SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ BJદ્વીપ /૧૩૪ ૧૯ આક્રમણ રહિત અર્થાત અપાંતરાલ છોડીને. ચાર વનખંડો કહ્યા છે. તે જ વનખંડોને નામથી દિશા ભેદથી દશવિ છે. અશોક વૃક્ષ પ્રધાન વન તે અશોકવન. એ પ્રમાણે સપ્તપર્ણવન, ચંપકવત, ચૂતવન પણ જાણવું. - x - તે વનખંડ સાતિરેક ૧૨,000 યોજન લંબાઈથી અને ૫૦૦ યોજન વિઠંભથી પ્રત્યેક કહ્યા છે, પ્રત્યેક પ્રકારથી ઘેરાયેલ છે. વળી તે વનખંડો કેવા છે? પાવર વેદિકા, બાહા વનખંડ સુધી તે વિશેષણો કહેવા. ત્યાં ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ ચાવત વિચરે છે. તે વનખંડોના બહુ મધ્ય દેશ ભાગે પ્રત્યેક પ્રાસાદાવતંસકો કહ્યા છે. તે પ્રાસાદાવતંસકો ઇશા યોજન ઉર્વ ઉચ્ચત્વથી અને ૩૧ી યોજના વિકંભથી છે અભ્યર્ગતo'' ઈત્યાદિ પ્રાસાદાવાંસકોનું વર્ણન સંપૂર્ણ, સપરિવાર પ્રત્યેક સિંહાસન સુધી કહેવું. તે વનખંડોમાં પ્રત્યેકમાં એકૈક દેવ ભાવથી ચાર દેવો મહર્તિક, મહધુતિક, મહાબલ, મહાયશ, મહાસૌખ્ય, મહાનુભાવ એવા પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે આ પ્રમાણે – અશોકવનમાં અશોક, સપ્તપર્ણ વનમાં સપ્તપર્ણ, ચંપકવનમાં ચંપક, ચૂતવનમાં ચૂત. તે અશોકાદિ દેવો, તે વનખંડના પોતાના પ્રાસાદાવતંતકના પોત-પોતાની હજારો સામાનિકો, પોત-પોતાની સપરિવાર અગ્રમહિષી, પોત-પોતાની પર્ષદા ઈત્યાદિનું આધિપત્ય કરતાં વિચરે છે. વિજયા રાજધાનીનો અંદરનો બહુસમરમણીય ભૂમિભાગ કહ્યો છે. તેનું - જેમ કોઈ આલિંગપુકર” ઈત્યાદિ “વર્ણન પૂર્વવત્ સંપૂર્ણ મણીના સ્પર્શ સુધી કહેવું. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં અહીં એક મોટું ઉપકારિકાલયન કહેલ છે. રાજધાની સ્વામીના પ્રાસાદાવર્તનકાદિને ઉપકાર કરે છે અથવા ઉપકારીકા એટલે પ્રાસાદાવતંસકાદિની પીઠિકા. અન્યત્ર આ ઉપકાક પ્રસિદ્ધ છે. આ ઉપકારિકાલયનવતું ઉપકારિકલયન છે. તે ૧૨00 યોજન લાંબુ-પહોળું, ઈત્યાદિ સૂગાવત જાણવું. - x • તે સંપૂર્ણ જાંબૂનદમય છે, “સ્વચ્છ” ઈત્યાદિ વિશેષણ પૂર્વવત્ જાણવા. તે ઉપકાસ્કિાલયના એક પાવરવેદિકાથી, તેના પછી એક વનખંડથી બધી દિશામાં, સામત્યથી પરીવરેલ છે. બંનેનું વર્ણન પૂર્વવત્ કહેવું. ત્યાં ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે, સુવે છે વાવ વિચરે છે. તે ઉપકારિકાલયનની ચારે દિશામાં એક-એક દિશામાં એકૈક ભાવથી ચાર કિસોપાનપતિરૂપક - પ્રતિવિશિષ્ટરૂપ કિસોપાન કહે છે. વર્ણન પૂર્વવત્ કહેવું. તે ગિસોપાન પ્રતિરૂપકોની આગળ પ્રત્યેક-પ્રત્યેકને તોરણ કહેલ છે, તેનું વર્ણન પૂર્વવત્. તે ઉપકાઠિાલયનની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. * * * ભૂમિભાગ વર્ણન પૂર્વવત્ મણીના સ્પર્શ સુધી કહેવું. તે બહુસમરમણીય ભૂમિભાગના ૧૮૦ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ બહમધ્ય દેશભાગે અહીં એક મહાન મૂલ પ્રાસાદાવતંસક કહેલ છે. તે ૬Tી યોજના ઉધઈ ઉચ્ચત્વથી છે. ૩૧ી યોજન લંબાઈ-પહોળાઈથી છે. - x • તેનું વર્ણન, મધ્યમાં ભૂમિભાગ વર્ણન, સિંહાસન વર્ણન, બાકીના ભદ્રાસનો, તેના પરિવાર ભૂત વિજયદ્વાર બહાર રહેલ પ્રાસાદવત્ કહેવું. તે મૂલ પ્રાસાદાવતંતકના બહુમધ્ય દેશભાગે અહીં એક મણિપીઠિકા કહી છે, તે એક યોજન લાંબી-પહોળી, અર્ધયોજન બાહલ્યથી છે. તે સંપૂર્ણ મણિમયી છે. શેષ વિશેષણ પૂર્વવત. તે મણિપીઠિકાની ઉપર અહીં એક મોટું સિંહાસન કહેલ છે. તે સિંહાસનના પરિવારભૂત બીજા ભદ્રાસનો પૂર્વવત્ કહેવા. તે મૂલ પ્રાસાદાવતંક બીજા ચાર મૂલપ્રાસાદાવતુંસકતી ચોતફથી ઘેરાયેલ છે. તે પ્રાસાદો, મૂલ પ્રાસાદથી અદ્ધ ઉચ્ચત્વ પ્રમાણવાળા છે. બાકી સૂત્રાર્થ મુજબ છે. તે પ્રાસાદાવાંસકોના બહુમધ્ય દેશભાગે એક-એકમાં સિંહાસન કહેલ છે, તે સિંહાસનનું વર્ણન પૂર્વવત્ છે. વિશેષ એ કે સિંહાસનોમાં શેષ-બાકીનાને પરિવારભૂત ન કહેવા. તે પ્રાસાદાવતંસકો બીજા ચાર પ્રાસાદાવાંસકોથી ઘેરાયેલા છે. તે પૂર્વના પ્રાસાદ કરતા અદ્ધ ઉચ્ચત્વ પ્રમાણથી છે ઈત્યાદિ સૂગાર્યવતું. તેથી તે મૂલ પ્રાસાદની અપેક્ષાએ ચતુર્થ ભાગ માત્ર પ્રમાણથી થશે. - x • x - આ પ્રાસાદાવતંસકો પણ તેનાથી અદ્ધ ઉચ્ચત્ત પ્રમાણ માત્ર - અનંતરોકત પ્રાસાદાવતંસકોથી અડધી ઉંચાઈવાળા બીજા ચાર પ્રાસાદાવતંસકોથી પરિવરેલ છે. સ્વરૂપાદિ વર્ણન અનંતર પ્રાસાદવત્ કહેવું. તે પ્રાસાદાવતંસકો પણ તેનાથી અદ્ધ ઉચ્ચવવાળા બીજા ચાર પ્રાસાદાવતંસકોથી ઘેરાયેલ છે, અથd તે પ્રાસાદાવાંસકો. મૂળ પ્રાસાદાવતંકની અપેક્ષાએ સોળમાં ભાગ પ્રમાણ છે. તેનું લંબાઈ આદિ પ્રમાણ સૂકાર્યવ જાણવું. તેનું સ્વરૂપ વર્ણન, મધ્ય ભૂમિભાગ વર્ણન, ઉલ્લોક વર્ણન સિંહાસનનું પરિવાર વર્જિત વર્ણન પૂર્વવતું. • સૂત્ર-૧૫ - તે મૂલ પ્રાસાદાવર્તાસકની ઉત્તરપૂર્વમાં અહીં વિજય દેવની સુધમસિભા કહી છે. તે પૈસા યોજન લાંબી, ૬. યોજન પહોળી અને નવ યોજન ઉd ઉચ્ચત્તથી છે. અનેકશત સ્તંભ સંનિવિષ્ટ છે. અભ્યગત સુકૃત્ વજવેદિકા શ્રેષ્ઠ તોરણ ઉપર રતિદાયી શાલભંજિકા, સુશ્લિષ્ટ-વિશિષ્ટ-લષ્ટસંસ્થિત-પ્રશdવૈર્ય-વિમલ સ્તંભ છે. વિવિધ મણિ-કનક-રન ખચિત ઉજ્જવલ-ભહસમસુવિભક્ત-ચિત્ર-વિચિત રમણીય કુમિતલ, ઈહામૃગ-વૃષભ-અશ્વ-નર-મગરવિહગ-વ્યાલક-કિર-રસરભ-ચમકુંજર-qનલતા-પાલતા આદિના ોિ [d સભામાં છે તેના સ્તંભો ઉપર વજ વેદિકાથી પરિંગત હોવાથી અભિરામ - રમ્ય લાગે છે. સમશ્રેણીના વિધાધરોના યુગલોના મંત્રોના પ્રભાવે આ સભા હજારો કિરણોથી પ્રભાસિત છે. [આ સભા) હજારો રૂપકોથી યુક્ત છે. તે દીપ્યમાન છે, વિશેષ દીપ્યમાન
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy