SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સવજીવ-૩/૩૮૫ સંયત અને સંયતાસંયત બંનેનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત છે. ૧૯૫ અસંયતમાં પહેલા બે માં અંતર નથી અને સાદિ સપર્યવસિતનું જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. ચોથાનું અંતર નથી. અલ્પબહુત્વ - સૌથી થોડાં સંચતાપંચત, સંયત અસંખ્યાતગણાં, નૌસંયતનોઅસંયતનો સંયતાયત અનંતગણાં, અસંયત અનંતગણા છે. આ ચતુર્વિધ જીવો કહહ્યા. વિવેચન-૩૮૫ : અથવા બીજા પ્રકારે સર્વે જીવો ચાર ભેદે કહ્યા છે - સંયત આદિ. તેમની કાયસ્થિતિ કહે છે – સંયતની જઘન્ય એક સમય, કેમકે સર્વવિરતિ પરિણામના બીજા જ સમયે કોઈનું મરણ પણ થઈ શકે. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. અસંયત ત્રણ પ્રકારે – અનાદિ અપર્યવસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં પહેલાંપ્રકારના અસંયત જે કદી સંયમ ન લે. બીજા પ્રકારના અસંયત સંયમ લેશે અને તે સંયમથી સિદ્ધિ પ્રાપ્ત કરશે. ત્રીજા પ્રકારના અસંયત તે છે જે સર્વ વિરતિ કે દેશ વિતિથી પરિભ્રષ્ટ છે. આ ત્રીજા ભેદ વાળા જઘન્યથી અંતર્મુહૂર્ત રહે છે, પછી ફરી સંચતત્વ પામી શકે. ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી - કાળથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્તરૂપ છે. સંયતાસંયતની જઘન્યથી અંતર્મુહૂર્ત છે. કેમકે આ સંયમની પ્રાપ્તિ ઘણાં ભાંગે થાય. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી, બાલ્યકાળમાં તેના અભાવથી દેશોનતા કહી. નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત તે સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે. હવે અંતર - સંયતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે. આટલા કાળના અસંયતત્વ પછી ફરી સંયત થઈ શકે. ઉત્કૃષ્ટ અનંતકાળ - અનંત ઉત્સર્પિણી અવસર્પિણી આદિ. અનાદિ અપર્યવસિત અસંયતને અંતર નથી. અનાદિ સપર્યવસિત અસંયતને પણ અંતર નથી. સાદિ સપર્યવસિત અસંયતનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી છે - ૪ - સંયતાસંયતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત - x - ઉત્કૃષ્ટી સંયત માફક જાણવું. નોસયંત-નોઅસંયત-નોસંયતાસંયત સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે માટે અંતર નથી. અલ્પબહુત્વ - સૌથી ચોડાં સંયત છે, કેમકે તે સંખ્યાત કોટાકોટી પ્રમાણ છે, તેનાથી સંયતાસંયત અસંખ્યાત ગણાં છે કેમકે અસંખ્યાત તિર્યંચ દેશવિરતિવાળા છે. તેનાથી ત્રિતયપ્રતિષેધ અનંતગુણ, તેનાથી અસંયત અનંતગુણ. મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૩-નો સટીકાનુવાદ પૂર્ણ ૧૯૬ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સર્વજીવ પ્રતિપત્તિ-૪-‘પંચવિધા’’ — — — x — x — — ૦ ચતુર્વિધ સર્વે જીવો કહ્યા, હવે પંચવિધ કહે છે – • સૂત્ર-૩૮૬,૩૮૭ : તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો પાંચ ભેદે કહ્યા છે, તેઓ આમ કહે છે – ક્રોધકપાસી, માનકપાસી, માયાકષાયી, લોભકપાસી અને અકષાયી. ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત તે જ રૂપે રહે છે. લોભકષાયી જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત તે જ રૂપે રહે. અકષાયી બે ભેદે પૂર્વવત્ કહેવા. ક્રોધ-માન-માયા કથાસીનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત છે. લોભકપાસીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ તમુહૂર્ત છે. અકષાયીનું અંતર પૂર્વવત્ અલ્પબહુત્વ [૩૮૭] અકષાયી સૌથી થોડાં, માનકષાયી અનંતગણાં, ક્રોધ-માયાલોભકષાયી ક્રમશઃ વિશેષાધિક જાણવા. • વિવેચન-૩૮૬,૩૮૭ : સર્વે જીવો પાંચ ભેદે કહે છે – ક્રોધકષાયી ઈત્યાદિ - ૪ - હવે કાયસ્થિતિ - ક્રોધ કષાયી જઘન્યથી અંતર્મુહૂર્ત. એ રીતે માન-માયા કષાયી કહેવા. લોભષાર્થી જઘન્યથી એક સમય. - ૪ - ૪ - અકષાયી બે ભેદે - સાદિ અપર્યવસિત તે કેવલી. સાદિ પર્યવસિત તે ઉપશાંતકષાયી. તે જઘન્યથી એક સમય - ૪ - ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત, ઉપશાંત મોહ ગુણસ્થાનક કાળ આ છે. બીજા કહે છે – જઘન્યથી પણ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્વ - ૪ - એવો વૃદ્ધવાદ છે. માત્ર જઘન્યથી ઉત્કૃષ્ટપદ વિશેષાધિક છે. લોભકષાયી જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. હવે અંતર કહે છે – ક્રોધકષાયીનું અંતર જઘન્ય એક સમય છે. - ૪ - ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. એ પ્રમાણે માન-માયા કાચી સૂત્રમાં પણ કહેવી. લોભકષાયીનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત - x - અકષાયીમાં સાદિ અપર્યવસિત છે, તેમાં અંતર નથી. સાદિ સપર્યવસિતને જઘન્ય અંતર્મુહૂર્ત - x - ઉત્કૃષ્ટ અનંતકાળ - ૪ - ૪ - અલ્પબહુત્વ વિચારણામાં સૌથી થોડાં અકપાસી, કેમકે સિદ્ધો જ અકષાયી છે. તેનાથી માનકષાયી અનંતગણાં છે. કેમકે નિગોદ જીવો અનંતગણાં છે. તેનાથી ક્રોધ-માયા-લોભ કષાયી ક્રમશઃ વિશેષાધિક છે. • સૂત્ર-૩૮૮ : અથવા સર્વે જીવો પાંચ ભેદે છે – નૈરયિક, લિચિયોનિક, મનુષ્ય, દેવ, સિદ્ધ. સંચિકણા અને અંતર પૂર્વે કહ્યા મુજબ. અપબહુત્વ - સૌથી થોડાં મનુષ્યો, નૈરસિક અસંખ્યાત ગણા, દેવો અસંખ્યાતગણાં, સિદ્ધો અનંતગણા, તિર્યંચો તેથી અનંતગણાં છે. આ પંચવિધા સર્વ જીવો કહ્યા.
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy