SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩/૨/૫/૫૪૧ પણ કહેવી. અન્યત્ર પણ કહ્યું છે. પહેલાં સંઘયણ અને સંસ્થાનની દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. પછી-પછીના સંઘયણ અને સંસ્થાનમાં બબ્બે સાગરોપમની વૃદ્ધિ કરવી. ૮૫ હાદ્રિવર્ણનામમાં જઘન્યથી પલયોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૫/૨૮ સાગરોપમ સ્થિતિ જાણવી. કેમકે હાદ્રિવર્ણ નામની સાડાબાર કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. અન્યત્ર પણ કહ્યું છે – શુક્લ વર્ણ, સુગંધ, મધુર રસની ૧૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. સુભગ નામ, ઉષ્ણ સ્પર્શ, અમ્લરસ, હાદ્રિ વર્ણની સ્થિતિમાં અઢી સાગરોપમની વૃદ્ધિ કરવી. તેને ૭૦ કોડાકોડી સાગરોપમ મિથ્યાત્વ સ્થિતિ વડે ભાગવા. - ૪ - ૧૨.૫ ભાંગ્યા ૭૦ કરતાં ૫/૨૮ થશે. તેને પડ્યોના અસં ભાગે ન્યૂન કરતાં સૂત્રો પરિણામ આવે છે. આ જ પદ્ધતિ વડે લોહિતવર્ણ નામની જઘન્ય સ્થિતિ પલ્ટોના અસં ન્યૂન ૬/૨૮ સાગરોપમ થશે, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોડાકોડી સાગરોપમ છે. નીલવર્ણ નામની જઘન્ય સ્થિતિ પલ્ટોના અસં ન્યૂન /૨૮ સાગરોપમ થાય. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા સતર સાગરોપમ છે. કાળા વર્ણની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં ન્યૂન ૨/૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. સુરભિગંધ નામની શુક્લવર્ણવત્ છે. કેમકે શુક્લ વર્ણ, સુરભિગંધ, મધુર રસની દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ કહી છે. દુરભિગંધની સેવાર્તા સંહનવત્ સમજવી. મધુરાદિ રસોની સ્થિતિ વર્ણો મુજબ અનુક્રમે કહેવી. તે આ રીતે – મધુર રસની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં ન્યૂન ૧/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૦-કોડાકોડી સાગરોપમ જાણવી. ૧૦૦૦ વર્ષ અબાધાકાળ હોય છે. અબાધારહિત કર્મ સ્થિતિ કર્મદલિક નિષેક છે. અમ્લરસની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં૰ ભાગ ન્યૂન ૫/૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાડા બાર કોડાકોડી સાગરોપમ છે. કષાયરસની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં૰ ન્યૂન /૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ, કટુક રસની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં જૂન ૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાડા સતર કોડાકોડી સાગરોપમ, તિક્ત રસની જઘન્ય પલ્યોનો અસં ભાગ ન્યૂન / સાગરોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. બધે અબાધાકાળ કહેવો. સ્પર્શ બે ભેદે – પ્રશસ્ત અને પ્રશસ્ત. તેમાં મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ રૂપ પ્રશસ્ત અને કર્કશ, ગુરુ, રૂક્ષ, શીતરૂપ પ્રશસ્ત સ્પર્શો છે. પ્રશસ્ત સ્પર્શોની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન ૧/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ છે. અબાધાકાળ ૧૦૦૦ વર્ષ. અપ્રશસ્ત સ્પર્શની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં ન્યૂન /૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. અબાધાકાળ ૨૦૦૦ વર્ષનો છે - X » X - નસ્કાનુપૂર્વી નામની જઘન્ય સ્થિતિ સહસગણાં / સાગરોપમ છે. તે નસ્કગતિ ૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ માફક વિચાવી, મનુષ્યાનુપૂર્વી નામમાં ૫લ્યોનો અસં ન્યૂન દોઢ સપ્તમાંશ સાગરોપમ છે. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫-કોડાકોડી સાગરોપમ છે. અન્યત્ર પણ કહેલ છે કે - ૪ - મનુષ્યદ્વિક અને સાતાવેદનીયની ૧૫-કોડાકોડી સાગરોપમ સ્થિતિ જાણવી. દેવાનુપૂર્વી નામકર્મની પણ સ્થિતિ જઘન્ય પલ્યોના અસં૰ ભાગ ન્યૂન સહસ્રગણાં ૧/૭ સાગરોપમ જાણવી. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડાકોડી સાગરોપમ છે. અન્યત્ર પણ કહ્યું છે કે – પુરુષવેદ, હાસ્ય - x - દેવદ્વિકની સ્થિતિ ૧૦ કોડાકોડી સાગરોપમ છે. • x - દેવાનુપૂર્વીનો જઘન્ય બંધ અસંજ્ઞી પંચેને હોય. સૂક્ષ્મનામકર્મમાં જઘન્ય પલ્ટોના અસં ન્યૂન ૯/૩૫ સાગરોપમ સ્થિતિ બેઈન્દ્રિય જાતિનામ માફક જાણવી. કેમકે સૂક્ષ્મ નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮-કોડાકોડી સાગરોપમ છે. એમ અપર્યાપ્ત અને સાધારણ નામ કર્મને જાણવું. બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક નામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન ૨/૭ સાગરોપમ છે, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. સૂત્રકારશ્રી કહે છે – બાદર નામની સ્થિતિ અપ્રશસ્તવિહાયોગતિ માફક જાણવી. એમ પર્યાપ્ત નામ સંબંધે પણ જાણવું. સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય પાંચકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં૰ ન્યૂન ૧/૭ સાગરોપમ છે. યશોકીર્તિનામની જઘન્ય આઠ મુહૂર્ત છે, છ એ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડાકોડી સાગરોપમ છે. કેમકે સ્થિરાદિષટક અને દેવદ્ધિકની દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે, તેમ શાસ્ત્ર વચન છે. અસ્થિરાદિ છની જઘન્યસ્થિતિ પલ્યોનો અસં ન્યૂન ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમની છે એમ નિર્માણનામમાં પણ કહેવું. તીર્થંકરનામકર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. [પ્રશ્ન] જો તીર્થંકરની જઘન્યથી અંતઃ કોડાકોડી સાગરોપમ હોય તો તેટલી સ્થિતિ તિર્યંચોના ભવ સિવાય પૂર્ણ કરવી અશક્ય છે. માટે કેટલાંક કાળ સુધી તીર્થંકર નામકર્મની સત્તાવાળો પણ તિર્યંચ હોય, આગમમાં તો તિર્યંચમાં તીર્થંકર નામની સત્તાનો નિષેધ કર્યો છે. તો આ કઈ રીતે બને ? જે અહીં નિકાચિત તીર્થંકર નામકર્મ છે, તેની સત્તાનો તિર્યંચ ભવમાં નિષેધ કર્યો છે, પણ ઉદ્વર્તના અને અવર્તના યોગ્ય તીર્થંકર નામકર્મનો વિરોધ નથી. પાંચે અંતરાય સંબંધે પૃચ્છા - ઉત્તર પણ પાંચેનો છે. એ રીતે સામાન્યથી સર્વ પ્રકૃતિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પરિમાણ કહ્યું. હવે એકેન્દ્રિયોને આશ્રીને સ્થિતિ કહે છે – • સૂત્ર-૫૪૨ - ભગવન્ ! એકેન્દ્રિયો જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન 3/ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ / સાગરોપમ બાંધે. એ પ્રમાણે નિદ્રા પંચક અને દર્શન ચતુષ્કની પણ સ્થિતિ જાણવી.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy