SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૫/૪૫ ૫૩ ૨૫૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પધારી સુવિહિત સાધુની પાસે જે પણ, ભાંડ, ઉપધિ, ઉપકરણ હોય છે, જેવા કે – પs, પત્ર બંધન, પણ કેસરિકા, પણ સ્થાપનિકા, પટલ, રજણ, ગુચ્છા, ત્રણ પ્રચ્છાદ, રજોહરણ, સોલપક, મુખાનંતક, આ બધાં સંયમની વૃદ્ધિને માટે હોય છે. તથા વાત, તપ, ધૂપ, ડાંસ, મચ્છર, શીતથી રક્ષણ માટે છે. આ બધાં ઉપકરણો રાગ-દ્વેષ રહિત થઈ સાધુએ ધારણ કરવા જોઈએ. રોજ તેનું પડિલેહણ, પસ્ફોટન, પ્રમાર્જન કરવું જોઈએ. દિવસ અને રાત્રિના સતત અપમત રહી ભાજન, ભાંડ, ઉપધિ અને ઉપકરણને લેવા અને મૂકવા જોઈએ. આવા ચાર પાલનથી તે સાધુ સંયત, વિમુક્ત, નિસ્સર, નિપરિગ્રહચી, નિમમિત્વ, નિનેહ બંધન, સર્વે પાપથી વિરત, વાસી-ચંદન સમાન કલાવાળો, વૃક્ષ-મણિ-મોતી-માટીના ઢેફામાં સમાન દષ્ટિવાળો, માનઅપમાનમાં સમ, શમિત રજ, સમિત રાગદ્વેષ, સમિતિમાં સમિત, સમ્યફષ્ટિ, સર્વે પાણ અને ભૂતોમાં સમાન છે તે જ સાધુ છે. તે સાધુ કૃતધાસ્ક, ઉધુકતસંયત, સર્વે પાણી માટે શરણભૂત, સર્વ જગત્ વત્સલ, સત્યભાષક, સંસારાંત સ્થિત, સંસાર સમુચ્છેદક, સતત મરણાદિનો પારગામી, સર્વે સંશયોનો પારગામી, આઠ પ્રવચન માતા દ્વારા આઠ કર્મ ગ્રંથિનો વિમોચક, આઠ મદનું મથન કરનાર, સ્વસિદ્ધાંત કુશળ, સુખ-૬:ખમાં નિર્વિશેષ, અભ્યતર અને બાહ્ય તા-ઉપધાનમાં સદા સુચ્છ ઉધત ક્ષાંત, ઘત, હિતમાં નિરત, ઈમ-ભાષા-એષણા-આદાન ભાંડ મામ નિક્ષેપણા - ઉચ્ચર પ્રયવણા ખેલ સિંધાણ જલ્લ પારિષ્ઠાપનિકા એ પાંચમાં સમિત, મન-વચન-કાયગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બહાચારી, ત્યાગી, જુ, ધન્ય, તપસ્વી, ક્ષાંતિક્ષમ, જિતેન્દ્રિય, શોધિત, અનિદાન, અણહિલેંગ્ય, મમત, અકિંચન, છિન્નગ્રંથ, નિરુપલેમ હોય છે. તથા : " • • સુવિમલવર કાંસ્ય ભાજન, મુક્તતોય, શંખની જેમ નિરંજન, વિગત સગઢેલમોહ, કાચબાવત ઈન્દ્રિયોમાં ગુપ્ત, ત્ય કંચન વ4 tતરૂપ, કમળ પણ વત નિરૂપલેપ, ચંદ્રવત સૌમ્ય, સૂર્યવત દિત તેજ, મેરુ ગિરિવતું અચલ, સાગરની જેમ અક્ષોભ અને સ્થિર, પ્રણવીવતુ સર્વે પણ સહન કરનાર, તપ તેજથી ભમરાશિ છાદિત અગ્નિ જેવા, પ્રજવલિ અગ્નિ જેવા દીત ગોશીષ ચંદન સમાન શીતળ અને સુગંધી, દ્રહ સમાન શમિત ભાવ વાળા, સારી રીતે ઘસીને ચમકાવેલ નિર્મળ દર્પણતળ સમાન રવજી, પ્રગટ અને શુદ્ધ ભાવવાળા, હાથીની જેમ શૂરવીર, વૃષભ વતુ ભારવાહક, સીંહ સમાન પરિષહાદિથી અજેય, શરતું કાલીન જળ સમાન સ્વછ હદયવાળો, ભારંડપક્ષી સમાન અપમત્ત, ગેંડાના શીંગડા સમાન એકલો, શાણની જેમ ઉtfકાય, શુન્યગૃહની જેમ આપતિકર્મ, વાયુરહિત ઘરમાં સ્થિત પ્રદીપ સમાન, છરાની જેમ એક ધારવાળો, સપની જેમ એક દષ્ટિવાળા, આકાશવ4 1િ5/17] નિરાલંબન, પક્ષીની જેમ સર્વથા વિપમુક્ત, સપની જેમ બીજી દ્વારા નિર્મિત સ્થાનમાં રહેનારા, વાયુ સમાન આપતિબદ્ધ, જીવની માફક આપતિeતગતિવાળો હોય છે. મુનિ ગામે ગામે એક રાશિ, નગરે-નગરે પાંચ રાત્રિ વિચરતા, તે જિતેન્દ્રિય, જિનપરિષહ, નિર્ભય, વિદ્વાન સચિત્ત-ચિત-મિશ્ર દ્રવ્યોમાં વિરાગી, વસ્તુ સંચયથી વિરત, મુક્ત લધુક, નિરવકાંક્ષ, જીવિત-મરણાશાથી મુકત, નિસ્તંધિ, નિર્વાસ્ત્રિ, ધીર, કાયાથી સ્પર્શતો, સતત આધ્યાત્મ-ધ્યાનયુકત, નિહુત, એકાકી થઈ ધર્મ આચરે. આ પરિગ્રહ વિરમણના પરિરક્ષણાર્થે ભગવંતે આ પ્રવચન સારી રીતે કહેલ છે, આત્મ હિતકર છે, આગામી ભવોમાં શુભ ફળદાયી, ભાવિમાં કલ્યાણકર છે. તે શુદ્ધ ન્યાય યુક્ત, અકુટિલ, સર્વોત્કૃષ્ટ, સમસ્ત દુ:ખો તથા પાપોને સવા શાંત કરનાર છે. • • તે છેલ્લા વ્રત પરિગ્રહ વિરમણના પરિરક્ષણાર્થે આ પાંચ ભાવનાઓ કહી છે. પહેલી ભાવના – શ્રોએન્દ્રિયથી મનોજ્ઞ હોવાથી ભદ્ર શબ્દોને સાંભળીને [સાધુ રામ ન કરે તે શબ્દ કયા છે ? ઉત્તમ મુરજ, મૃદંગ, પ્રણવ, દર, કચ્છભી, વીણા, વિપંચી, વલ્લકી, વદ્દીસક, સુઘોષા ઘંટા, નંદી, સૂસર પરિવાદિની, વંશ, હૂણક, પવક, તંત્રી, તલ, તાલ આ બધાં વાધોનો નાદ, નટ, નર્તક, જલ્ડ, મલ્લ, મૌષ્ટિક, વિદૂષક, કથક, લવક, રાસક આદિ દ્વારા કરાતા વિવિધ qનીથી યુક્ત સુવર ગીતો સાંભળી, તથા કંદોરા, મેખલા, કલાપક, પતક, પહેક, પEાલક, ઘંટિકા, બિંખિણી, રનોરજાલક, શુદ્રિકા, નેપુર, ચરણમાલિકા, કનક નિગડ, જલક આ બધાંનો ધ્વનિ સાંભળીને તથા લીલાપૂર્વક ચાલતી આની ચાલથી ઉત્પન્ન અને તરુણી મણીના હાસ્ય-બોલ-ધોલનાયુક્ત મધુર સ્વરને સાંભળીને તથા નેહીજન ભાષિત પ્રશંસા વચનને, તેમજ આવા પ્રકારના મનોજ્ઞ, શોભન વચનો સાંભળીને સાધુ તેમાં આસક્ત ન થાય - સાજિત, રજિd, ગૃતિ, મુકિત ન થાય. વિનિપાત ન કરે, આવર્જિત ન થાય, લોભાય નહીં, તુષ્ટ ન થાય, હાસ્ય ન કરે, એવા શબ્દોનું સ્મરણ કે ચિંતન ન કરે. આ સિવાયના શ્રોઝોન્દ્રિયને અમનોજ્ઞ અને પાપક વચન સાંભળી તેષ ન કરે. તે શબ્દો કયા છે ? આક્રોશ, કઠોર, નિંદા, અપમાન, તર્જના, નિર્ભર્સના, દીપ્ત, ત્રાસજનક, અસ્પષ્ટ, ઉચ્ચ, રુદન, રટિત, કંદન, નિવૃષ્ટિ, રસિત, વિલાપના શબદો, આ બધાં શબ્દોમાં તથા આવા પ્રકારના અન્ય અમનોજ્ઞ અને પાપક શબ્દોમાં સાધુએ રોષ ન કરવો જોઈએ. તેની હીલનાનિંદા-હિંસા-છેદન-ભેદન-qધ કરવો ન જોઈએ. પોતાના કે બીજાના હૃદયમાં ગુસા ઉત્પન્ન ન કરવી. આવા પ્રકારની શ્રોસેન્દ્રિયની ભાવનાથી ભાવિત અંત:કરણવાળા સાધુ
SR No.009043
Book TitleAgam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 10, & agam_prashnavyakaran
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy