SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૫૦ ૧૮૩ શીઘતાથી ઉતરવાનું કહ્યુતું નથી. અબડને ગાડી આદિની સવારી કાતી નથી, ઈત્યાદિ પૂર્વવત્ કહેવું યાવતુ ગંગાની માટીના લેપ સુધી બધું કહેવું. બડ પરિવ્રાજકને આધાકમાં, ઔશિક, મીશાત, અથવપૂરક, પૂતિકર્મ, કીતકૃત, પ્રામિત્ય, અનિસૃષ્ટ, અભ્યાહત, સ્થાપિત, રચિત, કતારભક્ત, દુર્ભિાભકd, પ્રાણુણક ભક્ત, ગ્લાનાભક્ત કે વઈલિકાભક્ત, ભોજન-પાન કલાતા ન હતાં. અભડ પરિવ્રાજકને મૂલભોજન યાવતુ બીજભોજન ખાવા-પીવા કલાતા ન હતા. અભડ પરિવ્રાજકને ચતુર્વિધ અનર્થદંડના નવજીવન માટે પ્રત્યાખ્યાન હતા, તે આ પ્રમાણે-અપધ્યાનચરિત પ્રમાદાચરિત, હિંચપદાન, પાપ કર્મોપદેશ. તેને માગધ અર્ધચઢક જળ લેવું કાતું હતું. તે પણ વહેતુ, ન વહેતુ નહીં ચાવત્ તે પણ ગાળેલું-ગાળ્યા વિનાનું નહીં, તે પણ સાવધ-નિરવધ સમજીને નહીં, તે પણ સજીવ-જીવ નહીં, તે પણ દત્તઅદત્ત નહીં, તે પણ દાંત, હાથ, પગ, ચ, ચમસને ધોવાને માટે કે પીવાને માટે પણ નાન માટે નહીં. તેને માગધ આઢક જળ ગ્રહણ કરવું કશે, તે પણ વહેતુ યાવતુ દત્ત પણ અદત નહીં, તે પણ ન્હાવા માટે, પણ હાથ-પગઅરુ-ચમસ ધોવા કે પીવાને માટે નહીં અંબને ન્યતીર્થિક, તેના દેવ કે અન્યતીર્થિક પરિગૃહીત ચૈત્યને વંદન-નમન ચાવતું પપાસવા કાતા નથી. સિવાય કે અહત અને અહંત ચૈત્ય. - ભગવન ! આંબા કાળમાસે કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ! તે ઉચ્ચાવચ્ચ શીલ-qત-ગુણ-વેરમણ-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ વડે આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષો શ્રમણોપાસક પયય પાળે છે, પાળીને માસિકી સંલેખનાથી આત્માને આરાધી, સાઈઠ ભકતોને અનશનથી છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થઈ, કાળમાસે કાળ કરી, બહાલોકે દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાંક દેવોની દશ સાગરોપમ સ્થિતિ કહી છે. ત્યાં ભડ દેવની પણ આ સ્થિતિ થશે. ત્યાંથી આયુ-ભવ-સ્થિતિ ક્ષય કરી પછી ચ્યવીને જ્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ મહાવિદેહ વાસમાં જે કુળ આય, દીપ્ત, વિત્ત, વિસ્તીર્ણ-વિપુલ-ભવન-શયન-આસન-ચાન-વાહનવાળા કુળો છે, જેમાં બહુ ધન ત્યિરાજજd આદિ છે, આયોગ-પ્રયોગ સંપયુકત છે, વિચ્છર્દિત-પ્રયુર-ભોજન પાન છે, ઘણાં દાસી-દાસ-ગાય-ભેંસ-ઘેટા આદિ છે, ઘણાં લોકો અપરિભૂત છે, તેવા પ્રકારના કુળોમાં પુત્રપણે ઉપજશે. ત્યારપછી તે બાળક ગર્ભમાં આવ્યા પછી માતા-પિતા ધર્મમાં દેa પ્રતિજ્ઞાવાળા થશે. તે ત્યાં નવ માસ પતિપૂર્ણ અને સાડાસાત અહોરx વીત્યા પછી સકમલ હાથ-પગવાળો ચાવતું શશિ-સૌમ્યાકાર, કાંત, પ્રિયદનિ, સુરૂપ બાળકને જન્મ આપશે. ત્યારપછી તે બાળકના માતા-પિતા પહેલા દિવસે ૧૮૪ ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ સ્થિતિપતિતા કરશે, બીજા દિવસે ચંદ્ર-સૂર્યનું દર્શન કરાવશે, છ દિવસે જાગાિ કરશે, અગીયારમો દિવસ વીત્યા પછી અશુચિ જાતકર્મ કરણથી નિવૃત્ત થઈ, બામો દિવસો સંપ્રાપ્ત થતા, માતાપિતા આ આવા સ્વરૂપનું ગૌણ, ગુણનિux નામ કરશે. • • જ્યારથી અમને આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારથી અમે ધર્મમાં પ્રતિજ્ઞાવાળા થયા, તેથી અમારા આ બાળકનું દેઢ પ્રતિજ્ઞdiળા થયા, તેથી અમારા બાળકનું ઢપ્રતિજ્ઞ નામ થાઓ. ત્યારે તે બાળકના માતાપિતા તેને “પતિજ્ઞ” એ પ્રમાણે નામ પાડશે. તે ઢાતિજ્ઞ બાળકને તેના માતા-પિતા સાતિરેક આઠ વર્ષનો થયો જાણીને શોભન તિથિ-રણ-નક્ષત્ર-મુહમાં કલચાર્ય પાસે લઈ જશે. ત્યારપછી તે કલાચાર્ય તે દઢપતિજ્ઞ બાળકને જેમાં ગણિત પ્રધાન છે તે લેખાદિ શકુનરુત પત્તની બોંતેર કળા સુત્ર-અર્થ-કરણથી સાધિત કરાવશે, શીખવશે. તે કળા આ પ્રમાણે - લેખ, ગણિત, રૂપ, નૃત્ય, ગીત, વાજિંત્ર, સવરગત, કરગત, સમતાલ, ધુત, જનવાદ, પાસક, અષ્ટાપદ, પૌરકૃત્ય, દમણુંક અણવિધિ, પાનવિધિ, વસ્ત્રવિધિ, વિલેપનવિધિ, શયનવિધિ, આય, પ્રહેલિકા માણધિકા, ગાથા, ગીતિક, શ્લોક, હિરણ્યક્તિ , સુવર્ણયુક્તિ, ગંધયુક્તિ, સૂયુક્તિ, આભરણવિધિ, તરુણીપતિકર્મ, શ્રી લક્ષણ, પુરષ લક્ષણ, અa લક્ષણ, હાથીલક્ષણ, બળદલક્ષણ, કુકુટલક્ષણ, ચકલક્ષણ, છબ લiણ, વાસ્તુવિદ્ય, કંધાવારમાન, નગરમાન, વસ્તુનિવેશન, બૃહ, પ્રતિબૃહ, ચાર, પ્રતિચાર, ચકલૂહ, ગરુડબૂહ, શકટબૂહ, યુદ્ધ, નિયુદ્ધ, યુવાતિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, બાહયુદ્ધ, ઉતાયુક્ત, પુશસ્ત્ર, સર્વાહ, ધનુર્વેદ, હિરણયપાક, સુવર્ણપાક, વૃdખેડ, સુતાપેડ, નાલિકાખેડ, પગછેદ, કટછેદ, સજીવ, નિત, શકુનud આ બોંતેકળા સધાવી-શીખવી માતાપિતાને સોંપ્યો. ત્યારપછી તે દઢપ્રતિજ્ઞના માતા-પિતાએ તે કલાચાર્યને વિપુલ આશનપાન-મનસ્વાદિમ વડે, વગંધમાળા-અહંકાર વડે સકાય, સન્માન્યા. સતકાર અને સન્માન કરીને વિપુલ જીવિતાઈ પીર્તિદાન આપે છે. આપીને વિદાય કર્યો. - ત્યારપછી તે દઢપ્રતિજ્ઞ બાળક બોંતેર કલા પંડિત થયો, તેના નવ સુપ્તાંગ જાગૃત થઈ ગયા. અઢાર દેશી ભાષાનો વિશારદ થયો. ગીતરતી, ગંધર્વ-નૃત્ય કુશળ, આયોધી, હસ્તીચોધી, રથયોધી, બાહુયોધી, બાહુપમદ, વિકાઉચારી, સાહસિક અને ભોગને માટે પર્યાપ્ત સમર્થ થયો. ત્યારે હ્રપતિજ્ઞ દારૂને માતાપિતાએ બોતેર કલાપંડિત યાવતું ભોગસમર્થ જણીને વિપુલ ભોગ, પાન-ભોગ, લયનભોગ, વસ્ત્રાભોગ, શયનભોગ, કામભોગો વડે નિમંત્રિત કરશે. ત્યારે તે ઢાતિજ્ઞ બાળક, વિપુલ અpyભોગ ચાવતુ શયનભોગમાં આસકત, અનુરક્ત, વૃદ્ધ, યુપન્ન થશે નહી. જેમ કોઈ ઉત્પલ, પw, કુસુમ, નલિન, સુભગ, સુગંધ, પુંડરીક, મહાપુંડરીક, શત, સહસત્ર, લક્ષત્ર [કમલો કાદવમાં જન્મે છે, પાણીમાં વૃદ્ધિ પામે છે,
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy