SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૫/૪૪ ૫૫ ૨૫૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે “તમે કેમ સેવા નથી કરતા ?” એમ બોલવું, (૨૪) ગુરુ ધર્મ કહેતા હોય ત્યારે અન્યમનસ્ક રહે, (૨૫) ગુરુ કહે ત્યારે “તમને યાદ નથી' તેમ બોલે. (૨૬) ધર્મકથાનો છેદ કરે, (૨૭) “હવે ભિક્ષાવેળા થઈ'' એમ કહીને પદાનો ભંગ કરે, (૨૮) પર્ષદા તે રીતે રહેલી હોય ત્યારે પોતે ધર્મકથન કરવા લાગે, (૨૯) ગુરુના સંથારાને પગ લગાડે, (૩૦) ગુરુના સંથારે બેસે. (૩૧) એ રીતે ઉચ્ચાસને બેસે, (૩૨) એ રીતે સમાસને બેસે, (33) ગુરુ કંઈ પૂછે ત્યારે પોતાના આસને બેઠા-બેઠા જ ઉત્તર આપે. સુરિદ-બબીશ સુરેન્દ્રો તેમાં ૨૦ ભવનપતિના, દશ વૈમાનિકના અને બે જ્યોતિકના ચંદ્ર-સૂર્ય અસંખ્યાત હોવા છતાં જાતિગ્રહણથી બે લીધા. આ ઈન્દ્ર સંખ્યા કહેવાતા સૂરમાં દેખાતી નથી, તે ગ્રંથાતી જાણવી. - - આ સ્થાને નું એ વાક્ય શેષ જાણવું. તેના દ્વારા જે આ એકવ આદિ સંખ્યા યુકત અસંયમાદિ ભાવો થાય છે. પહેલા એક, બે, ત્રણ આદિ સંખ્યા વિશેષ કરીને એક-એક ઉત્તર-ઉત્તર વૃદ્ધિ જાણવી. સંખ્યાધિ પ્રાપ્તિમાં કેટલી સંખ્યા યાવતું વૃદ્ધિ કરવી. બીશથી યાવત્ તેત્રીશ સુધી. આના દ્વારા ક્રિયા સ્થાનાદિ પદોના સંક્ષેપ માટે સૂકમાં ન કહેવાઈ હોય તો પણ સંખ્યા યથોક્ત દર્શાવી છે. વિરતિ-પ્રાણાતિપાતાદિ વિમણ, પ્રણિધિ-પ્રણિધાન, વિશિષ્ટ એકાગ્રત્વ, તેમાં અવિરમણ, આ સિવાય આવા પ્રકારના ઘણાં સ્થાનોમાં સંખ્યા સ્થાનોમાં ૩૪જિનપ્રશાસિત પવિતથ-સત્યોમાં, શાશ્વત ભાવોમાં, તેથી સર્વદા ભાવિમાં શંકા, કાંક્ષાદિથી નિરાકૃત થઈ, સદગુર ઉપાસનાદિ વડે શ્રદ્ધા કરે, શાસન-પ્રવચન, કેવો થઈને ? નિયાણું કર્યા વિના, ઋદ્ધયાદિ ગૌરવ વર્જિત, લંપટ ન થઈને, અમૂઢપણે. o અપરિગ્રહ સંવૃત શ્રમણ કહ્યા, હવે અપરિગ્રહત્વનું વર્ણન • સૂત્ર-૪૫ : જે તે વીશ્વરના વચનથી પરિગ્રહ વિરતિના વિસ્તાર વડે આ સંવર વૃક્ષ ઘણાં પ્રકારનું છે, સમ્યમ્ દર્શન તેનું વિશુદ્ધ મૂળ છે. ધૃતિ કંદ છે, વિનય વેદિકા છે, ત્રણ લોકમાં ફેલાયેલ વિપુલ યશ સદાન, મહાન, સુનિર્મિત કંધ છે. પાંચ મહાવત વિશાળ શાખા છે. ભાવના વચા છે. ધ્યાન-શુભ યોગ-જ્ઞાન તે ઉત્તમ પલ્લવ અંકુરને ધારણ કરનાર છે. બહુ ગુણ પુણોથી સમૃદ્ધ છે. ભીલ સુગંધ, અનાવફળ, મોક્ષ ઉત્તમ બીજ સાર છે. મેર ગિરિના શિખરની ચૂલિકાની જેમ મોક્ષના ઉત્તમ મુક્તિ માગના શિખરભૂત છે. એવું છેલ્લું સંવરદ્વાર છે. ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મડંભદ્રોણ મુખ, પત્તન, આશ્રમમાં રહેલ કોઈપણ પદાર્થ, તે અવા-બ્રહુ કે નાનો-મોટો હોય, બસ કે સ્થાવરકાય દ્રભાત હોય, મનથી પણ ગ્રહણ કરવો ન કરો. ચાંદી, સોનું, ફોત્ર, વાસ્તુ, દાસી, દસ, ભૂતક, પેજક, હાથી, ઘોડા, બળદ યાન, યુગ્ય, શયન, છમ, કુંડિકા, ઉપનિહ, મોરપીંછી, નbsણો, તાલવૃત, લોઢું, રાંગ, સીસુ, કાંસુ, ચાંદી, સોનુ, મણી-મોતીનો આધાર સીપ સંપુટ, ઉત્તમ દાંત, શીંગડા, કૌલ, કાચ, ઉત્તમ વા, ચર્મપાત્ર આમાંનું કંઈપણ લેવું ન કહ્યું. આ બધાં મૂલ્યવાન પદાર્થ બીજાના મનમાં ગ્રહણ કરવાની તીવ્ર આકાંક્ષા ઉત્પન્ન કરે છે, તેને સંભાળવા અને વધારવીની ઈચ્છા ઉત્પન્ન કરે છે. આ રીતે પુષ્પ, ફળ, કંદ, મૂળ આદિ તથા સન જેમાં સત્તરમું છે, એવા સમસ્ત ધાન્યોને પણ પરિગ્રહ ત્યાગી સાધુ ઔષધ ભેષજ કે ભોજનને માટે શવિધ યોગથી ગ્રહણ ન કરેશા માટે ? અનંત જ્ઞાન-દર્શનના ધારક, શીલ-ગુણ-વિનય-તપ-સંયમના નાયક, સર્વ જગત જીવ વત્સલ, મિલોકપ્પા, તીર્થક જિનવરેજએ પોતાના કેવળજ્ઞાનથી જોયેલ છે કે આ ત્રસ જીવોની યોનિ છે, તેનો વિચ્છેદ કરવો યોગ્ય નથી. તેથી ઉત્તમ શ્રમણ તેનું વર્જન કરે. જે પણ ઓદન, કુભાષ, ગંજ, તર્પણ, મંથ, ચૂર્ણ, ભુંજેલી ધાણી, પલલ, દાળ, તિલપાપડી, વેષ્ટિમ, વસ્રરક, ચૂકિોશ, ગોળ, શિખરિણી, વડા, લાડુ, દૂધ, દહીં, માખણ, તેલ, ખાજ, ખાંડ, મિશ્રી, મધુ, મધ, માંસ, અનેક પ્રકારના શાક, છાસ આદિ વસ્તુઓનો ઉપાશ્રયમાં, કોઈના ઘરમાં કે અટવીમાં સુવિહિત, શોભન આચારવાળા, સાધુને સંચય કરવો ન કો. જે આહાર ઔશિક, પિત, રચિત, પર્યવજાત પ્રકીર્ણ, પાદુકરણ, પ્રામિત્ય, મિશ્રાd, કીતકૃત, પ્રાકૃત દોષવાળો હોય, જે દાન કે પુચ માટે બનાવેલ હોય, શ્રમણ કે ભિક્ષુક માટે તૈયાર કરાયો હોય, પશ્ચાત્ કર્મ, પુરઃકર્મ, નિત્યકર્મ, મક્ષિત, અતિરિક્ત મૌખર, સ્વયંગ્રાહ, આહત, કૃતિકાઉપલિત, આચ્છધ, અનિસૃષ્ટ હોય અથવા તિથિ-વા-ઉત્સવમાં ઉપાશયની અંદર કે બહાર રાખેલ હોય, હિંસા-સાવધ દોષ યુક્ત ન હોય, એવો આહાર સાધુને લેવો ન કો. તો પછી કેવો આહાર સાધુને લેવો કહ્યું ? જે આહાર અગિયાર પિંડપાતથી શુદ્ધ હોય, જે ખરીદેલ, હનન, પચન વડે કૃત-કારિત-અનુમોદિત ન હોય, નવ કોટિણી પરિશુદ્ધ હોય, દશ દોષથી મુકત, ઉગમ-ઉત્પાદનાએષણાથી શુદ્ધ, સુત-વ્યાવિતત્યક્ત દેહ હોય, તેથી પ્રાસુક હોય, સંયોજનાહંગાધૂમ દોષ રહિત હોય, છ કાયની રક્ષા માટે સ્વીકૃત હોય, એવા પાસુક આહાWી પ્રતિદિન નિહિ કરવો જોઈએ. સુનિહિત શ્રમણને જે અનેક પ્રકારે રોગ-આતંક ઉત્પન્ન થયા હોય, વાત-પિત્ત-કફનો અતિશય પ્રકોપ થાય કે સંક્ષિપાત થાય, તે કારણે ઉજ્જવળ, પ્રભળ, વિપુલ, કર્કશ, પ્રગાઢ દુઃખ ઉત્પન્ન થાય, અશુભ-કટક-કઠોર હોય, દારણ ફળ વિપાકી હોય, મહાભકારી હોય, જીવનનો અંત કરનાર અને સમગ્ર શરીરમાં પરિતાપ ઉત્પાદક હોય, તો એવી દુઃખોત્પાદક સ્થિતિમાં પોતા માટે કે બીજા સાધુ માટે ઔષધ, ભૈષજ, આહાર-પાણીનો સંચય કરીને રાખવો ન કો.
SR No.009043
Book TitleAgam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 10, & agam_prashnavyakaran
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy