SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩/૨/-/૫૪૧ સ્થિતિ બાર મુહર્તની અને અકષાયીને બે સમયની છે. પહેલાં સમયે બંધ, બીજે સમયે ઉદય, બીજે સમયે કર્મનો નાશ થાય. યશોકીર્તિ અને ઉચ્ચગોરની આઠ મુહૂર્ત, પુરુષવેદ આઠ વર્ષ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું - x • x • પાંચ નિદ્રાની, ઉત્કૃષ્ટ સ્થિતિ-૩૦ કોડાકોડી સાગરોપમ, go કોડાકોડીથી માંગતા 3 સાગરોપમાં થાય, તેમાં પલ્યોપમનો અસંહ ચૂત કરતાં ઉક્ત જઘન્ય સ્થિતિ આવે. સાતા વેદનીયની ઈયપિથિક બંધ આશ્રયી જઘન્ય ઉત્કૃષ્ટ રહિત સ્થિતિ બે સમય છે ઈત્યાદિ સૂત્રાર્થવત્ છે. સમ્યકત્વ વેદનીયની જઘન્ય સ્થિતિ અંતર્મુહd, ઉત્કૃષ્ટ સાધિક ૬૬-સાગરોપમ ઉદયને આશ્રીને જાણવી પણ બંધને આશ્રીને ન જાણવી. કેમકે સમ્યકત્વ અને મિશ્રમોહનીયનો બંધ હોતો નથી. પણ મિથ્યાત્વ પગલો જીવે સમ્યકતવ યોગ્ય ગણ પ્રકારના કરાય છે. જેમકે- સર્વ વિશુદ્ધ, અદ્ધ વિશુદ્ધ, અશુદ્ધ. તેમાં જે સર્વવિશુદ્ધ પુદ્ગલો છે, તે ‘સમ્યકત્વ વેદનીય’ કહેવાય. જે અદ્ધ વિશુદ્ધ પુદ્ગલો છે તે ‘સમ્યકત્વમિથ્યાત્વ વેદનીય’ અને અવિશુદ્ધ પગલો છે, તે મિથ્યાત્વ વેદનીય છે. માટે તે બેને બંધનો સંભવ નથી. પણ જ્યારે તે સમ્યકત્વ, મિશ્ર પુદ્ગલોની સ્વરૂપથી સ્થિતિનો વિચાર કરતાં ત્યારે તેની અંતર્મુહૂર્ણ ન્યૂન કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ જાણવી. - x - ૪ - અનંતાનુબંધી ચતુક, અપ્રત્યાખ્યાન ચતુક, પ્રત્યાખ્યાન આવરક ચતુકરૂપ બાર કષાયમાં પ્રત્યેકની જઘન્યસ્થિતિ પલ્યો અસંહ ભાગ ન્યૂન ૪/૩ સાગરોપમ છે, કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ કોડાકોડી સાગરોપમ છે. સંજ્વલન કષાયની જઘન્યસ્થિતિ બે માસ આદિ પ્રમાણ છે, તે ક્ષપકને પોતાના બંધના છેલ્લા સમયે જાણવી. આવેદની જઘન્ય સ્થિતિ - દશ કોડાકોડી સાગરોપમે ૧/આવે તો પંદર કોડાકોડી સાગરોપમ સ્થિતિએ દોઢ સપ્તમાંશ આવે. હાસ્ય ષટકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. તે આ રીતે- હાસ્ય અને તિની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૧/9 સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ ૧૦૦૦ વર્ષ અબાધાકાળ, બાઘાકાળ ગૂન નિષેક કાળ જાણવો. ઈત્યાદિ સૂગાર્ય મુજબ જાણવું - X - X - તિર્યંચાયુષ, મનુષ્ઠાયુની પૂર્વકોટીના ત્રીજા ભાગ વડે અધિક ત્રણ પલ્યોપમ સ્થિતિ કહી છે. તે આયુષનો બંધ કરનારા પૂર્વકોટી વયુિવાળા મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાઓ જાણવી. કેમકે બીજે એટલી સ્થિતિ અને પૂર્વ કોટીના બીજા ભાગની અબાધા પ્રાપ્ત થતી નથી. તિર્યંચગતિ નામની જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૨૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ જાણવી. મનુષ્ય ગતિ નામકર્મની જઘન્ય પલ્યો અio ન્યૂન દોઢ સપ્તમાંશ સાગરોપમની જાણવી. નક્કગતિની ૨ સાગરોપમ સહય છે. અર્થાત સાગરોપમના ૨૧ ને હાર વડે ગણવા. કેમકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. તેનો સૌથી જઘન્યબંધ અસંડી ૮૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 પંચેન્દ્રિયને હોય છે. કેમકે અસંજ્ઞી પંચેનો જઘન્ય કર્મબંધ, એકેના જઘન્ય કર્મબંધથી ૧૦૦૦ ગણો છે. તેને વૈક્રિય શરીરના પ્રસંગે વિચારાશે. દેવગતિનામકર્મનો જઘન્ય બંધ ૧૩ સાગરોપમને હજાર વડે ગુણવાથી આવે, કેમકે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડોકાડી સાગરોપમ છે. પૂર્વોક્ત કરણ વડે એક સાગરોપમનો સાતમો ભાગ આવે. એને બંધ જઘન્યથી અiી પંચે ને હોય માટે ૧૦૦૦ ગણો છે. દેવગતિનામ સૂત્રમાં ઉત્કૃષ્ટ બંધ પુરુષવેદ માફક જાણવો. • x • બેઈન્દ્રિયાતનામ કર્મમાં જઘન્ય પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન રૂપ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે, કેમકે સૂક્ષ્મ અને વિકલનિકની સ્થિતિ ૧૮ કોડાકોડી સાગરોપમ છે - એવું શાઅવયન છે. તેમાં ૧૮ કોડાકોડીને મિથ્યાત્વની ૩૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિથી ભાગ આપવો. તેથી ૩૫ થશે. તેને પલ્યો અસં વડે ચૂત કરતાં સૂત્રોક્ત પરિમાણ આવશે. એમ તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય જાતિના સૂત્રો વિચારૂા. વૈક્રિય શરીરનામમાં જઘન્ય પલ્યોના અસંહ ભાગ ન્યૂન ? સાગરોપમ સ્થિતિ છે. વૈકિય શરીરનામની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમને પૂર્વોકત કરણથી શોધતા ; આવશે. પણ વૈકિય પક એકે અને વિકલેટ ન બાંધે. અસંજ્ઞી પંચે આદિ બાંધે છે. અસંજ્ઞી પંચે જઘન્ય બંધ રોકૅના બંધથી હજાર ગણો છે • x • તેથી જે જે સાગરોપમ છે તેને પૂર્વોક્ત કરણરૂપ હજાર વડે ગુણવાથી સૂત્રોક્ત પરિણામ થાય છે તેથી એ સાગરોપમ સહ્ય કહ્યું. આહાક શરીર નામની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતઃ કોડાકોડી સાગરોપમાં સ્થિતિ છે. પણ જઘન્યથી ઉત્કૃષ્ટ સંખ્યાતગણું સમજવું. બીજા આહારકચતુર્કની જઘન્ય સ્થિતિ પણ અંતર્મુહૂર્ત માને છે, તેનો પાઠ પણ આપે છે, તેથી સત્ય શું ? તે કેવલી જાણે. પાંચ શરીરના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિમાનની જેમ, તે જ ક્રમથી પાંચ શરીર બંધન, પાંચ શરીરસંઘાત પણ કહેવા, તે વાત સૂત્રકારે પણ કહી છે. વજsષભનારાય સંઘયણની સ્થિતિ રતિમોહનીયવતુ અતુિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન ૧ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ છે. ઋષભનારાય સૂત્રમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૬/૩૫ સાગરોપમ છે. કેમકે મનારાયની ઉત્કટ સ્થિતિ ૧૨ કોડાકોડી સાગરોપમ છે. તેને મિથ્યાત્વની go કોડાકોડી સ્થિતિ વડે ભાંગવા. તે ૬/૩૫ આવશે. એ રીતે નારાય સંઘયણની જઘન્ય સ્થિતિ વિચારતા પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન રૂપ સાગરોપમ થશે. કેમકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪-સાગરોપમ છે. અર્ધનારાયની ૮૩૫ સાગરોપમ જઘન્ય સ્થિતિ છે. કેમકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૬ સાગરોપમ કોડાકોડી છે. કીલિકાની જઘન્ય સ્થિતિ પત્રોનો અસં ન્યૂન ૧૩૫ સાગરોપમ છે કેમકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ કોડાકોડી સાગરોપમ છે. સેવાd સુગમ છે. સંઘયણ માફક છ સંસ્થાનની સ્થિતિ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy