SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧/-/-/૫૦૯,૫૧૦ ૨૧ પ્રત્યેકના સંમૂર્ત્તિમ અને ગર્ભજ એવા બે ભેદો છે. તેમાં પણ પર્યાપ્તા, અપર્યાપ્તા ભેદથી બબ્બે પ્રકાર છે. બધાં મળીને પરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદાકિ શરીરના આઠ ભેદ થાય છે. ખેચર પંચેન્દ્રિય ઔદારિક શરીર સંમૂર્ત્તિમ અને ગર્ભજ બે ભેદે છે. તે પ્રત્યેકના પર્યાપ્ત, અપર્યાપ્ત બે પ્રકાર છે. જલચરના ચાર, ચતુષ્પદ સ્થળચરના ચાર, પરિસર્પ સ્થળચરના ચાર, ખેચરના ચાર. એમ તિર્યંચ પંચેન્દ્રિય ઔદાકિ શરીરના કુલ વીશ ભેદો થાય છે. ઔદારિક શરીરના ભેદો કહ્યા, હવે તેનું સંસ્થાન કહે છે – - સૂત્ર-૫૧૧ : ભગવન્ ! ઔદારિક શરીર કેવા આકારે છે ? ગૌતમ ! વિવિધ સંસ્થાનવાળું છે. એકેન્દ્રિય ઔદા ક્યાં આકારે છે ? વિવિધ આકારવાળું છે. પૃથ્વીકાયિક એકે ઔદા શરીર મસૂર ચંદ્રાકારના અર્ધભાગના જેવા સંસ્થાને છે. એ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પૃથ્વીનું સંસ્થાન જાણવું. એમ પર્યાપ્ત-અપર્યાપ્તા પણ સમજવા. ભગવન્ ! અકાયિક એકે ઔદા શરીર કેવા આકારે છે ? પરપોટાના જેવા આકારવાળું છે. એમ સૂક્ષ્મ, બાદર, પતિા, અપતાને જાણવા. ભગવન્ ! તેઉકાયિક એકે ઔદાળ શરીર કેવા આકારે છે ? સોયના સમૂહના આકારે છે. એમ સૂક્ષ્માદિ ચાર જાણવા. વાયુકાયિકોનું શરીર પતાકા સંસ્થાનવાળું છે. એમ સૂક્ષ્માદિ ભેદે ચારે શરીર જાણવા. વનસ્પતિકાયિકોના શરીર અનેક પ્રકારના સંસ્થાનવાળા છે, એમ સૂક્ષ્મ, બાદર, યષ્ઠિા અને અપયતાનું શરીર જાણવું. બેઈન્દ્રિય ઔદારિક શરીર કેવા આકારે છે ? તે કુંડ સંસ્થાનવાળું છે. એ રીતે પતિ-અપર્યાપ્તાનું પણ જાણવું. એ પ્રમાણે તેઈન્દ્રિય, ઉરિન્દ્રિયના શરીર પણ જાણવા. ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચ ઔદારિક શરીર કયા સંસ્થાને છે ? ગૌતમ ! છ પ્રકારે છે, તે આ - સમયતુસ યાવત્ હુડ સંસ્થાન. એ પ્રમાણે પતિા અપયતા જાણવા. ભગવન્ ! સંમૂર્ત્તિમ તિર્યંચ પંચે ઔદા કેવું સંસ્થાન છે ? હુંડ સંસ્થાન. એમ પર્યાપ્તા-અપર્યાપ્તતાનું જાણવું. ભગવન્! ગર્ભજ તિર્યંચ પંચે ઔદાળ શરીરનું સંસ્થાન ? તે છ પ્રકારના સંસ્થાનવાળું છે - સમચતુસ યાવત્ હુંડ. એમ પતિ-પતાના શરીર જાણવા. એ પ્રમાણે ઔધિક તિાના નવ લાવતા કહ્યા. જલચર પંચે તિર્યંચ ઔદા કયા સંસ્થાને છે ? છ સંસ્થાન, સમચતુરસ યાવત્ કુંડ. એ પ્રમાણે પર્યાપ્તા-અપર્યાપ્તા પણ છે. સંમૂર્ત્તિમ જલચર કુંડ સંસ્થાને છે, તેના પણ પર્યાપ્તા-પર્યાપ્તા એમ જ છે. ગર્ભજ જલચર છ એ સંસ્થાને છે. એમ પર્યાપ્તા-અપાતા પણ છે. એમ સ્થલચરના પણ નવ સૂત્રો પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ જાણવા. ચતુષ્પદ અને ઉરપરિસર્પ, ભુજપરિસર્પ સ્થલચરના પણ નવ-નવ સૂત્રો. એમ એચરના પણ નવ સૂત્રો છે, વિશેષ એ કે બધે જ સંમૂર્ત્તિમ કુંડ સંસ્થાને રહેલ છે. ગર્ભજ પણ છએમાં હોય છે. - મનુષ્ય પંચે ઔદા શરીર કેવા સંસ્થાનવાળુ છે? છ પ્રકારના સંસ્થાનવાળું – સમચતુરા યાવત્ હુંડ સંસ્થાનવાળું પર્યાપ્તતા અને અપતાના શરીર એમ જ જાણવા. ગર્ભજ તથા ગર્ભજ પર્યાપ્તતા અને અપરાપ્તિાના એમ જ ૨૨ જાણવા. સંમૂર્ત્તિમ વિશે પૂછા ગૌતમ ! તેઓ કુંડ સંસ્થાનવાળા છે. • વિવેચન-૫૧૧ : ઔદારિક સંસ્થાન વિવિધ સંસ્થાનવાળું છે. કેમકે જીવની જાતિના ભેદથી સંસ્થાનનો ભેદ છે. એકે ઔદા શરીરને અનેક સંસ્થાન છે, કેમકે પૃથ્વી આદિ પ્રત્યેકના ભિન્ન સંસ્થાનો છે. તેમાં સૂક્ષ્માદિ ચારે પૃથ્વી શરીર મસૂર ચંદ્રાકાર અર્ધભાગ આકૃતિ જેવાં છે. સૂક્ષ્માદિ ચાર અ શરીરો પરપોટાકારે છે. - ૪ - સૂક્ષ્માદિ ચારે તેઉ સોયના જથ્થાની આકૃતિ જેવાં છે. સૂક્ષ્માદિ વાયુ શરીર ધ્વજાકાર જેવાં છે. સૂક્ષ્માદિ વનસ્પતિ શરીરોની અનેક આકૃતિ છે, કેમકે દેશ, કાળ, જાતિનો ભેદ છે. વિકલેન્દ્રિયોના હુંડ સંસ્થાન છે. તિર્યંચ પંચે ઔદા શરીરો સામાન્યથી છ એ સંસ્થાનવાળા છે – સમચતુરા, ન્યગ્રોધ પરિમંડલ ઈત્યાદિ. તેમાં સમચતુરસ - સામુદ્રિક શાસ્ત્રોક્ત પ્રમાણ અને લક્ષણયુક્ત ચાર બાજુના શરીરના અવયવો યુક્ત. ન્યગ્રોધ પરિમંડલ-વડના જેવા આકારવાળું, ઉપર સંપૂર્ણ પ્રમાણ, નીચે હીન અર્થાત્ નાભિ ઉપર સંપૂર્ણ પ્રમાણ, નીચે તેમ ન હોય. સાદિ - આદિ સહિત, નાભિની નીચેનો ભાગ શાસ્ત્રોક્ત લક્ષણવાળો હોય. - ૪ - ૪ - ઉપરના ભાગે પ્રમાણ અને લક્ષણહીન. બીજા આચાર્યો માર્િ ને બદલે માત્રી એવો પાઠ કહે છે – શેમલાનું ઝાડ, થડ અને કાંડ પુષ્ટ હોય, ઉપર યોગ્ય વિશાળતા ન હોય, તેવું સંસ્થાન. મસ્તક, ડોક, હાથ, પગ આદિ શાસ્ત્રોક્ત પ્રમાણ અને લક્ષણ યુક્ત હોય, છાતી-પેટ વગેરે પ્રમાણ અને લક્ષણ હીન હોય તે કુબ્જ સંસ્થાન. છાતી-પેટ આદિ પ્રમાણ લક્ષણોપેત હાથ-પગ આદિ હીન હોય તે વામન સંસ્થાન. જ્યાં બધાં અવયવો પ્રમાણ અને લક્ષણ રહિત હોય તે હુંઠ સંસ્થાન. એ પ્રમાણે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચો માફક પર્યાપ્તા, અપર્યાપ્તા પ્રત્યેકનું સૂત્ર કહેવું, એમ ત્રણ સૂત્રો થયાં. એમ સંમૂર્છિમ તિર્યંચ પંચે ત્રણ સૂત્રો કહેવા. પણ તેઓના ત્રણે સૂત્રોમાં ઔદારિક શરીરનું હૂંડ સંસ્થાનવાળું કહેવું. - x - ગર્ભજ તિર્યંચ પંચેના ત્રણ સૂત્રો છે, પણ તેમાં છ એ સંસ્થાન કહેવા. એ પ્રમાણે સામાન્ય તિર્યંચ પંચે નવ આલાવા કહ્યા. આ જ ક્રમે જલચર, સામાન્ય સ્થલચર, ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજ પરિસર્પ, ખેચર તિર્યંચ પંચે પ્રત્યેકના નવ-નવ સૂત્રો છે. બધાં મળીને નવ-નવ સૂત્રો કહેવા. બધાં મળીને તિર્યંચ પંચેન્દ્રિયના ૬૩-સૂત્રો અને
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy