SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/-/૫૭ પ્રમાણ. ધર્મચરણને આશ્રીને જઘન્ય એક સમય કેમકે તે સૌથી ઓછો છે. ઉત્કૃષ્ટ અનંતકાળ. દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત સુધી. આથી અધિક ચાસ્ત્રિ લબ્ધિપાત કાળ ન હોય. દર્શનલબ્ધિપાત કાળનો સંપૂર્ણ અર્ધ્વપુદ્ગલ પરાવર્તનો નિષેધ છે. ૨૩ અકર્મભૂમક મનુષ્યસ્ત્રીનું જન્મ આશ્રીને અંતર જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક. અહીં કોઈ અકર્મભૂમિકા સ્ત્રી મરીને જઘન્યસ્થિતિક દેવમાં ઉત્પન્ન થાય. ત્યાં ૧૦,૦૦૦ વર્ષાયુ પાળી, ચવીને કર્મભૂમિમાં મનુષ્ય પુરુષ કે સ્ત્રીરૂપે ઉપજે. કેમકે દેવપણાથી અનંતર અકર્મભૂમિમાં ઉત્પાદનો અભાવ છે. અંતર્મુહૂર્તમાં મરીને પછી અકર્મભૂમિજ સ્ત્રીપણે જન્મે, તો ઉક્ત કાળ થાય. સંહરણ અપેક્ષાએ અંતર્મુહૂર્વ. - ૪ - ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ - કોઈ અકર્મભૂમિથી કર્મભૂમિમાં સંહરાય, તેણી પોતાનું આયુ ક્ષય થતાં અનંતકાળ વનસ્પત્યાદિમાં સંચરીને ફરી અકર્મભૂમિમાં ઉત્પન્ન થાય. પછી કોઈ દ્વારા સંહરાય, ત્યારે યથોક્ત સંહરણનું ઉત્કૃષ્ટ કાળ માન થાય, આ રીતે બધાં કહેવા. - દેવસ્ત્રીનો અંતકાળ - કોઈ દેવસ્ત્રી દેવભવથી સ્મુત થઈ ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્યમાં ઉપજી, પર્યાપ્તિ પૂરી કરી, તેવા ભાવમાં મરીને ફરી દેવી થાય તો અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ રીતે અસુકુમારીથી ઈશાનદેવી સુધી ઉત્કૃષ્ટ અંતર કહેવું. હવે પાંચ પ્રકારે અલ્પબહુત્વને જમાવે છે • સૂત્ર-૫૮ : - ભગવન્ ! આ તિર્યંચયોનિસ્, મનુષ્ય, દેવ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી ઓછી મનુષ્યી, તિર્યંચી અસંખ્યાતગણી, તેથી દેવી અસંખ્યાતગણી છે. ભગવન્ ! આ તિર્યંચીમાં જલચરી, સ્થલચરી, ખેચરીમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડી ખેવારી, સ્થલચરી સંખ્યાતગણી, જલચરી તેથી સંખ્યાતગણી. ભગવન્ ! આ માનુષીસ્ત્રીમાં કમભૂમિજા, કર્મભૂમિજા, અતીપિજામાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડી તીપિજા અકભૂમિંગા મનુષ્યસ્ત્રીઓ, દેવકુટુ-ઉત્તરકુર અકર્મભૂમગા બંને તુલ્ય અને સંખ્યાતગણી, તેથી હરિવર્ષ-રમ્યવાસ અકર્મભૂમગા બંને તુલ્ય અને સંખ્યાતગણી, તેથી હેમવત-ઐરણ્યવર્ષની બંને તુલ્ય અને સંખ્યાતગણી, તેથી ભરત-ઐરવત કર્મભૂમગા બંને તુલ્ય અને સંખ્યાતગણી, પૂર્વ-પશ્ચિમ વિદેહ કર્મભૂમગા મનુષ્ય બંને તુલ્ય અને તેથી સંખ્યાતગણી છે. ભગવન્ ! આ દેવીસ્ત્રીમાં ભવનવાસી, વ્યંતરી, જ્યોતિકી, વૈમાનિકી સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડી વૈમાનિકી દેવી, ભવનવાસી દેવી તેથી અસંખ્યાતગણી, વ્યંતરદેવી તેથી અસંખ્યાતગણી, તેથી જ્યોતિષ્ક દૈવી સંખ્યાતગણી છે. જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભગવન્ ! આ તિર્યંચસ્ત્રીમાં જલચરી, સ્થલચરી, ખેચરી, મનુષ્યમાં કર્મભૂમિજા, અકર્મભૂમિજા, અંતહીંધિજા, દેવીમાં ભવનવાસિણી, જયોતિકી, વૈમાનિકીમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડી અંતર્નીપજ અકર્મભૂમગા માનુષી સ્ત્રી, દેવકુટુ-ઉત્તરકુર અકર્મ બંને સંખ્યાતગણી, હરિવર્ષરમ્યાસ કર્મભૂમિજા સંખ્યાતગણી, હેમવત-ઐરણ્યવત્ અકમભૂમિજા બંને સંખ્યાતગણી, ભરત-ઐરવત કર્મભૂમગા માનુષી સ્ત્રી બંને સંખ્યાતગણી, પૂર્વપશ્ચિમ વિદેહ વર્ષ કર્મભૂમિજા માનુષીથી બંને સંખ્યાતગણી, વૈમાનિક દેવીીઓ અસંખ્યાતગણી, ભવનવાસીદેવી અસંખ્યાતગણી, એચર તિચિત્રી અસંખ્યાતગણી, સ્થલચર તિર્યંચસ્ત્રી સંખ્યાતગણી, જલચર તિચિત્ર સંખ્યાતગણી, વ્યંતરદેવી સંખ્યાતગણી અને તેથી જ્યોતિક્ દૈવી સંખ્યાતગણી છે. • વિવેચન-૫૮ : સૌથી ઓછી મનુષ્યસ્ત્રી, સંખ્યાત કોટાકોટી પ્રમાણત્વથી, તેનાથી તિર્યંચસ્ત્રી અસંખ્યાતગણી – દ્વીપ, સમુદ્રની તિર્યયસ્ત્રીના સંભવથી, તેનાથી દેવી અસંખ્યાતગણી, ભવનવાસી-વ્યંતર-જ્યોતિક સૌધર્મ-ઈશાનની પ્રત્યેક અસંખ્યાત શ્રેણી આકાશ પ્રદેશરાશિથી કહેવી. ર બીજું અબહુત્વ-સૌથી ઓછી ખેચરી તિર્યંચસ્ત્રી, તેનાથી સ્થલચર તિચિણી સંખ્યાતગુણ કેમકે ખેચરથી સ્થલચરનું સ્વાભાવિક પ્રાચર્ય છે, તેનાથી જલચરી સંખ્યાતગણી કેમકે લવણ, કાલોદ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલીઓનું પ્રાચર્ય છે. ત્રીજું અલ્પબહુત્વ-સૌથી થોડી અંતપિજા માનુષી સ્ત્રી, ક્ષેત્રની અલ્પતાથી છે. તેનાથી કુરુની સ્ત્રી સંખ્યાતગણી, ક્ષેત્રના સંખ્યાત ગુણત્વથી, પણ સ્વસ્થાને બંને તુલ્યા છે. તેનાથી હવિર્ષ-રમ્યવર્ષથી સંખ્યાતગણી - કારણ પૂર્વવત્. તેનાથી હૈમવતઔરણ્યવત્ મનુષ્યસ્ત્રી સંખ્યાતગણી, ક્ષેત્રની અલ્પતા છતાં, અલ્પ સ્થિતિકતાથી ઘણી સ્ત્રીનો સંભવ છે. તેનાથી ભરત-ઐવતની સ્ત્રી સંખ્યાતગણી, કર્મભૂમિપણાથી સ્વભાવથી જ તેમના પ્રાચર્યનો સંભવ છે. તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહની સ્ત્રી સંખ્યાતગણી, ક્ષેત્રની બહુલતા અને અજિતસ્વામીના કાળ જેવા સ્વભાવથી જ તેનું પ્રાચર્ય છે. હવે ચોથું અલાબહુત્વ - સૌથી થોડી વૈમાનિકદેવી, અંગુલમાત્ર ક્ષેત્ર પ્રદેશ રાશિનું જે દ્વિતીય વર્ગમૂળ, તેને ત્રીજા વર્ગમૂળ વડે ગુણતા જે પ્રદેશરાશિ ઈત્યાદિ - x - તેમના આકાશપ્રદેશથી. તેનાથી ભવનવાસીદેવી અસંખ્યાતગુણ, અંગુલ માત્ર ક્ષેત્ર પ્રદેશરાશિનું પ્રથમ વર્ગમૂળ, તેમાં બીજા વર્ગમૂળથી ગુણતાં જે પ્રદેશરાશિ પ્રમાણ ઈત્યાદિ - ૪ - હોવાથી. તેનાથી વ્યંતરદેવી અસંખ્યાતગણી, સંખ્યાત યોજન પ્રમાણ એક પ્રાદેશિક ક્ષેણિમાત્ર ખંડ એક પ્રતરમાં હોય છે ઈત્યાદિ - ૪ - તેનાથી જ્યોતિકદેવી સંખ્યાતગણી ૨૫૬ અંગુલ પ્રમાણ એક પ્રાદેશિક શ્રેણિ માત્ર ખંડો એક પ્રતરમાં હોય છે ઈત્યાદિ - ૪ - હવે સમસ્તસ્ત્રી વિષયક પાંચમું અલ્પબહુત્વ - સૌથી થોડી અંતર્હિષકા મનુષ્યસ્ત્રી,
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy