SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 3/દ્વીપ૰/૧૭૫ છે, જોનારના નેત્ર ચોટી જાય તેવી છે. સ્પર્શ સુખદ છે, સશ્રીકરૂપ છે, કંચનમણિ-રત્ન-પિકાગ્ર છે. વિવિધ પંચવર્ણી ઘંટા-પતાકાથી પ્રતિમંડિત શીખરો છે. તે સભા શ્વેત, મરીચિ કવચને છોડતી, લીલી-ચુનો દીધેલી, ગોશી-સરસ ૧૮૧ ક્ત ચંદનથી હાથના થાપા ભીંત ઉપર લગાવેલ છે, તેમાં ચંદન કળશ સ્થાપિત કરેલ છે, તેના દ્વાર ભાગ ઉપર ચંદનના કળશોથી તોરણ સુશોભિત કરાયેલ છે. ઉપરથી નીચે સુધી વિસ્તૃત, ગોળ, લટકતી એવી પુષ્પમાળાથી તે યુક્ત છે. પંચવર્ણી સરસ સુરભિ ફૂલોના પુંજથી તે સુશોભિત છે. કાળો અગ-શ્રેષ્ઠ કુરુક-તુકની ધૂપની ગંધથી તે મહેકી રહી છે. શ્રેષ્ઠ સુગંધી દ્રવ્યોની ગંધથી સુગંધી છે. સુગંધની ગુટિકા સમાન છે. અપ્સરાના સમુદાયથી વ્યાપ્ત દિવ્યવાધના શબ્દોથી નિનાદિત, સુરમ્ય, સર્વરત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ આ સુધર્માંસભા છે. તે સુધમસિભાની ત્રણ દિશામાં ત્રણ દ્વારો કહ્યા છે, તે દ્વારો પ્રત્યેક પ્રત્યેક બબ્બે યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, એક યોજન વિખુંભથી, તેટલું જ પ્રવેશથી છે. તે શ્વેત, શ્રેષ્ઠ સુવર્ણ સ્ફૂષિકાગ્ર યાતત્ વનમાળા દ્વારનું વર્ણન કરવું. તે દ્વારની આગળ મુખમંડપો કહ્યા છે. તે મુખમંડપો સાડા બાર યોજન લાંબા, સવા છ યોજન પહોળા, સાતિરેક બે યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. તે મુખ મંડપો અનેકશત સ્તંભ-સંનિવિષ્ટ છે યાવત્ ઉલ્લોક, ભૂમિભાગનું વર્ણન કરવું. તે મુખમંડપોની ઉપર પ્રત્યેક પ્રત્યેક આઠ આઠ મંગલો કહ્યા છે. તે આ રીતે – સૌવસ્તિક વત્ મત્સ્ય. તે મુખમંડપોની આગળ પ્રત્યેક પ્રત્યેક પ્રેક્ષાગૃહમંડપ કહેલ છે. તે પેક્ષાગૃહમંડપ સાડા બાર યોજન લાંબુ, યાવત્ બે યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી યાવત્ મણીના સ્પર્શ સુધી કહેવું. તેના બહુ મધ્યદેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક વજ્રમય અક્ષાટક કહેલ છે. તે વજ્રમય અાટકના બહુ મધ્યદેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક મણિપીઠિકા કહેલ છે. તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી અને અર્ધયોજન બાહલ્સથી છે. સર્વ મણિમયી, સ્વચ્છ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેક સીંહાસન કહેલ છે. સીંહાસન વર્ણન યાવત્ દામ, પરિવાર કહેવું. તે પ્રેક્ષાગૃહમંડપની ઉપર આઠ-આઠ મંગલ, ધ્વજો, છત્રાતિછત્રો છે. તે પ્રેક્ષાગૃહમંડપની આગળ ત્રણ દિશામાં ત્રણ મણિપીઠિકા છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી અને એક યોજન બાહલ્યથી સર્વ મણિમય યાવત્ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેક ચૈત્યસ્તૂપ કહેલ છે. તે ચૈત્ય સ્તૂપો બે યોજન લાંબા-પહોળા, સાતિરેક બે યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. તે શ્વેત, શંખ-અંક-કુદ-જલકણ-અમૃતમથિતફિણના પુંજ સમાન, સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે ચૈત્ય સ્તૂપની ઉપર આઠ-આઠ મંગલકો, ઘણાં કૃષ્ણચામર ધ્વજો, છાતિછત્ર કહેલા છે. જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તે ચૈત્યસ્તૂપની ચારે દિશામાં પ્રત્યેક પ્રત્યેક ચાર મણિપીઠિકાઓ કહી છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી, અર્ધયોજન બાહાથી છે. સર્વ મણીમી છે. ૧૮૨ તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેકમાં ચાર જિન – અરિહંત પ્રતિમા, જિનોોધ પ્રમાણ માત્ર, પર્લ્સકાસને બેઠેલી, સ્તૂપ અભિમુખ સન્નિવિષ્ટ રહેલી હતી. તે આ પ્રમાણે ઋષભ, વમાન, ચંદ્રાનાં, વાષિણ. - તે ચૈત્યપની આગળ ત્રણ દિશામાં પ્રત્યેક પ્રત્યેક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા બબ્બે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહાથી, સર્વ મણીમચ્છી, સ્વચ્છ, લક્ષ્ણ, લષ્ટ, ધૃષ્ટ, સૃષ્ટ, નિષ્પક, નીરજ યાવત્ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર પ્રત્યેક-પ્રત્યેક ચૈત્યવૃક્ષ છે. તે ચૈત્યવૃક્ષ આહ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, અર્ધયોજન ઉદ્દેધથી, બે યોજન સ્કંધ છે - તે સ્કંધનો વિખુંભ અર્ધયોજન છે છ યોજન વિડિમા, બહુમધ્યદેશ ભાગે આઠ [અધી યોજન લાંબી-પહોળી છે. તે સર્વાથી સાતિરેક આઠ યોજન કહેલ છે. તે ચૈત્યવૃક્ષનું વર્ણન આ પ્રમાણે કહે છે તેનું મૂળ વમય છે, રજત સુપ્રતિષ્ઠિત વિડિમા, રિષ્ટમય વિપુલ કંદ, સ્કંધ વૈડૂર્ય રત્નમય અને રુચિર છે. મૂળભૂત વિશાળ શાખા શુદ્ધ અને શ્રેષ્ઠ સ્વની છે. વિવિધ શાખા-પ્રશાખા વિવિધ મણિરત્નની છે, પાંદડા વૈસૂર્ય રત્નના છે, પાંદડાના વૃંત તપનીય સુવર્ણના - છે. જાંબુનદ સુવર્ણ સમાન લાલ, મૃદુ, સુકુમાર, પ્રવાલ અને પલ્લવ તથા પહેલા ઉગનાર અંકુરોને ધારણ કરનારા છે. તેના શિખર તથાવિધ પ્રવાલ પલ્લવ અંકુરોથી સુશોભિત છે. તે ચૈત્ય વૃક્ષોની શાખા વિચિત્ર મણિરત્ન, સુગંધી ફૂલ, ફળના ભારથી ઝુકેલી છે. તે ચૈત્યવૃક્ષ સુંદર છાયા-પ્રભા-કિરણ-ઉધોતથી યુક્ત છે, અમૃતરસ સમાન ફળોનો રસ છે. તે નેત્ર અને મનને અત્યંત તૃપ્તિદાયી, પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ છે. તે ચૈત્યવૃક્ષ બીજા ઘણાં તિલક, લવંગ છોપગ શિક્ષિ, સપ્તપર્ણ, દધિપણું, લોઘ, ધવ, ચંદન, નીપ, કુટજ, કદંબ, પના, તાલ, તમાલ, પિયાલ, પ્રિયંગુ, પારાત, રાજવૃક્ષ અને નંદિવૃક્ષોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે તિલક યાવત્ નંદિવૃક્ષ મૂલવાળા, કંદ વાળા યાવત્ સુરમ્ય છે. તે તિલક યાવત્ નંદિવૃક્ષ બીજી ઘણી પાલતા યાવત્ શ્યામલતાથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પાલતા યાવત્ શ્યામલતા નિત્ય કુસુમિત યાવત્ પ્રતિરૂપ છે. તે ચૈત્યવૃક્ષોની ઉપર ઘણાં આઠ-આઠ મંગલો, ધ્વજ અને છત્રાતિછત્રો છે. તે ચૈત્યવૃક્ષોની આગળ ત્રણ દિશામાં ત્રણ મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા એક યોજન લંબાઈ-પહોળાઈથી અને અડધી યોજન બાહલ્યથી છે. તે સર્વે મણીમયી, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક પ્રત્યેક મહેન્દ્રધ્વજ છે. તે સાડા સાત યોજન ઉર્ધ્વ-ઉચ્ચત્વથી, અર્ધકોશ ઉદ્વેધ,
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy