SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ ૧૩૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ છ છે. તેથી ઉપમાન-સમાનપણાથી વર્ણનો નિર્દેશ કરતાં સંશય થાય કે કઈ લેશ્યા કયા વર્ષમાં છે ? આ હમણાં કહેલી છ લેશ્યા કયા વર્ણ વડે કહેવાય છે ? ગૌતમ ! પાંચ વર્ણ વડે કહેવાય છે. • x - એમ વર્ણ પરિણામ કહ્યા. ૦ પદ-૧૩, ઉદ્દેશો-૪, અધિકાર-૩ ૦ ૧૭/૪//૪૬૪ નીલલેશ્યા કેવી છે? અક્ષરા પૂર્વવત્ વિશેષ આ – ભૃગ, પાંખવાળું પક્ષી વિરોષ. ભૃગપત્ર-મૂંગપક્ષીની પાંખ, ચાસ-એક જાતનું પક્ષી, શુક-પોપટ, શ્યામા-પ્રિયંગુ લતા, વનરજિ-વનની ઘટા, ઉશ્ચંતક-દાંતનો રંગ, ગ્રીવા-ડોક. હલઘવસન-બળદેવનું વસ્ત્ર, તે લીલું હોય, અંજનકેશિકા-વનસ્પતિ વિશેષ, નીલોત્પલ-લીલું કમળ. કાપોતલેયા કેવી વર્ણની છે ? અક્ષરાર્થ પૂર્વવત. ખદિરસાર - ખેર સાર, તંબ-dબકરોડકાદિ સંપ્રદાયથી જાણવા. વૃતાકી કુસુમ - રીંગણીનું ફૂલ, કોકિલચ્છદતૈલ કંટકનું પુષ. તેજોલેશ્યા વણથી કેવી છે ? સસલા, વરાહ આદિનું લોહી, બીજા જીવોના લોહી કરતાં ઉકટ લાલવર્ણનું છે, તેથી ગ્રહણ કર્યું. તત્કાળ જન્મેલો ઈન્દ્રગોપક તે જ્યારે મોટો થાય ત્યારે કંઈક શ્વેત-ક્તવર્ણ થાય, માટે બાલનું ગ્રહણ કર્યું. ઈન્દ્રગોપક-વષના આરંભે થતો એક કીડો. બાલદિવાકર-ઉગતો સૂર્ય. ગુજાર્ધચણોઠીનો અર્ધભાણ, તે ઘણો લાલ હોય છે. પ્રવાલનાના પાંદડા, તેના અંકુર, તે પહેલાં ઉગે ત્યારે ઘણાં રાતા હોય છે. કૃમિરાણ કંબલ - કીરમજી રંગે રંગેલ કામળ. જપાકુસુમ-જાસુદ, શેષ નાનો પ્રસિદ્ધ છે. શું આવી તેજોલેશ્યા હોય ? ના, તેજોલેસ્યા આ સસલાના લોહી આદિથી અત્યંત ઈષ્ટ છે, તે કિંચિત્ એકાંત હોવા છતાં ઈષ્ટ હોય તો ? તેથી અત્યંત કાંત કહ્યું. કોઈને ઈષ્ટ અને સ્વરૂપથી અતિ કાંત હોય છતાં બીજાને અપ્રિય હોય તો ? તેથી કહ્યું અતિપિય, તેથી જ અધિક મનોજ્ઞ. તેનો પ્રકર્ષ દર્શાવવા કહે છે – મનને વશ કરનાર વર્ણવી કહી છે. પાલેશ્યા વર્ષની કેવી છે ? અક્ષરાર્થ પૂર્વવત્. સુવર્ણચંપક-પીળો ચંપો, ચંપકછલ્લી-સુવર્ણચંપકની છાલ ચંપક ભેદ - સુવર્ણ ચંપકનો ટુકડો. કેમકે ખંડ કરતાં વર્ણનો પ્રકર્ષ થાય છે. હરિદ્રા-હળદર, ગુટિકા-ગોળી, ભેદ-ખંડ. હરિતાલહરતાલ, ચિકુર-કોઈ પીળું દ્રવ્ય, ચિકુનરાગqઆદિને લાગેલ ચિકુરનો રંગ, સિપ્રિછીપ, યર • પ્રઘાન, નિકા-કસોટી ઉપરનો રેખારૂપ કસ, વરપુરુષ-વાસુદેવ, તેનું વસ્ત્ર, તે પીળું હોય માટે ગ્રહણ કર્યું. અલ્લકીકુસુમ-લોકથી જાણવું. ચંપકકુસુમ • સુવર્ણ ચંપકનું પુષ્પ, સુવર્ણમૂચિકા કુસુમ - પીળી જૂઈનું પુષ. સુહિરશ્ચિકા-કોઈ વનસ્પતિ, શેષ પ્રસિદ્ધ છે. ભગવન્શુક્લલેશ્યા વર્ષથી કેવી છે ? ઈત્યાદિ. અંક-રત્નવિશેષ, કુંદમોગરનું પુષ, દક-ઉદક, ઉદકરજ-પાણીના કણીયા, તે અતિ શ્વેત હોય માટે ગ્રહણ કર્યા. દધિ-દહીં. ક્ષીર-દૂધ, ક્ષીરપૂર-ઉકળતું, ઉભરાતું દૂધ. શુકછીવાડી-વાલ અાદિની શીંગો, તે સકાય ત્યારે ઘણી ઘોળી લાગે છે. પેહણ-મોરપીંછની મધ્યવર્તી, મજાગર્ભ, તે અતિ શુક્લ હોય માટે લીધો. ભાત-તપાવેલો, ઘૌત-ભસ્મથી ખરડાયેલા હાથ સાફ કરવા દ્વારા અતિ સ્વચ્છ કરાયેલ જે રૂપાનો પટ્ટ, શારદિક-શરદબાતુનો. બલાહક-મેઘ, પુંડરીક-ધોળું કમળ, દલ-પાંખડી. અહીં પાંચ વર્ણો છે. તે આ રીતે- કાળો, લીલો, લાલ, પીળો, સફેદ. લેશ્યા ૦ હવે રસ પરિણામ કહે છે – • સુત્ર-૪૬૫ - ભગવાન ! કૃષ્ણવેશ્યા આસ્વાદ વડે કેવી છે ? ગૌતમ ની જેમ કોઈ નિંબ, બિંબસાર, નિબછાલ, નિંબકવાથ, કુટજ, કુટફળ, કુટછાલ, કુટજકવાથ, કડવી તુંબડી, કડવી તુંબડીનું ફળ, કડવી ચીભડી, કડવી ચીભડીનું ફળ, કુકડવેલ, દેવદાલી પુષ, મૃગવાલુંકી, મૃગ વાલુંકી ફળ, ઈન્દ્રવરણું, ઘોષાતકી, ઘોષાતકી ફળ, કૃષ્ણ કંદ, વજ કંદ છે. એવા પ્રકારની કૃષ્ણ વેશ્યા હોય ? ગૌતમ અયુિકત નથી. કૃષ્ણલેશ્યા એ થી વધુ અનિષ્ટ પાવ4 અમણામ આસ્વાદ-રસ વડે કહેલી છે. નીલલેસ્યા સંબંધી પૃચ્છા - ગૌતમ! જેમ કોઈ ભાંગ, ભંગીરજ પાઠા, ચવ્યક, મૂિળ, પીપર, પીપરીમૂળ, પીપરચૂર્ણ, મરી, મરીચૂર્ણ, શૃંગબેર, સુંઠનું ચૂર્ણ છે. એવી નીલેશ્યા હોય ? ગૌતમ ! ના, નીલલેશ્યા ચાવતું તેથીય અમણામ છે. કાપોતલા સંબધે પૃચ્છા. ગૌતમ ! જેમ કોઈ આમ, આયાતક, બીજા, બીલાં, કોઠા, ભજન, ફણસ, દાડમ, પારાપત, અખોડ, ચોટ, બોર, બિંદુક-તે બધાં અપકવ હોય, વિશિષ્ટ વણ-ગંધ-સ્પર્શથી રહિત હોય. એવી કાપોતલેયા છે ? ગૌતમ ! તેમ નથી, તેનાથી પણ વાવત અમણામ સવાળી છે. | તેજલેશ્યા સંબંધે પૃચ્છા - ગૌતમ ! જેમ કોઈ આમ આદિ ચાવતું પકવ, સારી રીતે પાકેલા, પ્રશસ્ત વર્ણ યાવતુ સ્પર્શ વડે યુક્ત હોય છે, ચાવતું તેથી પણ અતિ અમણામ તેવી તેજલેશ્યા આસ્વાદ વડે કહેલી છે. કાલેરા સંબંધે પૃચ્છા - ગૌતમ ! જેમ કોઈ ચંદ્રપ્રભા, મણિશિલા, શ્રેષ્ઠ શીધુ, શ્રેષ્ઠ વારુણી, ત્રાસવ, પુષ્પાસવ, ફલાસવ, ચોમાસવ, આસવ, મધુ, મરેય, કાપિશાયત, ખજુરસાર, મૃદ્વિકાસાર, સુપકવ ઈશુરસ્ત્ર, અષ્ટપિષ્ટથી બનેલ, જાંબુફલ ફાલિકા, શ્રેષ્ઠ પwwા, આસલ, માંસલ, પેશલ, કંઈક ઓષ્ઠાવલંબિની, પીવાથી બંધ પડતાં કંઈક તીખી, કંઈક લાલ આંખ કરનારી, ઉત્કૃષ્ટ મદ કરવાના સ્વભાવને પ્રાપ્ત વર્ણ, ચાવ4 પશથી યુકત, આસ્વાદનીય, વિસ્વાદનીય, પીવાલાયક, પુષ્ટિ યોગ્ય, દીપનીય, દર્પણીય, મદનીય, સર્વ ઈન્દ્રિય અને ગામને આનંદ આપનારી હોય છે. એવી પાલેશ્યા છે ? ગૌતમ ! એ અયુક્ત નથી. પાલેશ્યા તેથી વધુ ઈષ્ટ યાવત મણામ, આસ્વાદ વડે કહી છે.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy