SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ૩૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર છે. કેમકે તે પ્રત્યક્ષથી જ જણાય છે. અંતર અનુભવરૂપ સંતતિભાવથી ચારે સંજ્ઞાવાળા હોય છે. અલાબહત્વ વિચારતા સૌથી થોડાં પરિગ્રહ સંજ્ઞોપયુક્ત હોય છે, કેમકે થોડાં જીવોને થોડો કાળ પરિગ્રહ સંજ્ઞા સંભવે છે. તેનાથી મૈથુનસંજ્ઞા-ભયસંજ્ઞાઆહારસંજ્ઞા ઉત્તરોત્તર સંખ્યામાં કહ્યા. કેમકે મૈથન સંજ્ઞોપયક્ત કાળ થોડો છે. સમાનજાતિય કે વિજાતીય તફથી ભયનો સંભવ છે, માટે તે કાળ વધુ છે. પ્રાયઃબધાંને નિરંતર આહાર સંજ્ઞા સંભવે છે, તેથી આહાર સંજ્ઞાનો સંભવ સૌથી વધારે છે. મનુષ્યો બાહ્ય કારણે બહુધા મૈથુનસંજ્ઞોપયુક્ત છે - X - X - અલાબહવના વિચારમાં સૌથી થોડાં ભયસંજ્ઞાવાળા છે. તેનાથી આહાસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, મૈથુનસંજ્ઞા કાળ ઉત્તરોત્તર વધુ છે માટે સંખ્યાલગણાં કહ્યા. મૈથુનસંજ્ઞા કાળ સૌથી વધારે છે. બાહ્ય કારણને આશ્રીને દેવો ઘણા ભાગે પરિગ્રહસંજ્ઞા ઉપયોગવાળા હોય છે. કેમકે પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગમાં કારણભૂત મણિ, સુવર્ણ, રત્નાદિ હંમેશા તેઓની પાસે હોય છે. સંતતિ ભાવથી તેઓ ચારે સંજ્ઞાવાળા હોય છે. અલાબહત્વના વિચારમાં સૌથી થોડાં આહારસંજ્ઞોપયુક્ત છે, કેમકે આહારેચ્છા વિરહકાળ અત્યંત ઘણો હોય છે. તેનાથી ભયસંજ્ઞોપયુક્ત સંખ્યાલગણાં છે. કેમકે તે ઘણાં જીવોને ઘણો કાળ હોય છે. તેનાથી મૈયુનસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યામણાં છે, તેનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યા ગણાં છે. * * ૮|-|-|૩૫૪,૩૫૫ છે. ભયસંજ્ઞોપયુક્ત સંખ્યાલગણાં, મૈથુનસંજ્ઞોપયુત સંખ્યાતગુણા, પરિગ્રહ સંજ્ઞોપયુક્ત સંખ્યાલગણાં છે. • વિવેચન-૩૫૪,૩૫૫ : સંજ્ઞાઓ કેટલી કહી છે ? સંજ્ઞા એટલે આભોગ અથવા જેના વડે ‘આ જીવ છે' એમ ઓળખાય તે સંજ્ઞા. બંને વ્યુત્પત્તિમાં વેદનીય અને મોહનીયના ઉદયને આશ્રિત અને જ્ઞાનાવરણ અને દર્શનાવરણના કર્મના ક્ષયોપશમને આશ્રિત વિચિત્ર આહારાદિ પ્રાપ્ત કરવાની ક્રિયા તે સંજ્ઞા કહેવાય, જે વિશેષણ ભેદથી દશ પ્રકારે છે, તેના નામ આહાર સંજ્ઞા આદિ ભગવંતે કહ્ન છે. ૧-આહાર સંજ્ઞા-સુધા વેદનીયના ઉદયથી કવલાદિ આહાર માટે તેવા પુદ્ગલો ગ્રહણ કરવાની ક્રિયા. કેમકે તેના ઉપયોગરૂપ છે. જે વડે જીવ ઓળખાય તે સંજ્ઞા, આહારગ્રહણક્રિયાથી જીવ ઓળખાય છે. ૨-ભયસંજ્ઞા-ભય મોહનીયના ઉદયથી ભયભીત પ્રાણીના મુખવિકારાદિ ક્રિયા 3-પુરુષવેદના ઉદયથી મૈથુનને માટે સ્ત્રીદર્શનાદિ કિયા તે મૈથુન સંજ્ઞા. ૪-પરિગ્રહ સંજ્ઞા-લોભના ઉદયથી સંસારના પ્રધાન કારણરૂપ રાગપૂર્વક સચિત-અયિત દ્રવ્ય ગ્રહણ કરવાની ક્રિયા. પ-કોuસંજ્ઞા-કોધ વેદનીયના ઉદયથી ક્રોધાવેશ ગર્ભિત પુરપના મુખાદિની ક્રિયા. ૬-માનસંજ્ઞા-માનના ઉદયથી જે ગવદિ પરિણામ. 9-માયાસંજ્ઞા-માયાવેદનીયથી અશુભ સંક્લેશ વડે અસત્યભાષણાદિ ક્રિયા. ૮-લોભસંજ્ઞા-લોભવેદનીય ઉદયથી, લાલસા વડે સચેતન અચેતન દ્રવ્યની ઈચ્છા. ૯-ઓઘસંજ્ઞા-મતિજ્ઞાનાવરણ કર્મ ક્ષયોપશમથી સામાન્ય અવબોધ ક્રિયા. ૧૦લોકસંજ્ઞા-તેના વિશેષાવનોધની ક્રિયા. એ રીતે દર્શનોપયોગ તે ઓuસંજ્ઞા, જ્ઞાનોપયોગ તે લોકસંજ્ઞા. બીજા કહે છે - સામાન્ય પ્રવૃત્તિ તે ઓઘસંજ્ઞા, લોક ત્યાજ્ય પ્રવૃત્તિ તે લોકસંજ્ઞા. આ વ્યાખ્યા પંચેન્દ્રિયને આશ્રીને કહી, એકેન્દ્રિયને તે અવ્યક્ત હોય. મત્ર - બાહુલ્યવાચી છે. કારણ શબ્દથી બાહ્ય કારણ લેવું અર્થાતુ બાહ્ય કારણથી નૈરયિકો બહુધા ભયસંજ્ઞાવાળા હોય. * * * * * સંતતિભાવ-આંતર અનુભવ ભાવ, તે સતતપણે હોવાથી સંતતિ ભાવને આશ્રીને કહેવાય છે. તેના વડે તેઓ ચારે સંજ્ઞાવાળા હોય છે. નૈરયિકોમાં સૌથી થોડાં મૈથુન સંજ્ઞોપયુક્ત કહ્યા, કેમકે તેઓ ચાના નિમિષ માત્ર કાળ સુખી નથી. પણ નિરંતર દુ:ખી છે • x • માટે તેમને મૈથુનેચ્છા હોતી નથી. કોઈ કાળે થાય તો પણ થોડો કાળ હોય છે. તેનાથી સંખ્યાતપણાં આહાર સંજ્ઞોપયુક્ત કહ્યા, કેમકે ઘણાં દુ:ખી પ્રાણીને ઘણાં કાળ સુધી આહારની ઈચ્છા થતી હોવાથી. તેનાથી પરિગ્રહસંજ્ઞોપયુક્ત સંખ્યાલગણાં છે. કેમકે આહારેચ્છા શરીર માટે હોય પણ પરિગ્રહેચ્છા શરીર તથા બીજી શઆદિ વસ્તુ વિશે હોય. તેનાથી ભયસંજ્ઞોપયુક્ત સખ્યાતગણાં હોય છે, કેમકે નૈરયિકોને ચોતરફ મરણાંત ભય હોય છે. તિર્યય પંચેન્દ્રિયો પણ બાહ્ય કારણથી બહુધા આહાર સંજ્ઞા ઉપયુક્ત હોય મુનિ દીપરત્નસાગરે કરેલા પદ-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy