SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/-/૪/૫oo જેમ તિર્યંચ પંચેન્દ્રિય સંબંધે સૂરનો સમૂહ કહ્યો, તેમ મનુષ્ય સંબંધે પણ કહેવો. પરંતુ મનુષ્યમાં સર્વભાવનો સંભવ હોવાથી મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન સંબંધી બે સૂત્રો અધિક કહે છે – જે સુગમ છે. પરંતુ - સિદ્ધ થાય - સર્વ પ્રકારે અણિમા સામર્થ્ય આદિની સિદ્ધિવાળો થાય. બુદ્ધ થાય - સમસ્ત લોકાલોકના સ્વરૂપને જાણે. ભવોપગ્રાહી કર્મથી મુક્ત થાય - દુઃખોનો અંત કરે. વ્યંતર, જ્યોતિક, વૈમાનિકોમાં તેનો નિષેધ કરવો. કેમકે નૈરયિકને ભવસ્વભાવથી નાક અને દેવભવને યોગ્ય આયુષ્યના બંધનો અસંભવ છે. એ પ્રમાણે નૈરયિકોનો નૈરયિક આદિ ચોવીશ દંડકના ક્રમથી વિચાર કર્યો. ધે અસુરકુમારોનો નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમથી વિચાર કરે છે - • સૂત્ર-૫૦૧ - ભગવન્! અસુરકુમાર અસુકુમારોથી નીકળી અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. ભગવન અસુરકુમાર અસુરકુમારોથી નીકળી અનંતર ભવે અસુરકુમારોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અનિતકુમારો સુધી કહેતું. ભગવન અસુરકુમાર અસુરકુમારોથી નીકળી અનવર ભવમાં પૃedીકાયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય, કોઈ ન થાય. ભગવાન જે ઉત્પન્ન થાય, તે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અકાય અને વનસ્પતિકાયિક સંબંધે જાણવું. ભગવદ્ ! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી અનંતર ભવમાં તેઉકાય, વાયુકાય, ભેઈનિદ્રય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ એ અર્થ સમર્થ નથી. બાકીના પાંચેન્દ્રિય તિરાદિ પાંચ દંડકમાં જેમ નૈરયિક કહ્યો, તેમ અસુરકુમાર કહેવો. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. • વિવેચન-૫૦૧ - આ સૂત્ર પૂર્વવત્ જાણવું. પણ તેઓ પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉત્પન્ન થાય, કેમકે ઈશાનકા સુધીના દેવોનો તેઓમાં ઉત્પન્ન થવામાં વિરોધ નથી. તેઓમાં ઉત્પન્ન થયેલ કેવલીપજ્ઞખ ધર્મનું શ્રવણ ન કરે કેમકે તેઓને શ્રવણેન્દ્રિય નથી. બાકી બધું નૈરયિકવત્ જાણવું. જેમ અસુરકુમાર કહ્યા તેમ નિતકુમાર સુધી જાણવું. - સૂઝ-પરે ? ભગવન | પૃવીકાલિક પૃવીકાયિકોથી નીકળી અનંતર ભવમાં નૈરસિકોમાં ઉત્પન્ન થાય? ગૌતમાં એ અl યોગ્ય નથી. એ પ્રમાણે સુકુમાર ચાવતું સ્વનિતકુમાર પણ જાણવા. ભગવાન ! પૃવીકાલિક પૃdીકાયિકોથી નીકળી અનંતર ભવે મૃતી માં ૨૧૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ઉત્પન્ન થાય ? કોઈ થાય, કોઈ ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલી પ્રાપ્ત ધર્મને સાંભળે ? એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે આકાયથી ચઉરિન્દ્રિય સુધી કહેવું. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં નૈરસિકવત્ કહેવું વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકમાં નિષેધ કરવો. એ રીતે પૃથ્વીકાય માફક કાયિક અને વનસ્પતિકાયિક પણ કહેવા. ભગવન! તેઉકાયિક, તેઉકાયિકથી નીકળી અનંતર ભવે નૈરસિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અસુરકુમારથી સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથવી-અપ-dઉ-વાયુ-વનસ્પતિકાયિક, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોમાં કોઈ ઉત્પન્ન થાય, કોઈ ન થાય. ભગવન જે ઉત્પન્ન થાય. તે કેવલી પ્રજ્ઞપ્ત ધમને સાંભળે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. --- ભગવન તેઉકાયિક, તેઉકાયિકથી નીકળી અનંતર ભવે પાંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! કોઈ થાય, કોઈ ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલી પજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કરે ? ગૌતમ કોઈ કરે, કોઈ ન કરે ભગવાન ! જે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળો, તે કેવલજ્ઞાનીએ કહેલા ધમનિ જાણે 1 ગૌતમી એ આર્ય સમર્થ નથી. મનુષ્ય, વ્યંતર, ચોતિક અને વૈમાનિકમાં ઉત્પત્તિ સંબંધે પ્રા – ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એમ તેઉકાયિક માફક વાયુકાયિક પણ કહેવો. • વિવેચન-૫૦૨ - પૃથ્વીકાયિકોનો નૈરયિકો અને દેવોમાં નિષેધ કરવો, કેમકે તેઓને વિશિષ્ટ ચિંતનરૂપ મનોદ્રવ્યનો અસંભવ હોવાથી તીવ્ર સંક્લેશ અને વિશુદ્ધ અધ્યવસાયનો અભાવ છે. બાકીના બઘાં સ્થાને ઉત્પન્ન થાય છે. કેમકે તેને યોગ્ય અધ્યવસાય સંભવે છે. તેમાં પણ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં નૈરયિકવ કહેવું. એ પ્રમાણે અકાયિકો અને વનસ્પતિકાયિકો કહેવા. તેઉકાયિકો અને વાયુકાયિકોનો મનુષ્યોમાં પણ નિષેધ કરવો. કેમકે તેઓ પછીના ભવમાં મનુષ્ય ન થાય. તેમને ક્લિષ્ટ પરિણામ હોવાથી મનુષ્ય ગત્યાદિના બંધનો અસંભવ છે. તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન કેવલી પ્રાપ્ત ધર્મ સાંભળે, કેમકે શ્રવણેન્દ્રિય છે, પણ સંક્ષિપ્ત પરિણામી હોવાથી જાણે નહીં. • સૂત્ર-૫૦૩,૫૦૪ - [vo3] ભગવન બેઈન્દ્રિય, બેઈન્દ્રિયોથી નીકળી અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! પૃવીકાયિકવ4 કહેવું, પરંતુ મનુષ્યોમાં ઉતw થાય યાવતું મન:પર્યવ જ્ઞાન ઉપાર્જ. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયો પણ કહેવા. જે મન:પર્યવજ્ઞાન ઉપાર્જે તે કેવલજ્ઞાન ઉપાર્જે? એ અર્થ યોગ્ય નથી. [New] ભગવન પંચેન્દ્રિય તિચિયોનિક, પંચેન્દ્રિય તિર્યચોથી નીકળી
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy