SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/-/૫/૪૭૭ અનંત, અનાદિ સાંત. જેઓ કદિ મોક્ષે જવાના નથી, તે સદૈવ કોઈપણ યોગ વડે સયોગી છે, માટે અનાદિ અનંત. જેઓ મોક્ષે જશે તે અનાદિ સાંત. કેમકે મુક્તિપર્યાય પ્રાપ્ત થતાં યોગ પર્યાયનો સર્વથા અભાવ થાય છે. ૧૯૧ મનોયોગવાળા સૂત્રમાં જઘન્યથી એક સમય હોય છે. જ્યારે કોઈક જીવ ઔદારિક કાયયોગથી પહેલા સમયે મનોયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી, બીજા સમયે મનપણે પરિણમાવીને મૂકે, ત્રીજા સમયે અટકે કે મરે ત્યારે એક સમય મનોયોગી. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, કેમકે મનને યોગ્ય પુદ્ગલ નિરંતર ગ્રહણ કરતો અને મૂકતો અંતર્મુહૂર્ત પછી અવશ્ય તથાવિધ જીવસ્વભાવથી જ અટકે, પછી ફરી ગ્રહણ કરે અને મૂકે. પણ સૂક્ષ્મકાળ હોવાથી કદાચ તેનું સંવેદન થતું નથી, તેથી ઉત્કૃષ્ટથી પણ મનોયોગી અંતર્મુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે વચનયોગી પણ કહેવો. વચનયોગી જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત વચનયોગી હોય. તેમાં પહેલા સમયે કાયયોગ વડે ભાષા યોગ્ય દ્રવ્ય ગ્રહણ કરે છે, બીજે સમયે ભાષાપણે પરિણમાવીને મૂકે, પછી ત્રીજા સમયે બંધ પડે છે કે મરે છે. માટે એક સમય વચનયોગી હોય છે. - ૪ - ૪ - અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્વ સુધી ભાષા દ્રવ્યોને નિરંતર ગ્રહણ કરતો અને મૂકતો પછી અટકે છે. કેમકે તેવો જીવનો સ્વભાવ છે. કાયયોગી જઘન્યથી અંતર્મુહૂર્ત હોય. અહીં બેઈન્દ્રિયાદિને વચનયોગ પણ હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિયને મનોયોગ પણ હોય છે. તેથી જ્યારે વચનયોગ કે મનોયોગ હોય ત્યારે કાયયોગનું પ્રધાનપણું નથી, કેમકે તે બંને યોગો સાદિ સાંત છે. જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી કાયયોગી હોય. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પર્યન્ત હોય છે. કેમકે વનસ્પતિકાયમાં કેવળ કાયયોગ હોય છે, વચન કે મનોયોગ નહીં. બીજા યોગોના અભાવે તેની કાયસ્થિતિ પર્યન્ત નિરંતર કાયયોગ હોય છે. અયોગી - યોગરહિત, તે સિદ્ધ છે. તે સાદિ-અનંત છે, માટે અયોગીને સાદિ-અનંતકાળ કહ્યો છે. પદ-૧૮, દ્વારૂ૬-‘વેદ' • હવે વેદદ્વાર પ્રતિપાદન કરવા કહે છે – • સૂત્ર-૪૭૮ - ભગવન્ ! સવેદી સવેદીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! સવેદી ત્રણ ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તેમાં જે સાદિ સાંત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાળથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી હોય, ક્ષેત્રથી કંઈક ન્યૂન અદ્ધ પુદ્ગલ પરાવર્ત હોય. ભગવન્ ! સ્ત્રીવેદી સીવેદી રૂપે કેટલો કાળ હોય? ગૌતમ ! એક પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ આદેશથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક દશ પલ્યોપમ. બીજા આદેશથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ વર્ષ અધિક ૧૮ પલ્યોપમ. ત્રીજા આદેશથી જઘન્ય એક સમય ઉત્કૃષ્ટથી પૂર્વકોટી પૃથકત્વ અધિક ચૌદ પલ્યોપમ, ચોથા આદેશથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથક્ત્વ હોય. ભગવન્ ! પુરુષવેદી પુરુષવેદી રૂપે કેટલો કાળ હોય? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી કંઈક અધિક શતપૃથહ્ત્વ સાગરોપમ હોય. ભગવન્ ! નપુંસકવેદી, નપુંસકવેદી રૂપે કેટલો કાળ હોય? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, પ્રકારે ભગવન્ ! અવેદક વેદકરૂપે ક્યાં સુધી હોય? ગૌતમ ! અવેદક બે સાદિ અનંત, સાદિ સાંત. જે સાદિ સ ંત છે, તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત હોય. • વિવેચન-૪૭૮ : ૧૯૨ - વેદ સહિત હોય તે સવેદ. તે ત્રણ ભેદે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. જે ઉપશમ કે ક્ષેપક શ્રેણીને કદિ ન પ્રાપ્ત કરે તે અનાદિ અનંત. કારણ કે કદિ પણ તેના વેદના ઉદયનો વિચ્છેદ થવાનો નથી. જે ઉપશમ કે ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરશે તે અનાદિ સાંત. કેમકે ઉપશમ કે ક્ષપક શ્રેણિ પ્રાપ્તિમાં વેદોદયનો વિચ્છેદ થાય છે. જે ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી, ત્યાં વેદના ઉદય રહિત થઈને પુનઃ ઉપશમશ્રેણિથી પડતો વેદના ઉદયવાળો થાય તે સાદ સાંત. તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય. તે આ પ્રમાણે – અહીં જ્યારે કોઈ ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરી ત્રણે પ્રકારના વેદને ઉપશમાવી, વેદોદય રહિત થઈને પુનઃ શ્રેણિથી પડતો સવેદપણું પ્રાપ્ત કરી જલ્દી ઉપશમશ્રેણિ અને કાર્યગ્રન્થિકોના મતે ક્ષપકશ્રેણી પ્રાપ્ત થાય, થઈને અંતર્મુહૂર્તમાં ત્રણે વેદનો ઉપશમ કે ક્ષય કરે ત્યારે જઘન્યથી અંતર્મુહર્ત સુધી વેદસહિત હોય અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અદ્ધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધી હોય છે. કેમકે ઉપશમશ્રેણિથી પડેલો વધુમાં વધુ એટલો કાળ સુધી સંસારમાં રખડે છે, માટે ઉત્કૃષ્ટ સાદિ સાંત સવેદીને ઉપરોક્ત કાળ પ્રમાણ ઘટે છે. સ્ત્રીવેદના વિષયમાં પાંચ આદેશો છે, તેમાં બધે જઘન્ય સમય માત્રનો વિચાર આ પ્રમાણે છે – કોઈક સ્ત્રી ઉપશમ શ્રેણિમાં ત્રણ વેદનો ઉપશમ કરી અવેદી થઈને તે શ્રેણિથી પડતાં સ્ત્રીવેદનો ઉદય એક સમય અનુભવી, બીજે સમયે કાળ કરી દેવોમાં ઉત્પન્ન થાય. ત્યાં તેને પુરુષપણું પ્રાપ્ત થાય, પણ સ્ત્રીપણું ન પામે. તેથી જઘન્યથી સમયમાત્ર સ્ત્રીવેદ હોય. ઉત્કૃષ્ટના વિચારમાં ભાવનાઓ – (૧) કોઈ જીવ પૂર્વકોટી આયુવાળી મનુષ્ય સ્ત્રી કે તિર્યંચ સ્ત્રીમાં પાંચ-છ ભવો કરી ઈશાનકો - ૫૫-પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિક અપરિગૃહિતા દેવીપણે થાય અને સ્વ આયુ ક્ષય થવાથી, મરીને ફરી
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy