SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ 3/દ્વીપ॰/૧૬૪ તેમાં જે નીલ મણી-તૃણો છે, તેનું આવું વર્ણન કહ્યું છે – જેમ કોઈ શૃંગ - કીટક વિશેષ, વૃંળપત્ર - ભંગ નામક કીટ વિશેષની પાંખ, શુ - પોપટ, શુપિચ્છ - પોપટની પાંખ, ચાપ - પક્ષિ વિશેષ, નીલીભેદ - નીલીનો છેદ, ગુલિકા-ગુટિકા. શ્યામા - ધાન્ય વિશેષ. ઉમાંતગ-દંતરાગ, હલધર-બળદેવ તે નીલ હોય છે. કેમકે તથા સ્વભાવત્વથી બળદેવ નીલવસ્ત્ર ધારણ કરે છે. - ૪ - ઈન્દ્રનીલાદિ રત્ન વિશેષ ૧૪૯ છે. ઝંખનશિા - વનસ્પતિ વિશેષ નીલોત્પલ-કુવલય. તેના જેવો નીલવર્ણ ? ઈત્યાદિ પૂર્વવત્. તેમાં જે લોહિત મણિ-તૃણ છે, તેનું વર્ણન કહે છે – ઉરભ-ઘેટું તેનું લોહી, વરાહ-શૂકર, મહિષ-ભેંસ, બાકીના રુધિર કરતાં લોહિતવર્ણ ઉત્કટ હોવાથી તે ઉપમાનું ઉપાદાન કર્યુ. વાતેન્દ્ર ગોપન્ન - સધ જન્મેલ ઈન્દ્રગોપક. તે જ પ્રવૃદ્ધ થઈ કંઈક પાંડુક્ત થાય છે, તેથી ‘બાલ' ગ્રહણ કર્યુ છે. ઈન્દ્રગોપક - પહેલી વર્ષામાં થયેલ કીટ વિશેષ, વાત્તવિવાર - પહેલો ઉગેલો સૂર્ય, સંધ્યાભ્રરાગ - વર્ષામાં સંધ્યા સમયે થનાર અભરાગ, ગુંજા-ચણોઠી, તેનો અર્ધભાગ, તે અતિ લાલ હોય છે, અર્ધો અતિ કૃષ્ણ. તેથી ગુંજાદ્ધ ગ્રહણ કર્યુ. શિલાપ્રવાલ-પ્રવાલ નામે રત્ન, તે જ રત્નવિશેષનું પ્રવાલ નામે અંકુર, તે પ્રથમ ઉદ્ગતપણે અત્યંત રક્ત હોય છે, તેથી તે ઉપમા લીધી. લોહિતાક્ષમણિ પણ એક રત્ન છે. શેષ પૂર્વવત્. તેમાં જે હરિદ્ર [પીળા] મણિ અને તૃણો છે, તેનું આવા સ્વરૂપનું વર્ણન છે. જેમકે - ચંપ - સામાન્યથી સુવર્ણચંપક વૃક્ષ. ચંપકછલ્લી-સુવર્ણ ચંપકત્વમ્, ચંપકભેદ - સુવર્ણચંપકનો ટુકડો. કામેય - હળદરનો ટુકડો હરિદ્વગુલિકા - હરિદ્રાસારની બનેલ ગોળી. હરિતાલ-પૃથ્વી વિકારરૂપ - ૪ - x - ત્રિપુર - રાગ દ્રવ્ય વિશેષ, ચિકુરાંગરાગ - ચિકુર સંયોગ નિમિત વસ્ત્રાદિમાં રાગ. વરકનક-જાત્યસુવર્ણ. વરપુરુષવાસુદેવ, તેનું વસ્ત્ર, તે પીળું જ હોય છે. માટે તે ઉપમા લીધી. કૂષ્માંડીકુસુમ - પુષ્પફલી કુસુમ, કોરંટક-પુષ્પની એક જાતિ વિશેષ, તેની માળા. આ રીતે બીજા પુષ્પો પણ સૂત્રમાં કહ્યા મુજબ જાણવા. સુરિયન - વનસ્પતિ વિશેષ, શ્રીય એક વૃક્ષ છે. - ૪ - શું આવો વર્ણ હોય ઈત્યાદિ પૂર્વવત્. તે તૃણ મણીમાં જે સફેદ વર્ણના છે, તેનું વર્ણન-જેમ કોઈ અં - રત્ન વિશેષ. શંખ-ચંદ્ર-કુમુદ આદિ ઉપમા પ્રસિદ્ધ છે. ચંદ્રાયની - તળાવ આદિમાં જળમધ્યે પ્રતિબિંબિત ચંદ્ર પંક્તિ. સારઈસબલાહગ - શરદઋતુમાં થનાર મેઘ. ધંતધોયરુપપ અગ્નિના સંપર્કથી નિર્મળ કરેલ, રાખાદિથી ખરડેલ હાથે સંમાર્જન વડે અતિ શિત કરાયેલ રજતપટ અથવા અગ્નિ સંયોગથી શોધિત એવો રૂપ્ય. શાલિ પિષ્ટરાશિ • ચોખાના લોટનો ઢગલો. સુક છેવાડિયા તેમાં છેવદિ - વાલ આદિની શીંગ, તે કોઈ દેશવિશેષમાં સુકાયા પછી શ્વેત થાય છે, માટે તેની ઉપમા આપી. પેન્નુમિનિયારૂ - મોરપીંછ, તેના મધ્યવર્તી મિંજા, તે અતિ શુક્લ હોય છે. વિસ - પદ્મિની કંદ, મુળાન - પદ્મતંતુ. આ બધાં જેવા શ્વેત છે શું? ઈત્યાદિ પ્રાવત્. જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ હવે ગંધ સ્વરૂપને પ્રતિપાદન કરવા કહે છે – તે મણી અને તૃણોની કેવી ગંધ કહી છે ? “જેવી ગંધ આ પદાર્થોમાંથી નીકળે છે તે'' – એ સંબંધ જોડવો. જોઇ • ગંધ દ્રવ્ય, તેની પુટ તાર - એ ગંધ દ્રવ્ય છે. ઘોવા - ગંધ દ્રવ્ય છે. ી - વીરણીમૂલ, સ્નાન યોગ્ય મલ્લિકા વિશેષ. અનુવાત - સુંઘનાર કોઈ પુરુષને અનુકૂલ વાયુ વાય ત્યારે, વિદ્યમાન - ઉઘાડતાં, નિવિદ્યમાન - અતિશય ભેદતા, પુટ વડે પરિમિત જે કોષ્ઠાદિગંધ દ્રવ્યો, તે પણ પરિમેય પરિમાણ ઉપચારથી કોષ્ઠપુટ કહેવાય છે તેમને ખલ આદિમાં કૂટતા, લક્ષ્ય ખંડ કરાતા. - x - છરી આદિ વડે કોષ્ઠાદિ પુટ કે કોષ્ઠાદિ દ્રવ્યોના નાના-નાના ટુકડા કરાતા, અહીં-તહીં વિખેરાતા, પરિભોગને માટે ઉપયોગ કરાતા, પાસે રહેનારને થોડોક ભાગ આપતા, એક સ્થાન કે એક ભાજનમાંથી બીજા સ્થાને કે બીજા ભાજનમાં લઈ જવાતા ઉદાર ગંધ પ્રસરે છે. તે ૧૫૦ અમનોજ્ઞ પણ હોઈ શકે, તેથી કહે છે મનોજ્ઞ - મનને અનુકૂળ. તે મનોજ્ઞત્વ કઈ રીતે ? મનોહર-મનને હરે છે. મનોહરત્વ કઈ રીતે ? ઘ્રાણ અને મનને સુખકારી. એ પ્રમાણે બધી દિશામાં, સામસ્ત્યથી ગંધ સંઘનારની સન્મુખ નીકળે છે. - X - તે મણી અને તૃણોનો કેવો સ્પર્શ કહ્યો છે ? ગૌતમ ! જેમકે - નિન - ચર્મમય વસ્ત્ર, ઘૂર - વનસ્પતિ વિશેષ, નવનીત-માખણ, વાતળુમુનવત્તરામી - તુરંતના કાળના ઉગેલ જે કુમુદપત્રો, તેનો ઢગલો. શું આવો સ્પર્શ છે ? ઈત્યાદિ પૂર્વવત્. તે તૃણોને પૂર્વાદિ વાયુ વડે મંદ-મંદ કંપિત, વિશેષ કંપિત, આ જ પર્યાય શબ્દથી કહે છે – કંપિત, અહીં-તહીં વિક્ષિપ્ત, સ્પંદિત, પરસ્પર ઘર્ષણથી સંઘટ્ટિત. ક્ષોભિત-સ્વસ્થાનથી ચલિત સ્વસ્થાનથી ચાલન કઈ રીતે ? પ્રાબલ્યથી પ્રેરિત કરીને, કેવા શબ્દો કહે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! જેમ કોઈ શિબિકા કે રથાદિ હોય. તેમાં શિબિકા-કંપાનવિશેષરૂપે ઉપરથી આચ્છાદિત કોષ્ઠ આકારે હોય છે. વીર્ય - જંપાન વિશેષ, પુરુષને સ્વપ્રમાણ અવકાશદાયી તે સ્કંદમાનિકા. આ બંનેને પુરુષો ઉપાડીને ચાલે ત્યારે લઘુ હેમ ઘંટિકાદિના ચલનવશથી [શબ્દો થાય તેમ] જાણવું. ‘સ્થ’ શબ્દથી અહીં સંગ્રામ રથ જાણવો, ક્રીડારથ નહીં, કેમકે તેને આગળના વિશેષણો અસંભવ છે. - ૪ - તે ચના વિશેષણો કહે છે – ધ્વજ, છત્ર સહિત, બંને પડખાને અવલંબીને મોટા પ્રમાણની ઘંટાયુક્ત, પતાકા સહિત, વોરણયુક્ત, બાર વાજિંત્ર નિનાદ રૂપ સનંદિઘોષ, ક્ષુદ્ર ઘંટિકા સહિત, જે હેમમય માળાનો સમૂહ, બધી દિશામાં બાહ્ય પ્રદેશોમાં વ્યાપ્ત. તથા હિમવત્ પર્વતમાં થનાર મનોહારી ચિત્રોપેત તિનિશ કાષ્ઠ સંબંધી કનક નિયુક્ત કાષ્ઠ જેનું છે તે દૈમવત ચિત્રવિચિત્રટૈનિશકનક નિયુક્ત દારુ [કાષ્ઠ]. * X + X - નાનાયક - લોઢું મુક્ષુ - અતિશય, તેમ - યંત્રની બાહ્ય પરિધિ, આરા ઉપર ફલક ચક્રવાલનું કર્મ જેમાં તે. આાળ - ગુણો વડે વ્યાપ્ત. વર્ - પ્રધાન, સુછુ - અતિશય સમ્યક્, પ્રદ્યુĪ - જોડેલ. સારથી કર્મમાં જે કુશલ નર, તેઓની મધ્યે અતિશય છે - દક્ષ સારથી, તેણે સારી રીતે ગ્રહણ કરેલ. - X - x - x - ત - કવચ, કંકટ સહિત તે સકંકટ, ચાપ સહિત તે રાચાય. - ૪ -
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy