SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૬૧ ૩૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ આવીને અંજનગિરિના નિતંબભાગની સમીપ એટલા પ્રમાણ ઉચ્ચવણી, ગજપતિ ઉપર નરપતિ આરૂઢ થયો. આરૂઢ થઈને કેવી ઋદ્ધિથી ચકરન વડે દેખાડાતાં સ્થાને જાય છે ? તે કહે છે - ત્યારે તે ભરતોત્રપતિ, તે ભરતાધિપ દેવ પણ છે, તેથી નરેન્દ્ર, પ્રસ્તાવથી વૃષભમ એવો ચકી. •x • હારવિરાજિતાદિ પુર્વવતુ સૂરપણાથી નરસિંહ, સ્વામીત્વથી નરપતિ, પરમ ઐશ્વર્ય યોગથી નરેન્દ્ર, સ્વીકૃત કૃત્યનાભારના નિવહિકપણાથી નરવૃષભ, વંતરાદિનો દેવમરત, તેના રાજા-સબ્રિહિતાદિ ઈન્દ્ર, તેમની મધ્યે મુખ્ય સૌધર્મેન્દ્રાદિ સમાન. અભ્યધિક જિતેજલમીથી દીપતો, પ્રશસ્ત મંગલ સૂચક વયન વડે કરીને બંદિ વડે ખવાતો. - X - હતિના સ્કંધને પામેલો.... | કોની સાથે ? કોરંટ પુષ્પની માળા સહિત છત્ર વડે ધારણ કરાયેલો. અર્થાત્ જ્યારે રાજા હાથીના સ્કંધ ઉપર હોય, ત્યારે છત્ર પણ હાથીના સ્કંધ ઉપર હોય તેમ ધારણ કરાય છે અન્યથા છત્ર ધારણ કરવું અસંગત છે. એ રીતે શ્વેત ચામરો વડે વીંઝાતો. - x • અધિકાર્ય પ્રસ્તાવના અર્થપણાથી આ યક્ષ-દેવ વિશેષની હજારો સંખ્યાથી પરિવરેલ. કેમકે ચકીના શરીરને ર૦૦૦ વ્યંતરદેવે અધિઠિત કરેલ હોય છે. - વૈશ્રમણ સમાન ધનપતિ, ચામરપતિ સમાન અદ્ધિ વડે, વિસ્તૃત કીતિવાનું, ગંગા મહાનદીના દાક્ષિણાત્ય કિનારાના - x • ગ્રામ, આકર આદિ-પૂર્વ પહેલાં આરાના વર્ણનમાં યુગલ વર્ણનાધિકારમાં કહેલાં વરૂપના હજારો વડે શોભિત, તેમાં વસવાની બહુલતાથી ભરત ભૂમિના નિર્ભયપણે રહેલા પૃથ્વી આશ્રિત લોકો જેમાં છે, તેમાં આ રાજાના પ્રજાપ્રિયત્નથી - x-x- એવા પ્રકારની પૃથ્વીનો જય કરતો-કરતો, • તેમાં અતિ અધિક વસવા વડે સ્વવશમાં કરતાં-કરતો. અત્યંત ઉત્કૃષ્ટ રનો - તે તે જાતિપ્રધાન વસ્તુ, આજ્ઞાને વશવર્તી કરતો તે-તે દેશના અધિપતિ વડે ઉપહારરૂપે અપાતા ગ્રહણ કરતો - કરતો. તે દિવ્ય ચકરનની પાછળ જતો અતુ ચકરનગતિ અંકિત માર્ગે ચાલતો, ચાર ગાઉરૂપ એક યોજના માર્ગે રહેતો-રહેતો અર્થાત વિશ્રામ કરતો-કરતો અર્થાત્ એક વિશ્રામ, પછી યોજન જઈને ફરી વિશ્રામ લેતો, માગઘતીર્થે આવે છે. માગધતીર્થે આવીને શું કરે છે ? માગધતીર્થે આવીને તેનાથી બહુ દૂર નહીં તેમ બહ નીકટ નહીં, તેવા સ્થાને બાર યોજન લાંબી, નવ યોજન પહોળી શ્રેષ્ઠ નગર સમાન વિજયયુક્ત રૂંધાવાર - છાવણીની સ્થાપના કરે છે, કરીને વધકિરન-સુતાર મુખ્યને બોલાવે છે, બોલાવીને એ પ્રમાણે કહ્યું કે – દેવાનુપિય! જલદીથી મારા માટે આવાસ અને પૌષધશાળા કરો. તેમાં પૌષધ-પર્યદિને કરવાનું તપ ઉપવાસાદિ, તેના માટેની શાળા-ગૃહવિશેષ, તેને કરીને મારી આજ્ઞા પાછી સોંપો. * * * હવે ભરત શું કરે છે? તે કહે છે - પછી તે ભરત રાજા આભિષેકક્ય હસ્તિત્વથી ઉતરે છે, ઉતરીને જ્યાં પૌષધશાળા છે, ત્યાં જાય છે, જઈને પૌષધશાળામાં પ્રવેશે છે, પ્રવેશીને પૌષધશાળા પ્રમાર્જે છે, પ્રમાજીને દર્ભસંસ્કારક પાથરે છે, પાથરીને દર્ભ સંચારા ઉપર બેસે છે, બેસીને માગઘતીર્થકુમાર દેવને સાધવાને માટે અથવા તે દેવને આશ્રીને અમ ભક્ત અર્થાત્ ત્રણ ઉપવાસ કરે છે. અષ્ટમભક્ત એટલે - ચોક દિનમાં બે વખતના ભોજન ઔચિત્યથી ત્રણ દિવસના છ ભોજન તથા આગલા પાછલા દિવસની એક-એક ભોજનનો ત્યાગ, એ રીતે ભોજન જેમાં ગ્રહણ થાય છે. આના વડે આહાર પૌષધ કહ્યો, પૌષધશાળામાં ગ્રહણ કરીને પૌષધિક-પૌષધવાળો થયો. અહીં પૌષધ એટલે અભિમત દેવતાને સાધવાને માટે વ્રતવિશેષ અભિગ્રહ અર્થ કરવો, પણ અગિયારમાં વ્રત સ્વરૂપ નહીં, કેમકે સાંસારિક કાર્યની વિચારણા અનૌચિત છે. [શંકા અગિયારમું વ્રત ઉચિત નથી, તો બ્રહ્મચર્યાદિ અનુષ્ઠાન સૂરમાં કેમ કહ્યું ? ઐહિક અર્થની સિદ્ધિ પણ સંવર અનુષ્ઠાનપૂર્વક જ થાય છે, તેવો ઉપાયોપેયી ભાવ દર્શાવવા માટે કહ્યું, અભયકુમારાદિની માફક જાણવું. તેથી જ પરમ જાગક પુણ્ય પ્રકૃતિક સંકલ્પ માગથી દેવને સાધવાના સિદ્ધ નિદાયની સાધન ઈચ્છા જાણી જિન-ચકી અતિસાતાના ઉદયવાળા કટાદિમાં અઢમાદિ કરતાં નથી, પરંતુ માગધતિથધિપાદિ દેવને હૃદયમાં ધારણ કરતાં તેઓ ભેટયું લઈ જલ્દીથી સેવા કાયર્થેિ ઉપસ્થિત થાય છે. એ વાત શ્રી હેમચંદ્રસૂરિજીએ શાંતિનાથ ચારિત્રમાં પણ કરેલ છે. • X - X - X - ઈત્યાદિ. જો કે શ્રમણ્યમાં જગતુ ગુરુ દુર્વિષહ પરીષહોને તેમના કર્મ ક્ષયાર્થે સહન કરે છે, આના દ્વારા સાધમ્મચી પૌષધશબ્દ પ્રવૃત્તિ પણ છે જે રીતે આ પૌષધવત વડે સાઘસ્યું છે, તે રીતે કહે છે - બ્રહ્મચારી અર્થાત્ મૈથુનના ત્યાગી, આના વડે બ્રહ્મચર્ય પૌષધ કહ્યો. મણિ-સુવર્ણમય આભરણના ત્યાગી, જેમાંથી માળી-વકવિલેપન ચાલ્યા ગયેલ છે તે. અહીં વર્ણક-ચંદન. આ બે પદો વડે શરીર સંકાર પૌષદ કહ્યો. હાથથી ક્ષરિકાદિ મુશળ છોડી દીધેલ છે તેવો, આના વડે ઈષ્ટ દેવતા ચિંતનરૂપ એક વ્યાપાર છોડીને બીજા વ્યાપારત્યાગરૂપ પૌષધ કહ્યો. á - આંતર વ્યક્ત રાગાદિ સહાય સિવાય, મતીય - તેવા પ્રકારે પદાતિ આદિની સહાય થકી રહિત. અઠ્ઠમ તપને પાલન કરતાં રહ્યા. પછી ભરતરાજા અઠ્ઠમ તપ પરિપૂર્ણ થતાં - x • પૌષધશાળાથી નીકળે છે. નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળામાં આવે છે. આવીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી અશ્વાદિયુક્ત ચતુરંગિણી સેનાને સજ્જ કરો. તેની ચારે બાજ એકૈક દિશામાં ઘંટા, છમિકા હોય તેવો અશરથ ગોઠવો. અર્થાત્ અશ્વ વડે વહનીય રથ નિયોજો. - x • આના વડે સાંઝામિકરચવ કહ્યું. તે સજ્જ કરો - ૪ - ત્યારપછી સ્નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને મુક્તાજાળ વડે સુંદર સ્નાનગૃહમાં ઈત્યાદિ પૂર્વવત. • x • ચાવતુ નાનગૃહથી નીકળે છે. નીકળીને અશ્વ, હાથી, રથ, પ્રવર વાહન, યોદ્ધાનો સમૂહ આદિ • x- પૂર્વવતું. અહીં પૌષધ પૂર્ણ થતાં માગધતીર્થે જવાને માટે ભરતનું જે સ્નાન કહ્યું, તે ઉત્તકાળ ભાવિ બલિકમદિ માટે જાણવું. એ વાત હેમચંદ્રસૂરિજી આદિનાથ ચસ્ત્રિમાં પણ કરે છે. • x • અહીં સૂત્રમાં ન કહ્યું હોવા છતાં “બલિકમ'' સમજી લેવું. હવે સ્નાનાદિ બાદ ભરત શું કરે છે? તે કહે છે -
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy