SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩ અવાતીન પત્રો. પ્રબળ, ખર, કઠોર વાયુ વડે તેના પત્રો ભૂમિ ઉપર પડતા નથી, તેથી અવાતીન પત્રપણાથી અવિરલપત્ર, તેથી અચ્છિદ્રપત્ર. તેનો હેતુ કહે છે – 'કૃતિ' રહિત પત્ર. કૃતિ - ગરિકાદિ રૂપ. - ૪ - અતીતિપત્રત્વથી અચ્છિદ્ર પત્ર. ૨૩ જેમાંથી જરઠ પાંડુ પત્ર દૂર કરાયેલા છે. અર્થાત્ જે વૃક્ષસ્થ જરઠ પાંડુપત્ર, વાયુ વડે ઉડાડીને ભૂમિમાં પાડેલ છે, ભૂમિથી પણ પ્રાયઃ ઉડાડી-ઉડાડીને પ્રાયઃબીજે લઈ જવાયા છે. પ્રત્યગ્રંથી જે લીલા ભાસતા કે સ્નિગ્ધત્વથી દીપતા, દળસંચયથી જે થયેલ અંધકાર, તેના વડે ગંભી-જેનો મધ્યભાગ લબ્ધ નથી તેથી દર્શનીય છે. તથા નિરંતર નવા-તરુણ-પત્ર-પલ્લવ વડે યુક્ત છે, મનોજ્ઞ, શુદ્ધ, ચલનથી કંઈક કંપતા, કિશલયાવસ્થાને પામેલ, સુકુમાર, પલ્લવાંકુથી શોભિત શ્રેષ્ઠ અંકુર યુક્ત અગ્ર શિખવાળા - ૪ - ૪ - તથા - સર્વકાળ - છ એ ઋતુમાં કુસુમિત - સંજાત પુષ્પો છે જેમાં તે. સર્વકાળ મુકુલિત, નિત્ય પલ્લવિત, નિત્ય સ્તબકિત-સ્તબક ભારવાળા, નિત્ય ગુસ્મિત-બક ગુલ્મ ગુચ્છ વિશેષ, નિત્ય ગુચ્છાવાળા, નિત્ય સમાન જાતીય જે યુગ્મ, તેનાથી સંજાત તે યમલિત. નિત્ય સજાતીય-વિજાતીયથી સંજાત તે યુગલિત, સર્વકાળ ફળના ભારથી કંઈક નમેલ, પ્રકર્ષથી નમેલ તે પ્રણત, સર્વકાળ સુવિભક્ત, પ્રતિવિશિષ્ટ મંજરીરૂપ જે અવહંસક તેને ધારણ કરેલ. આ પ્રમાણે સર્વે પણ કુસુમિતત્વાદિ ધર્મ એક વૃક્ષના કહ્યા. હવે કેટલાંક વૃક્ષોના સલકુસુમિતત્વાદિ ધર્મ પ્રતિપાદનાર્થે કહે છે – કેટલાંક કુસુમિતાદિ એક-એક ગુણયુક્ત, કેટલાંક સમસ્ત કુસુમિત આદિ ગુણયુક્ત. પોપટમોર-મદનશલાકા-કોકિલા ચાવત્ સારસનામક પક્ષી ગણના મિથુન વડે જે અહીં-તહીં ગમન, જે ઉન્નત શબ્દક મધુર સ્વર અને નાદ જેમાં છે તે, તેથી જ સુરમ્ય, એકત્ર પિંડરૂપ, મદોન્મતપણે દધ્માત ભ્રમર-મધુકરીને સમૂહ તથા અત્યંત આવીને આશ્રય કરેલ ઉન્મત્ત ભ્રમર, કિંજલ્કના પાનમાં લંપટ, મધુર ગુમગુમ શબ્દવિશેષ કરતા દેશભાગમાં રહેલ જે છે તે. - X - ૪ - તયા - અત્યંતરભાગવર્તી પુષ્પ અને ફળ જેમાં છે તે. બહારથી પાંદડા વડે વ્યાપ્ત, તથા પત્ર અને પુષ્પ વડે અત્યંત આચ્છાદિત, રોગ વર્જિત, કંટક રહિત અર્થાત્ તેની નજીક બબૂલાદિ વૃક્ષો ન હતા. તેના ફળો સ્વાદિષ્ટ હતા. સ્નિગ્ધ ફળો હતા. તેની નજીક વિવિધ પ્રકારના ગુચ્છ-વૃંતાકી આદિ, નવમાલિકાદિ ગુલ્મના મંડપો શોભતા હતા. વિવિધ પ્રકારના મંડનરૂપ ધ્વજોથી વ્યાપ્ત તથા વાપી, પુષ્કરિણી, દીર્દિકામાં સારી રીતે નિવેશિત રમ્ય જાલગૃહકો હતા તથા એકત્ર અને દૂર સુધી જતી તેની સુગંધી, શુભસુરભિ ગંધાંતરથી મનોહર તે ઘણી મહાન હતી. જેવી ગંધયુદ્ગલથી ગંધ વિષયમાં ગંધઘાણી ઉત્પન્ન થાય છે, તેવી ગંધપુદ્ગલની સંહતિને નિરંતર છોડતા હતા. તથા શુભ-માર્ગ અને ધ્વજાની બહુલતા હતી. - - - અનેક ક્રિડારથો અને સંગ્રામ થો, ગાડા, યાન, યુગ્સ, શિબિકા, સ્કંદમાનિકા ઈત્યાદિથી પ્રાસાદીય, દર્શનીય આદિ. તે તિલક ઈત્યાદિ પાઠસિદ્ધ છે. રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વિશેષ એ કે નાગ અને વન એ વૃક્ષવિશેષ છે, તેની લતા, આ લતા એક શાખાવાળી જાણવી. જે વૃક્ષ છે તે ઉર્ધ્વગત એક શાખા હોય છે, પણ દિશાવિદિશામાં પ્રસરેલ નહીં, બહુશાખાક તે લતા છે. ૨૪ - નિત્ય કુસુમિત, નિત્ય મુકુલિત, નિત્ય લવયિક, નિત્ય સ્તબિક, નિત્ય ગુચ્છિત, નિત્ય ગુસ્મિત, નિત્ય યમલિત, નિત્ય યુગલિક, નિત્ય વિનમિત, નિત્ય પ્રણમિત, સુવિભક્ત પ્રતિમંજરી વતંસક ધારી, એકત્ર-દંત-ભ્રમર અને મધુકરીનો સમૂહ ઈત્યાદિથી ગુંજતો દેશ-ભાગ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતો. - X - શ્રેષ્ઠ અશોકવૃક્ષ ઉપર ઘણાં આઠ-આઠ મંગલો છે, તે આ રીતે – સ્વસ્તિક શ્રીવત્સ, બંધાવર્ત કે નંદાવર્ત, વર્ધમાનક-શરાવસંપુટ, ભદ્રાસન, કળશ, મત્સ્યયુગ્મ, દર્પણ. આ આઠે મંગલો રત્નમય, આકાશ-સ્ફટિકવત્ અતી સ્વચ્છ, શ્લષ્ણપુદ્ગલ સ્કંધનિષ્પન્ન - - શ્લક્ષ્ય તંતુથી નિષ્પન્ન વસ્ત્ર સમાન, લષ્ટ-મસૃણ, ઘંટિતપટ સમાન, ધૃષ્ટ-ખરશાણ પાષાણ પ્રતિમા સમાન, સૃષ્ટ-સુકુમાર શાણ પાષાણ પ્રતિમાવત્. તેથી જ સ્વાભાવિક જો રહિત, આવનાર મળના અભાવથી નિર્મળ, કલંક અથવા કાદવ રહિત, કવચ-આવરણ-ઉપઘાત રહિત હોવાથી નિષ્કંટક દીપ્તિ જેની છે તે, સ્વરૂપથી પ્રભાવાળા, બહાર નીકળતા કિરણજાલથી યુક્ત, તેથી જ ઉધોત સહિત અને પ્રાસાદીય દર્શનીયાદિ હતા. તે શ્રેષ્ઠ અશોકવૃક્ષની ઉપર ઘણી કૃષ્ણ ચામર અને ધ્વજાઓ હતી, એ પ્રમાણે નીલ, લોહિત, હારિદ્ર, શુક્લ ચામર અને ધ્વજાઓ હતી. તે કેવી હતી? તે કહે છે – સ્ફટિકવત્ અતિ નિર્મળ, શ્લણ પુદ્ગલ સ્કંધથી નિષ્પન્ન, રૂપાના વજ્રમય દંડની ઉપર જે પટ્ટ તે રૂાયપટ્ટ અને તેની મધ્યે વર્તતો વજ્રરત્નમય દંડ જેમાં છે તે વજદંડ. તથા જલજ પુષ્પોની, પદ્મોની સમાન નિર્મળ ગંધ જેમાં છે તે, તેથી જ અતિશય રમણીય. પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ શબ્દ પૂર્વવત્ છે. શ્રેષ્ઠ અશોકવૃક્ષ ઉપર ઘણાં છત્રાતિછત્ર - એક અતિશય યુક્ત છત્રની ઉપર અધોભાગથી બે કે ત્રણ સંખ્યાવાળા છત્રો તે. તથા ઘણી પતાકાતિપતાકા હતી. તે જ છત્રાતિછત્રાદિમાં ઘંટાયુગલ, ચામયુગલ હતા. તે - તે પ્રદેશમાં ઉત્પલહસ્તક - ઉત્પલ નામે જલકુસુમ સંઘાત વિશેષ. એ પ્રમાણે પદ્મહસ્તક, કુમુદહા, નલિનહસ્તકાદિ સમજવા. તેમાં ઉત્પલ-ગર્દભક, પદ્મ-સૂર્યવિકાશી પંકજ, મુકુદ-કૈરવ, નલિન-કંઈક રક્ત પદ્મ, સુભગ-પાવિશેષ, સૌગંધિક-કલ્હાર, પુંડરીક-શ્વેતાંબુજ, તે જ અતિ વિશાળ મહાપુંડરીક, શતપત્ર-સહસત્ર-પદ્મ વિશેષ. - x - શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે એક મોટો પૃથ્વીશિલાપક કહ્યો છે. કેવો ? જે થડ, તે કંઈક સમ્યક્તયા તેની નીકટ હતો. વિખુંભ અને આયામથી શોભનપ્રમાણ યુક્ત હતો. તે કૃષ્ણ હતો, આ કૃષ્ણત્વને નિરૂપતા કહે છે – અંજનક, મેઘ, નીલોત્પલ, બલદેવના વસ્ત્ર સમાન વર્ણ કાળો હતો. ધૂળ-મેઘાદિ રહિત આકાશ,
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy