SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૩)દ્વીપ/૧૮૩ ૪૦ દ્રહમાં ત્યાં-ત્યાં નીલવણ ઉત્પલ યાવત્ શતસહસપો, નીલવંતપભાવાળા નીલવંતદ્વહકુમર રહે છે ઈત્યાદિ આલાવો યાવત્ નીલવંત પ્રહ કહેવાય છે. • વિવેચન-૧૮૭ : ભગવદ્ ! ઉત્તરકુરુમાં નીલવંત દ્રહ નામે દ્રહ ક્યાં કહેલ છે ? ગૌતમ ! યમક પર્વતના દક્ષિણ ચરમાંત પૂર્વે દક્ષિણ અભિમુખ ૮૩૪-*/ યોજન જઈને • તેટલું અપાંતરાલ છોડીને, આ અંતરમાં શીતા મહાનદીના બહુમધ્યદેશ ભાગમાં આ અવકાશમાં ઉત્તરસ્કરમાં નીલવંતદ્રહ નામે પ્રહ છે. તે ઉત્તરદક્ષિણ અવયયથી લાંબો, પૂર્વ-પશ્ચિમ અવયવથી પહોળો છે ઈત્યાદિ સુત્રાર્થવતું. મરજી ટિકવતુ બહાર નિર્મળ પ્રદેશ, Gણ-ગ્લણ પુદ્ગલ નિમપિત બહિદિશ. રૂપાના ફૂલ-કિનારાવાળો છે. ઈત્યાદિ વિશેષણ જગતી ઉપરની વાપી આદિવત્ કહેવા. તે નીલવંત દ્રહ શીતા મહાનદીના બંને પડખે બહાર રહેલ છે. તે તે રીતે બંને પડખે એકેક પરાવરવેદિકાથી અને બે વનખંડો વડે બધી દિશામાં સામરત્યથી પરિવરેલ છે. પરાવરવેદિકા અને વનખંડ વર્ણન પૂર્વવતુ. નીલવંત બ્રહના તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં પ્રતિવિશિષ્ટરૂપક સિસોપાન કહેલા છે. તે ઝિસોપાના પ્રતિપકની આગળ એક-એક તોરણ કહેલ છે. ઈત્યાદિ તોરણ વર્ણન પૂર્વવતું. તે નીલવંત દ્રહના બહુમધ્ય દેશ ભાગમાં એક મોટું પા કહ્યું છે. એક યોજના લાંબુ આદિ સૂગાર્યવત્ જાણવું. તે પાનું અનંતરજ કહેવાનાર સ્વરૂપનું વર્ણન કહેલ છે - વજમય મૂળ, પ્ટિરત્નમય કંદ, વૈડૂર્યરત્નમય નાલ, વૈડૂર્યરત મય બાહ્ય સ્ત્રો, નંબનદમય અત્યંતર પામો, ઈત્યાદિ તેની કર્ણિકા અદ્ધ યોજન લાંબી-પહોળી ઈત્યાદિ સુબાવતું. તે સ્વચ્છ, Gણ, ધૃષ્ટ, મૃઢ, નીરજ, પ્રતિપાદિ છે. તે કર્ણિકા ઉપર બહસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું વર્ણન વિજય રાજધાનીના ઉપકિાલયનની જેમ કહેવું. - x • તેના બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં અહીં એક મોટું ભવન કહેલ છે, તે એક કોશ લાંબુ છે ઈત્યાદિ સૂત્રાર્થવતું. તે વર્ણન વિજય રાજધાનીની સુધમસિભા માફક ત્યાં સુધી કહેવું - જ્યાં સુધી “દિવ્ય ગુટિત શબ્દ " છે. પછીના સૂરમાં સર્વરત્નમય, સ્વચ્છ-ગ્લણ-પૃષ્ટ-સૃષ્ટાદિ કહેવું. તે ભવનની ત્રણે દિશામાં - એક એક દિશામાં એક-એક દ્વાર ભાવથી ત્રણ દ્વાર કહેલા છે - પૂર્વ, ઉત્તર, દક્ષિણમાં. તે દ્વારો ૫૦૦ ધનુષ ઉંચા છે, ઇત્યાદિ સૂત્રાર્થવતું. તે દ્વારોનું વર્ણન વિજયદ્વારની માફક ત્યાં સુધી અવિશેષપણે જાણવું, ચાવતુ વનમાલા વક્તવ્યતાની પરિસમાપ્તિ થાય છે. * * * તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ-ભાગમાં મણિપીઠિકા કહી છે. તે ૫૦૦ ધનુષ્ય લાંબી-પહોળી છે ઈત્યાદિ પૂર્વવતુ. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવશયનીય કહેલ છે, વર્ણન પૂર્વવતુ. તે ભવન ઉપર આઠ-આઠ સ્વસ્તિક આદિ મંગલો છે ઈત્યાદિ. તે મૂલપા બીજા ૧૦૮ પડઘોથી પરિવૃત્ત છે. તે પડ્યોની ઉંચાઈ મૂળ પદાથી અડધી છે, તે આ રીતે - તે પદો પ્રત્યેક અદ્ધ યોજન લાંબા-પહોળા, એક જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ કોશ બાહરાણી, ઈત્યાદિ સૂગાર્ચવતુ જાણવું. તે પદોનું વર્ણન આવે છે - વજમય મૂળ, રિઠ રનમય કંદ, વૈર્યરત્નમય નાલ ઈત્યાદિ. તેની કર્ણિકા એક કોશ લાંબી-પહોળી, અર્ધકોશ જાડી, સર્વથા કનકમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે કર્ણિકા ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું વર્ણન પૂર્વવતુ. તે મૂળપદાની વાયવ્ય-ઉત્તરે-ઈશાને એ રીતે ત્રણ દિશામાં અહીં નીલવંત નાગકુમારેન્દ્ર નાગકુમારરાજના ૪૦૦૦ સામાનિકોને યોગ્ય ૪૦૦૦ પદો કહેલા છે. આ આલાવા માટે, જેમ વિજયદેવનો સિંહાસન પરિવાર કહ્યો, તેમ અહીં પણ પાપરિવાર કહેવો. તે આ રીતે – પૂર્વમાં ચાર અગ્રમહિષીને યોગ્ય ચાર મહાપરો, અગ્નિમાં અત્યંતર પર્પદાના ૮ooo દેવોના ૮ooo પદો, દક્ષિણમાં મધ્યમ પર્ષદાના ૧૦,૦૦૦ દેવોના ૧૦,ooo પદો, નૈઋત્યમાં બાહ્ય પદાના ૧૨.ooo દેવોના ૧૨,000 પરો, પશ્ચિમમાં સાત સેનાધિપતિના સાત મહાપો કહેલા છે. - પછી તેના બીજા પાપરિવેશની પાછળ ચાર દિશામાં ૧૬,000 આત્મરક્ષકોના ૧૬,000 પડ્યો - તે પૂર્વાદિ ચારે દિશામાં ચાર-ચાર હજાર જાણવા. મળપદાના બણા પઘ પરિવેપો થાય છે. બીજે પણ ત્રણ જ વિધમાન છે. તેના પ્રતિપાદનાર્થે કહે છે. - તે પરા બીજા અનંતરોક્ત પરિક્ષેપકિક વ્યતિરિક્ત ત્રણ પાપરિવેષોથી બધી દિશામાં સામાન્યથી સંપરિક્ષિત છે. તે આ રીતે અત્યંતર મધ્ય, બાહ્ય, અત્યંતર પડાપરિક્ષેપમાં સર્વ સંખ્યાથી બત્રીસ લાખ પડ્યો છે, મધ્ય પડાપરિક્ષેપમાં ચાલીશ લાખ પદો છે. બાહ્ય પદા પરિક્ષેપમાં ૪૮-લાખ પડ્યો છે. આ રીતે બધાં મળીને ૧,૨૦,૦૦૦ પદો થાય છે, તેમ મેં તથા બધાં તીર્થકરોએ કહેલ છે. • x - હવે નામના અવર્ય માટે પૃચ્છા-નીલવંત દ્રહ, નીલવંત દ્રહ કેમ કહેવાય છે ? ગૌતમ ! તે-તે દેશમાં-પ્રદેશમાં ઘણાં પદો ચાવતુ સહસાબો છે નીલવંત દ્રહ પ્રભાયુકત છે. નીલવંત પર્વતના જેવા વણથી અર્થાત્ નીલ છે નીલવંત નામે નાગકુમારેન્દ્ર, મહર્તિક આદિ ચમકદેવ વત્ કહેવું. ઉક્ત - x • x • કારણોથી તે નીલવંત દ્રહ કહેવાય છે. - X - X - નીલવંત દ્રહની રાજધાની વિષયક સૂત્ર પૂર્વવત અિહીં જુઓ • સૂત્ર-૧૮૮ : ભગવદ્ ! નીલવંતકુમારની નીલવંત રાજધાની ક્યાં છે ? ગૌતમ નીલવંત પર્વતની ઉત્તરમાં તીછા અસંખ્યાત દ્વીપજમુદ્ર ગયા પછી અન્ય જંબૂદ્વીપમાં છે. • વિવેચન-૧૮૯ : વિસાવમાં વૃત્તિમાં કોઈ આવું સૂત્ર નથી, પણ આમ હોવું જોઈએ તેવી કલ્પનાથી સંક્ષિપ્ત પાઠ ઉભો કરેલ છે.) • સૂત્ર-૧૮૯ : નીલવંત દ્રહની પૂર્વ-પશ્ચિમમાં દશ યોજન જતાં દશ-દશ કાંચન પર્વતો કહ્યા છે. તે કાંચન પર્વતો પ્રત્યેક ૧oo ઉંચા, પચીસ-પચીશ યોજન ભૂમિમાં છે. મૂળમાં ૧૦-૧oo યોજન પહોળા, મધ્યમાં ૩૫ યોજન લાંબા-પહોળા, ઉપષo યોજન પહોળા છે. મૂળમાં સાધિક ૩૧૬ યોજન પરિધિ, મધ્યમાં સાધિક ૨૨૭
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy