SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૬૫ થી ૭૦ હવે પાંચમાં આરામાં નિશ્ચે હે આયુષ્યમાન્ ! મનુષ્યોને સેવાર્તા સંહનન જ વર્તે છે. તેમાં શ્રી વીરથી ૧૭૦ વર્ષે સ્થૂલભદ્ર સ્વર્ગે ગયા ત્યારે છેલ્લા ચાર પૂર્યો, પહેલું સંસ્થાન, પહેલું સંઘયણ, મહાપાણ ધ્યાનનો વિચ્છેદ થયો. શ્રીવીથી ૫૮૪ વર્ષે શ્રી વજ્રસ્વામીથી દશમું પૂર્વ અને ચાર સંઘયણ ગયા. હે આયુષ્યમાન્ ! પૂર્વે મનુષ્યોને છ સંસ્થાન હતા. સંસ્થાન-પાણીનો આકાર વિશેષ. સમચતુરસ - નાભિની ઉપર અને નીચે સર્વ લક્ષણયુક્ત અવયવપણે તુલ્ય અને તે ચતુરા - અન્યનાધિક ચારે અસ જેના છે તે. અસ - પલ્યુંક આસને બેસીને જાનુનું અંતર, આસનથી લલાટના ઉપરના ભાગનું અંતર, દક્ષિણસ્કંધથી વામ જાનુનું અંતર અને વામ સ્કંધથી દક્ષિણ જાનુનું અંતર તે સંસ્થાન - આકાર. ન્યગ્રોધવત્ પરિમંડલ - ઉપરનું પ્રમાણ સંપૂર્ણ અને નીચેનું હીન હોય. નાભિની નીચેનો ભાગ યથોક્ત પ્રમાણ લક્ષણથી વર્તે છે તે સાદિ, જેમાં મસ્તક, ગ્રીવા, હાથ-પગ આદિ ચચોક્ત પ્રમાણ લક્ષણયુક્ત હોય પણ પીઠ અને ઉદર નહીં તે કુબ્જ જેમાં છાતી, પેટ, પીઠ આદિ પ્રમાણ લક્ષણયુક્ત હોય પણ મસ્તક, ગ્રીવા, હાથ-પગ આદિ હીન હોય તે વામન અને જેમાં બધાં અવયવો પ્રમાણ લક્ષણથી પરિભ્રષ્ટ હોય તે કુંડ. હાલ નિશ્ચયથી મનુષ્યોને હુંડ સંસ્થાન વર્તે છે. હવે ઉપદેશ દેતા કહે છે – સંહનત, સંસ્થાન, શરીર આદિનું ઉચ્ચત્વ અને આયુ મનુષ્યોને પ્રતિ સમયે ઘટતાં જાય તે અવસર્પિણી કાલદોષથી છે. ક્રોધ-માનમાયા-લોભ પ્રવાહથી પૂર્વ મનુષ્યોની અપેક્ષાથી વિશેષ વધે છે. મનુષ્યોના કૂટ-તુલાદિ ઉપકરણ, કૂટ-કુડવ પ્રસ્થાદિમાન વધે છે. તેથી કૂટતુલાદિ અનુસાર ક્રયાણક - વાણિજ્યાદિ કૂટ વધે છે. હવે દુઃશ્યમકાળમાં તુલા, માન અસમાન થાય છે. 7 શબ્દથી અનેક પ્રકારે વંચન લેવું. સંવત્સરો પણ દુઃખરૂપ થાય છે. વિષમ વર્ષાથી સાવર્જિત ઘઉં આદિ વીર્ય થાય. ગોધૂમાદિના દુર્બળપણાથી મનુષ્યોના આયુ વગેરે પણ ક્ષય પામે છે. ૧૩૧ એ પ્રમાણે ઉક્ત પ્રકારે કૃષ્ણપક્ષના ચંદ્રની માફક જે ધર્મયુક્ત મનુષ્યો છે, તેમનું સારું જીવિત જાણવું. હવે સો વર્ષના આયુવાળા પુરુષના કેટલાં યુગ-અયનાદિ થાય ? - • સૂત્ર-૧ થી ૭૩ : હે આયુષ્યમાન ! જેમ કોઈ પુરુષ હાઈ, લિકર્મ કરી, કૌતુક-મંગલપ્રાયશ્ચિત્ત કરી, મસ્તકે હાઈ, કંઠમાં માલા પહેરી, મણિ-સુવર્ણ પહેરી, અહતસુમહાર્ધ વસ્ત્ર પહેરી, ચંદન વડે ઉત્કીર્ણ ગાત્ર શરીરી થઈ, સરસ સુરભી ગંધ ગોશીષ ચંદન વડે અનુલિપ્ત ગામથી, શુચિમાલા વર્ણક વિલેપન, હાર-અર્ધહારમિસરોહાર-પાલંબ-પલંબ ધારણ કરી, કટિસૂત્રકથી સારી રીતે શોભતો, પ્રૈવેયકવીંટી-લલિતાંગાદિ આભરણ પહેરી, વિવિધ મણિ-સુવર્ણ-રત્ન-કડગ-ત્રુટિત વડે સ્તંભિત ભૂજાવાળા, અધિકરૂપ-શોભાયુક્ત, કુંડલ વડે ઉધોતિત મુખ, મુગટ વડે દિપ્ત મસ્તક, હારાદિ વડે સારી રીતે રચિત છાતી, પાર્લબ-પલંબમાન-સુકૃત્ પટ તંદુલવૈચારિપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ઉત્તરીય, મુદ્રિકાથી પીંગલ થયેલ આંગળી, વિવિધ મણિ-કનક-રત્ન-વિમલમહા-નિપુણોચિત ઝગમગતા વિરચિત સુશ્લિષ્ટ વિશિષ્ટ લષ્ટ વીરવલય પહેરેલો વધુ શું કહીએ ? કલ્પવૃક્ષ સમાન અલંકૃત વિભૂષિત થઈ પવિત્ર થઈને માતાપિતાને અભિવાદન કરે અત્િ પ્રણામ કરે. ૧૩૨ ત્યારે તે પુરુષને માતા-પિતા એમ કહે કે, હે પુત્ર ! સો વર્ષ જીવો. તેનું આયુ ૧૦૦ વર્ષનું હોય તો વધુ કેટલું જીવે ? ૧૦૦ વર્ષ જીવતો તે ૨૦ યુગ જીવે છે, ૨૦ યુગ જીવતો ૨૦૦ અયન જીવે છે, ૨૦૦ અયન જીવતો તે ૬૦૦ ઋતુ જીવે છે, ૬૦૦ ઋતુ જીવતો તે ૧૨૦૦ માસ જીવે છે. ૧૨૦૦ માસ જીવતો તે ર૪૦૦ પક્ષ જીવે છે. એ રીતે - ૪ - ૩૬,૦૦૦ હોરા, ૧૦,૮૦,૦૦૦ મુહૂ, ૪,૦૭,૪૮,૪૦,૦૦૦ શ્ર્વાસોચ્છ્વાસ જીવે. તેમાં તે રરણા તંદુલવાહ ખાય છે. હે આયુષ્યમાન્ ! કઈ રીતે રા તંદુલવાહ ખાય ? હે ગૌતમ ! દુબલ સ્ત્રી વડે ખંડિત, બલિહે છડિત, ખરમુરસલ વડે કુટેલ, ભુંસ-કાંકરા રહિત કરેલ અખંડિત અને પરિપૂર્ણ સોખાના સાડા બાર પલનો એક પ્રસ્થ થાય. તે પ્રસ્થને માગધ પણ કહે છે. સામાન્યથી રોજ સવારે એક પ્રસ્થ અને સાંજે એક પ્રસ્થ એમ બે વખત ભાત ખાય છે. એક પ્રથકમાં ૬૪,૦૦૦ ભાત હોય છે. ૨૦૦૦ ચોખાના દાણાનો એક કવલ, એ રીતે પુરુષનો આહાર ૩૨-કવલ, સ્ત્રીનો આહાર ૮ કવલ અને નપુંસકનો ર૪ કવલ હોય છે. આ ગણના આ રીતે છે બે અસતીની પ્રકૃતિ, બે પ્રકૃતિની એક સેતિકા, ચાર સેતિકાનો કુડવ, ચાર કુડવનો પ્રસ્થક, ચાર પ્રસ્થકનો આઢક, સાઈઠ આઢકનો જઘન્યકુંભ, ૮૦ આઢિકનો મધ્યકુંભ, ૧૦૦ આઢકનો ઉત્કૃષ્ટકુંભ, ૮૦૦ આઢકનો એક વાહ, આ વાહ પ્રમાણે ૨૨ા. વાહ તંદુલ ખાય છે. એ ગણિત અનુસાર ૪૬૦ કરોડ, ૮૦ લાખ ચોખાના દાણા થાય છે, તેમ કહ્યું છે. આ રીતે તે ૨ વાહ તંદુલ ખાતો પા કુંભ મગ ખાય છે. અર્થાત્ ૨૪૦૦ આઢક ઘી, ૩૬,૦૦૦ પલ મીઠું ખાય. બે માસે કપડાં બદલે તો ૧૨૦૦ ધોતી પહેરે. એ રીતે ૧૦૦ વર્ષના આયુવાળા મનુષ્યોના ઘી, તેલ, મીઠું, ભોજન, વસ્ત્રનું બધું તોલમાપ ગણિત છે. આ ગણિત પરિમાણ પણ મહર્ષિઓએ બે પ્રકારે કહેલ છે. જેની પાસે આ બધું છે, તેની ગણના કરી છે, જેની પાસે આ કંઈ નથી તેની શું ગણના કરવી ? • વિવેચન-૭૧ થી ૭૩ઃ હે આયુષ્યમાન્ ! - x - કોઈ પુરુષ સ્નાન કરીને પછી બલિકર્મ - સ્વગૃહ દેવતાની પૂજા કરેલ તથા કૌતુક-મંગલ કરીને, તે જ પ્રાયશ્ચિત - દુઃસ્વપ્નાદિના વિઘાતાર્થે અવશ્ય કરણીયત્વ આદિથી - ૪ - મસ્તકેથી સ્નાન કરીને, પૂર્વે દેશ સ્નાન કહ્યું અને અહીં સર્વ સ્નાન કરીને કહ્યું, તેથી પુનરુક્તિ નથી. ગળામાં પુષ્પમાળા પહેરીને, મણિ સુવર્ણ પહેરીને, તેમાં મણિમય આભુષણ અને સુવર્ણમય આભુષણ -
SR No.009061
Book TitleAgam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 28, & agam_tandulvaicharik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy