SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ દ્વીપ૦/૧૯૦ તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. વેદિકા અને વનખંડ બંનેનું વર્ણન કરવું. તે જંબૂપીઠની ચારે દિશામાં ચાર મિસોપાન પ્રતિરૂપક કહેલા છે. તે બધું પૂર્વવત્ ચાવતું તોરણ યાવત્ છx. તે જંબૂપીઠની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગપુક્ત હોય યાવત્ મણીનો સ્પર્શ પૂર્વવત તે બહુરામ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એક મોટી મસિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, મણીમયી, સ્વચ્છ, ગ્લજ્જ યાવત પ્રતિરૂપ છે. તે મણિપીઠિક ઉપર અહીં એક મોટું જંબ-સુદર્શના વૃક્ષ છે. તે આઠ યોજન ઉદd ઉચ્ચવણી, અયોજન ભૂમિમાં, બે યોજનનો સ્કંધ, આઠ યોજના પહોળ. છ યૌજન તેની શાખાઓ ફેલાયેલ છે, મધ્યમાં આઠ યોજન પહોળું છે. બધું મળીને આઠ યોજન કરતાં અધિક ઉંચુ છે. તેનું મૂળ વજમય, રજત સુપ્રતિષ્ઠિત વિડિમા એ રીતે ચૈત્યવૃક્ષ વર્ણન સમાન યાવત્ સર્વ રિટમય વિપુલ કંદ, વૈડૂર્ય રચિત સ્કંધ, સુજાત-વરાત-રૂપ પ્રથમ વિશાળ શાખા, વિવિધ મણિરત્નની વિવિધ શાખા-પ્રશાખા, વૈડૂર્યના પાન, તપનીય પબ-બિંટ, જંબૂનદકમૃદુ-સુકુમારૂવાલ-પલંબ અંકુર ધર, વિચિત્ર-મણિ-રતન-સુરભિકુસુમફળના ભારથી નમેલ શાખા યુક્ત, છાયા-પ્રભા-શ્રીક-ઉધોત સહિત, અધિક મનોનિવૃત્તિકર, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. • વિવેચન-૧0 - જંબૂદ્વીપના ઉત્તરકુરુમાં જંબૂ, જેનું બીજું નામ સુદર્શના છે, તે જંબૂસંબંધી જંબૂપીઠ નામની પીઠ ક્યાં કહી છે ? ગૌતમ!મેરુ પર્વતની ઈશાનમાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણથી ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં માલ્યવંત વાસ્કાર પર્વતની પશ્ચિમે શીતા મહાનદીના પૂર્વમાં ઉત્તરકુરના પૂર્વાર્ધમાં બહુમધ્યદેશ ભાગે આ અવકાશમાં જંબૂવૃક્ષની જંબૂપીઠ કહેલ છે. તે પoo યોજન લાંબી-પહોળી, ૧૫૮૧ યોજના પરિપથી છે. ઇત્યાદિ સૂત્રાર્થવતું. આ માટે નં ૨ કહી વૃત્તિકારશ્રીએ બે સંગ્રહણી ગાથા પણ મૂકી છે. તે જંબુપીઠ એક પાવર વેદિકા અને એક વનખંડથી ચારે દિશામાં સામાન્યપણે પરિવૃત્ત છે. વેદિકા-વનખંડ પૂર્વવતુ. તે જંબપીઠની ચારે દિશામાં એક-એક દિશામાં એકેક સોપાન પ્રતિરૂપક ભાવથી ચાર મિસોપાન પ્રતિરૂપક કહેલા છે. • x • તે સિસોપાન પ્રતિરૂપકોનું આ આવા સ્વરૂપે વર્ણન છે. વજમય નેમા અર્થાત્ ભૂમિથી ઉંચો જતો પ્રદેશ આદિ, જગતિ ઉપર વાવડી આદિ ગિસોપાન વકતવ્ય અવલંબન બાહા, તોરણો આદિ સુધી કહેવું. - જંબૂપીઠની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. તેને વિજયા રાજધાની ઉપકારિકાલયનવ મણીના સાર્ચ સુધી કહેવો. યાવતુ ત્યાં ઘણાં વ્યંતર દેવો-દેવીઓ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ બેસે છે, સુવે છે, વિચરે છે. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એક મોટી મણિપીઠિકા છે. તે આઠ યોજન લાંબી-પહોળી છે ઇત્યાદિ સ્ત્રાર્થવત્ કહેવું. તે મણિપીક્કિાની ઉપર બહુમધ્યદેશ ભાગમાં એક મોટી જંબુસુદર્શના કહેલ છે. તે આઠ યોજન ઉંચી, અદ્ધ યોજના જમીનમાં, બે યોજનનો સ્કંધ, છ યોજનાની ઉd નીકળેલ શાખા, ઈત્યાદિ - x • x • તે જંબૂના વજમય મૂળ, રજતમયી સુપ્રતિષ્ઠિત વિડિમા • * * રિસ્ટરનમય કંદ, વૈડૂર્યરત્નમય દીપ્યમાન સ્કંધ, મૂલવ્ય શુદ્ધ, પ્રધાન, જાત્યરૂપ મૂળભૂત વિશાળ શાખા, વિવિધ મણિ રત્નમય વિવિધ શાખા-પ્રશાખા, વૈડૂર્યરત્નમય પત્રો, તપનીય પ્રવૃત છે. બીજા મતે મૂળ શાખા સોનાની, પ્રશાખા રજતમય છે. જાંબુનદ સુવર્ણમય ક્ત વર્ણ, મનોજ્ઞ, સુકુમાર સ્પર્શવાળા જે પ્રવાલ - કંઈક ભાવને પામેલા, પ્રથમ ઉઘડતા એવા અંકુરો છે. પાઠાંતરથી જાંબૂનદ સુવર્ણમય લાલ, મૃદુ, સુકુમાર, મનોજ્ઞ પ્રવાલ-પલ્લવ અંકુર - યથોદિત સ્વરૂપ અપ્રશિખરોવાળા છે. વિચિત્ર મણિરત્નમય, સુરભી કુસુમ ફળોના ભારથી નમેલ શાખાવનું છે. આ અંગે વૃત્તિકારશ્રીએ બે ગાથાઓ પણ નોંધી છે. Hછાયા • શોભાના છાયા જેની છે તે. સાબT - શોભના પ્રભા જેવી છે તે. તેથી જ સશ્રીકા, સહઉધોત - મણિરત્નોના ઉધોતના ભાવથી સોદ્ધોત, fધક - અતિશય મનોનિવૃત્તિ કર, પ્રાસાદીય આદિ ચાર પદો પૂર્વવતું. • સુત્ર-૧૧ થી ૧૯૪ : [૧૯૧] જંબુ, બીજું નામ સુદર્શનની ચારે દિશામાં ચાર શાખા કહી છે. તે આ - પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં. તેમાં જે પૂર્વની શાખા છે, ત્યાં એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ, અદ્ધકોશ પહોળું, દેશોન કોશ ઉd ઉચ્ચવણી, અનેક સ્તંભ વર્ણન યાવત્ ભવનના દ્વાર પૂર્વવતુ. પ્રમાણપoo વિના ઉંચા, ૫o ધનજી પહોળા યાવતુ ભૂમિભાગ સુધી લટકતી વનમાળા, ઉલ્લોક, મણિીઠિકા-૫oo ધનુણની અને દેવશયનીય કહેવા. તેમાં જે દક્ષિણી શાખા, ત્યાં એક મોટું પ્રાસાદાવતુંસક કહેલ છે. તે એક કોશ ઉંચુ, અદ્ધ કોશ લાંબુ-પહોળું, અત્યંત ઉંચુ મધ્યમાં બહુમ મણીય ઉલ્લોક. તે બહુરામ મણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં સપરિવાર સિંહાસન કહેવું. તેમાં જે પશ્ચિમી શાખા છે, ત્યાં એક પ્રાસાદાવર્તસક કહેલ છે. પૂર્વવત્ પ્રમાણ, સપરિવાર સિંહસાન કહેવું.. તેમાં જે ઉત્તરની શાખા, અહીં એક મોટું પ્રાસાદાવતુંસક કહેલ છે, પ્રમાણ પૂર્વવતુ. સપરિવાર સીંહાસન કહેવું. તેમાં જે ઉપરની વિડિમા, ત્યાં એક મોટું સિદ્ધાયતન છે. તે એક કોશ લાંબુ, અદ્રકોશ પહોળું, દેશોન એક કોશ ઉંચુ, અનેકશd dભ સંનિવિષ્ટાદિ વર્ણન કરવું. તેને ત્રણ દિશામાં ત્રણ હારો ૫૦૦ ધનુષ ઉંચ, ૨૫o ધનુ પહોળા
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy