SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨ કર રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ પ્રત્યેક હટ ઉપર અનેક પ્રકારના મણિરત્નમય લાલ રૂપોની પૂતળીઓ છે. વજનમય કુક, રનમય ઉોધ, તપનીય અણમિય ઉલ્લોચ, વિવિધ મણિ રનમય જાળપંજ મણિમય વંશક, લોહિતાક્ષ પ્રતિવંશક, રજતમય ભૂમિ, પાંખ અને પાંખ બાહા અંક-રનોની છે. જ્યોતિસ રનમયી વાંસ-વલી છે. પાટિયા ચાંદીના છે. જાલ્ય રૂધ્યમયી વધારણીઓ, ઉપરી પોંછનીઓ વજરનોની તથા નીચેના આચ્છાદન સર્વથા શેત-ધવલ-રજતમય છે. તેના શિખર કરનોના છે. તેના ઉપર સુવર્ણની સ્તુપિકા છે. આ દ્વાર શંખ સમાન વિમલ, દધિ ઘન ગોક્ષીરફેણ-રજતસમૂહ સમાન, તિલક-રીઅહ૮ચંદ્ર ચિત્રકાર છે. વિવિધ મણિદામથી અલંકૃત, અંદર-બહાર ણ, સુવર્ણવાલુકા પ્રdટ, સુખસ્પર્શ સગ્રીક રૂપવાળા, પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપપ્રતિરૂપ છે. • વિવેચન-૨૩ - સૂર્યાભદેવનું સૂર્યાભિવિમાન ક્યાં કહ્યું છે ? આ જંબૂદ્વીપનો જે મેરુ પર્વત, તેની દક્ષિણે અને આ રનપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભાગથી ઉપર [સૂત્રાર્થમાં કહ્યા મુજબ ઘણે ઉપર ગયા પછી સાદ્ધરજુ પ્રમાણ પ્રદેશમાં સૌધર્મ નામે કપ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ પહોળો છે. અદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત છે. સૌધર્મ અને ઈશાન દેવલોક ભેગા થઈને પરિપૂર્ણ ચંદ્ર મંડલ સંસ્થાન સંસ્થિત છે. મેરની દક્ષિણ તરફ સૌધર્મભ્ય અને ઉત્તર તરફ ઈશાનકતા છે. ( કિરણોની જે માળા તે જેને છે તે અચિમલી - કિરણમાળા સંકુલ. લંબાઈ અને પહોડાઈથી અસંખ્યય યોજન કોડાકોડી છે, એ રીતે પરિધિથી પણ જાણવો. તે સર્વ રનમય, સ્વચ્છ, ગ્લણ, ધૃષ્ટ, પૃષ્ટ ઈત્યાદિ વિશેષણયુક્ત. તેમાં સૌધર્મકલામાં બત્રીસ લાખ વિમાનો છે એમ હું કહું છું અને બાકીના તીર્થકરોએ પણ કહ્યું છે. તે વિમાનો સમસ્તપણે રનમય, આકાશ સ્ફટિકવતુ અતિ નિર્મળ ઈત્યાદિ છે, તે પૂર્વવતું. તે વિમાનોના બહુમધ્યદેશ ભાગમાં તેરમાં પાયડામાં સર્વત્ર વિમાનાવતંસકોના પોત-પોતાના કલાના છેલ્લા પાથડાવર્તી પાંચ વિમાનાવાંસકો કહ્યા છે. તે આ - પૂર્વ દિશામાં અશોકાવાંસક, દક્ષિણમાં સપ્તવણવતંસક, પશ્ચિમમાં ચંપકાવતંસક, ઉત્તરમાં સૂતાવર્તસક અને મધ્યમાં સૌધર્માવલંસક છે. એ પાંચે વિમાનાવતંસક સર્વ રનમય, સ્વચ્છ, શ્લષ્ણ, લષ્ટ, પૃષ્ટ, મૃષ્ટ ચાવતુ પ્રતિરૂપ છે. આ સૌધમવતંસકની પૂર્વ દિશામાં તિછ અસંખ્યય લાખ યોજન જતાં સૂર્યાભદેવનું સૂયભિ નામે વિમાન કહ્યું છે તે સાડા બાર લાખ યોજન લંબાઈપહોડાઈથી છે. ૩૯,૫૨,૯૪૮ યોજનથી કંઈક અધિક પરિધિ હતી. આ પરિધિ પ્રમાણ કરણ વશ સ્વયં જાણી લેવું. તે વિમાન એક પ્રાકાર વડે બધી દિશામાં સામાન્યથી પરિવૃત્ત હતું. તે પ્રાકાર 300 યોજન ઉદર્વ ઉચ્ચવવી, મૂળમાં ૧૦૦, મધ્યમાં-૫૦, ઉપર-૨૫ યોજન વિખંભથી હતો. મધ્યભાગથી આરંભી, ઉપર મસ્તક સુધી પ્રત્યેક યોજને યોજનના છ ભાગે વિકંભથી ઘટતા-ઘટતા થાય છે. તે મૂળમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર મગ-૨૫ યોજન વિરતારવથી ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. સર્વરનમયાદિ પૂર્વવતું. તે પ્રાકાર વિવિધ પંચવર્ણી - કૃણાદિ વર્ણની અપેક્ષાએ કહ્યું. તે કપિશીર્ષકો પ્રત્યેક એક યોજન લંબાઈથી, અર્ધયોજન પહોડાઈથી, દેશોન યોજન ઉચ્ચત્વથી છે. સર્વ રનમયાદિ પૂર્વવતુ. એક-એક બાહામાં હજાર દ્વાર છે, તેથી કુલ ૪ooo દ્વારો છે. તે બધાં દ્વારો ૫૦૦ યોજન ઉંચા, ૫૦ યોજન પહોળા, ૫૦ યોજન પ્રવેશથી છે. તે બઘાં દ્વારોની ઉપર શ્વેતવર્ણ યુક્ત બહુલતાથી સંકરનમયવથી, વર કનયુક્ત શિખરો છે. તે ઈહા-મૃગ-વૃષભ-તુરગન્નર-મગ-વિહગ-સર્પ-કિન્ન -સભ-અમરહાથી-વનલતા-પદાલતાના ચિત્રોયુક્ત છે. સ્તંભ ઉપરની શ્રેષ્ઠ વજમય વેદિકાથી પરિગત હોવાથી રમ્ય છે. સાવ સુખસ્પર્શી, સશ્રીકરૂપવાળા સુધી સૂકાઈ મુજબ છે. તે દ્વારોનો વર્ણ સ્વરૂપ આ પ્રમાણે - ‘નેમા' નામક દ્વારોના ભૂમિભાગથી ઉદર્વ નીકળતો પ્રદેશ. તે સર્વે વજરત્નમય છે. તેના મૂળ પાદો રિપ્ટ રત્નમય છે. તેના તંભો વૈડૂર્ય રત્નમય છે. જાતરૂપ - સુવર્ણથી યુક્ત, પ્રધાન પંચવર્ણ ચંદ્રકાંતાદિ મણિ વડે, કતત આદિ રત્નોથી તેનું ભૂમિતલ બદ્ધ છે તે. તથા હંસગર્ભ નામે રત્નમય દેહલી, ગોમેન્જ રત્નમય ઈન્દ્રનીલ, લોહીતાક્ષરત્નમય દ્વાર શાખા, દ્વારની ઉપર તિછ રહેલા ઉત્તરંગો જ્યોતીસ નામક રનમય છે. લોહિતાક્ષ રનમસ્ત્રી, સૂચીઓ - બે પાટીયા છુટા ન પડે તે હેતુથી. પાટીયાની સંધિ વજમય છે. અર્થાત્ વજ રક્ત વડે પૂરિત છે. સમગક-શચિકા ગૃહ, તે વિવિધ મણિમય છે લા અને અર્ગલાનું નિયમના કરતાં અર્ગલાપ્રાસાદ વજમય છે. - x • આવર્તન પીઠિકા જેમાં ઈન્દ્રનીલક હોય છે. [આ વાત જીવાભિગમની મૂલ ટીકામાં પણ છે.] અંકરનમય ઉત્તર પાવાળા જેમાં હારો છે તે. જેમાંથી લઘુ અંતરરૂપ અંતરિકા નીકળી છે તે નિરંતરિકા. તેથી જ ઘન, કબાટના દ્વારો જેના છે. તે દ્વારોના પ્રત્યેક ઉભય પાર્શ્વ ભિતમાં ગયેલ, પીઠકથાનીય ૩૫૬ પ્રમાણ છે. - x • દ્વાર વિશેષણ કહે છે – વિવિધ મણિ રનમય ચાલક રૂપ લીલા સ્થિત પુતળીઓ જેમાં છે તે. શૂઝ - માળનો ભાગ, ૩ય - શિખર, અહીં શિખરો તે માળભાણ સંબંધી જાણવા. ઉપરનો ભાગ સર્વાત્મપણે તપનીય સુવર્ણ વિશેષમય છે. જેમાં મણિમય વાંસ છે તે મણિમય વંશક, જેમાં પ્રતિવાસ લોહિતાક્ષ છે, જેની ભૂમિ રજતમયી છે તે. વિવિધ મણિ નમય જેના જાલપંજર છે. • x - ઍવા - રન વિશેષમય પક્ષ, તેના એક દેશભૂત પક્ષ બાહા પણ, તેના એકદેશ ભૂત અંકમય છે. * * * જ્યોતીસ નામક રત્નમય મહા પૃષ્ઠવંશ, મોટા વાંસની બંને બાજુ તિર્થો સ્થાપ્ય વંશવેલુક છે. તમય પટ્ટિકા - વાંસની ઉપર કંબાસ્થાનીય. જાતરૂપસવર્ણ વિશેષમય અવઘાટિની-આચ્છાદન હેતુથી કંબ ઉપર સ્થપાતી મોટા પ્રમાણની કલિંચ સ્થાનિકા. અવઘાટનીની ઉપર નિબિડતર આચ્છાદન હેતુ qણતર તૃણ
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy