SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨-I-/પ૨૭,૫૨૮ ૫o. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ આ સંસારાટવીમાં ભ્રમણ કરતાં સર્વ જીવો એ તે- તે સ્થાનોમાં શરીર, આયુધાદિ છોડ્યા છે, તે શસ્ત્રો વડે જ્યારે કોઈને સ્વયં પીડાદિ થાય, ત્યારે ભવાંતરમાં ગયેલ તેના માલિકને પણ તેનાથી નિવૃત થયેલો ન હોવાથી ક્રિયાનો સંભવ છે, પણ તેનો ત્યાગ કરે તો સંભવ નથી. દાંત-વસંતપરે અજિતસેન રાજના સેવક બે કુલપુણો છે. એક શ્રાવક, બીજો મિથ્યાદૈષ્ટિ. રાજાને સમિએ બહાર જવાનું થયું, ઘોડે ચડતાં ખડ્યો પડી ગયા, શ્રાવક કુલ૫મને ખગ્ન ન મળ્યું. બીજો બોલ્યો ‘ખગ નહીં મળે' શ્રાવકે અધિકરણ સમજી વોસિરાવ્યું, રાજપુરષે ખગ લેનારને પકડ્યા. તેમણે રાજાના પ્રિય મનુષ્યને પકડ્યો, તે નાસવા જતાં મારી નાંખ્યો. પછી આરક્ષક તેને પકડીને રાજા પાસે લઈ ગયા, રાજાએ પૂછ્યું - તમે કોના માણસો છો ? તેમણે કહ્યું “અમે અનાથ છીએ.” કાલે ભિક્ષુકો હતા. પછી ખગો કોના છે ? તે તપાસ કરાવી. બંને કુલપુત્રોના ખગો છે, તેમ જાણ્યું. બંનેને પૂછતાં સત્ય વૃતાંત જાણ્યો. શ્રાવક કુલપુગે ખડ્ઝન લેતાં, રાજાએ પૂછ્યું કે શા માટે લેતો નથી ? મેં તે ન મળતાં વોસિરાવી દીધેલ છે, માટે મારે લેવું ન કલો. તેથી રાજાએ પ્રમાદી કુલપુત્રને શિક્ષા કરી, બીજાને છોડી મૂક્યો. દષ્ટાંત ઉપનય - જેમ કે કુલપુત્ર પ્રમાદગર્ભિત ન વોસિરાવ્યાના દોષથી અપરાધ પ્રાપ્ત થયો, તેમ જીવ જન્માંતરમાં પ્રાપ્ત શરીર અને શસ્ત્રાદિ ન વોસિરાવતો અનુમોદના ભાવથી દોષને પ્રાપ્ત કરે છે. • x • હવે સૂગની વ્યાખ્યા - જીવ, જીવને આશ્રીને કેટલી કિયાવાળો હોય ? કદાય કાયિકી આદિ ગણે ક્રિયાવાળો હોય, વર્તમાન ભવને આશ્રીને પૂર્વવત્ વિચારવું, અતીત ભવાપેક્ષાએ તેના શરીરનો કે શરીરના અંશનો ઉપયોગ હોવાથી કાયિકી ક્રિયા, તેણે તૈયાર કરાવેલા હળ આદિ, તલવાણદિ બીજાના ઉપઘાત માટે વપરાતાં હોવાથી કે શરીર પણ અધિકરણ છે માટે આધિકરણિકી ક્રિયા પણ હોય. તે સંબંધી અશુભ પરિણામનું પ્રત્યાખ્યાન ન હોવાથી પ્રાપ્લેષિકી એમ ત્રણ કિયા હોય. કદાચ પારિતાપનિકી હોવાથી ચાર કિયાવાળો હોય. કેમકે તેના શરીર કે શરીરના ભાગ વડે શરીરના ભાગરૂપ અધિકરણથી પરિતાપ કરાય છે. અથવા જ્યારે જીવિતથી વિયોગ કરાવે ત્યારે પ્રાણાતિપાત ક્રિયા લાગે. એમ કદાચ પાંચ ક્રિયાવાળો હોય. કદાચ અક્રિય પણ હોય. પૂર્વ જન્મના શરીર કે અધિકરણનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરે, તે જન્મના શરીર વડે કંઈ ક્રિયા ન કરે. આ અક્રિયપણું મનુષ્યની અપેક્ષાએ સમજવું. કેમકે તેને સર્વવિરતિપણું હોય છે. અથવા સિદ્ધની અપેક્ષાએ અક્રિયપણું જાણવું. - ૪ - આ અર્થ ચોવીશ દંડકના ક્રમથી વર્ણવે છે - તે સુગમ છે. ભાવાર્થ આ છે • દેવ, નારકોને આશ્રીને જીવ ચાર ક્રિયાવાળો જ હોય. કેમકે તેમના જીવિતનો વિયોગ ન થાય. - x • સંખ્યામવર્ષાયુ જીવોને આશ્રીને પાંચ ક્રિયાઓ હોય, કેમકે તેમને જીવિતથી વિયોગનો સંભવ છે. હવે ઘણાં જીવને આશ્રીને જીવ કેટલી ક્રિયાવાળો હોય ? તે. આ દંડક પૂર્વવત્ વિચારવો. જીવો એક જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળા [22/4] હોય ? પહેલા દંડકવતુ જાણવું. ઘણાં જીવોનો ઘણાં જીવોને આશ્રીને પ્રશ્ન પણ પાઠ સિદ્ધ છે - x • એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. પણ તૈરયિકો અને દેવોને આશ્રીને ત્રણ કે ચાર ક્રિયા કે અક્રિય કહેવા. બાકીના સંખ્યાત વષયુકને પાંચ ક્રિયા પણ હોય, તેમ કહેવું. હવે નૈરયિક પદને આશ્રીને કહે છે - નૈરયિક, જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? એમ વૈમાનિક સુધી કહેવું. અહીં ચાવત શબ્દથી નૈરયિક, જીવોને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ઈત્યાદિરૂપ બીજો દંડક કહેલો જાણવો. બધે ઔદારિક શરીરી સંગાત વર્ષાયુવાળાને આશ્રીને કદાચ ત્રણ ક્રિયા, ચાર ક્રિયા કે પાંચ કિયાવાળો હોય એમ કહેવું. બાકી - x • x • પૂર્વવત્ છે. | (શંકા) નૈરયિક દેવોને આશ્રીને ચાર કિયાવાળો કેમ હોય ? (સમાધાન ભવનવાસી આદિ બીજી નક સુધી ગયેલા છે અને જશે. પૂર્વભવના મિત્રની વેદના શાંત કરવા કે પૂર્વભવના વૈરીને વેદના ઉપજાવવા જાય છે, અનંતકાળે આવું પણ થાય, ત્યાં ગયેલ દેવ નાક વડે બંધાય. માટે ચાર ક્રિયા કહી.] | (શંકા) નાકને બેઈન્દ્રિયાદિને આશ્રીને કાયિકી આદિ ક્રિયા કેવી રીતે હોય ? [સમાધાન નાકે પૂર્વભવનું શરીર વિરતિ અભાવે વોસિરાવેલ નથી, વિવેકનો અભાવ ભવ નિમિત્તક હોય છે. તેથી તે જીવે બનાવેલ શરીર, જ્યાં સુધી શરીર પરિણામનો ત્યાગ સર્વથા ન કરે, ત્યાં સુધી અંશથી પણ શરીર પરિણામને પ્રાપ્ત પૂર્વ ભાવની અપેક્ષાથી ‘તેનું આ શરીર’ એમ કહેવાય છે. તેથી તે શરીરનો એક ભાગરૂપ અસ્થિ આદિ જે કોઈ પ્રાણાતિપાત કરે, માટે પૂર્વે બનાવેલ શરીરનો જીવ કાયિકી આદિ ક્રિયાથી જોડાય છે. કેમકે તેણે તેને વોસિરાવેલ નથી. પાંચ ક્રિયાની ભાવના શરીરનો વ્યાપાર થતો હોવાથી કાયિકી, શરીર અધિકરણ પણ છે, તેથી અધિકરણિકી, પ્રાàપિકી આદિ આ રીતે- તે જ શરીરના એક ભાગને અભિઘાતાદિ કરવામાં સમર્થ જોઈને કોઈપણ હિંસા કરવા તત્પર થયેલો અને હિંસાને પત્ર બેઈન્દ્રિયાદિને વિશે જેને ક્રોધાદિનું કારણ ઉત્પન્ન થયું છે એવો આત્મા ‘આ શસ્ત્રઘાત કરવામાં સમર્થ છે, એમ વિચારી અતિશય ક્રોધાદિને પામી અને પીડા કરે, પ્રાણવિયોગ કરે ત્યારે તે ક્રિયાનું કારણ હોવાથી તેને પણ પ્રાપ્લેષિકી આદિ યથાયોગ્યપણે લાગે છે. નૈરયિકપદની માફક સુકુમારાદિ બધામાં ચાર ચાર દંડકો કહેવા. પણ જીવ, મનુષ્યમાં ‘અકિય હોય તેમ પણ કહેવું. કેમકે વિરતિપાતિમાં શરીર વોસિરાવેલ હોવાથી શરીર નિમિત્તક ક્રિયાનો અસંભવ છે. બાકીના જીવોને તેમ નથી, માટે અક્રિય ન હોય. હવે કયા જીવને કેટલી ક્રિયા હોય તે બતાવે છે – • સૂત્ર-પ૨૯ :ભગવાન ક્રિયા કેટલી છે ? પાંચ. - કાયિકી ચાવતું પ્રાણાતિપાતિકી.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy