SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-૫૬ ૨૬ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ) વિચારીએ ત્યારે આ પ્રમાણ થાય, અધિક નહીં. આ પાંચ અપેક્ષામાં કોઈપણ બીજી સમીચીન અપેક્ષા અતિશયજ્ઞાની કે સર્વોત્કૃષ્ટ લબ્ધિ સંપન્ન વડે જ કરવો શક્ય છે. વર્તમાનમાં તેવી સ્થિતિ અભાવે સૂત્રકારે પાંચે અપેક્ષા જણાવી, પોતાનો કોઈ નિર્ણય આપેલ નથી. આ રીતે સામાન્યથી કાળ પ્રમાણ જણાવ્યું છે. ધે તિર્યંચ શ્રી તિર્યચત્વ ન છોડીને કાલમાનની વિચારણા - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ પૃથકત્વ અધિક. તેમાં અંતમુહૂર્ત કોઈક તેટલા પ્રમાણ આયથી મરીને બીજા વેદને પામે ઈત્યાદિ. ઉત્કૃષ્ટ - મનુષ્ય અને તિર્યયના ઉત્કૃષ્ટ આઠ ભવ પામે, અધિક નહીં. તેમાં સાત ભવો સંખ્યાત વષયક અને આઠમો અસંખ્યાત વર્ષાયુક. - X - X - અસંખ્યાત વષયુકથી મરીને નિયમો દેવલોકમાં ઉત્પન્ન થાય. પણ નવમો ભવ મનુષ્ય ભવ કે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ભવ નિરંતર પ્રાપ્ત ન થાય. તેથી પાછલા સાત ભવ નિરંતર થતાં સંખ્યાત વષયમાં જ ઉપજે, એક પણ અસંખ્યાત વર્ષાયુ ન થાય. અસંખ્યાત વયુિ ભવ પછી ફરી મનુષ્યભવ કે તિર્યંચભવનો અસંભવ છે. એ રીતે • x • ઉતાયુ થાય. જલયરી સ્ત્રી, જલચરીઆપણે નિરંતર થતાં જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ, સાત પૂઈકોટિ આયુ ભવ પછી અવશ્ય જલચર સ્ત્રીથી ટ્યુત થાય. ચતુષ્પદ સ્થલચરી ઔધિક તિર્યંચ સ્ત્રી મુજબ જાણવું. • x • ઉર અને ભુજ પરિસર્ષીણી, જલયરી સ્ત્રીવત કહેવી. ખેચરી • x • ઉત્કૃષ્ટથી પલ્યોપમ અસંખ્યાત ભાગ અને પૂર્વકોટિ પૃથકત્વ અધિક છે...... હવે મનુષ્ય સ્ત્રીને કહે છે – મનુષ્ય સ્ત્રી સામાન્યથી - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, પૂર્વકોટિ પૃથકવ અધિક. તે સામાન્ય તિર્યંચ શ્રીવત કહેવું. કર્મભુમક મનુષ્યીઓ કર્મક્ષેત્ર આશ્રીને જઘન્ય અંતમુહૂર્ત. પછી તેનો પરિત્યાગ અસંભવ છે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, પૂર્વકોટિ પૃથકવ અધિક. તેમાં સાત ભવ મહાવિદેહમાં, આઠમો ભવ ભરત વત એકાંત સુષમાદિમાં ત્રણ પલ્યોપમ છે. ચાઅિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, આવક કમ ક્ષયોપશમ વૈવિધ્યથી એક સમય સંભવે, પછી મરણ પામે. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી... ભરત-ઐરવત મનુષ્ય સ્ત્રીને ક્ષેત્રને આશ્રીને - x • ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, દેશોન પૂર્વકોડી અધિક. તે આ પ્રમાણે- પૂર્વ કે પશ્ચિમ વિદેહની માનુષી સ્ત્રી, પૂર્વકોટી આયુઠા હોય. કોઈ વડે ભરતાદિમાં એકાંત સુપમાદિમાં સંહત થાય, તે ભલે મહાવિદેહમાં ઉત્પન્ન હોય, તો પણ ભરત-ઐરાવતની કહેવાય છે. તે પૂર્વકોટિ જીવીને પોતાનો આયુ ક્ષય થતાં ત્યાં જ ભરતાદિમાં એકાંત સુપમા કાળના આરંભે ઉત્પન્ન થાય, તે અપેક્ષાએ આ કાળ થાય. ધર્મચરણ અપેક્ષાએ કર્મભૂમિજા આવતુ કહેવી. પૂર્વ કે પશ્ચિમ વિદેહ કર્મભૂમિજા મનુષ્ય સ્ત્રીઓ ક્ષેત્રને આશ્રીને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકવ, ત્યાં જ પુનઃઉત્પત્તિ અપેક્ષાઓ જાણવી. ધર્મચરણ અપેક્ષાએ ઉcકૃષ્ટ દેશોન પૂર્વકોટિ. હવે અકર્મભૂમિા મનુષ્ય સ્ત્રી વક્તવ્યતા-જન્મને આશ્રીને જઘન્યથી દેશોના પલ્યોપમ. * x • પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંહણ અપેક્ષાથી જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને દેશોન પૂર્વકોટી અધિક. તેની ભાવના - x - પૂર્વવત્ સમજવી. આના દ્વારા એમ કહે છે કે - જૂન અંતમુહૂર્ત આય શેષ હોય તેવી સ્ત્રી તથા ગર્ભસ્થનું સંકરણ ન થાય. હૈમવતુ, ઐરણ્યવતુ, હરિવર્ષ, રમ્ય, દેવકુર, ઉત્તરકુરુ, અંતર્લિપમાં જન્મને આશ્રીને જે જેની સ્થિતિ, તે તેનું અવસ્થાન કહેવું, સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેની દેશોન પૂર્વકીટી અધિક જાણવી. હૈમવત- વતની માનુષી સ્ત્રી જન્મને આશ્રીને જઘન્યથી પલ્યોપમ-પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન, ઉત્કૃષ્ટથી પલ્યોપમ. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મહd. ઉત્કૃષ્ટથી દેશોના પલ્યોપમપૂર્વકોટિ અધિક ઈત્યાદિ (હરિવર્ષ આદિ બધાં ક્ષેત્રોમાં સૂકાઈ મુજબ જાણવું. અહીં વૃત્તિની પુનરુક્તિ કરી નથી.]. આ રીતે સામન્યથી મનુષ્ય સ્ત્રી વક્તવ્યતા કહી. હવે દેવઐી વક્તવ્યતા કહે છે - દેવીના તથાભવ સ્વભાવતાથી કાયસ્થિતિનો અસંભવ છે. કેમકે દેવી મરીને ફરી દેવી ના થાય. સ્ત્રીપણાનો અવસ્થાનકાળ કહ્યો. હવે અંતરદ્વાર કહે છે– • સૂત્ર-પ૩ - ભગવન્! અને ફરી સ્ત્રીત્વ પ્રાપ્તિમાં કેટલા કાળનું અંતર હોય છે ? ગૌતમ ! જાજ અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. આમ બધી તિચિ સ્ત્રીઓમાં કહેવું. મનુષ્યનું અંતર ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ચાસ્ત્રિ ધર્મને અાશ્રીને જઘન્ય એક સમય, ઉકૃષ્ટ અનંતકાળ યાવ4 દેશોન અપદ્ધ યુગલ પરાવર્ત. આ પ્રમાણે ચાવતુ પૂર્વ-પશ્ચિમ વિદેહિકાનું જાણવું. કર્મભૂમક મનુષ્યનું અંતર ? ગૌતમ! જન્મને આગ્રીને જઘન્ય દશહજાર વર્ષ-તમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. સેહરણ આવીને જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે અંતદ્વિપકા સ્ત્રી સુધી દેવી મીનું બધીનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. • વિવેચન-પ૭ : સ્ત્રી થઈ, ત્રીપણાથી રહિત થઈ, ફરી કેટલા કાળે સ્ત્રી થાય. ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત. કોઈ સ્ત્રી સ્ત્રીપણે મરી બીજા ભવમાં પુરષ કે નપુંસક વેદને અંતમુહર્ત અનુભવી, ત્યાંથી મરી, ફરી રીપણે જન્મે તો અંતર્મુહd. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ-અસંખ્યય પુદ્ગલ પરાવર્ત નામે કાળ. તેટલો કાળ ગ્રીવનો વ્યવચ્છેદ થાય. વનસ્પતિકાળ આ રીતે - કાળથી અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી અનંત લોક, અસંખ્ય પુગલ પરાવર્ત-આવલિકાનો અસંખ્યાત ભાગ પ્રમાણ. આ પ્રમાણે ધિક તિર્યંચ ી આદિ - X - કહેવા. કર્મભૂમિફોમને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંત કાળ-વનસ્પતિકાળ
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy