SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૫૦ ૧૮૫ પણ પંકરજમાં કે જલરજમાં ઉપલિપ્ત થતાં નથી. એ પ્રમાણે પ્રતિજ્ઞ બાળક કામમાં જન્મ્યો, ભોગમાં વૃદ્ધિ પામ્યો પણ કામરજ કે ભોગરજમાં લીપ્ત થશે નહીં, મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધિ-પરિજનમાં લિપ્ત થશે નહીં. તે તથારૂપ સ્થવિરો પાસે કેવલ બોધિ પામશે, કેવલબોધિ પામીને, ઘરથી નીકળી અણગારિક પ્રવ્રજ્યા લેશે. તે ઇસિમિત ચાવત્ ગુપ્ત બ્રહ્મચારી અણગાર થશે. તે ભગવંતને આવા વિહારથી વિચરતા અનંત, અનુત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણ, કૃત્ન, પરિપૂર્ણ કેવળ વર જ્ઞાનદર્શન સમુત્પન્ન થશે. ત્યારે તે દૃઢ પ્રતિજ્ઞ કેવલી ઘણાં વર્ષો કેવલિપાયિને પાળશે. કેવલિપયયિને પાળીને, માસિકી સંલેખનાથી આત્માને આરાધીને, સાઈઠ ભક્તોને અનશન વડે છેદીને, જે હેતુથી નગ્નભાવ અને મુંડભાવને કરેલ, અનાન-અતવન-કેશલોચહાચર્ય વાસ-અછાંક-અનોપાહનક-ભૂમિશય્યા-ફલકશયા-કાષ્ઠ શય્યા-પરગૃહ પ્રવેશ પ્રાપ્ત કે અપ્રાપ્ત આહારમાં-બીજા દ્વારા હીલના, પ્રિંસના, નિંદણા, ગહણા, તાલના, તર્જના, પરિભવના, પ્રત્યક્ષના ઉચ્ચાવચ્ચ, ગ્રામર્કટક, બાવીશ પરીષહ ઉપસર્ગોને સહન કરે છે, તે અર્થને આરાધીને છેલ્લા શ્વાસોચ્છ્વારો સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત્ત થશે, સર્વ દુઃખોનો અંત કરશે. • વિવેચન-૫૦ : વધુનોળ આદિ વ્યક્ત છે. વિશેષ આ - પ્રકૃતિભદ્રતા અહીં યાવત્ કરણથી “પ્રકૃતિ ઉપશાંતતા, પ્રકૃતિ તનુ ક્રોધ-માન-માયા લોભ, મૃદુ માર્દવસંપન્નતા, આલીનતા, ભદ્રતા’ લેવું. અનિક્ષિપ્તેન-અવિશ્રાંતથી, પગિઝિય-પ્રગૃહ્ય. પરિણામ-જીવપરિણતિ, અધ્ય વસાન-મનોવિશેષ, લેસા-તેજોલેશ્યાદિ, તદાવરણિજ્જ-વીર્યાન્તર, વૈક્રિયલબ્ધિ પ્રાપ્તિ નિમિત્ત અવધિજ્ઞાનાવરણ. ઈહા-શું તે આમ હશે કે તેમ, એવી સદર્યાલોચનાભિમુખ મતિની ચેષ્ટા. વ્યૂહ-આ આમ જ છે, એવો નિશ્ચય, માર્ગણાઅન્વય ધર્મ આલોચન - ૪ - ૪ - પ્રાયઃ સ્થાણુધાં જ ઘટે છે. ગવેષણા-વ્યતિરેક ધર્મ આલોચન જેમકે - સ્થાણુ જ છે, આ શિરઃકંચનાદિ પ્રાયઃ પુરુષ ધર્મ નથી. વીરિયલદ્ધિએ - વીર્યલબ્ધિ વડે, વેઉલ્વિયલીએ-વૈક્રિય લબ્ધિ વડે. ઓહિણાણલદ્ધિ-અવધિજ્ઞાનલબ્ધિ સમુત્પન્ન-વીર્યલબ્ધિ આદિ ત્રણ ઉત્પન્ન થયા. - x - ૪ - ૪ - સ્થાનાંગાદિ પુસ્તકમાં 'અમ્મ૪' એમ દર્શાવેલ છે. ‘યિનીવાનીવ’ અહીં યાવત્ શબ્દથી આમ જાણવું - પુન્ય, પાપને ઉપલબ્ધ. આશ્રવ-સંવ-નિર્જરા-ક્રિયાઅધિકરણ-બંધ-મોક્ષ તત્વમાં કુશળ. અહીં આશ્રવ - પ્રાણાતિપાતાદિ, સંવત - પ્રાણાતિપાતવિરમણાદિ, નિર્બા - કર્મનું દેશથી ક્ષપણ, વિા - કાયિકી આદિ, અધિરા - ખડ્ગાદિ નિર્વર્તન સંયોજનાદિ. બંધમોક્ષ - કર્મ વિષયમાં. આના વડે જ્ઞાનસંપન્નતા કહી. અોખ્ખુ - અવિધમાનસાહાચ્ય કુતીર્થિકથી પ્રેતિ થઈ સમ્યકત્વ અવિચલન પ્રતિ બીજાની સહાયની અપેક્ષા કરતા નથી. તેથી જ કહે છે देवासुरनाग સુવળખવા ઈત્યાદિ. તેમાં – સેવા - વૈમાનિકો, અસુરનાળ - અસુરકુમાર, નાગકુમાર - ૧૮૬ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ ભવનપતિ વિશેષ. સુવણ-જ્યોતિષ્ક, ક્યાંક ‘ગરુડ’ એ પાઠ નથી. તેથી સુવર્ણીસુવર્ણકુમાર-ભવનપતિ વિશેષ. યક્ષ-રાક્ષસ-કિન્ન-કિંપુરુષ એ વ્યંતરના ભેદ છે. ગરુડ-ગરુડ ચિહ્નવાળા સુવર્ણકુમાર, ગંધર્વ અને મહોરગ, વ્યંતરો છે. આ નિર્ણન્ય પ્રવચનમાં નિસ્યંકિય-સંદેહ રહિત, નિલ્ડંખિય-બીજા દર્શનના પક્ષપાતથી મુક્ત. નિઇિગિચ્છ-ફળ પ્રતિ શંકારહિત. લદ્ધă-અર્થ શ્રવણથી લબ્ધાર્થ. ગહિય≈-અવધારણથી ગૃહિતાર્થ. પુઘ્ધિય≈-સંશય થતાં પૃષ્ટાર્ય. અહિંગય≈-અધિગત અર્થ કે અભિગત અર્થવાળા, અર્થના અવબોધથી. વિણિચ્છિયફ્રે-ઐદંપર્યાયનાઉપલંભથી વિનિશ્ચિતાર્થ. તેથી જ ăિ - અસ્થિઓ, મિંન - તેની મધ્યે રહેલ ધાતુ વિશેષ, અસ્થિમિજ્જાથી પ્રેમાનુરાગ-સર્વજ્ઞના પ્રવચન પ્રીતિલક્ષણથી કુંકુંભાદિ રાગ વડે રંગાયેલ માફક રક્ત, કયા ઉલ્લેખથી આમ કહે છે - પ્રથમામો ઈત્યાદિ, - - વમ - આ, આઉસો-આયુષ્યમાન્, પુત્રાદિને આમંત્રણ, ક્યાંક ‘ફળો નિiષે' પાઠ છે. શેષં – ધન, ધાન્ય, પુત્ર, કલત્ર, મિત્ર, રાજ્ય, કુવચનાદિ. ઉસિયફલિહા ઉન્નત સ્ફટિક ચિત જેવું છે તે. મૌનીન્દ્ર પ્રવચનથી પામેલ પરિપુષ્ટ મનવાળા. આ વૃદ્ધ વ્યાખ્યા છે. બીજા કહે છે – તિ - અર્ગલાના સ્થાનથી ઉપનીય-ઉર્વીકૃત, તીર્થી નહીં. કબાટના પાછળના ભાગથી દૂર કરાયેલ - એવો અર્થ છે. અથવા ઉત્કૃત-અપગત, પરિધ-અર્ગલા જેના ગૃહદ્વારે તે ઉચ્છિત પરિધ કે ઉત્કૃતપરિધ અર્થાત્ ઔદાર્ય અતિશયથી અતિશય દાન-દાયિત્વથી ભિક્ષુપ્રવેશને માટે જેના ગૃહદ્વાર ખુલ્લા રહે છે તે. આ બધું અંબડને સંભવતુ નથી. કેમકે સ્વયં જ તે ભિક્ષુક છે. તેથી જ પુસ્તકમાં લિખિત-ઊસિયલિહ ઇત્યાદિ ત્રણ વિશેષણ કહેતા નથી. અપ્રાવૃત્ત દ્વાર - બારણા આદિ વડે બંધન કરાયેલ ગૃહદ્વાર. સદ્દર્શનના લાભથી કોઈ પાખંડીથી ડરતા નથી. શોભન માર્ગના પગ્રિહથી ઉઘાડા શિરે રહે છે એમ વૃદ્ધ વ્યાખ્યા છે. કોઈ કહે છે – ભિક્ષુક પ્રવેશાર્થે ઔદાર્યથી ગૃહદ્વાર બંધ કર્યા નથી. આ બડને ઘટતું નથી. વિત્ત લોકોને પ્રીતિકર હોવાથી અંતઃપુર કે ગૃહના દ્વારમાં જેનો પ્રવેશ છે તે. અર્થાત્ અતિ ધાર્મિકપણાથી જે સર્વત્ર આશંકા રહિત છે તે. બીજા કહે છે – ત્રિવત્તìત્તિ - અંતઃપુર ગૃહદ્વારથી અપ્રીતિકર થતાં નથી, અપદ્વાર પ્રવેશ રહિત અર્થાત્ શિષ્ટજનનો પ્રવેશ જેને છે, તે. આ વિશેષણ ઈર્ષ્યાલતા રહિતાને પ્રતિપાદન કરે છે, આ પણ અંબડને ઘટતું નથી. કેમકે [તેને] અંતઃપુરનો જ અભાવ છે. ક્યાંક આ પાઠ આ પ્રમાણે દેખાય છે વિયત્ત - પ્રીતિકારિણી જ, ગૃહ કે અંતઃપુરમાં પ્રવેશવાનો આચાર છે જેનો તે તથા ત્યજેલ છે ગૃહમાં કે અંતઃપુરમાં અકસ્માત પ્રવેશ. - ઘમદ્રુમ૰ આઠમ, ચૌદશ, અમાસ, પૂર્ણિમામાં. અહીં ઉદ્દિષ્ટ-અમાસ. પ્રતિપૂર્ણ પૌષધનું અનુપાલન કરતા અર્થાત્ આહાર પૌષધ આદિ ભેદથી ચારે પ્રકારનો પૌષધ કરતા. શ્રમણ નિર્પ્રન્થને પ્રાસુક, એષણીય અશન-પાનખાદિમ-સ્વાદિમ વડે તથા વસ્ત્ર-પાત્ર-કંબલ-પાદપીંછન વડે. અહીં પડિગ્ગહ એટલે પાત્ર, પાયપુચ્છણ-પાદપ્રોક્ષણ, જોહરણ. ઓસ - એક દ્રવ્યને આશ્રીને, મેચ - દ્રવ્ય સમુદાયરૂપ અથવા ઔષધ
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy