SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨૩૯ જેમ સૂર્યાભદેવને રાજપ્રશ્નીયસૂત્રમાં ઈન્દ્રાભિષેકમાં કહ્યું, તેમ કહેવું. તેમાં ૧૦૦૮ આભરણ યંગેરી, ૧૦૦૮ લોમહસ્ત યંગેરીઓ તથા સર્વ પટલક ૪૯ કહેવા. તેથી કહે છે – ૧૦૦૮ પુષ્પટલો, આ વસ્તુ સૂર્યભના અભિષેકોપયોગી વસ્તુ વડે સંખ્યાથી જ તુલ્ય છે, ગુણથી તુલ્ય નથી, તેથી કહે છે – અતિવિશિષ્ટ કહેવા. કેમકે પ્રથમ કલ્પના દેવની વિકુર્વણાથી અચ્યુત કલ્પ-દેવની વિકુર્વણા અધિકતર છે. તથા સિંહાસન, છત્ર, ચામર, તૈલ સમુદ્ગક યાવત્ સર્પપ સમુદ્ગક. અહીં ચાવત્ પદથી કોષ્ઠસમુદ્ગાદિ કેહવા. તાલવૃંતમાં ચાવત્ કરણથી વીંઝણાદિ લેવા. તેમાં વીંઝણા એ સામાન્યથી વાતોપકરણ છે અને તાલવૃત્ત, તેના વિશેષરૂપ છે. તે એક હજાર આઠ-એક હજાર આઠ છે, ૧૦૦૮ ધૂપકડછા છે. હવે વિક્ર્વણાનું સાર્થકત્વ કહે છે – વિકુર્તીને અને સ્વાભાવિક - દેવલોકમાં દેવલોકવત્ સ્વયંસિદ્ધ શાશ્વત અને વૈક્રિય-અનંતરોક્ત સુવર્ણાદિ ચાવત્ શબ્દથી ભૃગારાદિ ગ્રહણ કરવા. કેમકે ધૂપકડછાંને સૂત્રમાં સાક્ષાત્ લીધેલ છે. ગ્રહણ કરીને જ્યાં ક્ષીરોદ સમુદ્ર છે, ત્યાં આવીને ક્ષીરરૂપ જળને ગ્રહણ કરે છે. [શંકા] મેરુથી અભિષકેના અંગભૂત વસ્તુના ગ્રહણને માટે ચાલતા દેવો, તેના ગ્રહણ ઉપયોગી વસ્તુ કળશ, ભંગારાદિ ગ્રહણ કરે પરંતુ અનુપયોગી, યાવત્ શબ્દથી સિંહાસન-ચામરાદિ અને તૈલ સમુદ્ગક કેમ ગ્રહણ કરેલ છે, તે કહે છે – વિકુર્વણા સૂત્રના અતિદેશથી ગ્રહણ સૂત્રના અતિષ્ટિત્વથી, આ સૂત્રપાઠના અંતર્ગતત્વમાં પણ જે ગ્રહણોચિત છે, તે જ ગ્રહણ કરેલ જાણવું. કેમકે યોગ્યતા વશ જ અર્થની પ્રતિપતિ હોય છે અને ધૂપકડછાંનું ત્યાં ગ્રહણ, તે કળશ, ભંગારાદિ દેવ હસ્ત ધૂપનાર્થે છે. અન્યથા સૂત્રમાં સાક્ષાત્ ઉપદર્શિત ધૂપકડછાંનું ગ્રહણ નિરર્થક થાય. હવે પ્રસ્તુત સૂત્ર – લઈને પછી ત્યાં ક્ષીરોદમાં ઉત્પલ, પા યાવત્ સહસ્રપત્રો છે, તેને ગ્રહણ કરે છે. યાવત્ પદથી કુમુદાદિ લેવા. આ રીતે પુષ્કરોદ - ત્રીજા સમુદ્રથી ઉદકાદિ ગ્રહણ કરે છે. અહીં સીધો ત્રીજો સમુદ્ર લેવાથી, બીજા સમુદ્રના અગ્રાહ્યત્વથી સંભવે છે. યાવત્ શબ્દથી પુષ્કરવરદ્વીપાર્લેના માગધાદિ તીર્થોનું જળ અને માટી લે છે. સમયક્ષેત્રમાં રહેલ પુષ્કરવરદ્વીપાર્ધના ગંગાદિ મહાનદીમાં આદિ શબ્દથી સર્વે મહાનદી લેવા, યાવત્ પદથી જળ અને બંને તટની માટી લે છે. લઘુહિમવંતના સર્વે તુવસ્કષાયદ્રવ્યો આમલકાદિ, સર્વે જાતિભેદથી પુષ્પો, સર્વે ગંધ-વાસાદિ, સર્વે માળાગ્રથિતાદિ ભેદે, સર્વે મહૌષધિ-રાજહંસી આદિ, સિદ્ધાર્થક-સરસવો લે છે. લઈને પદ્મદ્રહથી દ્રહનું જળ અને ઉત્પલાદિ લે છે. એ પ્રમાણે લઘુહિમવંતથી બધાં ક્ષેત્ર વ્યવસ્થાકારિત્વથી કુલ કલ્પ પર્વતો-હિમાચલાદિ, તેમાં વૃત્તવૈતાઢ્યો, પાદ્રહાદિ મહાદ્રહો, ભરતાદિ વાસક્ષેત્રો, કચ્છાદિ ચક્રવર્તી વિજયો, ગજદંતાદિ વક્ષસ્કાર પર્વતો - x - ગ્રાહાવતી આદિ અંતર્નદીઓ કહેવી. પર્વતોમાંથી તુવરાદિ અને દ્રહોમાંથી ઉત્પલાદ, કર્મક્ષેત્રોમાં માગધાદિતીર્થના જળ અને માટી, નદીથી જળ અને બંને કિનારાની માટી ગ્રહણ કરવી. 27/4 જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ યાવત્ પદથી દેવકુ લેતાં બને કુ લેવા, ચિત્ર-વિચિત્ર પર્વત, બંને યમકપર્વત, કંચનગિરિ, દશે દ્રહો આદિ ગ્રહણ કરવા, ચાવત્ પદથી પુષ્કરવર દ્વીપાઈના પૂર્વપશ્ચિમાદ્ધ ભરતાદિ સ્થાનમાં વસ્તુ ગ્રહણ કહેવું. પછી જંબૂદ્વીપમાં પણ તે પ્રમાણે જ કહેવું. ક્યાં સુધી કહેવું ? સુદર્શન-પૂર્વાધમરુમાં ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન અને પંડકવનમાં બધાં તુવરોને લે છે. તેના અપરાર્ધમાં આ જ કર્મે વસ્તુ લીધી. પછી ધાતકીખંડના મેરુના ભદ્રશાલવનના બધાં તુવરો લે છે ચાવત્ સરસવો લે છે. એ રીતે નંદનવનથી બધાં તુવો યાવત્ સરસવો, સરસગોશીચંદન, દિવ્ય ગ્રથિત પુષ્પો ગ્રહણ કરે છે. એ પ્રમાણે સૌમનસવનથી, પંડકવનથી બધાં તુવરો યાવત્ ગંધાદિ લે છે. દર્દર-ચંદનાદિ પણ લે છે. - x - x + Чо પછી અહીં-તહીં વીખરાયેલા આભિયોગ્ય દેવો એકઠા થાય છે, થઈને જ્યાં સ્વામી છે, ત્યાં જાય છે. જઈને મહાર્યાદિ તીર્થંકર અભિષેક યોગ્ય ક્ષીરોદકાદિને અચ્યુતેન્દ્રની સમીપે લાવે છે. હવે અચ્યુતેન્દ્ર શું કરે છે ? તે કહે છે – • સૂત્ર-૨૪૦ ઃ ત્યારપછી તે અચ્યુતદેવેન્દ્ર ૧૦,૦૦૦ સામાનિકો, તેત્રીશ ાયશ્રિંશકો, ચાર લોકપાલો, ત્રણ પદા, સાત સૈન્યો, સાત સૈન્યના અધિપતિઓ, ૪૦,૦૦૦ આત્મરક્ષક દેવો સાથે સંપરિવરીને સ્વાભાવિક અને વિકુર્વિત શ્રેષ્ઠ કમલ ઉપર પ્રતિષ્ઠિત, સુગંધી શ્રેષ્ઠ જળથી પ્રતિપૂર્ણ, ચંદન વડે ચર્ચિત, ગળામાં મૌલિ બાંધેલ, કમળ અને ઉત્પલ વડે ઢાંકેલ, સુકોમળ હથેળી વડે પરિગૃહીત... ...૧૦૦૮ સુવર્ણના કળશો યાવત્ ૧૦૦૮ માટીના કળશો યાવત્ સર્વોદકથી, સર્વ માટીથી, સર્વતૃવરથી યાવત્ સર્વ ઔષધિ અને સરસવથી, સર્વ ઋદ્ધિથી યાવત્ રવ વડે મહાન મહાન્ તિર્થંકરાભિષેક વડે અભિષેક કરે છે. ત્યારે [અચ્યુતેન્દ્ર દ્વારા] મહાત્મહાન્ અભિષેક વડે સિંચિત્ થયા પછી, બીજા ઈન્દ્રાદિ દેવો છત્ર-સામર-ધૂપકડછાં-પુણ્યા-ગંધ યાવત્ હાથમાં લઈ હર્ષિતસંતુષ્ટ થઈ યાવત્ હાથમાં વજ્ર, ત્રિશૂળ લઈને આગળ અંજલિ જોડી ઉભા રહે છે. એ પ્રમાણે વિજયદેવ અનુસાર માવત્ કેટલાંક દેવો આસિત-સંમાર્જિતઉપલિપ્ત-સિક્ત-શુચિ-સંસૃષ્ટ માર્ગો, હાટ અને ગલીઓને કરે છે યાવત્ ગંધવર્ણીભૂત કરે છે. કેટલાંક દેવો હિરણ્ય વર્ષા વરસાવે છે, એ પ્રમાણે સુવર્ણ, રત્ન, વજ, ભરણ, પત્ર, પુષ્પ, ફળ, બીજુ, માલા, ગંધ, વણ યાવત્ પૂર્ણવાસની વર્ષા કરે છે. કેટલાંક હિરણ્યવિધિ એ પ્રમાણે યાવત્ પૂર્તિવિધિ કરે છે. કેટલાંક ચારે પ્રકારે વાધ વગાડે છે, તે આ પ્રમાણે વત, વિતત, ધન અને ઝુસિર. કેટલાંક ચાર પ્રકારે ગેયને ગાય છે, તે આ પ્રમાણે ૧. ઉપ્તિ, ૨. પાદાત્ત, ૩. મંદાય, ૪. રોચિતાવસાન. કેટલાંક ચાર ભેદે નૃત્ય નારો છે, તે આ - ૧. ચિત, ર. કુંત, ૩. આરભટ અને ૪. ભસોલ. -
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy