SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/દેવ/૧૫૬ ૧૨૭ છે – સમિતા, ચંડા, પાયા ઈત્યાદિ ? ગૌતમ! અસુરાજ આસુરેન્દ્ર ચમરની અભ્યતર દિશાના દેવો બોલાવાતા જલ્દી આવે છે, બોલાવ્યા વિના નહીં, મધ્યમ પદાના દેવો બોલાવતા પણ આવે, ન બોલાવતા પણ આવે છે. બાહ્ય દાના દેવો ન બોલાવા છતાં જલ્દી આવે છે. ગૌતમ! બીજું એ કે - આસુરેન્દ્ર આસુરાજ ચમર કોઈ ઊંચ-નીચ કુટુંબ કાર્ય ઉત્પન્ન થતાં અત્યંતર દા સાથે વિચારણા કરે છે, તેમની સંમતિ લે છે. મધ્યમ પર્ષદાને પોતે નિશ્ચિત કરેલ કાર્યની સૂચના આપીને તેમને સ્પષ્ટતા સહિત કારણાદિ સમજાવે છે, બાહ્ય દાને આજ્ઞા આપતા વિચરે છે. તેથી હે ગૌતમ! એમ કહેવાય છે કે સુરેન્દ્ર અસુરરાજ ચમરની ત્રણ પેદા છે. ઈત્યાદિ - ૮ - ૪ - • વિવેચન-૧૫૬ : અસુરકુમાર રાજ સુરેન્દ્ર ચમરની ત્રણ પર્ષદા છે. * * * તેમાં આવ્યંતર પર્ષદા ‘સમિતા’ નામે છે. મધ્યમિકા ‘ચંડા” નામે અને બાહ્યા “જાતા' નામે છે. ચમરેન્દ્રની અત્યંતર-મધ્યમ અને બાહ્ય પર્ષદામાં કેટલા-કેટલા દેવો છે? ઈત્યાદિ પ્રશ્નો અને તેના ઉત્તરો વૃત્તિકારે નોંધ્યા તે સૂત્રાર્થ મુજબ જ છે. •x• x • એ પ્રમાણે જ ત્રણે પર્ષદાના દેવો અને દેવીની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તર પણ વૃત્તિકારશ્રીએ નોધેલ છે. જે સૂકાર્યમાં લખ્યા પ્રમાણે હોવાથી અહીં પુનરુક્તિ કરી નથી. જો કે વૃત્તિકારશ્રી નોંધે છે કે - જો કે અહીં ઘણાં વાંચના ભેદો છે, તેથી સૂગ અક્ષરનું જ વિવરણ કર્યું છે. • • હવે અત્યંતરિકાદિના વ્યપદેશનું કારણ કહે છે - અમરેન્દ્રની ત્રણ પર્ષદા સમિતાચંડા-જાતા આદિ કેમ કહેવાય છે ? - ૪ - અત્યંતર પર્ષદાના દેવો વાહિતા - બોલાવતા, - શીઘ આવે છે. મધ્યાહન • ન બોલાવેલા નહીં. આના દ્વારા તેમનું ગૌરવ કહ્યું. મધ્યમ પર્ષદાના દેવો બોલાવતા પણ આવે, ન બોલાવતા પણ આવે. કેમકે મધ્યમપતિપત્તિ વિષય છે. બાહ્ય પર્ષદાના દેવો ન બોલાવવા છતાં જલ્દી આવે છે. કેમકે તેઓ એવા ગૌરવને યોગ્ય નથી. વળી શોભન-અશોભન કૌટુંબિક કાર્યોમાં અત્યંતર પર્ષદા સાથે સંમતિ-સંપનુબહલથી વિચરે છે. અહીં સંમતિ-ઉત્તમ મત્તિ વડે, સંપ્રશ્ન-પર્યાલોચન બહલ. જે અત્યંતર પર્ષદા સાથે જે પર્યાલોચના કરી તે કર્તવ્યપણે માધ્યમિક ૫ર્મદા સાથે કર્તવ્યપણે નિશ્ચિત કરે છે. - x - બાહ્ય પર્ષદા-જે અત્યંતર પર્ષદા સાથે પર્યાલોચન કરેલ છે, મધ્યમા સાથે ગુણદોષ પ્રપંચ કથનની વિસ્તારેલ છે તેને બાહ્ય પર્વદા આજ્ઞા પ્રધાન થઈને અવશ્ય કર્તવ્યપણે નિરૂપતા રહે છે. જેમકે તમારે આ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી. આ રીતે એકાંત ગૌસ્વને યોગ્ય છે, જેની સાથે ઉત્તમ મતિવથી સ્વ૫ કાર્ય પણ પ્રથમથી પર્યાલોચે છે, તે ગૌરવ વિષયમાં પર્યાલોચનામાં અત્યંત અત્યંતર વર્તે છે તેથી અત્યંતર, * * * પછી જે પર્યાલોચનાના મધ્યમ ભાણે વર્તે છે, તે મધ્યમિકા અને જે ગૌરવને યોગ્ય નથી - X - X - જેને માત્ર આદેશ અપાય છે તે ગૌસ્વને ૧૨૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) અયોગ્ય અને પરલોચનાના બાહ્ય ભાગે વર્તે છે, તે બાહ્ય. હવે -x - ઉપસંહાર કરે છે. જે સમિતા-ચંડા-જાતા નામો છે, તે બીજા કારણે છે. તે કારણો બીજા ગ્રંથોથી જાણવા. અહીં વૃત્તિકાર શ્રી સંગ્રહણી ગાથા નોંધે છે, જેમાં પર્ષદાના દેવાદિની સંખ્યા કહી છે. • સૂત્ર-૧૫૭ : ભગવન! ઉત્તર દિશાના અસુકુમારના ભવનો ક્યાં કહ્યા છે? ‘ાનપદ' અનુસાર “બલી' સુધી કહેવું. અહીં વૈરોચનેન્દ્ર સ્વરોચનરાજ બલિ નિવાસ કરે છે, યાવતુ વિચરે છે. ભગવન વૈરોગનેન્દ્ર વૈરોચન રાજ બલિની કેટલી પર્વદા કહી છે ? ગૌતમાં ત્રણ-સમિતા, ચંડા, જયા. અભ્યતરિકા-સમિતા, મધ્યમિકો-ચંડા, બાહ્ય-જાયા. રોગનેન્દ્ર વૈરોચનરાજ બલિની અત્યંતર પપદાના કેટલા હજાર દેવો છે ? મધ્યમાં પદાના કેટલા હજાર દેવો છે? યાવતુ બાહ્ય પર્ષદાની કેટલી સો. દેવીઓ છે ? ગૌતમ વૈરોયનેન્દ્ર બલિની અત્યંતર પર્ષદાના ૨૦,ooo દેવો છે, મધ્યમાં પદિાના ર૪,ooo દેવો છે, બાહ્ય પર્મદાના ૨૮,ooo દેવો છે. દેવીઓ અષ્ણુતર પદામાં ૪પ, મયમાં પદમાં ૪oo, બાહ્ય પદામાં ૩૫o હેલી છે. બલિની સ્થિતિની પ્રચછા યાવતુ બાહ્ય પર્મદાની દેવીની કેટલી કાળની સ્થિતિ છે ? ગૌતમ વૈરોગનેન્દ્ર બલિની અત્યંતર પર્ષદાના દેવોની સાડા ત્રણ પલ્યોપમ, મધ્યમ પર્મદાની ત્રણ પલ્યોપમ, બાહ્ય પર્ષદાની અઢી પલ્યોપમ સ્થિતિ કહી છે. દેવીઓમાં અત્યંતર પર્ષદાની અઢી પલ્યોપમ, મધ્યમા પNEાની બે પલ્યોપમ અને બાહ્ય પાર્ષદાની દોઢ પલ્યોપમ સ્થિતિ કહી છે, શેષ કથન અસુરકુમાર રાજ અસુરેન્દ્ર ચમર મુજબ જાણવું. • વિવેચન-૧૫૩ : ભગવત્ : ઉત્તર દિશાના અસુરકુમારના ભવનો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના બીજા ‘સ્થાન’ પદમાં કહ્યા મુજબ છે. -x - તે આ પ્રમાણે - ઉત્તરીય સુરકુમારો ક્યાં વસે છે ? ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે આ ૧,૮૦,ooo યોજના રત્નપ્રભા પૃથ્વીના ઉપર-નીચેના એક-એક હજાર યોજન વર્જીને મધ્યના ૧,૭૮,૦૦૦ યોજનમાં આ ઉત્તર દિશાના અસુરકુમાર દેવોના ત્રીસ લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી વૃત, અંદરથી ચોરસ, બાકી દક્ષિણ દિશા મુજબ કહેવું. અહીં બલીન્દ્ર વસે છે. તે કાળા, મહાનલ સદેશ ચાવત્ પ્રભાસે છે. તે ત્યાં ત્રીસ લાખ ભવનોમાં ૬૦,૦૦૦ સામાનિક ચાવતુ ૨,૪૦,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા પણ ઉત્તર દિશાના અસુરકુમાર દેવો અને દેવીઓનું આધિપત્ય કરતા યાવતું વિચારે છે. બધું પૂર્વવતું. હવે પર્ષદા નિરૂપણાર્થે સૂગ છે, બધું પૂર્વવતું. માત્ર અહીં દેવ-દેવીની સંખ્યા
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy