SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/-I-IB૬૪ થી ૩૭૧ ૪૮ આઠ દેશી સ્કંધ સંબંધે કહ્યું તેમ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંત પ્રદેશ પ્રત્યેક સ્કંધ સંબંધે કહેતું.. [૩૬] પરમાણુમાં ત્રીજો, દ્વિપદેશી સ્કંધમાં પહેલો અને ત્રીજો, ત્રિપદેશી કંધમાં પહેલો ત્રીજો નવમો અને અગિયારમો. - [૩૬] - ચતુઃખદેશી કંધમાં પહેલો, બીજે, નવમો, દશમો, અગિયારમો, બારમો અને ગ્રેવીસમો. ૩િ૬૮] પંચપદેથી સ્કંધમાં બીજે, ચોથો, પાંચમો, છઠો, પંદરમો, સોળમો, સત્તઓ, અઢારમો, વીશમાં, એકવીશમો અને બાવીશમો ભંગ છોડી દેવો. [39] • સાત પ્રદેશ સ્કંધમાં બીજ, ચોથો, પાંચમો, છઠો, પંદરમો, સોળમો, સત્તરમાં, અઢારમો અને બાવીશમાં ભંગ સિવાયના બાકીના ભંગો જાણવા. [31] . બાકીના સ્કંધો વિશે બીજોયા-પાંચમા-છઠ્ઠા-પંદરમા-સોળમાં-સત્તરમાં અને અઢારમાં ભાંગાને છોડીને બાકીના ભાંગાઓ જાણવા. • વિવેચન-૩૬૪ થી ૩૭૧ : [અનુવાદકની નોંધ - અહીં વૃત્તિકારશ્રીએ ઘણું વિસ્તૃત વચમાં કરેલ છે, પૂજ્ય સામરાનંદ સૂરીશ્વરજીએ સંપાદિત ક્ષેત્ર તેમની પ્રતમાં સ્થાપનાની આવૃત્તિઓ પણ આપી છે. પૂર્ણ-સ્પષ્ટ ભાવ મેળવવા માટે વાયકોએ મૂળ સંસ્કૃતવૃત્તિની પ્રત ખાસ સાથે રાખવી. અમે અહીં જુવાદમાં સંક્ષેપ પણ ક્યોં છે, આકૃતિઓ પણ છોડી દીધી છે, કેમકે માત્ર અનુવાદથી આ સત્રની સમજવી સરળ નથી.] પરમાણુ પુદ્ગલ-ઈત્યાદિ પ્રગ્નસૂત્રમાં ૨૬-ભંગો છે. તે આ રીતે – ચરમ, ચરમ, અવકતવ્ય એ ત્રણ પદો છે, તેમાંના એક એકના સંયોગે એકવચનના ત્રણ ભાંગા થાય. જેમકે- ચરમ, અચરમ, અવક્તવ્ય. બહુવચનના પણ ગણ ભાંગા થાય છે - ચરમો, અચરમો, અવક્તવ્યો. બધાં મળીને એક સંયોગના છ ભંગો થયા. હવે ચરમ, અસમ, અવક્તવ્ય પદના ત્રણ દ્વિક સંયોગો થાય છે. જેમકે – (૧) ચમઅચરમ, ચરમ-અવકતવ્ય, અચરમ-અવક્તવ્ય. તેમાંના એક એક દ્ધિકસંયોગની ચાર ભાંગાઓ થાય છે તેમાં પ્રથમ વિકસંયોગના આ પ્રમાણે મંગો થાય - ચરમઅચરમ, ચરમ-અચરમો, ચરમો-અચરમ, ચરમો-ચરમો. આ પ્રમાણે બાકીના બંને ભંગની ચતુર્ભગીઓ કહેવી. બધાં મળી હિક સંયોગના બાર ભંગો થાય છે. કસંયોગના આઠ ભેગો થાય છે. કુલ ૨૬-ભંગો. પરમાણુ પુદ્ગલ ચરમ નથી, કેમકે ચરમપણે બીજાની અપેક્ષાઓ હોય, પણ અપેક્ષા રાખવા યોગ્ય અન્ય પદાર્થની વિવક્ષા નથી. • x • વળી પરમાણુ અવયવ રહિત હોવાથી ચરમ નથી, તેમ અચરમ પણ નથી. કેમકે અવયવ અભાવે તેનું મધ્યપણું નથી, પણ અવકતવ્ય છે, કેમકે ચરમ-અચરમ વ્યવહારનું કારણ નથી. જે શબ્દ વડે કહી શકાય તે વક્તવ્ય, ન કહી શકાય તે અવક્તવ્ય. બાકીના ભંગોનો નિષેધ કરવો, કેમકે પરમાણુમાં તેનો અસંભવ છે. દ્વિપદેશીસ્કંધ-પ્રશ્નસૂત્ર પૂર્વવતુ જાણવું, તેનો ઉત્તર આ પ્રમાણે - કદાચ ચરમ હોય, અચમ ન હોય, કદાચ અવકતવ્ય હોય ઈત્યાદિ. જ્યારે દ્વિપદેશી ઢંધ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં રહેલા હોય, ત્યારે એક પરમાણુ બીજા પરમાણુની અપેક્ષાએ ચરમ છે, માટે કદાચિત ચરમ હોય. અચરમ હોતો નથી, કેમકે સર્વ દ્રવ્યોનું પણ કેવળ અસરમાણું હોતું નથી. જ્યારે દ્વિપદેશી ઢંધ એક આકાશ પ્રદેશમાં રહે છે, તે તથાવિધ એકવ પરિણામથી પરિણત થયેલ હોવાથી પરમાણુ પેઠે ચમ અને અચરમના વ્યવહારને કારણનો અભાવ હોવાથી તેનો ચરમ કે અયમ શબ્દથી વ્યવહાર કરવો અશક્ય છે, માટે અવક્તવ્ય છે, તે સિવાયના ભંગોનો નિષેધ કરવો. એ સંબંધે આગળ કહેવાશે કે - દ્વિપદેશી ઢંધમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે, બાકીના ભાંગાઓ અસંભવ હોવાથી વિપેધ યોગ્ય છે. પ્રિપ્રદેશી ઢંધમાં - કદાચ ચરમ હોય ઈત્યાદિ. ત્રિપદેશી ઢંધ જ્યારે સમશ્રેણીમાં રહેલા બે આકાશપ્રદેશમાં રહેલો હોય છે. ત્યારે તે ચરમ હોય છે. • x • અયરમપણાનો નિષેધ પૂર્વવત્ જાણવો. કદાચ અવક્તવ્ય હોય. જયારે બિપદેશી સ્કંધ એક આકાશપ્રદેશમાં રહે છે, ત્યારે પરમાણુ માફક ચરમ કે અચરમના વ્યવહારનું કારણ ન હોવાથી તેને અવક્તવ્ય કહ્યો. ચોથાથી આઠમો ભંગ નિષેધ્ય છે. કેમકે તેનો અસંભવ છે. નવમો ભંગ ગ્રહણ કસ્પો - કદાયિત ચરમો અને અગમ હોય. તેથી - કદાયિત્ બે ચરમ હોય અને એક અચરમ હોય. બિપદેશીસ્કંધ સમશ્રેણિએ રહેલા ત્રણ આકાશપદેશોમાં રહે છે ત્યારે આદિ અને અંતનો એક એક પરમાણુ અંતે હોવાથી બે પરમાણુઓ ચરમ છે, મધ્યનો પરમાણુ યરમ છે. દશમો ભંગ પ્રતિષેધ્ય છે, કેમકે ત્રણ પ્રદેશ હોવાથી ચરમ-અચરમમાં બહુવચનનું કારણ અસંભવ છે. અગિયારમો ભંગ ગ્રાહ્ય છે :- તે આ - કદાચ ચરમ અને અવકતવ્ય હોય. મિuદેશી ઢંધ વિશ્રેણીએ હોય ત્યારે બે પરમાણુ સમશ્રેણી હોવાથી દ્વિપદેશાવગાઢ * * * હોવાથી ચરમ છે, એક વિશ્રેણીમાં છે, તે વક્તવ્ય છે. બાકીના બધાં ભાંગાનો પ્રતિષેધ કરવો. તે સંબંધે આગળ કહેવાશે - ત્રિપદેશી સ્કંધમાં પહેલો, બીજ, નવમો, અગિયારમો ભાંગો હોય છે - ૪ - ચતુઃસ્વદેશી સ્કંધ - કદાય ચરમ હોય ઈત્યાદિ. અહીં પહેલો, બીજો, નવમો, દશમો, અગિયારમો, બારમો અને તેવીશમો એ સાત ભાંગા ગ્રહણ કરવા. બાકીનાનો નિષેધ કરવો. તેમાં પહેલો ભંગ કદાચિત ચરમ હોય, જ્યારે ચતુઃપ્રદેશી સ્કંધ સમશ્રેણિયો રહેલા બે આકાશપ્રદેશમાં આ પ્રમાણે હોય ત્યારે ચરમ ભંગ હોય છે, તેનું ચરમપણું દ્વિપદેશી ઢંધ માફક વિચારવું. ત્રીજો ભંગ ‘કદાચ અવક્તવ્ય' હોય તે આ રીતે- બે પરમાણુ ચરમ અને એક અચરમ હોય. તે આ રીતે- ચતુuદેશીમાં ત્રણ આકાશપ્રદેશમાં રહે, ત્યારે પહેલા-છેલ્લા પ્રદેશમાં અવગાઢ બે પરમાણુ ચરમ અને મધ્યમાં છે તે અચરમ હોય. દશમો ભંગ - બે ચરમ અને બે અચરમ, ચતુ:પ્રદેશીસ્કંધ સમશ્રેણિએ રહેલ ચાર આકાશપ્રદેશમાં સીધા હોય ત્યારે આદિના અને અંતના બે પ્રદેશ ચરમ અને મધ્યમના બે પરમાણુ અચરમ હોય. અગિયારમો ભંગ-કદાચ ચરમ અને અવક્તવ્ય હોય. તે આ રીતે – ચતુઃપ્રદેશીમાં ત્રણ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy