SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૬૫,૬૬ ૧૩૯ જાઓ. ત્યાં સુધી મારા હાથ ન છેદશો યાવતું મારી ન નાંખશો. ત્યાં સુધીમાં હું મારા મિત્ર, જ્ઞાતિ, નિજક, વજન, સંબંધી, પરિજનને એમ કહ્યું કે - દેવાનપિયો નિશે પાપ કર્મોન આચરીને હું આવા પ્રકારની આપતિમાં પડેલો છું તો હે દેવાનપિયો ! તમે કોઈ પાપકર્મ આચરશો નહીં, જેથી તમારે આ પ્રકારની આપત્તિની પ્રાપ્તિ થાય, જેવી મને થઈ છે. તો હે પ્રદેશી ! શું ક્ષણ માત્ર મારે પણ તે પુરુષની વાત તું માનીશ ? :- ના, તે અર્થ સમર્થ નથી. કેમકે તે પુરષ અપરાધી છે. - એ પ્રમાણે જ હે પ્રદેશી ! તારા દાદા પણ છે, જેઓ આ જ સેવિયા નગરીમાં અધાર્મિક યાવત્ સગફ કરભરવૃત્તિ પ્રવર્તતા ન હતા. તે અમારી વકતવ્યતા મુજબ ઘણાં પાસ કરીને યાવતુ નરકે ઉપજ્યા છે. હું તે દાદાનો ઈષ્ટ, કાંત યાવત દુર્લભ પૌત્ર છો. જો કે તે જલ્દી મનુષ્ય લોકમાં આવવા ઈચ્છે છે, પણ ત્યાંથી આવવામાં સમર્થ નથી. કેમકે હે પ્રદેશી ! તાલ નક્કમાં નાક ઉત્પન્ન જીવ શીઘ જ ચાર કારણોથી મનુષ્યલોકમાં આવવા ઈચ્છે તો પણ ત્યાંથી આવી શકતા નથી. (૧) નરકમાં તકાળ ઉત્પન્ન નૈરયિક ત્યાંની અત્યંત તીવ વેદના વેદતા • () નકમાં તકાળ ઉતપન્ન નૈરાચિક નકલો દ્વારા વારંવાર તાડિતાદિ કરતા - - - (૩) નકમાં તત્કાળ ઉત્પન્ન નૈરયિક નકવેદનીયકર્મ અક્ષણઆવેદિત-અનિજીર્ણ હોવાથી . . . (૪) એ રીતે નરકાયુષ કર્મ અક્ષણઆવેદિત-અનિર્જિણ હોવાથી .[આ ચાર કારણે નારકી જીવ મનુષ્ય લોકમાં આવવાની ઈચ્છા રાખવા છતાં આવી શકતો નથી. હે પ્રદેશી ! આ કારણે તે શ્રદ્ધા ર કે જીવ માન્ય છે, શરીર અન્ય છે. પણ જીવ એ જ શરીર થી.. ]િ ત્યારે તે પ્રદેશ રાજાએ કેશ કુમારશ્રમણને આમ કહ્યું - ભkત! આ બુદ્ધિ-ઉપમા છે કે કારણે આવતા નથી. ભદત! નિચે મારા દાદી હતા, તે ધાર્મિક યાવત્ વૃત્તિ કરતાં શ્રાવિકા હતા, જીવાજીવના જ્ઞાતા હતા. બધું વર્ણન કરવું ચાવતુ આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તે આપની વકતવ્યતા મુજબ ઘણું જ પુન્ય ઉપાર્જ-સંચય કરી કાળમાસે કાળ કરી કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા છે. તે દાદીને હું ઈસ્ટ, કાંત ચાવત દુર્લભ પૌત્ર હતો. તેથી જે તે દાદી અહીં આવીને મને કહે કે – હે પૌત્ર નિશે હું તારી દાદી, આ જ સેવીયા નગરીમાં ઘાર્મિક યાવત્ વૃત્તિ કરતી શ્રાવિકા યાવતું વિચરતી હતી. ત્યારે મેં ઘણું પુન્ય સંચિત કરી - ઉપાજીને વાવ4 દેવલોકમાં ઉત્પન્ન થઈ, તો હે પૌત્ર! તું પણ ધાર્મિક થઈને યાવત્ વિચર, તો તે પણ આ ઘણાં જ પુન્યના સંચય - ઉપાર્જનથી યાવતું દેવલોકમાં ઉત્પન્ન થઈશ. તો જયારે મારી દાદી આવીને મને કહેશે, તો હું શ્રદ્ધા, પ્રીતિ, રુચિ કરીશ ૧૪૦ રાજામ્બીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ કે જીવ અન્ય છે . શરીર અન્ય છે. જીવ એ જ શરીર નથી, જે તે મારી દાદી આવીને આમ નહીં કહે તો “જીવ એ જ શરીર છે, પણ જીવ અને શરીર જુદા નથી, તે મારી પ્રતિજ્ઞા યોગ્ય જ છે. ત્યારે કેશી કુમાર શ્રમણે પ્રદેશ રાજાને આમ કહ્યું - હે દેશી ! તું સ્નાન, ભલિકમ, કૌતુકમંગલ પ્રાયશ્ચિત્ત કરી, ભીની ધોતી પહેરી, હાથમાં ભંગાર ધૂપ કડછો લઈને દેવકુળમાં પ્રવેશ કરતો હો, તે સમયે કોઈ પુરુષ વિષ્ટાગૃહમાં રહીને એમ કહે કે – હે સ્વામી ! મુહૂર્ત માત્ર અહીં બેસો, ઉભો, નિજધા કરો, વણ વતન કરો તો તે પ્રદેશી ! તું ક્ષણવાર માટે પણ આ વૃત્તાંત સ્વીકારીશ ? ના, તે ન સ્વીકારે. - કેમ? :- ભkતા તે સ્થાન આશુચિ અને અશુચિ વસ્તુથી ભરેલ છે. આ પ્રમાણે છેપ્રદેશી ! તારી દાદી પણ આ જ સેયવિયા નગરીમાં ધાર્મિક વાવ વિચરતી હતી. તેણી મારી વકતવ્યતા મુજબ ચાવતું સ્વર્ગે ઉત્પન્ન થાય. તે દાદીનો તું પૌત્ર ઈસ્ટ આદિ પૌત્ર છો. તે મનુષ્યલોકમાં જલ્દી આવવા ઈચ્છે તો પણ આવી ન શકે. હે પ્રદેશી ! ચાર કારણે તુરંતનો ઉત્પન્ન દેવ, દેવલોકથી મનુષ્ય લોકમાં આવવા ઈછે, તો પણ આવી શકતો નથી. – (૧) અભિનવ ઉત્પન્ન દેવ દેવલોકમાં દિવ્ય કામભોગમાં મૂર્ણિત, વૃદ્ધ, ગ્રથિત, અત્યાસક્ત થઈ, તેઓ માનુષી ભોગોનો આદર કરતા નથી કે જાણતા નથી તેથી ઈચ્છવા છતાં મનુષ્યલોકમાં આવી શકતા નથી. () અભિનવ ઉત્પન્ન દેવ દેવલોકમાં દિવ્ય કામભોગમાં મૂર્ષિત યાવતું અત્યાકત થઈ, તેને માનુષી પ્રેમ નષ્ટ થાય છે. દિવ્ય પ્રેમ સંક્રાંત થાય છે. તેથી યાવતુ અહીં આવી શકતો નથી. a) અભિનવ ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગમાં મૂર્ણિત યાવતુ અત્યાસક્ત હોય, તેને એમ થાય કે હમણાં જઈશ, મુહૂર્તમાં જઈશ, તેટલામાં અહીં અલાયુક મનુષ્યો કાળધર્મને પામે છે, તેથી () આભિનવ ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગમાં રાવતુ અત્યાસક્ત હોય, તેને માનુષી વિશાળ દુધિ પ્રતિકૂળ અને પ્રતિલોમ થાય છે. ઉંચે પણ ૪૦૦૫૦૦ યોજન અશુભ માનુષી ગંધ ઉછળતી હોય છે, તેથી તે મનુષ્યલોકમાં આવવા ઈચ્છે તો પણ આવી ન શકે. આ કારણોથી તે પ્રદેશ : અભિનવ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્યલોકમાં જલ્દી આવવા ઈચ્છે, તો પણ આવી શકતા નથી. તેથી હે પ્રદેશી ! તું શ્રદ્ધા ર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે • વિવેચન-૬૫,૬૬ : સંજ્ઞા - સમ્યગ્રજ્ઞાન, પ્રતિજ્ઞા-નિશયરૂપ અભિગમ, દૃષ્ટિ-દર્શન, સ્વતd. રુચિ-પરમ શ્રદ્ધાનુગત અભિપાય. આ બધાં પદો “તમારું દર્શન” એવું દશવિ છે.
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy