SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/-/૬/૪૩૮ ૧૯૩ પૂર્વકોટી આયુવાળી મનુષ્ય સ્ત્રીમાં કે તિર્યચીમાં આપણે ઉત્પન્ન થાય, ફરી ઈશાનક પૂર્વવત્ અપરિગૃહીતા દેવી થાય. પછી સ્ત્રી વેદ સિવાય બીજો વેદ પામે. એ પ્રમાણે પૂર્ણકોટી પૃથકત્વ અધિક ૧૧૦ પલ્યોપમ થાય. (પ્રન) જો દેવકુ, ઉત્તરકુરુ આદિમાં ત્રણ પલ્યોપમ આયુવાળી સ્ત્રીઓમાં સ્ત્રીપણે ઉપજે તો સ્ત્રી વેદની તેથી અધિક સ્થિતિ પણ સંભવે, તો એટલી જ સ્થિતિ કેમ કહી ? - તે પ્રશ્ન અયુક્ત છે, કેમકે અભિપ્રાયનું જ્ઞાન નથી. દેવીથી ચ્યવીને અસંખ્યાત વર્ષાયુવાળી સ્ત્રીમાં ઉત્પન્ન ન થાય. કેમકે તે પ્રકારે નિષેધ છે. વળી અસંખ્યાત વર્ષાયુ પ્રી ઉત્કૃષ્ટ સ્થિતિક દેવીમાં ઉત્પન્ન થતી નથી. માટે - x -ઉતકૃષ્ટ સ્થિતિ ઉપરોક્ત જ હોય. (૨) પૂર્વકોટી આયુવાળી મનુષ્ય સ્ત્રી કે તિર્યંચ આ પાંચ-છ ભવ કરીને પૂર્વોક્ત રીતે ઈશાન કલામાં બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિક દેવીમાં ઉત્પન્ન થઈ અવશ્ય પરિગ્રહીતા દેવીમાં જ ઉત્પન્ન થાય, અપરિગૃહીતામાં નહીં. તેમના મતે સ્ત્રીવેદ સ્થિતિ ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક ૧૮-૫ચોપમ હોય. (3) સૌધર્મ કો સાત પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુવાળી પરિગૃહીતા દેવીમાં બે વખત ઉત્પન્ન થાય, તેથી તેમના મતે પૂર્વકોટિ પૃથકત્વ અધિક ચૌદ પલ્યોપમ સ્ત્રીવેદ સ્થિતિ છે. (૪) સૌધર્મકલો ૫૦-પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુવાળી અપરિગૃહીતા દેવીમાં બે વખત ઉત્પન્ન થાય, તેમના મતે પૂર્વકોટી પૃથકવ અધિક ૧૦૦ પલ્યોપમ સ્ત્રીવેદ સ્થિતિ હોય. (૫) અનેક ભવમાં ભ્રમણ વડે સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ વિચારતાં પૂર્વકોટી પૃથકવ અધિક પલ્યોપમ પૃથકવ સ્થિતિ હોય, પણ અધિક ન હોય. તે આ રીતે - પૂર્વકોટી વયુિ વાળી માનુષી કે તિર્યંચ સ્ત્રીમાં સાત ભવો કરીને આઠમા ભવે દેવકર આદિમાં ત્રણ પલ્યોપમવાળી સ્ત્રીમાં આપમે ઉપજે. ત્યાંથી મરીને સૌધર્મ કહો જઘન્ય સ્થિતિક દેવીપણે ઉપજે, પછી તે અવશ્ય બીજો વેદ પામે. આ પાંચ આદેશમાંના કોઈપણ આદેશનો યથાર્ય નિર્ણય અતિશય જ્ઞાની કે સર્વોત્કૃષ્ટ કૃતલબ્ધિ સંપન્ન પુરણ કરી શકે અને તેઓ પુજ્ય આર્યશ્યામના સમયમાં ન હતા. કેવળકાળની અપેક્ષાએ જે તેમનાથી પૂર્વાચાર્ય હતા, તેઓ તે કાળમાં વિધમાન ગ્રન્થોનો પૂર્વાપર વિચાર કરી સ્વમતિથી સ્ત્રીવેદની સ્થિતિની પ્રરૂપણા કરેલી, તે બધાં પણ પ્રવચનના જ્ઞાતા આચાર્યના મતોનો આર્યશ્યામે નિર્દેશ કર્યો છે. તે પાવયનિકો સ્વમતથી સૂગપાઠ કરતાં ગૌતમના પ્રશ્ન અને ભગવનના ઉત્તરો કહેતા હતા. તે પ્રમાણે સૂર્ણ રચના કરતાં શ્યામાચાર્યે એમ કર્યું છે. ભગવંત સર્વ પ્રકારના સંશયથી હિત છે. પુરુષવેદ સૂત્રમાં જઘન્ય અંતર્મુહૂર્ત સ્થિતિ છે, જ્યારે કોઈ જીવ અન્ય વેદવાળા જીવોથી નીકળી પરવેદમાં ઉપજે, ત્યાં અંતમુહર્ત પોતાનું સર્વાયુ પૂર્ણ કરી બીજી ગતિમાં અન્ય વેદવાળા રૂપે ઉપજે, ત્યારે પુરુષવેદ જઘન્ય અંતમુહૂર્ત થાય. ઉત્કૃષ્ટ [21/13] ૧૯૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર સ્થિતિ તો સ્પષ્ટ છે. નપુંસકવેદ સૂત્રમાં જઘન્ય એક સમય પ્રીવેદ માફક જાણવો. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સમજવો, તે પૂર્વે કહ્યો છે. આ સૂત્ર સાંવ્યવહારિક જીવોને આશ્રીને જ્યારે વિચારીએ છીએ ત્યારે છે, અસાંવ્યવહાષ્કિ જીવોને આશ્રીને વિચારતા નપુંસક વેદનો કાળ બે પ્રકારે છે - કેટલાંકને અનાદિ-અનંતકાળ છે, જેઓ કદિ સાંવ્યવહારિક રાશિમાં આવશે નહીં. પણ જેઓ અસાંવ્યવહારિક રાશિથી નીકળીને સાંવ્યવહારિકમાં આવશે એવા જીવોને આશ્રીને અનાદિ સાંત કાળ જાણવો. (પ્રશ્ન) શું અસાંવ્યવહારિકથી નીકળી સાંવ્યવહાર રાશિમાં જીવો આવે ? [ઉત્તર) હા, આવે. કેમ જાણ્યું? પૂર્વાચાર્યના ઉપદેશથી. જિનપ્રવચન પ્રદીપશ્રી જિનભદ્રગમિ શ્રમાશ્રમણ કહે છે - જેટલા વ્યવહારરાશિથી સિદ્ધ થાય, તેટલા અનાદિ વનસ્પતિ સશિથી સંવ્યવહાર રાશિમાં આવે છે. વેદરહિત જીવો બે પ્રકારે - સાદિ અનંત અને સાદિ સાંત. તેમાં જે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી વેદરહિત થાય તે સાદિક્ષાંત છે, કેમકે ક્ષક્ષકશ્રેણિથી પ્રાપ્ત કરી વેદરહિત થાય તે સાદિક્ષાંત છે, કેમકે ક્ષપકશ્રેણિથી નીચે પડવાનું ન હોય. પણ જે ઉપશમશ્રેણી પામી, વેદોદયરહિત થાય, તે સાદિ સાંત છે, તે જઘન્યથી એક સમય પર્યન્ત હોય છે. કેવી રીતે? જ્યારે એક સમય વેદોદય રહિત થઈ, બીજા સમયે મરણ પામી દેવોમાં ઉપજે અને ત્યાં પુરપવેદના ઉદયથી વેદ સહિત હોય છે. માટે જઘન્યથી એક સમય એવેદક હોય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત. કેમકે પછી અવશ્ય શ્રેણીથી પડે. છે પદ-૧૮, દ્વા-૭-“કષાય છે • હવે કષાય દ્વાર, તેનું આદિ સૂત્ર - • સૂઝ-૪૩૯ : ભગવાન ! સકષાયી, સકષાયી રૂપે કેટલા કાળ હોય? ગૌતમાં સકષાયી ત્રણ પ્રકારે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તે યાવત કંઈક જૂન ચાઈ યુગલ પરાવર્ત સુધી હોય. ભગવન્! ક્રોધકષાયી પૃચ્છા - ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. એ પ્રમાણે માન અને માયાકષાયી જાણવા. ભગવાન ! લોભકષાયી પૃચ્છા. ગૌતમ ! જઘન્ય એક સમયે, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. ભગવન! આકષાયી, કષાયીરૂપે કેટલો કાળ હોય ? અકષાયી બે ભેદ - સાદિ અનંત, સાદિ સાંત, જે સાદિ સાંત છે, તે જઘન્ય એક સમય, ઉcકૃષ્ટ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy