SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-:/૪૦૪ EO પાંચ અંકસ્થાનો વધે છે અને ચોથા ચમલપદની નીચે છે, કેમકે ત્રણ અંક સ્થાનોથી જૂન છે, અથવા બન્ને વર્ગના સમુદાય તે એક યમલપદ, ચાર વર્ષનો સમુદાય તે બે યમલપદ ઈત્યાદિ • x • તેમાં છ વર્ગની ઉપર અને સાતમા વર્ગની નીચે છે. હવે સંખ્યા બતાવે છે – અથવા છઠ્ઠા વર્ગને પાંચમાં વર્ગ વડે ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલા જઘન્યપદે મનુષ્યો છે. એકનો વર્ગ એક જ થાય, માટે તેની ગણના થતી નથી. બેનો વર્ગ ચાર, એ પહેલો વર્ગ. ચાનો વર્ગ સોળ એ બીજો વર્ગ, સોળનો વર્ગ ૫૬ એ ત્રીજો વર્ગ, ૫૬નો વર્ગ ૬૫,૫૩૬, એ ચોથો વર્ગ. તેનો વર્ગ ૪,૨૯,૪૯,૬૭,૨૯૬ એ પાંચમો વર્ગ. તેનો છઠો વર્ગ- ૧,૮૪,૪૬૩ કોટાકોટી ૪૪,૦૭,390 કોટી, ૯૫,૫૧,૬૧૬. (અર્થાત્ ૧,૮૪,૪૬9 - ૪૪,૦૩,390 - ૯૫,૫૧,૬૧૬] આ છઠ્ઠા વર્ગને પાંચમાં વર્ગ વડે ગુણતાં જેટલી સંખ્યા થાય તેટલા જઘન્યપદે મનુષ્યો છે. તે સંખ્યા આ છે - g૯,૨૨૮, ૧૬૫, ૧૪૨૬, ૪૩૩૭, ૧૯૩૫, ૪૩૯૫, 033૬. આ ૨૯ રાંક સ્થાન છે એને કોટાકોટી આદિ સંગાથી કોઈપણ રીતે કહી શકાય તેમ નથી. તેથી છેલ્લા અંકથી માંડી એક સ્થાનોનો સંગ્રહ માત્ર પૂર્વાચાર્ય પ્રણીત બે ગાથાઓ દ્વારા કહે છે - ૭, ત્રણ, ત્રણ, શૂન્ય, પાંચ, નવ, ત્રણ, ચાર, પાંચ, ગણ, નવ, પાંચ, સાત, ગણ, ત્રણ, ચાર, છ, બે, ચાર, એક, પાંચ, બે, છ, એક, આઠ, બે, બે, નવ અને સાત એટલા અંકસ્થાનો ઉપર ઉપરના છે. - આ ર૯ અકસ્થાનોની પૂર્વાચાર્યોએ પૂર્વ અને પૂર્વગ વડે સંખ્યા કહી છે તે બતાવે છે – તેમાં ૮૪ લાખની પૂર્વાગ સંજ્ઞા છે ૮૪ લાખને ૮૪ લાખ વડે ગુણીએ એટલે પૂર્ણ થાય છે, તેનું પરિમાણ-૭૦ લાખ, ૧૬ હજાર કરોડ થાય છે, એ સંખ્યા વડે પૂર્વોક્ત ૨૯ અંકની સંખ્યાનો ભાગાકાર કરવો. એટલે સંખ્યા આવશે - ૧૧,૨૨,૮૪,૧૧૮,૮૧,૮૫,૩૫૬ એટલા પૂર્વો, ત્યારપછી પૂર્વ વડે ભાગ ચાલતો નથી. તેથી પૂર્વગ વડે ભાગ ચલાવવો. તેથી આ સંખ્યા છે - ૧,૩૦,૬૫૯ પૂવગ. ત્યારબાદ શેષ રહે છે – ૮૩,૫૦,૩૩૬ એ પ્રમાણે મનુષ્યોની સંખ્યા છે. ઉપરોક્ત અર્ચને જણાવનારી પૂર્વાચાર્ય રચિત ગાયા છે. આ જ સંખ્યાને વિશેષ જ્ઞાન માટે પ્રકારમંતરે બતાવે છે - જે સંખ્યાને ૯૬ વખત છેદ આપી શકાય તેટલા મનુષ્યો છે અર્થાત જે સશિને અર્ધ અર્ધ છેદ આપતાં ૯૬ વખત છેદ આપી શકાય અને છેવટે એક બાકી રહે તે રાશિ પ્રમાણ મનુષ્યો જાણવા. કઈ સશિ એવી છે કે તેને ૯૬ વાર છેદ આપી શકાય? પાંચમા વર્ગને છઠ્ઠા વર્ગની સાથે ગુણતાં જે આવે તે શશિને ૯૬ વાર છેદ આપી શકાય છે. ઈત્યાદિ - X - X - X - [અહીં વૃત્તિકારશ્રીએ છેદ ગણિત બતાવેલ છે, જે અમે છોડી દીધેલ છે.) અથવા એકને સ્થાપી તેના ૯૬ વખત બમણા બમણા કસ્વા અને તેમ કરવાથી તેની એટલી સંખ્યા થાય છે કે તેને ૯૬ વખત છેદ આપી શકાય છે. એ પ્રમાણે જઘન્ય પદ કહ્યું, હવે ઉત્કૃષ્ટ પદ કહે છે - ઉત્કૃષ્ટપદે મનુષ્યો અસંખ્યાતા હોય છે. તેમાં પણ કાળને આશ્રીને પરિમાણનો પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ વિચાર કરીએ ત્યારે પ્રતિસમય એક એક મનુષ્યનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે બધાં મનુષ્યો અપહરાય અને ક્ષેત્રને આશ્રીને એક સંખ્યા ઉમેરીએ તો મનુષ્યો વડે સંપૂર્ણ શ્રેણી અપહરાય. - x • તે શ્રેણીની ફોમ અને કાળને આશ્રીને અપહારમાર્ગણા - તેમાં કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે અને કોગથી ગુલના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણતાં જે સંખ્યા આવે. ઈત્યાદિ - X - X - X - | વ્યંતરોને ઔદાકિ શરીરો નૈરયિકોની જેમ સમજવા. તેઓને બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે. તેમાં કાળથી પરિમાણ-પ્રતિસમય એક એકનો અપહાર કરવામાં આવે તો અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય. ફોગથી પરિમાણ-અસંખ્યાતી શ્રેણીઓ, એટલે અસંખ્યાતી સૂચિ શ્રેણીઓમાં જેટલા આકાશપદેશો હોય તેટલાં વ્યંતરો છે. તે શ્રેણી પ્રતરના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. વૈક્રિય શરીરો નૈરયિકોની માફક વ્યંતરો જાણવા. કેવળ સૂચિમાં વિશેષતા છે. પણ માત્ર શ્રેણીઓની વિર્લભસૂચિ કહેવી જોઈએ. તે આ રીતે – અહીં મહાદંડકમાં પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો કરતાં અસંખ્યાતગુણહીન વ્યંતરો કહ્યા છે. તેથી એની કિંમસૂચિ પણ તિર્યંચ પંચની વિઠંભસૂચિ કરતાં અસંખ્યાતગુમ હીન કહેવી જોઈએ -x• હવે પ્રતિભાગ કહેવાય છે પ્રતિભાગ એટલે ખંડ, સંખ્યાતા સેંકડો યોજનના વર્ગ પ્રમાણ પ્રતિભાગ ખંડ પ્રતરને પૂસ્વામાં કે અપહરવામાં જાણવો. અહીં “પૂરવામાં કે અપહરવામાં” એ અધ્યાહાર છે. સંખ્યાતા સેંકડો યોજનાના વર્ગ પ્રમાણ શ્રેણિખંડને વિશે એક ચોક વ્યંતર સ્થાપીએ તો આખું પ્રતર પૂરું ભરાઈ જાય ઈત્યાદિ • * * * * આહાફ શરીરો નૈરયિકોની જેમ, બદ્ધ તૈજસ-કાર્પણ શરીરો બદ્ધ વૈક્રિય માફક અને મુક્તશરીરો, ઔધિક મુક્તવત્ છે. જ્યોતિકોને ઔદારિક શરીરો નૈચિકની જેમ હોય છે બદ્ધ વૈક્તિ શરીર અસંખ્યાતા છે, તેમાં કાળને આશ્રીને માર્ગણામાં પ્રતિ સમય એક યોકનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે બધાં અપહરાય. ફોગથી અસંખ્યાતી શ્રેણીઓ છે અને તે પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. [વિશેષ સૂત્રાર્થમાં લખ્યું જ છે અથવા તો પૂર્વના દંડવત્ જ હોવાથી અહીં નોંધેલ નથી.] વૈમાનિકોને ઔદારિક શરીરે નૈરયિકવતુ જાણવા બદ્ધ વૈક્રિય શરીરે અસંખ્યાતા છે. તેમાં કાળને આશ્રીને માગણા જ્યોતિક માફક જાણવી. ફોગથી માણા-અસંખ્યાત શ્રેણીઓ છે. એટલે અસંખ્યાતી શ્રેણીમાં જેટલા આકાશપદેશો છે તેટલા છે. તે શ્રેણીનું પરિમાણ પ્રતરના અસંખ્યાત ભાણ પ્રમાણ સમજવું. ઈત્યાદિ - X - X - X - ગણિતાદિ સહ વૃત્તિકારે નોંધેલ છે. • x •x - મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy