SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 3/દેવ/૧૬૦ છે હવે જ્યોતિકોને કહે છે છે. – X - X - X - X – • સૂત્ર-૧૬૦ - ભગવાન ! જ્યોતિક દેવોના વિમાનો ક્યાં કહેલા છે ? ભગવાન ! જ્યોતિષ દેવો જ્યાં વસે છે ? ગૌતમ દ્વીપ સમુદ્રોથી ઉપર, રતનપભા પૃવીના બહુરામરમણીય ભૂમિ ભાગથી 90 યોજન ઉપર ગયા પછી ૧૧૦ યોજન પ્રમાણ ઉંચાઈરૂપ ક્ષેત્રમાં તિછf જ્યોતિક દેવોના અસંખ્યાત લાખ વિમાનાવાસ કહા છે. તે વિમાનો અદ્ધ કપિચ્છક સંસ્થાન સંસ્થિત છે. એ રીતે થાનપદમાં કહ્યા મુજબ ચાવતું ત્યાં ચંદ્ર અને સૂર્ય જ્યોતિન્દ્ર, જ્યોતિષરાજ નિવાસ કરે છે. તેઓ મહર્તિક યાવતું ભોગ ભોગવતા વિચરે છે. - ભગવાન ! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ સૂર્યની કેટલી પર્ષદાઓ કહી છે ? ગૌતમ ! ત્રણ પર્ષદા - તુંબા, કુટિતા, પેલ્યા. અત્યંતકિા-તુંબા, મધ્યમિકાત્રુટિતા, બાહા-પ્રેત્યા. બાકી બધું “કાલ' ઈન્દ્ર મુજબ જાણવું. પરિમાણ અને સ્થિતિ પણ તેમજ જાણતા. બાકી બધું ‘ચમર*વતુ જાણવું. ચંદ્ર વિશે પણ તેમજ કહેવું. • વિવેચન-૧૬૦ : જ્યોતિક દેવોના વિમાનો ક્યાં કહ્યા છે ? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિ ભાગથી ચકને ઉપલક્ષીને ૯૦ યોજના ઉંચે-બુદ્ધિ વડે જઈને ૧૧૦ યોજન બાહામાં તિછ અસંખ્યાત યોજન કોટાકોટી પ્રમાણ જયોતિર્વિષયમાં આ પ્રદેશમાં જ્યોતિક દેવોના તિછ અસંખ્યાત લાખ જ્યોતિક વિમાનો છે, તેમ મેં અને બાકીના તીર્થકરોએ પણ કહ્યું છે. તે વિમાનો અદ્ધ કપિત્થ સંસ્થાન સંસ્થિત છે. અહીં આક્ષેપ-પરિહાર ચંદ્રપ્રજ્ઞપ્તિટીકા, સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકા અને સંગ્રહણીટીકામાં બતાવેલ છે, ત્યાંથી અવધારવા. સર્વ સ્ફટિકમય. જેમ પ્રજ્ઞાપના સૂત્રમાં ‘સ્થાન' નામક બીજા પદમાં ચંદ્ર-સૂર્ય સુધી કહેલ છે, તેમ કહેવું. ઈત્યાદિ આ પ્રમાણે - અભ્યદ્ગત ઉચિત પ્રહસિત એવા વિવિધ મણિ-કનક રત્ન વડે ચિત્રિત, વાયુથી ઉડતી વિજય વૈજયંતી પતાકા, છત્રાતિછત્ર યુક્ત, તુંગ, ગગનતલને સ્પર્શતા શિખરોવાળા છે. તેની જાળીઓમાં રત્ન જડેલ છે, તે વિમાન આચ્છાદન ખસેડ્યા પછી પ્રગટ થયેલ વસ્તુ માફક ચમકદાર છે. તે મણિ અને રત્નોની સ્તુપિકાથી યુક્ત છે તેમાં શતપત્ર અને પુંડરીક કમળ ખીલેલા છે. તિલકો અને રનમય અર્ધચંદ્રોથી તે ચિત્ર-વિચિત્ર છે, વિવિધ મણિમયમાલા વડે સુશોભિત છે. અંદર અને બહારથી સ્નિગ્ધ છે. તેના પ્રતટ સોનાની રુચિર રેતીવાળા છે. તે સુખદ સ્પર્શવાળા, શ્રીસંપન્ન, સુરૂપ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. અહીં જ્યોતિક વિમાનો છે. અહીં જયોતિક દેવો વસે છે, તે આ - ગુરુ, ૧૩૬ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર ચંદ્ર, સૂર્ય, શુક, શનૈશ્ચર, રાહુ, ધૂમકેતુ, મંગળ. આ દેવો તપેલા સુવર્ણ સમાન કનકવર્તી છે તથા જ્યોતિક ક્ષેત્રમાં વિચરતા, ગતિરતિક, અઠ્ઠાવીસ ભેદે નba દેવગણો, વિવિધ સંસ્થાન સંસ્થિત અને પંચવર્ણી તારાઓ સ્થિત લેશ્ય, સંચાર કરનાર, અવિશ્રામ મંડલ ગતિ યક્ત, પોતાના નામાંકિત ચિહ્નધારીઓ ત્યાં વસે છે. તેઓ ત્યાં પોત-પોતાના લાખો વિમાનો, હજારો સામાનિકો, સપરિવાર અગ્રમહિષી, પર્ષદા, સૈન્ય, સૈન્યાધિપતિ, આત્મરક્ષક દેવો આદિનું આધિપત્યાદિ કરતાં ચાવત્ વિચરે છે. અહીં બે મહર્તિક જ્યોતિષેન્દ્ર, જ્યોતિરાજ ચંદ્ર અને સૂર્ય વસે છે. તેઓ ત્યાં પોતપોતાના લાખો વિમાનો, ચાર-ચાર હજાર સામાનિકો, સપરિવાર ચાર-ચાર હજાર સામાનિકો, સપરિવાર ચાર-ચાર અગ્રમહિષી ઈત્યાદિનું આધિપત્યાદિ કરતાં વિચારે છે. અહીં પ્રખ્યાત - સર્વથા આભિમુખ્યથી ગયેલ * * * * * * * વાતો દ્વતા • વાયુ વડે કંપિત, વિનય - અભ્યદય સૂચિકા વૈજયંતી નામક પતાકા અથવા વિજય એ વૈજયંતીની પાર્શ્વકર્ણિકા કહેવાય છે - x • ઉપરી-ઉપરી સ્થિત છો વડે યુક્ત તંગ-ઉચ્ચ, ગગનતલ-આકાશતલ, * * * * * * * રૂપિકા-શિખર, - ૪ - x • તિનૌ • ભિંત આદિમાં રહેલ પંડ, અને રનમય અર્ધચંદ્ર. - X - X • ગ્લણમકૃણ, તપનીય-સુવર્ણ વિશેષ, તેનાથી યુક્ત રુધિર વાલુકા-રેતી, પ્રતટ-પ્રતર તથા સુખ કે શુભ સંયુક્ત. ગુરુ-ચંદ્ર-સૂર્ય આદિ ગ્રહો કંઈક સુવર્ણ વણી છે. જ્યોતિ ચકમાં જે ચાર ચરે છે, તે બાહ્ય દ્વીપ સમુદ્રમાં છે તે અગતિરતિક છે. જે ૨૮-નક્ષત્ર દેવગણો છે, તે બધાં પણ વિવિધ સંસ્થાન સંસ્થિત છે. તારાઓ પંચવર્ણી છે. આ બધાં અવસ્થિત તેજલેશ્યાવાળા છે, ચાર સ્વ હોવાથી અવિશ્રામ મંડલ ગતિક છે. બધાં પોત-પોતાના નામથી અંકિત ચિહ્ન મુકુટવાળા છે. ચંદ્રના સ્વમુગટમાં ચંદ્રમંડલ લાંછન, સૂર્યમાં સૂર્યમંડલ, ગ્રહમાં ગ્રહમંડલ, નગમાં મંડલ છે. પર્ષદા નિરૂપણાર્થે કહે છે – જ્યોતિકેન્દ્ર સૂર્યની કેટલી પર્ષદા છે ? ત્રણ – તુંબા, ગુટિકા, પ્રેત્યા ઈત્યાદિ પૂર્વવત્. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૩-માં દેવાધિકારનો સટીકાનુવાદ પૂર્ણ
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy