પૂર્ણ થાય. આ પ્રમાણે ત્રીજી પોરિસી વીત્યા પછી હે ગૌતમ ! જે ભિક્ષ ઉપધિ અને સ્પંડિલો વિધિપૂર્વક ગણ સન્મુખ સંદિસાઉં' એમ આજ્ઞા માંગીને પાણી પીવાના પણ પચ્ચખાણ કરીને કાળવેળા સુધી સ્વાધ્યાય ન થ્રે તેને છઠ્ઠ પ્રાયશ્ચિત્ત જણાવવું. આ પ્રમાણે કાળવેળા આવી પહોંચે ત્યારે ગુરુની ઉપાધિ અને ચંડિલ, વંદન, પ્રતિકમણ, જઝાય, માંડળી આદિ વસતિની પ્રત્યુપેક્ષણા કરીને સમાધિપૂર્વક, ચિત્તના વિક્ષેપ વિના સંયમિત બનીને પોતાની ઉપાધિ અને સ્પંડિલની પ્રત્યુપેક્ષણા કરીને ગોચર ચરિત અને કાળને પ્રતિક્રમીને, ગોચર ચય ઘોષણા ક્રીને ત્યાર પછી દેવસ્મિક અતિચારોની વિશુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ ક્રવો. આ દરેમાં અનુક્રમે ઉપસ્થાપન, પુરિમ એકસણાદિ પ્રાયશ્ચિત્ત જાણવા. આ પ્રમાણે કાયોત્સર્ગ ક્રીને મુહપત્તિ પડીલેહીને વિધિ પૂર્વક ગુરુને તિકર્મ વંદન કરીને સૂર્યોદયથી માંડીને કોઈપણ સ્થાને જવા કે બેસતા, જતા, ચાલતા, ભમતા, ઉતાવળ કરતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, લીલોતરી, વ્રણ, બીજ, પુષ્પ, ફૂલ, કુંપળ, અંકુર, પ્રવાલ, પબ, બે-ત્રણ-ચાર-પાંચ ઇંદ્રિયોવાળા જીવોનાં સંઘટ્ટન, પરિતાપન, ક્લિામણા, ઉપદ્રવ વગેરે ક્યાં હોય તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy