SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વીપ/૧૬૪ ૧૫૧ ૧૫ર જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ x • x • મણિકમિતલ-મણિબદ્ધભૂમિતલ x • મ નમાઇr - વેગ વડે જતા અભિઘયમાન, કલાર - મનોજ્ઞ, કાન-મનને સુખકારી ચોતરફથી શબ્દો નીકળે છે. શું તે મણી અને તૃણોનો શબ્દ આવો હોય છે ? ભગવંતે કહ્યું - ના, આ અર્થ સમર્થ નથી. ફરી ગૌતમે કહ્યું - સવારે કે સાંજે દેવતાની આગળ જે વગાડવા માટે સ્થપાય છે, તે મંગલપાઠિકા તાલ અભાવે પણ વગાડે છે માટે વિતાન કહ્યું. વૈતાલિકી-વીણા. જેમાં મૂઈના થાય તે મૂર્ણિતા, ગાંધાર સ્વર અંતર્ગત, સાતમી મૂઈના, અર્થાત્ ગાંધારસ્વરની સાતમી મૂછના તે આ રીતે - નંદી, બુદ્ધિમા, પૂરિમા, શુદ્ધ ગંધારા, ઉત્તર ગંધાર, સૂમોત્તરયામા, સાતમી મૂઈના તે ઉત્તમંદા જાણવી. મૂઈના કયા સ્વરૂપની છે ? આ સાત મૂઈના એટલા માટે સાર્થક છે કે આ ગાનારા અને સાંભળનારાને અન્ય-અન્ય સ્વરોથી વિશિષ્ટ થઈને મૂર્ણિત જેવા કરી દે છે. ગાંધાર સ્વર અંતર્ગતુ મૂછનાની વચ્ચે ઉત્તરમંદા નામે મૂછના જ્યારે અતિ પ્રકનિ પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે શ્રોતાજનોને મૂર્ણિત જેવા બનાવી દે છે. એટલું જ નહીં પણ સ્વર વિશેષોને કરતો ગાયક પણ મૂર્જિત સમાન થઈ જાય છે. આવી ઉત્તરમંદા મૂઈનાથી યુક્ત વીણાનો જેવો શબ્દ નીકળે છે, શું એવો શબ્દ તે વૃણ અને મણીઓનો છે ? ત્યારે ભગવંતે કહ્યું - ના, આ સ્વસ્થી પણ અધિક ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર તે તૃણ-મણીનો શબ્દ હોય છે. ફરી ગૌતમસ્વામી ત્રીજી ઉપમા કહે છે – ભગવન! જેવા કિંમર, લિંપુર, મહોણ કે ગંધર્વનો, જે ભદ્રશાલવન, નંદનવન, સોમનસેવન, પંડકવનમાં સ્થિત હોય કે હિમવંત-મલય-મંદર પર્વતની ગુફામાં બેઠા હોય, એક સ્થાને એકત્રિત થયેલ હોય, એકબીજાની સમક્ષ બેઠા હોય, એ રીતે બેઠા હોય કે કોઈને બીજાના રગડવાથી બાધા ન હોય, પોતાને પણ કોઈ પોતાના ચાંગથી બાધા ન પહોંચતી હોય, જેના શરીર હર્ષિત હોય, જે આનંદથી કીડા રવામાં રત હોય, ગીતમાં જેની રતિ હોય, નાટ્યાદિ દ્વારા જેમનું મન હર્ષિત થઈ રહ્યું હોય એવા ગંધર્વોના આઠ પ્રકારના ગેયથી તથા આગળ કહેલ ગેયના ગુણો સહિત અને દોષો હિત તાલ અને લયથી યુક્ત ગીતોના ગાવાથી જે સ્વર નીકળે છે, તેવો શું આ તૃણ અને મણીનો શબ્દ છે ? ગેય આઠ પ્રકારે હોય છે – (૧) ગધ - જે સ્વર સંચારથી ગવાય છે. (૨) પધ • જે જીંદાદિરૂપ છે, (3) કશ્ય-કથાત્મકગીત, (૪) પદબદ્ધ-જે એકાક્ષાદિ રૂપ હોય, (૫) પાદબદ્ધ - શ્લોકના ચતુર્થ ભાગરૂપે હોય, (૬) ઉક્ષિત - જો પહેલા આરંભ કરેલ હોય, (9) પ્રવર્તક - પહેલા આરંભથી ઉપર આક્ષેપપૂર્વક થનાર, (૮) મંદાક-મધ્ય ભાગમાં સકલ મઈનાદિ ગુણોપેત તથા મંદ-મંદ સ્વરથી સંચરિત હોય. - આ આઠ પ્રકારનું ગેય રોચિતાવસાન વાળા હોય. અર્થાત્ જે ગીતનો અંત રુચિકર રીતે ધીમે - ધીમે થતો હોય, તથા જે સપ્તસ્વરોથી યુક્ત હોય, તથા જે સપ્તસ્વરોથી યુક્ત હોય, ગેયના સાત સ્વર આ રીતે - પ૪, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નૈષાદ, આ સાત સ્વર છે. આ સાત સ્વર પુરુષ કે સ્ત્રીના નાભિ દેશથી નીકળે છે. કહ્યું છે કે – 'HHHYT નાનો: અટરસ સંપયુક્ત - તે ગેય, શૃંગારાદિ આઠ સયુક્ત છે. પદ્દોષ વિપયુક્ત - તે ગેય છ દોષોથી રહિત હોય છે તે છ દોષ આ પ્રકારે છે - ભીત, કુત, ઉપિચ્છ, ઉત્તાલ, કાકવર અને અનુનાસ. આ ગેયના છ દોષ છે. એકાદશ ગુણાલંકાર - પૂર્વોની અંતર્ગત સ્વરપ્રાકૃતમાં ગેયના અગિયાર ગુણોનું વિસ્તારથી વર્ણન છે. વર્તમાનમાં પૂર્વી વિચ્છિન્ન છે, તેથી આંશિક રૂપોમાં પૂવથી નીકળેલ જે ભરત, વિશાખિલ આદિ ગેય શાસ્ત્ર છે - તેનાથી જાણવું. અષ્ટગુણોપેત - ગેયના આઠ ગુણ આ પ્રકારે છે – (૧) પૂર્ણ - જે સ્વર કલાઓથી પરિપૂર્ણ હોય, (૨) રક્ત-રાગથી અનુક્ત થઈને જે ગવાય. (૩) અલંકૃત • પરસ્પર વિશેષરૂપ સ્વરથી જે ગવાય. (૪) વ્યક્ત - જેમાં અક્ષર અને સ્વર સ્પષ્ટ રૂપે ગવાય (૫) અવિપુષ્ટ - જે વિસ્વર અને આક્રોશ યુક્ત ન હોય, (૬) મધુર - જે મધુર સ્વરે ગવાય. (૩) સમ-જે તાલ, વંશ, સ્વર આદિ સાથે મેળ ખાતું હોવું ગવાય. (૮) સુલલિત - જે શ્રેષ્ઠ ધોલના પ્રકારથી શ્રોમેન્દ્રિયને સુખદ લાગે એ રીતે ગવાય. આ ગેયના આઠ ગુણ છે. જુનંત વંશવદરમ્ - જે વાંસળીમાં ત્રણ મધુર અવાજથી ગવાયેલ હોય એવું ગેય. રત્ત - રાગથી અનુરક્ત ગેય. ત્રિસ્થાનVIભુદ્ધ - જે ગેય ઉર, કંઠ, મસ્તક આ ત્રણ સ્થાનોથી શુદ્ધ હોય અર્થાત્ ઉર અને કંઠ ગ્લેમવર્જિત હોય અને મસ્તક વ્યાકુલિત હોય. આવું ગેય બિસ્થાનકરણશુદ્ધ હોય છે. જવાહરજુનંતર્વાતંતીસુસંપત્તિ - જે ગામમાં એક બાજુ વાંસળી વગાડાતી હોય અને બીજી બાજુ વીણા વગાડાતી હોય, આ બંનેના સ્વરથી જે ગાન અવિરુદ્ધ હોય અર્થાત્ તે બંનેના સ્વરોથી મળતું એવું જે ગવાઈ રહ્યું હોય. તાનસુસંપ્રયુ - હાથની તાલીઓથી સાથે સુસંવાદી ગવાતું હોય છે. એ રીતે તાલ, લય, વીણાદિના સ્વર સાથે સંવાદી એવું ગવાતું ગેય તે તાતણપ નથHપ્રભુ પ્રભુસંધ્રપુf, મોદર - મનને હરનારું ગેય. સE - તાલ વંશ સ્વરાદિ સમનુગત. મૃરિભિતપદ સંચાર - મૃદુ સ્વરચી યુક્ત પણ નિષ્ફર નહીં. જેમાં સ્વરઅક્ષરોમાં અર્થાત્ ધોલના સ્વર વિશેષમાં સંચરી સગમાં અતી પ્રતિભાસે તે પદ સંચાર રિભિત કહેવાય છે. મૃદુરિભિત પદોમાં ગેય નિબદ્ધમાં સંચાર જે ગેયમાં છે તે મૃદુરિભિતપદ સંચાર. સુર - શ્રોતાઓને આનંદ દેનાર ગેય. મુર્તિ - અંગોના સુંદર હાવભાવથી યુક્ત ગેય. વર વાયુરૂપ - વિશિષ્ટ સુંદર રૂપવાળું ગેય. ઉચ્ચ - પ્રધાન નૃત્ય ગેય ગાન અનસાર ધ્વનિમાનુને જેવા શબ્દો અતિ મનોહર થાય, કંઈક એવા સ્વરૂપના તૃણો અને મણીઓનો શબ્દ હોય ? ત્યારે ભગવંતે કહ્યું - હા, આવા શબ્દો હોય.
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy