SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વીપ ૨૮૩ છે ? મૂળમાં કેટલો પહોળો છે? મધ્યે કેટલો પહોળો છે ? શિખરે કેટલો પહોળો છે? તેની અંદરની પરિધિ કેટલી છે? બહારની પરિધિ કેટલી છે? મદયમાં પરિધિ કેટલી છે? ઉપરની પરિધિ કેટલી છે? ગૌતમ! .... માનુણોતર પર્વત ૧૨૧ યોજન ઊંચો છે. ૪30 યોજન અને એક કોશ પૃવીમાં છે. મૂળમાં ૧૦રર યોજન પહોળો, મધ્યમાં ૩૩ યોજન પહોળો અને ઉપર ૪ર૪ યોજન પહોળો છે. પ્રસ્તીમાં તેની પરિધિ ૧,૨,૩૦,૨૪૯ યોજન છે. બાહ્ય ભાગમાં નીચેની પરિધિ ૧,ર,૩૬,૭૧૪ યોજના મધ્યમાં ૧,૪૨,૩૪,૮૩ યોજન, ઉપરની પરિધિ ૧,૪૨,૩૨,૯૩ર યોજનની છે. આ પર્વત મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો છે. તે ભીતમાં ઋણ, મધ્યમાં પ્રદાન અને બહાર દર્શનીય છે. આ પર્વત કંઈક બેઠેલો, સહનિલધાકરે, પર્વત અદ્ધ યવની રાશિના આકારે છે, સંપૂર્ણ જાંબૂનદમય, સ્વચ્છ, શ્લષ્ણ યાવતુ પ્રતિરૂપ છે. બંને પડખે બે પવરવેદિકા અને બે વનખંડોમી ચોતરફથી સપરિક્ષિપ્ત છે, વર્ણન કરવું. ભગવાન ! માનુષોત્તર પર્વતને માનુણોત્તર પવત કેમ કહે છે ? ગૌતમ માનુષેત્તર પતિની અંદર મનુષ્ય, ઉપર સુવણકુમાર દેવ, બહાર દો રહે છે. અથવા હે ગૌતમ 7 માનુષોત્તર પર્વતની બહાર મનુષ્યો કદી ગયા નથી, જતા નથી, જશે નહીં. માત્ર જંઘાચારણ-વિધાચારણ કે દેવે સંહરેલ જ જાય. તેથી હે. ગૌતમ / અથવા આ નામ યાવતુ નિત્ય છે. જ્યાં સુધી માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધી જ આ મનુષ્યલોક છે. જ્યાં સુધી વર્ક, વર્ષધર છે ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી ઘર છે, દુકાન છે ત્યાં સુધી આ લોક છે, જ્યાં સુધી આ ગામ ચાવતુ રાજધાની છે, ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી આરહંત, ચક્રવતી, બલદેવ, વાસુદેવ પતિવાસુદેવ, ચારણ, વિધાધર, શ્રમણ, શ્રમણી, શ્રાવક, અતિકા, પ્રકૃતિ ભદ્રક અને વિનિત મનુષ્યો છે ત્યાં સુધી લોક છે એમ કહેવાય છે. તથા જ્યાં સુધી સમય છે, આવલિકા છે, આનપાણ છે, તોક છે, લવ છે, મુહૂર્ત છે, દિવસ છે, અહોરાત્ર છે, પક્ષ છે, માસ છે, ઋતુ છે, અયન છે, સંવત્સર છે, યુગ છે, વાસાત-વાસસહસ-વાસલક્ષ છે, પૂર્વગ-પૂર્વ છે, ગુટિતાંગશુટિત છે. એ પ્રમાણે – પૂર્વ ગુટિત, અss, અવલ, હૂહૂક, ઉપલ, પા, નલિન, ચ્છિનિપુર, અમૃત, ચુત, મયુત, ચૂલિકા, શીપિલિકા યાવતું શlપહેલિકાંગ કે શીર્ષપહેલિકા પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળ છે ત્યાં સુધી મનુષ્યલોક છે, તેમ કહે છે. જ્યાં સુધી ભાદર વિધુકાય છે, બાદર સ્વનિત શબ્દ છે, ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી ઘણાં ઉદર મેઘ ઉત્પન્ન થાય છે, સંમૂર્શિત થાય છે, વષ વરસાવે છે. ત્યાં સુધી મનુષ્યલોક છે, જ્યાં સુધી ભાદર તેઉકાય છે ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી આકર, નદી, નિધિઓ છે, ત્યાં સુધી મનુષ્યલોક ૯૦ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ છે, જ્યાં સુધી અગડ, તળાવ છે ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્ર પરિવેષ-સૂર્ય પરિવેષ છે, પતિચંદ્ર-પ્રતિસૂર્ય છે, ઈન્દ્રધનુષ છે, ઉદકમસ્ય છે, કહિસિત છે, ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી ચંદ્ર-સૂર્યગ્રહ-નti-Mારારૂપ, અભિગમન-નિગમન-વૃદ્ધિ-નિવૃદ્ધિ, ચંદ્રની ગતિશીલતારૂપ સ્થિતિ કહેવાય છે. ત્યાં સુધી મનુષ્યલોક છે. • વિવેચન-૨૮૭ - માનુષોતર પર્વત કેટલો ઉંચો છે? ઈત્યાદિ પ્રશ્નો સૂત્રાનુસાર જાણવા. * * • x • ગૌતમ ! માનુષોતર પર્વત ૧૩૨૧ યોજન ઉંચો છે, ૪30 યોજન અને એક કોશ ઉંડો છે. મૂળમાં ૧૦૨૨ યોજન પહોળો છે, ઈત્યાદિ સૂગાર્ય મુજબ જાણવું. [અહીં નૃત્યર્થ પણ તે જ હોવાથી પુનરુક્તિ ટાળવા ફરી લખતા નથી.] અહીં સુગમાં મળે અને ઉપનું ગિરિપરિધિ પ્રમાણ કહ્યું તે બહિભગ ચાપેક્ષાએ જણવું. અત્યંતર છિન્નતંકતાથી મૂળમાં-મધ્યમાં અને ઉપર સર્વત્ર તુલ્ય પરિધિ પરિમાણ છે. મૂળમાં વિસ્તીર્ણ અતિપૃયુપણાથી, મધ્યમાં સંક્ષિપ્ત મધ્ય વિસ્તારત્વથી, ઉપર તનુ થોડા બાહલ્સના કારણે છે. વનીય - નયનમનોહારી. સિનિવાર - સિંહવત બેસે છે માટે સિંહનિષાદી, જેમ સીંહ આગલના બંને પગ ઉંચા કરી, પાછળ ખેંચે તે પાદયુગ્મ, સંકોચીને પાછળના ભાગે કંઈક લગાડીને બેસે છે. તથા બેસીને શિરપ્રદેશમાં ઉન્નત, પાછળના ભાગે નિમ્નતર ઈત્યાદિ રૂપે છે. અદ્ધ યુવરાશિની જેમ સંસ્થાન જેનું છે, તેના વડે સંસ્થિત. - x •X - X - ઈત્યાદિ. બંને પડખે અંત ભાગે અતિ મધ્ય ભાગે, એકૈક ભાવથી એટલે બે - પદાવદિકા અને વનખંડ વડે ચોતરફથી સંપૂર્ણપણે સંપરિવૃત છે. બંનેનું વર્ણન પૂર્વવત્ સમજવું. ' હવે નામનિમિત્ત જણાવે છે – માનુષોતર પર્વતને માનુષોત્તર પર્વત કેમ કહે છે ? ગૌતમ ! માનુણોત્તર પર્વત મધ્યમાં મનુષ્યો છે - x - તેથી માનુષોત્તર, અથવા માનુષોત્તર પર્વતને ઉલ્લંઘીને મનુષ્યો કદાપી ગયા નથી, જતા નથી, જશે નહીં ઈત્યાદિ • x • ઉંચો અને અલંઘનીય હોવાથી માનુષોત્તર. * * * હવે મનુષ્યલોક અહીં જ છે તે પ્રતિપાદન કરે છે - જ્યાં સુધી આ માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે, તેમ કહેવાય છે, પછી નહીં. જ્યાં સુધી થઈ • ભરતાદિ ક્ષત્ર, વર્ષઘર પર્વત-હિમવ આદિ છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. એ રીતે જ્યાં સુધી ગૃહ છે, ઘરમાં આગમન છે ત્યાં સુધી મનુષ્યલોક છે કેમકે ઘર આદિ મનુષ્યલોક સિવાય ન હોય. તથા ગામ, નગર ચાવત્ સન્નિવેશ છે ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી અરહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણો, સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા છે, પ્રકૃતિ ભદ્રક મનુષ્યો છે, ત્યાં સુધી મનુષ્યલોક છે. કેમકે અરહંતાદિ બીજે ન હોય. તથા ઉદાર મેઘ ઉત્પન્ન થાય, સમૂર્જી, વર્ષ વરસાવરે ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી ભારે ગર્જિત શબ્દ છે, અતિ મોટી વિધુત્ છે ત્યાં સુધી
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy