SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩/-I-/પ૩૯,૫૮૦ (12) છે પદ-૩૩-“અવધિ" . - X - X - X - છે એ પ્રમાણે ૩૨-મું પદ કહ્યું. હવે 33-મું પદ આરંભે છે, તેનો સંબંધ આ છે – ૩૨-માં પદમાં ચાસ્ત્રિ પરિણામ વિશેષ સંયમને કહ્યો. અહીં જ્ઞાન પરિણામ વિશેષ અવધિને કહે છે. તે અધિકાર - • સૂત્ર-પ૩૯,૫૮૦ : [૫૯] ભેદ, વિષય, સંસ્થાન, અત્યંતર, બાહ્ય, દેશાવધિ, હીયમાન અવધિ, વધમાન અવધિ, પતિપાતી, અપતિપાતી એ દશ દ્વારો. [૫૮] ભગવન્આવધિ કેટલા ભેટે છે ? ગૌતમાં તે બે ભેદ છેભવપત્યયિક, જાણોપરામિક. ભનપત્યયિક લે છે - દેવો અને નૈરયિકો.. #ાયોપથમિક લે છે - મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચો. • વિવેચન-પ૩૯,૫૮૦ : (૧) જેનો અર્થ પૂર્વે કહ્યો છે, તે અવધિજ્ઞાનનો પહેલા ભેદ કહેવાનો છે, પછી (૨) વિષય, (૩) પછી સંસ્થાન-અવધિજ્ઞાને પ્રકાશિત કરેલા ક્ષેત્રના જે બાપા આદિ આકાર વિશેષરૂપ છે, તેનું કારણ અવધિજ્ઞાન હોવાથી અવધિના સંસ્થાનરૂપે કહેવાય છે. તથા અવધિ બે પ્રકારે – (૪) અત્યંતરાવધિ - જે સર્વ દિશામાં પોતાના વિપયભૂત ક્ષોત્રનો પ્રકાશ કરે અને અવધિજ્ઞાની સાથે નિરંતર સ્વપકાશ્ય ક્ષોત્ર સંબંધવાળું હોય છે. (૫) તેથી વિપરીત તે બાહ્યાવધિ. અત્યંતરાવધિ બે ભેદે - અંતગત, મધ્યગત, અંતગત શબ્દના પૂર્વાચાર્યોએ ત્રણ અર્થો બતાવેલા છે. આત્મપ્રદેશોને અંતે રહેલ અવધિ. અહીં ઉત્પન્ન થતું કોઈપણ અવધિજ્ઞાન સ્પર્ધકરૂપે ઉત્પન્ન થાય છે. સ્પર્ધક એટલે ગવાક્ષના જાળીયા આદિથી બહાર નીકળેલ દીવાના પ્રકાશ માફક અવધિજ્ઞાનનો પ્રકાશવિશેષ. • X - આ સ્પર્ધકો એક જીવને અસંખ્યાતા કે સંખ્યાતા હોય છે. • x • તે વિચિત્ર સ્વરૂપવાળા હોય છે. તેમાંના કોઈ પર્યાવર્તી આત્મપ્રદેશોમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ કેટલાંક આગળના ભાગે, કેટલાંક પઠ ભણે. કેટલાંક અઘોભાણે. કેટલાંક ઉdભાગે, કેટલાંક મધ્યવર્તી આત્મપ્રદેશોમાં હોય છે. એ પ્રમાણે ઉત્પન્ન થતું અવધિજ્ઞાન, આત્માના અંત ભાગે રહેલ હોવાથી અાગત કહેવાય કેમકે અંતમાં રહેલાં તે આત્મપ્રદેશો વડે સાક્ષાત અવબોધ થાય. અથવા દારિક શરીરમાં અંતે રહેલું અવધિજ્ઞાન - તે અંતગતઅવધિ કહેવાય. કેમકે ઔદારિક શરીર અપેક્ષાએ એક દિશામાં રહેલા દ્રવ્યોનો બોધ થાય છે. -x અથવા બધાં આત્મપદેશોનો ક્ષયોપશમ હોવા છતાં પણ ઔદારિક શરીરમાં અંતે કોઈપણ એક દિશામાં જેથી બોધ થાય તે અંતગત કહેવાય છે. (પ્રશ્ન) જો બઘાં આત્મપદેશોનો ક્ષયોપશમ હોય તો ચારે તરફ કેમ જોતો નથી ? (ઉત્તર) એક દિશામાં ક્ષયોપશમનો સંભવ છે દેશાદિ અપેક્ષાએ કમનો nayan-40\Book-40B (PROOF-1) ૧૪૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 ક્ષયોપશમ વિચિત્ર હોય, તેથી બધા આત્મપદેશોનો સ્વ સામગ્રીના વશથી આવો જ ફાયોપશમ થાય છે. જેથી ઔદારિક શરીર અપેક્ષાએ એક વિવક્ષિત દિશામાં જુએ છે. • X - X - અથવા સર્વ આત્મપદેશો વિશુદ્ધ છતાં ઔદાકિ શરીરના અંતે એક દિશામાં જોવામાં રહેલું છે માટે અંતગત કહેવાય છે. એ બીજો પક્ષ છે. ત્રીજો પક્ષ છે - એક દિશામાં રહેલા તે અવધિજ્ઞાન વડે જે ક્ષેત્ર પ્રકાશિત થયું છે, તે ક્ષેત્રના અંતે અવધિ વર્તે છે. કેમકે ક્ષેત્રના અંતે અવધિજ્ઞાની રહેલ છે. તેથી અંતે એટલે એક દિશામાં રહેલ અવધિ જ્ઞાનના વિષયભૂત ક્ષેત્રને પર્યન્ત રહેલ માટે અંતગત અવધિ. અંતગત અવધિજ્ઞાન ત્રણ ભેદે - આગળ, પાછળ, પડખે. જેમ કોઈ હાથમાં ગ્રહણ કરેલ અને આગળ ચાલતી દીવી વડે આગળના ભાગને જ જુએ, તેમ જે અવધિજ્ઞાનથી તેવો ક્ષયોપશમ થતાં આગળ સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધી જુએ છે તે પુરતઃ - અવધિજ્ઞાન. તે જ પુરુષ પાછળ હાથમાં ગ્રહણ કરેલ દીવીથી પાછળના ભાગને જ જુએ તેમ જે અવધિજ્ઞાન પાછળ સંખ્યાતા-અસંખ્યાતા યોજના સધી જશે તે પ્રઠતઃ અવધિજ્ઞાન છે. જે અવધિ વડે એક કે બંને પડખે સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધી જુઓ તે પાર્શતઃ અવધિજ્ઞાન કહેવાય. આ કથનની પુષ્ટિ નંદિસૂત્રની ચૂર્ણમાં પણ છે. - x - મધ્યગત અવધિ પણ ત્રણ પ્રકારે છે - અહીં દંડાદિના મધ્ય ભાગ માક મધ્ય પ્રસિદ્ધ છે. તેમાં આત્મuદેશોના મધ્ય ભાગમાં રહેલ અવધિ મધ્યગત કહેવાય છે. આ અવધિજ્ઞાન સ્પર્ધક રૂપ છે અને સર્વ દિશામાં બોધનું કારણ મધ્યવર્તી આત્મપ્રદેશોનું અવધિજ્ઞાન જાણવું અથવા સર્વ આત્મપદેશોનો ક્ષયોપશમ હોવા છતાં દારિક શરીરના મધ્યભાગ વડે જ્ઞાન થાય છે. માટે મધ્યગત અવધિ કહેવાય. અથવા તે અવધિ વડે જે ક્ષેત્ર પ્રકાશિત છે, તે ક્ષેત્રની સર્વ દિશાઓમાં મધ્ય ભાગને વિશે રહેવું તે મધ્યગત અવધિ કહેવાય. કેમકે અવધિજ્ઞાની તે વડે પ્રકાશિત ોમના મધ્ય ભાગમાં રહેલો છે. * * અથવા જ્ઞાનના વિષયભૂત ક્ષેત્રના મધ્યભાગમાં અવધિજ્ઞાની પુરુષ હોય છે માટે તે મધ્યગત અવધિ કહેવાય છે. ઉક્ત ત્રણે વ્યાખ્યાનમાં જ્યારે અવધિ વડે પ્રકાશિત ક્ષેત્રનો અવધિજ્ઞાની સાથે સંબંધ હોય ત્યારે તે અત્યંતરાવધિ કહેવાય. કેમકે તે સર્વ દિશામાં પ્રકાશિત ફોટના મધ્યભાગમાં રહેલો છે. આ ભેદ બાહ્ય અવધિમાં ન લેવો, કેમકે અત્યંતરાવધિમાં અંતભવ થાય છે. પરંતુ જ્યારે અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્ર વચ્ચે ગુટિત હોવાથી અવધિજ્ઞાની સાથે તેનો સંબંધ ન હોય, ત્યારે બાહ્ય અવધિ કહેવાય છે. આ ભેદ અહીં ગ્રહણ કરવો. પછી દેશાવધિ, પ્રતિપક્ષે સર્વાવધિ કહેવાનો છે. દેશાવધિ અને સવવિધિનું સ્વરૂપ - અવધિ ત્રણ ભેદે છે – સર્વજઘન્ય, મધ્યમ, સર્વોત્કૃષ્ટ. સર્વ જઘન્ય અવધિ તે દ્રવ્યથી તૈજસ અને ભાષા વર્ગણા વચ્ચે રહેલા અંતગત દ્રવ્યોને, ફોરતી અંગુલના અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને, કાળતી E:\Mal
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy