SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ પ/૨૩૬ થી ૨૩૮ ૪૩ ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, ૧000 યોજન વિમાનની લંબાઈ-પહોળાઈ, મહેન્દ્રધ્વજ ૧૫ યોજન, દક્ષિણ દાશિવર્તીની ઘંટા મંજુસ્વરા છે, ઉત્તરદિશાવર્તીની મંજુઘોષા છે, પદાતિ સૈન્યાધિપતિ અને વિમાનકારી બંને આભિયોગિકદેવ છે. અતિ સ્વામી વડે આદેશ કરાયેલ અભિયોગિક દેવજ ઘંટાવાદન આદિ કર્મ અને વિમાનવિયુર્વણા કરવામાં પ્રવર્તે છે પણ તેમાં નિર્દિષ્ટ નામ નથી. વાગ્યાથી વિશેષ પ્રતિપાદનાર્થે સૂત્રમાં ન કહેવાયેલ છતાં આ પણ જાણવું - બઘાં આત્યંતરિક પર્ષદાના દેવો ૮૦૦૦, મધ્યમાના દેવો ૧૦,ooo અને બાહ્યાની - ૧૨,૦૦૦ જાણવા. તે આ પ્રમાણએ – તે કાળે તે સમયે કાલ નામે પિશાયેન્દ્ર, પિશાચરાજના ૪ooo સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,ooo આત્મરક્ષકદેવો છે ઈત્યાદિ. વ્યંતરની માફક જયોતિકોને પણ જાણવા. તેમાં સામાનિકાદિ સંખ્યામાં કંઈ વિશેષ નથી. ઘંટામાં આ વિશેષતા છે - ચંદ્રોની સુસ્વરા, સૂર્યોની સુસ્વરનિર્દોષા. બધાંનું મેરુ પર્વત સમવસરણ જાણવું. ચાવતુ પર્યાપાસના કરે છે યાવતુ શબ્દથી - પૂર્વે જણાવેલ છે, તે જાણવું. તેનો ઉલ્લેખ આ રીતે - તે કાળે તે સમયે જ્યોતિકેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રના ૪૦૦૦ સામાનિકો, ચાર ચાણમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, એ પ્રમાણે વાણવ્યંતર સમાન જાણવા, એ પ્રમાણે સૂર્યો પણ જાણવા. | (શંકા] અહીં ચંદ્રો અને સૂર્યો એવું બહુવચન શા માટે મૂક્યું ? પ્રસ્તુત કર્મમાં એક જ સૂર્ય અને ચંદ્ર અધિકૃતપણાથી છે, અન્યથા ઈન્દ્રોની ૬૪ની સંખ્યામાં વ્યાઘાત ન થાય ? [સમાધાન] જિનકલ્યાણકાદિમાં દશ કોન્ડો, વીસ ભવનવાસીન્દ્રો, બગીશ વ્યંતરેન્દ્રો, એ બધાં એક-એક વ્યક્તિગત છે, પણ ચંદ્ર અને સુર્ય જાતિની અપેક્ષાથી છે. તેથી ચંદ્રો અને સૂર્યો અસંખ્યાત પણ સમાઈ શકે છે. કેમકે ભુવન ભટ્ટારકના દર્શનની કામના કોને ન હોય ? આ વાત શાંતિનાથ ચસ્ત્રિમાં મુનિદેવસુરીજીએ પણ કહેલ છે કે – જ્યોતિકનાયક ચંદ્ર-સૂર્ય સંખ્યાતીત હતા. હવે એમના પ્રસ્તુત કર્મની વક્તવ્યતા કહે છે - • સૂત્ર-૨૩૯ : ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ અત મહાદેવધિપતિ પોતાના અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – દેવાનુપિયો ! તીર્થકરના અભિષેકને માટે મહાઈ, મહાઈ, મહાઈ, વિપુલ સામગ્રી ઉપસ્થાપિત કરો - લાવો. ત્યારે તે અભિયોગિક દેવો હર્ષિત, સંતુષ્ટ થઈ ચાવ4 આજ્ઞા સ્વીકારીને ઉત્તર-પૂર્વ દિશાભાગમાં જાય છે, જઈને વૈક્રિય સમુદ્રઘાતથી યાવતુ સમવહત થઈને ૧૦૦૮ સુવર્ણ કળશો, એ પ્રમાણે [એક હાર આઠ-એક હજાર આઠ] રૂપાના, મણિના, સોનારૂપાના, સોના મણિના, મણિના, સોનારૂપ અને મણીના (મણીના] ૧૦૦૮ માટીના, ૧૦૦૮ ચંદનના કળશો [વિકુવે છે. જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ તદુપરાંત]..... ભંગાર, દર્પણ, થાળા, પાણી, સુપતિષ્ઠક, ચિરનકરંડક, વાતકરસ્ટ, પુuસંગેરી એ પ્રમાણે જેમ સૂર્યાભિ કહ્યું તેમ સર્વ અંગેરી, સર્વે પટલક વિશેષિત કહેવા. સીંહાસન, છત્ર, ચામર, તેલસમુક ચાવતુ સરસવસમુગક, તાલવૃત્ત વાવ ૧૦૦૮ કડછાને વિદુર્તે છે. વિક્વને સ્વાભાવિક અને વિકુર્વિત કળશો યાવતું ધૂપકડછાં લઈને..... જ્યાં શીરોદક સમુદ્ર છે, ત્યાં આવીને, ક્ષીરોદક ગ્રહણ કરે છે. કરીને જે ત્યાંના ઉત્પલ, પઇ ચાવત સહસો છે, તેને ગ્રહણ કરે છે. પ્રમાણે પુષ્કરોદથી યાવતુ ભરત-ઐરાવર્તના માગધાદિ તીર્થોના જળ અને માટીને ગ્રહણ કરે છે. પછી એ પ્રમાણે ગંગાદિ મહાનદીઓ યાવત્ લઘુહિમવતના સર્વે તુવર, સર્વે પુષ, સર્વ ગંધ સર્વે માળા યાવતુ સવષધિ અને સિદ્ધાર્થક ગ્રહણ કરે છે. ત્યારપછી પદ્ધહથી દ્રહનું જળ, ઉત્પલાદિ. એ પ્રમાણે સર્વે કુળ પર્વતોમાંથી, વૃતવૈતાઢયોમાંથી, સર્વે મહાદ્રહોમાંથી, સર્વે મહાદ્રહોમાંથી, સર્વે ચક્રવર્તી વિજયોમાંથી, વક્ષસ્કાર પર્વતોમાંથી, આંતનદીથી, જળ, માટી આદિ લે છે. તથા – ઉત્તરકુરમાં યાવતું સુદર્શન ભદ્રશાલવનમાં સર્વે તુવર યાવત્ સિદ્ધાર્થકને ગ્રહણ કરે છે. એ પ્રમાણે નંદનવનથી સર્વે તુવર યાવત્ સિદ્ધાર્થક અને સરસ ગોષિચંદન, દિવ્ય પુષ્પમાળા ગ્રહણ કરે છે. એ પ્રમાણે સીમનાવન અને પડકવનમાંથી સર્વે તુવર યાવત્ સૌમનસમાજ, દર્દી મલય અને સુગંધ ગ્રહણ કરે છે. ત્યારપછી બધાં એક સ્થાને એકઠા થાય છે, થઈને જ્યાં સ્વામી-ઈન્દ્ર છે, ત્યાં આવે છે, આવીને મહાઈ ચાવત તીર્થકરના (જન્મની) અભિષેક સામગ્રી ઉપસ્થાપિત કરે છે. • વિવેચન-૨૩૯ : ત્યારે તે અચ્ચત, જે પૂર્વે કહેલ દેવેન્દ્ર દેવરાજ, મહાન દેવ-અધિપતિ મહેન્દ્ર, ચોસઠે ઈન્દ્રોમાં પણ લબ્ધપ્રતિષ્ઠ છે. તેથી પ્રથમ અભિષેક કહ્યો. આભિયોગ્ય દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - જે કહેલું તે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી મહાથાદિ તીર્થકરાભિષેક હાજર કરો. અહીં મહાદિપદો પૂર્વે ભરતરાજાના અધિકારે કહેલા છે. વાક્ય યોજના સુલભ છે. હવે તેમણે જે કર્યું, તે કહે છે - ત્યારપછી તે આભિયોગિક દેવો હર્ષિત, સંતુષ્ટ થઈ ચાવતું આજ્ઞા સ્વીકારીને ઈશાન દિશાભાગમાં જાય છે, જઈને વૈક્રિયસમુઠ્ઠાતથી સમવહત થઈને ૧૦૦૮ સુવર્ણ કળશોને વિકૃર્વે છે. એ પ્રમાણે પ્રત્યેક ૧૦૦૮ રૂપાના ઈત્યાદિ કળશો સૂત્રાર્થવતુ જાણવા. તેમાં વંદનકળશ એટલે માંગલ્ય ઘડા. • x • વાતકરક એટલે બહારથી ચિત્રિત મધ્યે જળશૂન્ય કક • x
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy