SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ-૧૫ ૪૪ કિરણો સહ, ઉધોત સહ પ્રાસાદીયાદિ જાણવું. તે તોરણો ઉપર ઘણાં કૃષ્ણ-નીલલોહિત-હરિત-શ્વેત ચામર ધવજો હતા. કેવા ? આકાશ સ્ફટિકવતુ અતિ નિર્મળ, Gણ પુદ્ગલ સ્કંધ નિર્મિત, યમય વજમયના દંડની ઉપરનો પટ્ટ, વજરત્તમય દંડ રૂપમધ્યવર્તી હતો. જલકસમોના પાદિવ, અમલ, પણ કુદ્રવ્યગંધ સમ્મિશ્ર નહીં એવી જે ગંધ, તેનાથી યુક્ત. તેવી જ સુરમ્ય. પ્રાસાદીયાદિ પ્રાગ્વત્. - તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિછત્ર - એક સંગકથી અતિશાયી છગની ઉપર ધોભાવથી બે કે ત્રણ સંખ્યક છો. અતિશાયી દીર્ધવ વિસ્તારથી જે પતાકા તે પતાકાતિપતાકા, ઘણાં ઘંટાયુગલ, ચામયુગલો. ઘણાં ઉત્પલ નામક જલકુસુમ સમૂહ વિશેષ. એ રીતે ઘણાં પડા-નલિનાદિનો સમૂહ. આ છત્રાતિછત્ર આદિ બધાં રનમય, નિર્મળ, પ્લણ, પૃષ્ટ, મૃદ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિકંટકછાય, પ્રભાકિરણ-ઉધોત સહિત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતા. તે દિવ્ય વિમાનના મધ્ય બહુસમ એવો રમણીય ભૂમિ-ભાગ કહ્યો છે. કઈ વિશેષતા યુક્ત ? તે કહે છે – • સૂત્ર-૧૫ (અધુરેથી) : જેમ કોઈ આલિંગયુકર, મૃદંગયુકર, સરોવરનું તળ, હથેળી, ચંદ્રમંડલ, સૂર્યમંડલ, દર્પણમંડલ, મોટા-મોટા ખીલા ઠોકી અને ખેંચીને ચોતરફથી સમ કરેલ ઘેટા-સ્વર-સ્ત્રીહ-વાઘ-મૃગ-ચિતાના ચામડા સમાન રમણીય, વિવિધ પંચવણ મણી વડે ઉપશોભિત આવ-પ્રત્યાવર્ત-શ્રેણિ-પ્રશ્રેણિ, સ્વસ્તિક-યુષ્યમાણકવર્તમાનક-મસ્યાંs-મકરાંક જાર, માર આદિ (શુભલક્ષણો), પા-પAસાગરતંગ-વસંતલતા-દાલતા આદિથી ચિત્રિત, છાયા-પ્રભા-કિરણ-ઉધો સહિત વિવિધ પંચવર્ણ મણીથી ઉપોભિત, તે આ - કૃષ્ણ, નીલ, લોહિત, હાલિદ્ર, શુકલ. તેમાં જે કાળા મરી, તે મણીનું આ આવું વર્ણન કર્યું છે - જેમ કોઈ મેઘઘટા, અંજન, ખંજન, કાજળ, ગવલ, ગવલગુલિકા, ભ્રમર, ભમરાવલિ, ભમરપતંગસાર, જાંબુફળ, અરીઠા અથવા કાગડાના ભરચા, હાથી, મદનીયા, કાળો સર્ષ, કાળું કેસર, આકાશ થિગ્નલ, કાળું અશોક-કૃણવીર-બંધુજીવક. શું તે આ ભuો જેવું હતું ? આ અર્થ સંગત નથી. તે આયુષમાનું શ્રમણો : તે કાળા મરી આનાથી ઈષ્ટ-કાંત-મણા-મનોજ્ઞતરક વર્ષથી કહ્યા છે. તેમાં જે નીલામણી, તેનું આ આવું વર્ણન કર્યું છે – જેમ કોઈ ભંગભંગ , શુક-શુકપિચ્છ, ચાસ-ગાસપિચ્છ, નીલી-નીલીભેદ-નીલીંગુલિકા, સાંતા, ઉશ્ચંતક, વનરાજિ બળદેવના વસ્ત્ર, મોરની ડોક, અતસિકુસુમ, ભાણકુસુમ, અંજનકેશિકા કુસુમ, નીલોત્પલ, નીલાશોક, નીલબંધુજીd, નીલકર્ણવીર. આ બધાં જેવો વર્ણન હતો ? આ અર્થ સંગત નથી. તે નીલમણી આનાથી ઈષ્ટતરક ચાવતુ વણી કહેલ છે. તેમાં જે લાલમણી હતા, તે મણીનું આવા પ્રકારનું વર્ણન કર્યું છે - જેમ કોઈ ઘેટ-mશલા-મનુષ્ય-વરાહ કે મહિષનું લોહી, બાલ ઈન્દ્રગોપ, બાલ સૂર્ય, રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સંધ્યાનો રંગ, ચણોઠીના અધભાગનો રાગ, જપાકુસુમ, કિંશુકકુસુમ, પરિજાતકુસુમ, હિંગલોક, શિલાપવાલ, પવાલ અંકુર લોહિતામણી, લાક્ષારસ, કૃમિરામ કંબલ, ચણાનો લોટ, રકતોત્પલ, રકતાશોક, રકતકવીર, તoiધજીવક. આવો વર્ણ હતો ? આ અર્થ સંગત નથી. તે લાલ મણી આથી પણ ઈષ્ટતત્કાદિ ચાવતુ હતો. - તેમાં જે પીળા મણી, તેનું આવ સ્વરૂપનું વર્ણન હતું. જેમ કોઈ ચંપાચંપાની છાલ-ચંપાનો અંદરનો ભાગ, હાલિદ્ર-હાલિદ્રભેદ-હાલિદ્રગુલિકા, હરિતાલિકા-હરિતાલભેદ-હરિલાલગુલિકા, ચિકુર-ચિકુરંગ રકત, વરકનકવસ્કનકનિઘસ, સુવર્ણ-શિલાક, વરપુરવસ્ત્ર, અલ્લકી-ચંપા-કુહાડકા-dડવડારોસેડિક-સુવર્ણ-સુહિરણય-કુસુમ, કોરંટ વર માલ્યદામ, બીજકુસુમ, પીળો અશોક, પીયકીર, પીયબંધુજીવક. આ બધાં જેવો વર્ણ છે ? આ અર્થ સંગત નથી. તે પીળા મણી, આનાથી ઈષ્ટતરક ચાવ4 વર્ષથી કહેલ છે. તેમાં જે શ્વેત મણી છે, તે મણીનું વર્ણન આવું છે - જેમ કોઈ અંક, શંખ, ચંદ, કુંદ, દાંત અથવા કુમુદ, પાણીના કણ, ઘન, દહીં, ગાયનું દૂધ અથવા હંસ-ક્રૌંચ-હાર-ચંદ્રની શ્રેણિ, શરદીયમેઘ, તપાવેલ-ધોયેલ રૂટ્ટ, ચોખીનો લોટ, કુંદપુરાશિ, કુમુદરાશિ, શુકીફલી, પિચ્છ-મિજિકા, ભિસ, મૃણાલ, ગજાંત, લવંગદલ, પુંડરિકદલ, શેતાશોક, શ્વેત કણવીર, શ્વેત બંધુજીવક. આ બધાં જેવો શેત છે ? આ અર્થ સંગત નથી, તે સફેદ મણી, આનાથી ઈષ્ટક યાવ4 વર્ણથી કહ્યો છે. • વિવેચન-૧૫ (ચાલુ) : * * * * * માતા - મુરજ નામક વાધ, પુખરચર્મપુટ, તે અત્યંત સમ હોવાથી તેની ઉપમા કહી છે. શબ્દ-બધાં જ સ્વ-રસ્વ ઉપમાભૂત વસ્તુ પરિસમાપ્તિધોતક છે. મૃદંગાદિ પ્રસિદ્ધ છે. પાણી વડે ભરેલ તળાવ તેનો ઉપરનો ભાગ. ચંદ્રમંડલસર્યમંડલ - x - પીઠ પ્રાસાદની અપેક્ષાએ વૃત્તાલેખ, તેનો દશ્યમાન ભાગ સમતલ ન હોવા છતાં સમતલ લાગે છે માટે તે ઉપમા લીધી. •x - x • ઉરભ્ર-ઘેટું, દ્વીપીચિતો. આ બધાંના ચામડાં અનેક શંકુ પ્રમાણથી હજારો ખીલી વડે, મોટી કીલક વડે તાડિત કરી પ્રાયઃ મધ્ય ઠોકાય, તેવા તાડનના અસંભવથી શંકુ ગ્રહણ કર્યું. તેને ખેંચીને તાડીત કર્યું. જેથી અત્યંત બહુસમ થાય છે. તે રીતે તે યાન વિમાનનો અંદરનો બહુસમ ભૂમિભાગ છે. વળી કેવા પ્રકારે છે ? જાતિભેદથી વિવિધ પ્રકારના જે પંચવર્ણી મણી, તેના વડે ઉપશોભિત. કેવા સ્વરૂપે ? આવતદિ મણીના લક્ષણો. એક આવર્તની પ્રત્યભિમુખ આવતું તે પ્રત્યાવર્ત, શ્રેણિ-તથાવિધ બિંદુની પંક્તિ, શ્રેણિથી નિર્ગત અન્ય શ્રેણિ તે પ્રશ્રેણિ * * * વદ્ધમાનક-શરાવસંપુટ. નર-માર, એ મણિના લક્ષણ વિશેષ છે. • X • ચિઝ-આલેખ. • x • તથા શોભનછાયા, નિર્મલq૫. શોભનપભા-કાંતિ, બહાર નીકળતા કિરણ જાલસહિત, સોધોત-બહાર વ્યવસ્થિત નીકટની વસ્તુને પ્રકાશકર. આવા પ્રકારના
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy