SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨-I-૪૦૧ જીવોએ તજેલ શરીરો - x • બદ્ધ શરીરો અસંખ્યાતા છે, તેનું નિરૂપણ પહેલા કાળને આશ્રીને છે – પ્રતિસમય એક એક શરીરના અપહાર વડે અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીથી બધાં શરીર અપહરાય. - x • હવે ક્ષેત્રને આશ્રીને પરિમાણ • બધાં દારિક શરીરો, પોતપોતાની અવગાહના વડે આકાશપદેશોમાં જુદાં જુદાં અનુક્રમે સ્થાપીએ, તો તે શરીરો વડે અસંખ્યાતા લોકો વ્યાપ્ત થાય. - X - X - X - (શંકા) જીવો અનંતા છે, તો અસંખ્યાતા ઔદારિક શરીરો કેમ હોય ? [ઉતરી જીવો બે પ્રકારે છે - પ્રત્યેક શરીરી, અનંતકાયિક, જેઓ પ્રત્યેકશરીરી છે, તેઓમાં પ્રત્યેક જીવને એક એક ઔદારિક શરીર હોય છે. અનંતકાયિક જીવોમાં અનંત અનંત જીવોને એક-એક દારિક શરીર હોય છે, માટે બધી સંખ્યા વડે પણ અસંખ્યાતા દારિક શરીર હોય. જીવોએ તજેલ શરીરો અનંત છે તે અનંતપણાનું કાળ, ક્ષેત્ર, દ્રવ્યથી નિરૂપણ કરે છે. કાળથી પરિમાણ-પ્રતિસમય એક એક શરીરનો અપહાર કરીએ તો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી વડે સર્વથા અપહરાય છે - x • ક્ષેત્રથી પરિમાણ અનંતલોક છે • x - દ્રવ્યથી પરિમાણ-અભવ્યોથી અનંતગણાં છે. જો એમ છે, તો શરીરો સિદ્ધોની સશિ જેટલા થાય. [પ્રશ્નો અહીં ભવ્ય અને સિદ્ધના બંને સશિ વચ્ચે પતિત સમ્યગુદૃષ્ટિ જીવો કહ્યા છે. તો તજેલ ઔદારિક શરીરો તેના જેટલાં છે ? [ઉત્તર) જો તેટલા હોય તો સૂત્રકાર તેમજ નિર્દેશ કરત, તેથી તેટલાં ન હોય. [પ્રશ્ન તે તે રાશિ જેટલા ન હોય તો પતિત સમ્યકૃષ્ટિની રાશિથી જૂન હોય કે અધિક હોય ? તે સશિથી ન્યૂન હોય, અધિક હોય કે તુલ્ય હોય. કેમકે તેનું પ્રમાણ અનિયત છે. અહીં ચૂર્ણિકાનો મત પણ નોંધેલ છે. -x- (પ્રશ્ન) મુક્ત શરીરો ઉપરોક્ત અનંત સંખ્યાના પરિમાણવાળા કેમ ઘટે ? કેમકે જે શરીરો જ્યાં સુધી અખંડિત હોય ત્યાં સુધી જ ગ્રહણ કરીએ તો તેમની અનંતકાળ સુધી સ્થિતિ ન હોવાથી અનંતપણું ઘટી ન શકે ? અનંતકાળ સુધી રહે તો અનંતકાળે અનંતા થાય, પણ તેમ થતું નથી કેમકે પુદ્ગલોની ઉત્કૃષ્ટથી સ્થિતિ અસંખ્યાતકાળ કહી છે, ઈત્યાદિ ? (ઉત્તર) અહીં કેવળ અખંડિત મુક્ત ઔદારિક શરીરોનું ગ્રહણ નથી, તેમજ દારિક શરીરપણે ગ્રહણ કરીને મૂકેલા સર્વે પુદ્ગલોનું પણ ગ્રહણ નથી, કેમકે તેથી ઉપરોક્ત દોષની પ્રાપ્તિ થાય છે, પણ જે ઔદારિક શરીર જીવે ગ્રહણ કરીને મૂક્યું તે વિશીર્ણ ભાવને પ્રાપ્ત થતાં તેના અનંત ભેદ થાય છે તેમ થતાં જ્યાં સુધી તે પુદ્ગલો દારિક પરિણામનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે પ્રત્યેક ભેદને દારિક શરીર કહેવાય છે. તેથી એક શરીરના પણ અનંત શરીરો થાય. એ પ્રમાણે બધાં શરીરો સંબંધે જાણવું. એ પ્રમાણે એક એક શરીરના અનંતભેદ થતા હોવાથી એક શરીરના પણ ઘણાં અનંત શરીરો થાય છે, તે અસંખ્યાતકાળ સુધી રહે છે. ઈત્યાદિ • x• તેઓમાં 2િ1/6] પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર તેટલા કાળે જેઓ દારિક શરીર પરિણામનો ત્યાગ કરે તે છોડી દેવા અને બાકીના ગણવા. તેથી એ પ્રમાણે મુકત ઔદાકિ શરીરોની ઉક્ત અનંત સંખ્યા ઘટી શકે. આ વૃત્તિકારની મતિ કલાના નથી કેમકે ચૂર્ણિકારે પણ તેમજ કહ્યું છે. (શંકા) શરીરના દ્રવ્યના એક એક ભાગનો દારિક શરીરપણે વ્યવહાર કેમ થાય ? (ઉત્તર) લવણના દેટાંતથી થાય. લવણના પરિણામથી પરિણત થોડાં કે ઘણાં પુદ્ગલોનો સમુદાય લવણ કહેવાય, તેમ ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલોનો થોડો કે ઘણો ભાગ પણે ઔદારિક શરીરપણે વ્યવહાર પામે. - ૪ - (શંકા) જે એમ છે તો અનંત લોકાકાશના પ્રદેશપ્રમાણ ઔદારિક શરીરો એક લોકમાં કેમ રહી શકે ? - પ્રદીપના પ્રકાશ માફક રહી શકે. (શંકા) દ્રવ્ય, ફોનને છોડીને પહેલાં કાળને આશ્રીને પ્રરૂપણા કેમ કરી ? • x • કાળ મોટો છે, માટે પહેલા તેમ પ્રરૂપણા કરી. દારિક શરીર કહ્યા, હવે વૈક્રિય શરીર સંબંધે કહે છે - બદ્ધ શરીરો અસંખ્યાતા છે, તેમાં કાળને આશ્રીને પરિમાણ બતાવે છે - અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીના જેટલા સમય થાય, તેટલા બદ્ધ વૈક્રિય શરીરો છે. પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણી છે, તે શ્રેણીઓના આકાશપદેશો જેટલા બદ્ધ વૈક્રિય શરીરો છે. (પ્રપ્ત) શ્રેણી શું છે ? ધનરૂપે કોલા અને ચોતરફ સાત જુ પ્રમાણ લોકની સાત જૂપમાણ લાંબી મુક્તાવલીના જેવી એક આકાશપ્રદેશની પંક્તિ એ શ્રેણિ કહેવાય. (પ્રશ્ન) લોકને ઘન કેવી રીતે કરવો ? લોક ઉદd અને અધો ચૌદ રાજપ્રમાણ છે. નીચે વિસ્તારમાં કંઈક ન્યૂન સાત જુ પ્રમાણ છે, મધ્ય ભાગે એક રજુ પ્રમાણ છે, બ્રહાલોકના પ્રદેશના બહુમધ્ય ભાગે પાંચ રાજ અને લોકાંતે એક રાજ પ્રમાણ છે. સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વથી પશ્ચિમ વેદિકાંત સુધી રાજ પરિમાણ જાણવું. આવા પ્રમાણવાળા વૈશાખ સ્થાનસ્થિત લોકના નસવાડીના દક્ષિણ ભાગમાં રહેલ કંઈક ન્યૂન ત્રણ વિસ્તારવાળો અને કંઈક અધિક સાત રજુ ઉંચાઈવાળો અધોલોકનો ખંડ કલાનાથી તે કસ નાડીના ઉત્તર ભાગમાં ઉપર અને નીચેનો ભાગ ઉલો કરીને જોડવો. પછી ઉદર્વલોકમાં બસનાડીના દક્ષિણ ભાગમાં કોણી આકારે બે ખંડો છે. તે પ્રત્યેકની ઉંચાઈ કંઈક ન્યૂન સાડા ત્રણ રજુપમાણ છે, તેને કલાનાથી ઉલટા કરી કસ નાડીના ઉત્તર ભાગમાં જોડવા, એમ કરતા નીચેનો લોકાર્ધ ભાગ કંઈક ન્યૂન ચાર રજુ વિસ્તારવાળો અને કંઈક અધિક સાત જુ ઉંચાઈવાળો થયો અને ઉપરનો ભાગ અર્ધ ભાગ ત્રણ જુ વિસ્તારવાળો અને ઉંચાઈમાં કંઈક ન્યૂન સાત જુપમાણ થયો. પછી ઉપરનો અદ્ધભાગ કલાનાથી નીચેના અદ્ધભાગને ઉત્તરમાં જોડવો, એમ કરવાથી સાધિક સાત ઉંચો અને કંઈક ન્યૂન સાત રજુ વિસ્તારવાળો ધન થયા. પછી સાત જુના ઉપર જે અધિક ભાગ છે તે લઈને ઉધઈ-ધો લાંબો કરી ઉત્તર ભાગ સાથે જોડવો. તેથી વિસ્તારમાં
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy