SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩ મસ્તકના વાળ, કાજળ, કર્કેતન અને ઈન્દ્રનીલ, અતસીકુસુમ આ બધાં જેવી કૃષ્ણ દીપ્તિ જેની છે તેવો. શૃંગ-ભ્રમર, સૌવીરાંજન, સ્ટિરત્ન, નીલગુભિ, ભેંસનું શીંગડુ આ બધાંથી કૃષ્ણત્વથી જે અતિરેક છે તે તથા ભ્રમરના સમૂહરૂપ ઉપમાને પામેલ. વળી જાંબૂફળ, અસનપુષ્પવૃંત, નીલોત્પલ પત્રનો નિકર, મસ્કતમણિ, બીજક નામનું વૃક્ષ, નેત્રની કીકી, ખડ્ગના જેવો વર્ણ છે જેનો તે, તથા સ્નિગ્ધ, નિબિડપણ કોઠાની જેમ મધ્યમાં પોલાણવાળું નહીં, તે રૂપકો જે તેમાં સંક્રાંત છે - પ્રતિબિંબિત છે. તેના વડે દર્શનીય છે. દર્પણના તલસમાન ઉપમા પામેલ, મનમાં સારી રીતે રમ્ય, સિંહાસનની જેમ સંસ્થિત, તેથી જ સુરૂપ, મોતીઓના સમૂહથી ખચિત, પાંત દેશ જેનો છે તે. ચર્મમય વસ્ત્ર, ત, બૂર, માખણ, અર્કતૂલની જેમ કોમળપણે સ્પર્શ જેનો છે તેવું શિલાપટ્ટક હતું. • સૂત્ર-૪ ઃ [આમલકવામાં] શ્વેત નામે રાજા, ધારિણી રાણી હતા. સ્વામી પધાર્યા, પર્ષદા નીકળી યાવત્ રાજા પર્યુંપાસના કરે છે. • વિવેચન-૪ : તે આમલકલ્પા નગરીમાં શ્વેત નામે રાજા હતો. તેને નગરમાં પ્રધાન સ્ત્રી એવી ૨૫ સલગુણ ધારિણી “ધારિણી’’ નામે રાણી હતી. - ૪ - x - તે રાજા મહાહિમવંતમહાત્ મલય, મંદર, મહેન્દ્ર સમાન, અત્યંત વિશુદ્ધ રાજકુળવંશ પ્રભૂત નિરંતર રાજલક્ષણ વિરાજિત અંગયુક્ત, બહુજન-બહુમાનપૂજિત, સર્વગુણસમૃદ્ધ, ક્ષત્રિય, મુદિત, મૃદ્ધભિસિક્ત, માતા-પિતાથી સુજાત, દ્રવ્ય પ્રાપ્ત, સીમંકર, સીમંધર, ક્ષેમંકર, ક્ષેમંધર, માનુષ્યેન્દ્ર, જનપદપિતા, જનપદપાલ, જનપદ પુરોહિત, સેતુકર, કેતુર, નરપ્રવર, પુરુષવર, પુરુષસીંહ, પુરુષવ્યાઘ, પુરુષઆશીવિષ, પુરુષવરપુંડરીક, પુરુષવર ગંધહસ્તી, આટ્સ, દિપ્ત, વિત્ત, વિસ્તીર્ણ વિપુલ ભવન શયન-આસન, ચાન વાહનથી આકીર્ણ, બહુધન-બહુજાત રૂપ રજત આયોગ પ્રયોગ સંપ્રયુક્ત, વિછતિ પ્રચુર ભોજન-પાન, ઘણાં દાસી, દાસ, ગાય, ભેંસ, ઘેટા વગેરેથી યુક્ત, પ્રતિપૂર્ણ યંત્રકોશ-કોષ્ઠાગા-આયુધગૃહ, બહુ દુર્બળ પ્રત્યામિત્ર, અપહત-મલિત-ઉદ્ધિત-કંટક ઈત્યાદિ વિશેષણ યુક્ત રાજ્યનું પ્રશાસન કરતો રહેલો. તે શ્વેત રાજાને ધારિણી નામે રાણી હતી, તે સુકુમાલ હાથ-પગવાળી, અહીનપૂર્ણ પંચેન્દ્રિય શરીરી, લક્ષણ-વ્યંજન-ગુણયુક્ત, માન-ઉત્થાન-પ્રમાણ પ્રતિપૂર્ણ સુજાત સર્વાંગ સુંદર અંગવાળી, શશિ-સૌમ્યાકાર, કાંતપ્રિય દર્શનવાળી, સુરૂપા, હાથમાં આવી જાય તેવી પ્રશસ્ત ત્રિવલી યુક્ત કમરવાળી, કુંડલથી ઉધોતિતા કોલરેખાવાળી, કૌમુદી-ચંદ્ર જેવી વિમલ-પ્રતિપૂર્ણ સૌમ્ય વદના, શ્રૃંગારાગાર ચારુવેષા, સંગત-હસિતભણિત-ચેષ્ટિત-વિલાસ-લલિત-સંલાપ-નિપુણ ચુક્તોપચાર કુશળ, સુંદર સ્તન-જઘનવદન-હાથ-પગ-નયન-લાવણ્ય-વિલાસથી યુક્ત, શ્વેત રાજા સાથે અનુક્ત, અવિક્ત, ઈષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ ગંધ એ પંચવિધ માનુષી કામભોગને અનુભવતા વિચરે છે. ૨૬ રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ આ રાજદેવીનું વર્ણન છે. ઉક્ત વર્ણનની વ્યાખ્યા-હૈમવત્ ક્ષેત્રની ઉત્તરની સીમા કરનાર વર્ષધર પર્વત તે મહા હિમવત્, મલય-એક પર્વત, મંદ-મેરુ પર્વત, મહેન્દ્ર-શક્રાદિ દેવરાજની જેમ પ્રધાન. અત્યંત વિશુદ્ધ રાજકુળવંશમાં પ્રસૂત, નિરંતર-અપલક્ષણ વ્યવધાન અભાવથી રાજ્યસૂચક લક્ષણો વડે શોભિત, અંગ-પ્રત્યંગવાળા તથા ઘણાં લોકો વડે અંતરંગ પ્રીતિ વડે પૂજિત. કઈ રીતે ? તે કહે છે – સર્વ શૌર્ય-ઉપશમાદિ ગુણ વડે સમૃદ્ધ. તેથી બહુજન બહુમાન પૂજિત, કેમકે ગુણવાનમાં પ્રાયઃ બધાંને બહુમાન સંભવે છે. ક્ષત્રના અપત્ય હોવાથી ક્ષત્રિય. આના દ્વારા નવમા આઠ આદિ નંદ સમાન રાજકુળપસૂત હોવા છતાં હીન જાતીય નહીં પણ ઉત્તમ જાતીય કહ્યા. સર્વકાળ હર્ષવાત્, પ્રત્યેનીકના ઉપદ્રવના અસંભવથી પ્રત્યેનીકોનો જ અભાવ તથા પ્રાયઃબધાં જ પ્રત્યંત રાજા વડે પ્રતાપને સહન ન કરવાથી, આના સિવાય આપણી ગતિ નથી, એમ ભાવના કરતા મસ્તક વડે અભિષિક્ત. માતા-પિતા વડે સુજાત, આના દ્વારા સમસ્ત ગર્ભાધાન આદિ સંભવતા દોષરહિત કહ્યા. તથા સ્વભાવથી શુદ્ધ જીવ દ્રવ્યત્વથી દ્રવ્ય પ્રાપ્ત. સીમા-મર્યાદા કરનાર, જેમકે આ રીતે વર્તવુ, આ રીતે ન વર્તવુ તે સીમંકર. પૂર્વપુરુષની પરંપરાથી આવેલ સ્વદેશને પ્રવર્તાવતા સીમાને પાલન કરનાર પણ નાશ ન કરનાર તે સીમંધર, ક્ષેમ-વશવર્તીને ઉપદ્રવ અભાવવાળા કરવાથી ક્ષેમંકર, ચોર આદિના સંહારથી તથા તેને ધારણ કરવાથી આરક્ષક નિયોજન વડે ક્ષેમંધર, તેથી જ મનુષ્યેન્દ્ર. જનપદના પિતા માફક. કઈ રીતે પિતા સમાન કહ્યા ? જનપદને પાળે છે, તેથી જનપદપાલ. તેનાથી જનપદ પિતા સમાન છે. જનપદને શાંતિ કરનારા હોવાથી જનપદ પુરોહિત. સેતુ-માર્ગને કરનાર છે માટે સેતુકર, માર્ગદેશક. કેતુ-ચિહ્નને કરે છે તે કેતુકર, અદ્ભુત સંવિધાનકારી. મનુષ્યો મધ્યે પ્રવર, તે સામાન્ય મનુષ્યની અપેક્ષાએ પણ હોય, તેથી કહે છે – પુરુષવર-પુરુષાભિમાન મધ્યે પ્રધાન ઉત્તમ પૌરુષોપેતત્વથી. પુરુષસિંહ સમાન પ્રતિમલ્લપણે પુરુષસિંહ, પુરુષ વ્યાઘ્ર સમાન શ્રપણે પુરુષ વ્યાઘ્ર, પુરુષ આસીવિષ સમાન દોષવિનાશન શીલપણાથી પુરુષાસીવિષે. ઉત્તમ પુંડરીક સમાન ઉત્તમતાથી પુરુષવર પુંડરીક. ઉત્તમ હાથીની માફક બીજાને સહન ન કરવાથી પુરુષવર ગંધહસ્તી આ બધાંથી શ્રેષ્ઠ પુરુષ થાય છે. આસ્ટ્સ-સમૃદ્ધ, શરીરત્વચાના દેદીપ્યમાનપણાથી દીપ્ત કે દૃપ્ત શત્રુના માનમર્દન શીલત્વયુક્ત. તેથી જગમાં પ્રતીત. જે આઢ્ય કહ્યું – તેને જ વિસ્તારથી દર્શાવ છે. વિસ્તીર્ણ-વિસ્તારવાળા વિપુલ ઘર, આસન, શયન, સ્થાદિ યાન, અશ્વાદિ વાહન, એના વડે વ્યાપ્ત તથા બહુધન, સુવર્ણ, રજતવાળા. તથા આયોગ અને પ્રયોગ યુક્ત, તથાવિધ વિશિષ્ટ ઉપકારસ્કારીતા થકી નોકર આદિ સર્વેને અપાતા પ્રચુર ભોજનપાન જેના રાજ્યમાં છે તે. આના વડે પુણ્યાધિકતાથી તેના રાજ્યમાં દુર્ભિક્ષનો
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy