SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ ૬-૧૦૮૮, ૧૦૮૯ વિડંબના રાવનાર પિતા હોય તો પણ ત્રુ માનજે. ભડભડતા અગ્નિમાં પ્રવેશવું સારું છે, પણ સુક્ષ્મ પણ નિયમની વિરાધના કરવી સારી નથી. સુવિશુદ્ધ નિયમયુક્ત કર્મવાળાનું મૃત્યુ સારું પણ નિયમ ભાંગીને જીવવું સારું નથી. ૧૦૯૦, ૧૦૯૧ ગૌતમ ! અગીતાર્થપણાના દોષથી ઇશ્વરે જે પ્રાપ્ત ક્યું તે સાંભળીને તરત ગીતાર્થ બનવું. ભગવન ! ઈશ્વર કોણ મુનિવર હતા. તે હું જાણતો નથી. તેમજ અગીતાર્થપણાના દોષથી તેણે શું પ્રાપ્ત ક્યું તે મને જ્હો. [૧૦૯૨ થી ૧૦૯૪) ગૌતમ ! કોઈક બીજી ચોવીશીના પહેલાં તીર્થકર ભગવંત જ્યારે નિર્વાણ પામ્યા, ત્યારે મનોહર નિર્વાણ મહોત્સવ પ્રવર્તતો હતો અને સુંદર રૂપવાળા દેવ અને અસુરો નીચે ઉતરતા અને ઉપર ચડતા હતા. ત્યારે નીકમાં રહેલાં લોકો તે જોઈને વિચારવા લાગ્યા કે આજે મનુષ્ય લોકમાં આશ્ચર્ય જોઈએ છીએ. કોઈ વખત ક્યાંય આવી ઇંદ્રજાળો જોવામાં આવેલ નથી. [૧૦૯૫ થી ૧૧૦રી આવી વિચારણા ક્રતા છતાં એક મનુષ્યને પૂર્વભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. એટલે ક્ષણવાર મુછ પામ્યો, ફરી વાયુથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવી થરથર ધ્રુજવા લાગ્યો. લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા ક્રવા લાગ્યો. તુરત જ મનિપણું અંગીકાર ક્રવા ઉધત થયો. ત્યાર પછી તે મહાશયવાળો જેટલામાં લોચ રવાનો શરૂ ક્યું છે. તેટલામાં દેવતાએ તેને વિનયથી જહરણ આપ્યું. તેના કટકારી ઉગ્ર તપ અને ચારિત્રને જોઈને તથા લોકોને તેની પૂજા તાં જોઈને ઈશ્વર જેટલામાં ત્યાં આવીને તેને પૂછવા લાગ્યો કે તમોને બ્રેણે દીક્ષા આપી? કયાં જગ્યા છો ? તમારું કુળ ક્યું છે ? કોના ચરણકમળમાં અતિશયવાનું સૂત્ર અને અર્થનું તમે અધ્યયન ક્યું ? તે પ્રત્યેક બુદ્ધ તેને જેટલામાં સર્વ જાતિ, કુળ, દીક્ષા, સૂત્રાદિ જે પ્રમાણે પ્રાપ્ત ક્યાં તે ક્રેતા હતા. તેટલામાં તે બધું સાંભળી તે નિભગી ઈશ્વર વિચારવા લાગ્યો – આ જુદો છે. આ અનાર્ય દંભથી ઠગે છે, તો જેવું આ બોલે છે, તેવા જ જિનવર હશે. આ વિષયમાં કંઈ વિચારવું નહીં, એમ લાંબોકાળ મૌનપણે ઉભો રહ્યો. [૧૧૦૩, ૧૧૦૪] અથવા તો ના ના, એમ નથી, દેવો અને દાનવોથી પ્રણામ રાયેલા ભગવંત મારા સંશયને છેદે તો મને ખાત્રી થાય. તેટલામાં વળી ચિંતવ્યું કે જે થવાનું હોય તે થાઓ, મારે અહીં વિચારવાનું શું પ્રયોજન છે? હું તો સર્વ દુઃખનાશક પ્રવજ્યાને અહીં અભિનંદું છું અથતિ તે ગ્રહણ કરવા ઈચ્છું છું. [૧૧૦૫ થી ૧૧૦] તેટલામાં જિનેશ્વર પાસે જવા નીકળ્યો. પણ જિનેશ્વરને ન જોયા એટલે ગણધર પાસે જવા પ્રયાણ ક્યું. જિનેશ્વરે કહેલા સૂત્ર અને અર્થની પ્રરૂપણા ગણધરો કરતા હોય છે. જ્યારે અહીં ગણધર શ્રી વ્યાખ્યાના રતા હતા ત્યારે તેમાં આઆલાવો આવ્યો કે એક જ પૃથ્વીકાય જીવો સર્વત્ર ઉપદ્રવ પામે છે. તો તેનું રક્ષણ ક્રવા કોણ સમર્થ થઈ શકે છે ? [૧૧૦૮ થી ૧૧૧૧] આ વિષયમાં આ મહાયશવાળા પોતાની આત્માની લઘુતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy