SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૯૭ ચાર સિદ્ધાયતનો અને વિદિશામાં પુષ્કરિણીઓ છે. તેનું પ્રમાણ પૂર્વવત્. સિદ્ધાયતન, પુષ્કરિણી, પ્રાસાદાવતંસક પૂર્વવત્ શક્ર અને ઈશાન સંબંધી છે. પ્રમાણ પૂર્વવત્ જાણવું. ભગવન્ ! નંદનવનમાં કેટલાં ફૂટો કહેલા છે ? ગૌતમ ! નવકૂટો કહેલા છે, તે આ નંદનવનકૂટ, મેરુકૂટ, નિષધકૂટ, કૈમવત કૂટ, રજતકૂટ, રુચકકૂટ, સાગરચિતકૂટ, વજ્રકૂટ, બલકૂટ. ૧૯૩ ભગવન્! નંદનવનમાં નંદનવનકૂટ નામે ફૂટ ક્યાં કહેલ છે? ગૌતમ! મેરુ પર્વતની પૂર્વે, સિદ્ધાયતનની ઉત્તરથી ઈશાનમાં, પ્રાસાદાવર્તકની દક્ષિણે, અહીં નંદનવનમાં નંદનકૂટ કહેલ છે. બધાં ફૂટ ૫૦૦ યોજન ઉંચા, પૂતિ કહેવા. ત્યાં મેઘકરા દેવી છે તેની રાજધાની વિદિશામાં છે. વર્ણન પૂર્વાભિલાપથી જાણવું. આ ફૂટો આ દિશાઓમાં પૂર્વીય ભવનની દક્ષિણે, દક્ષિણપૂર્વી પ્રાદાવર્તાસકની ઉત્તરે, મેરુ ફૂટ ઉપર પૂર્વમાં મેઘવતી રાજધાની છે. દક્ષિણી ભવનની પૂર્વે, દક્ષિણપૂર્વી પાસાદાવાંસની પશ્ચિમે નિષધ ફૂટ ઉપર સુમેધા દેવી છે, તેની રાજધાની દક્ષિણમાં છે. દક્ષિણ ભવનની પશ્ચિમે, દક્ષિણ-પશ્ચિમી પ્રાસાદાવતંસકની પૂર્વે હેમકૂટમાં હેમમાલિનીદેવી છે. તેની રાજધાની દક્ષિણમાં છે. પશ્ચિમી ભવનની દક્ષિણે, દક્ષિણપશ્ચિમી પ્રાસાદાવતંસકની ઉત્તરે રકૂટ, સુવા દેવી, તેની રાજધાની પશ્ચિમમાં ચે. પશ્ચિમી ભવનની ઉત્તરે, ઉત્તર-પશ્ચિમી પ્રાસાદાવતંસકની દક્ષિણે-ચકકૂટ, વત્સમિત્રાદેવી, રાજધાની પશ્ચિમમાં છે. ઉત્તરીય ભવનની પશ્ચિમે, ઉત્તરપશ્ચિમી પાસાદાવાંસકની પૂર્વે સાગરચિત્તકૂટ, વજ્રોના દેવી, રાજધાની ઉત્તરમાં છે. ઉત્તરીય ભવનની પૂર્વે, ઉત્તરપૂર્વી પ્રાસાદવવંસકની પશ્ચિમે વજ્રકૂટ, બાલાહકા દેવી, રાજધાની ઉત્તરમાં છે. - ભગવન્ ! નંદનવનમાં બલકૂટ નો ફૂટ ક્યાં કહેલ છે ? ગૌતમ ! મેટ પર્વતની ઉત્તર પૂર્વમાં અહીં નંદનવનમાં ભકૂટ નામે ફૂટ કહેલ છે. એમ જે પ્રમાણ હરિાહ ફૂટની પ્રમાણ અને રાજધાની છે, તેમજ બલકૂટની છે. ફર્ક એ છે કે – બલ નામે દેવ છે, તેની રાજધાની ઉત્તરપૂર્વમાં છે. • વિવેચન-૧૯૭ : હવે બીજા વન વિશે પૂછતા કહે છે – ગૌતમ ! ભદ્રશાલવનના બહુસમરમણીય ભૂમિભાગથી ૫૦૦ યોજન ઉંચે જઈને - X - મેરુ પર્વતના આ પ્રદેશમાં નંદનવન છે. ૫૦૦ યોજન ચક્રવાલ-સમયક્રવાલનો જે વિખુંભ-સ્વપરિધિ કેમકે સર્વત્ર સમપ્રમાણપણે વિખંભ છે, આના વડે વિષમ ચક્રવાલાદિનું ખંડન કર્યુ. તેથી જ વૃત્ત છે, તે લાડુની જેમ ધન પણ હોય, તેથી કહે છે – વલયાકાર અર્થાત મધ્યમાં પોલાણવાળું જે સંસ્થાન, તેના વડે સંસ્થિત છે. તે મેરુ પર્વતને ચોતરફ વિંટાઈને રહેલ છે. હવે મેરુના બાહ્ય વિષ્ઠભાદિનું પ્રમાણ કહે છે – મેખલા વિભાગમાં જ પર્વતના 26/13 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ બાહ્ય-અત્યંતર રૂપ બે વિખંભ થાય છે. તેમાં મેરુનો બાહ્ય વિભ્રંભ - ૯૫૪-૬/૧૧ યોજન છે. તે આ રીતે – મેરુથી ઉંચે એક યોજન જતાં ૧/૧૧ યોજન વિકુંભ ઘટે. તેથી - ૪ - ૫૦૦ યોજન જતાં - ૪૫-૫/૧૧ યોજન સમભૂતલગત વ્યાસથી ઘટે છે. તેથી ૧૦,૦૦૦ યોજનમાંથી તેને બાદ કરતાં - ૯૯૫૪-૬/૧૧ આવે. તે નંદનવનની બહાર અંતે સંભવે છે. તેથી બાહ્યગિરિ વિષ્ફભ કહે છે. તથા ૩૧૪૭૯ યોજનથી કંઈક વિશેષાધિક બાહ્યગિરિ પરિધિ છે. અંતગિરિ વિષ્લેભ નંદનવનથી પૂર્વે જે ગિરિ વિસ્તાર છે, તે ૮૯૫૪-૬/૧૧ યોજનનું આટલું પ્રમાણ છે. આ બાહ્મગિરિ વિખંભથી ૧૦૦૦ યોજન ન્યૂન છે. તેથી ઉક્ત પ્રમાણ આવે છે. ૧૯૪ હવે પાવરવેદિકા કહે છે – સૂત્ર સ્પષ્ટ છે. હવે સિદ્ધાયતન આદિ વક્તવ્યતા કહે છે – મેરુની પૂર્વે અહીં નંદનવનમાં ૫૦-યોજન ગયા પછી, એક મોટું સિદ્ધાયતન કહેલ છે. તે ભદ્રશાલ વનાનુસાર ચારે દિશામાં ચાર સિદ્ધાયતન, વિદિશામાં પુષ્કરિણી છે. પ્રમાણ પણ તેમજ છે. પ્રાસાદાવાંસકો પણ - ૪ - પૂર્વવત્ શક્ર-ઈશાનના જાણવા. અહીં પુષ્કરિણીના નામો સૂત્રકારે ન લખવાથી અથવા લિપિના પ્રમાદથી પ્રતોમાં દેખાતા નથી. ક્ષેત્ર વિચારાનુસાર નામો આ છે નંદોતરા, નંદા, સુનંદા, નંદિવર્લ્ડના, નંદિષેણા, અમોઘા, ગોરૂપા, સુદર્શના તથા ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરીકિણી, વિજયા, વૈજયંતી, અપરાજિતા, જયંતી. કૂટો પણ મેરુથી તેટલાં જ અંતરે સિદ્ધાયતન પ્રાસાદાવતંસકો મધ્યવર્તી જાણવા. - તેમાં જે વિશેષ છે તે કહે છે – ભદ્રશાલમાં આઠ કૂટો છે, અહીં નવ કૂટો છે. નામો જુદા છે. તેમાં પહેલાં પહેલાં કૂટનું સ્થાન પૂછે છે – [તે સૂત્રાર્થ મુજબ જાણવું] અહીં પણ મેરુથી ૫૦-યોજન જઈને તે ક્ષેત્રનિયમ કહેવો. - ૪ - ઉચ્ચત્વ ૫૦૦ યોજન કહ્યા. દિવ્હસ્તિ કૂટમાં વર્ણવ્યા મુજબ ઉચ્ચત્વ, વ્યાસ, પરિધિ, વર્ણ, સંસ્થાન, રાજધાની દિશા આદિથી, તે અહીં પણ કહેવા. કેમકે સદેશપાઠ છે - ૪ - ૪ - દેવી, તેની રાજધાની આદિ [સૂત્રાર્થવત્ જાણવા.] - X + X ", હવે કહેવાનાર કૂટો અને દિશાને દવિ છે – આ બધું જ ભદ્રશાલવનના આલાવા સમાન છે, વિશેષતા એ છે કે – પંચશતિક નંદનવન મેરુથી ૫૦ યોજનના અંતરે રહેલ પંચશતિક કૂટ કંઈક મેખલાથી બહાર આકાશમાં સ્થિત બલકૂટવત્ જાણવા. આ કૂટવાસી દેવીઓ આઠ દિકુમારીઓ છે. નવમા કૂટને અલગથી પૂછે છે— મેરુથી ૫૦ યોજન જઈને ઈશાનખૂણામાં ઐશાનપ્રાસાદ છે, તેનાથી ઈશાન ખૂણામાં બલકૂટ છે - x - જેમ હરિસહ કૂટ છે તેના પ્રમાણ-૧૦૦૦ યોજનરૂપ છે - x - તેમ બલકૂટનું પણ જાણવું. તેની રાજધાની ૮૪,૦૦૦ યોજન છે, તેમ આની પણ છે. માત્ર અહીં બલ નામે દેવ છે. - - હવે ત્રીજા વનને કહે છે – - સૂત્ર-૧૯૮ : ભગવન્ ! મેરુ પર્વતનું સૌમનરાવન નામે વન ક્યાં કહેલ છે ? ગૌતમ ! નંદનવનના બહુરામ રમણીય ભૂમિભાગથી ૬૨,૫૦૦ યોજન ઉર્ધ્વ ઉંચે જઈને, અહીં મેરુ પર્વતે સૌમનસ નામે વન કહેલ છે, તે ૫૦૦ યોજન ચક્રવાલ વિખંભથી,
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy