SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ J૩૩૨,333 ૧es ગુણીએ - ૨૪ x ૧. તેથી તે જ સશિ અર્થાત્ ૨૪-જ આવશે. પછી આધ રાશિ ૧૮૬ છે. તેના વડે ભાગાકાર કરીએ, તેથી આવશે - ૨૪/૧૮૬. હવે અહીં ઉપરની રાશિ અલા છે, તેથી ભાગાકાર થઈ શકશે નહીં. તેથી છેધ અને છેદકરાશિની ૬ વડે પવના કરીએ અથતિ છ થી ભાગ કરીએ. તો ઉપરની સશિ ૪-આવશે અને નીચેની રાશિ-૩૧ આવશે. અર્થાત્ */૩૧ એ રીતે ક્ષય કે વૃદ્ધિમાં ચાર-ગુણાકાર કહ્યો અને ૩૧-ભાગાકાર કહ્યો. અહીં જે પ્રાપ્ત થાય, તેટલાં અંગુલ ક્ષય કે વૃદ્ધિ જાણવી જોઈએ, તેમ કહ્યું. તેમાં કયા અયનમાં કેટલાં પ્રમાણ ધવરાશિની ઉપર વૃદ્ધિ કે ક્યાં અયનમાં કેટલાં પ્રમાણ ઘુવરાશિમાં ક્ષય થાય, એ પ્રમાણે નિરૂપણા માટે કહે છે - દક્ષિણાયનમાં બે પદવી - બે પદની ઉપર અંગુલોની વૃદ્ધિ જાણવી, ઉતરાયનમાં ચાર પાદથી અંગુલની હાનિ છે. તેમાં યુગ મધ્યમાં પહેલાં સંવત્સરમાં દક્ષિણાયનમાં જે દિવસથી આરંભીને વૃદ્ધિ છે, તેનું નિરૂપણ કરતી બે ગાથા છે – યુગના પહેલાં સંવત્સરમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ચોકમે પૌરષી બે પદ પ્રમાણ ધ્રુવ હોય છે, પછી તેની એકમથી આરંભીને પ્રત્યેક તિથિ ક્રમથી ત્યાં સુધી વધે છે, જ્યાં સુધી સમાસથી સાદ્ધ 30 અહોરાત્ર પ્રમાણથી, ચંદ્રમાસની અપેક્ષાથી ૩૧ તિથિ વડે ચાર અંગુલ વધે. આ બધું કઈ રીતે જાણી શકાય ? જે રીતે મહિના વડે સાદ્ધ-30 અહોરાત્ર પ્રમાણથી ૩૧ તિથિ સ્વરૂપ વડે છે, તે કહે છે - જે કારણે એક તિથિમાં ૩૧ ભાગ વધે છે, તે પૂર્વે જણાવેલ છે, પરિપૂર્ણ દક્ષિણાયનમાં વૃદ્ધિ પરિપૂર્ણ ચાર પદો છે. તેથી એક માસ વડે સાદ્ધ 30 અહોરણ પ્રમાણથી ૩૧-તિથિરૂપથી કહ્યું. એ પ્રમાણે વૃદ્ધિ કહી. હવે હાનિ યુગના પહેલાં સંવત્સરમાં માઘ મહિનામાં કૃષ્ણ પક્ષમાં સપ્તમીથી આરંભીને ચાર પાદોથી પ્રતિતિથિ ૐ/૩૧ ભાગ હાનિ ત્યાં સુધી જાણવી, ત્યાં સુધી ઉત્તરાયણના અંતે બે પાદ પૌષિ થાય. આ પહેલાં સંવત્સરગત વિધિ છે, બીજા સંવત્સરમાં શ્રાવણ મહિનાના કૃણ પક્ષમાં તેસને આદિમાં કરીને વૃદ્ધિ. માઘ માસમાં શુક્લ પક્ષમાં ચોથને આદિ કરીને ક્ષય થાય. - ત્રીજા સંવત્સરમાં શ્રાવણ મહિનાના શુક્લપક્ષની દશમી વૃદ્ધિની આદિ, માઘમાસમાં કૃષ્ણપક્ષમાં એકમ ક્ષયની આદિ. ચોથા સંવત્સરમાં શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષમાં સાત વૃદ્ધિની આદિ, માઘમાસના કૃષ્ણપક્ષમાં ૧૩ ક્ષયની આદિ. પાંચમાં સંવત્સરના શ્રાવણ માસના શુક્લ પક્ષમાં ચોથ વૃદ્ધિની આદિ, માઘમાસના શુક્લપક્ષમાં દશમી ક્ષયની આદિ. હવે ઉપસંહાર કહે છે એ રીતે ઉકત પ્રકારે પૌરુષી વિષયમાં વૃદ્ધિ અને ક્ષયમાં યશાકમે દક્ષિણાયનમાં અને ઉત્તરાયણમાં જાણવું. એ પ્રમાણે અક્ષરનિ [2712] ૧૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 આશ્રીને કરણગાથા કહી. હવે આની કરણ ભાવના કરાય છે – કોઈપણ પૂછે છે - યુગની આદિથી આરંભીને ૮૫માં પર્વમાં પાંચમી તિથિમાં કેટલા પાટની પૌરુષી હોય છે ? તેમાં ૮૪ બાદ કરાય છે, તેની નીચેથી પંચમી તિથિમાં પૂછયું, તેથી પાંચ, ૮૪ને ૧૬ વડે ગુણતાં આવશે - ૧૨૬૦. આની મધ્ય નીચેના પાંચ ઉમેરીએ. તેથી આવશે-૧૨૬૫. તેને ૧૮૬ વડે ભાંગતા, આવશે-૬, આવેલ છ અયનો અતિક્રમીને સાતમું આયન વર્તે છે. તેમાં જતાં શેષ ૧૪૯ રહે છે. તેને ચાર વડે ગુણતાં આવશે-૫૯૬. તેને ૩૧ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે-૧૯. શેષ રહેશે સાત. તેમાં ૧૨-ચાંગુલ પાદ, એ રીતે ૧૯થી ૧૨ વડે, પદ પ્રાપ્ત થાય. શેષ રહે છે સાત અંગુલ. છઠું અયન ઉત્તરાયણ, તે જતાં સાતમું અયન દક્ષિણાયન વર્તે છે. પછી ૧-પાદ, ૩-અંગુલને બે પાદ પ્રમાણ ઘુવરાશિમાં ઉમેરીએ. તેથી આવશે ૩-પાદ, ગુલ, જે ૩૧ ભાગ શેષરૂપ વર્તે છે, તેના યવ કરીએ. તેમાં આઠ ચવનો એક અંગુલ, તેથી ૭ ને ૮ વડે ગુણતાં આવશે-પ૬, તેને ૩૧ વડે ભાંગતા આવશે એક યવ અને શેષ રહેશે યવના ૫/૩૧ ભાગ. એટલી પૌષિ થાય. વળી બીજું કોઈ પૂછે છે - ૯૭ માં પર્વમાં, પંચમી તિથિમાં કેટલા પાદ પૌરુષી ? તેમાં ૯૬ બાદ કરવા. તેની નીચે પાંચ છે. ૯૬ને ૧૫ વડે ગુણીએ. આવશે-૧૪૪૦, તેમાં નીચેના પાંચ ઉમેરો. થશે ૧૪૪૫. તેના ૧૮૬ વડે ભાગ કરાતા પ્રાપ્ત થશે - અયનો અને શેષ રહેશે-૧૪૩. તેને ૪-વડે ગુણીએ, આવે-પ૭૨. તેને ૩૧-વડે ભાંગતા પ્રાપ્ત ૧૮ અંગુલ, તેમાં ૧૨ અંગુલ વડે પાદ, એ રીતે પ્રાપ્ત થાય, ૧-પાદ, ૬-અંગુલ અને ઉપર ઉદ્ધરિત અંશ-૧૪. તેના યવ કરવા ૮ વડે ગુણીએ, તેથી આવે ૧૧૨. તેને ૩૧ વડે ભાંગતા પ્રાપ્ત થાય-૩-૨વ. શેષ રહે છે - એક યવના ૧૯૩૧ ભાગ. સાત અયનો ગયા. આઠમું અયન તે ઉત્તરાયન. ઉત્તરાયનમાં ચાર પાદ રૂપથી યુવાશિની હાનિ કહેવી. તેથી એક પાદ, ૩-અંગુલ, 3-ચવ, એક યવના ૧૯૩૧ ભાગ, એ પ્રમાણે ચાર પાદમાંથી લઈ લેતાં, શેષ રહે છે – બે પાદ, ચાર અંગુલ, ચાર ચવ, એક યવના ૧૨૩૧ ભાગ. આટલી યુગની આદિથી આરંભીને ૯૭માં પર્વમાં પાંચમી તિથિમાં પૌરુપી થાય છે. આ પ્રમાણે બધે જ ભાવના કરવી જોઈએ. - હવે પૌરૂષી પરિમાણથી અયનગત પરિમાણ જાણવાને માટે આ કરણ ગાથા છે – પૌરૂષીમાં જેટલી વૃદ્ધિ કે હાનિ બતાવી, તેથી દિવગત કે પ્રવર્તમાન વડે મિરાશિ કરણાનુસાચી જે પ્રાપ્ત થાય, તે અયનનું તેટલાં પ્રમાણમાં રહેલ જાણવું. આ કરણગાથા અક્ષરાર્થ કહ્યો, તેની ભાવના આ પ્રમાણે છે - - તેમાં દક્ષિણાયનમાં બે પાંદની ઉપર, ચાર અંગુલની વૃદ્ધિ બતાવી. ત્યારે કોઈ પણ પૂછે - દક્ષિણાયનના કેટલાં જતાં ? અહીં બિરાશિ કુર્મ અવતાર થાય - જો ચાર અંગુલના ૩૧-ભાગ વડે એક તિથિ પ્રાપ્ત થાય, તો ચાર ગુલ વડે કેટલી તિથિ
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy