SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧૭/૧૮૪ થી ૧૮૬ તે અશ્વોએ, તે વણિકોને જોયા તેમની ગંધ સુધી, સુઘીને ભયભીત થયા, મસ્ત-ઉદ્વિગ્ન-ઉદ્વિગ્નમના થયા. પછી ઘણાં યોજન દૂર ચાલ્યા ગયા. ત્યાં તેમને પ્રચુર ગોચર, ચુર તૃણ-પાણી પ્રાપ્ત થતાં, તેઓ નિર્ભય, નિરુદ્વિગ્ન થઈ સુખે સુખે વિચરવા લાગ્યા. ત્યારે સાંયાત્રિક નૌવણિકે પરસ્પર કહ્યું – આપણે આ અશ્વોનું શું પ્રયોજન છે ? આ ઘણી હિરણ્ય-સુવર્ણ-રત્નન વજ્રની ખાણો છે, આપણે ઉચિત છે કે હિરણ્યાદિથી પોતવહન ભરી લઈએ, એમ વિચારી એકબીજાની આ વાત સ્વીકારીને હિરણ્ય, સુવર્ણ, રત્ન, વજ્ર, તૃણ, અન્ન, કાષ્ઠ, પાણીથી પોત-વહન ભર્યા. ભરીને પ્રદક્ષિણાનુકૂલ વાયુથી ગંભીર પોતવહનને આવ્યા. પોતવહન લાંગ. ગાડા-ગાડી રાજ કર્યા. તે હિરણ્ય યાવત્ વજ્રને નાની નાવો દ્વારા સંચાર કર્યા. કરીને ગાડાં-ગાડી જોડ્યા. જોડીને હસ્તિશીષ નગરે આવ્યા. પછી ત્યાં બહારના અગ્રોધાનમાં સાનિવેશ કર્યો. ગાડાં-ગાડી છોડ્યા. મહાઈ યાવત્ પ્રભૃત ગ્રહણ કર્યા, કરીને હસ્તિશીર્ષે નગરમાં પ્રવેશ્યા. કનકેતુ રાજા પાસે આવ્યા. ચાવત્ પ્રભુત ધર્યું. રાજાએ તેમની ભેટ ચાવત્ સ્વીકારી. [૧૮૫] તે સાંયાત્રિક નૌકાવણિકોને કહ્યું – દેવાનુપિયો ! તમે ગામ, આકર યાવત્ જાઓ છો તથા લવણસમુદ્રને વારંવાર પોતવહન વડે અવગાહો છો. તો તમે ક્યાંય કોઈ આશ્ચર્ય પૂર્વે જોયું ? ત્યારે સાંયાત્રિક નવણિકોએ કહ્યું હે દેવાનુપ્રિય ! અમે આ જ હસ્તિીર્થ નગરમાં વસીએ છીએ, યાવત્ કાલિકદ્વીપ સમીપે પહોંચ્યા. ત્યાં ઘણી હિરણ્યની ખાણો યાવત્ ઘણાં અશ્વો છે. તે અશ્વો નીલવર્ણી યાવત્ અનેક યોજન ચાલ્યા ગયા. તો હે સ્વામી ! અમે કાલિકદ્વીધે તે આશ્ચર્યરૂપ અશ્વો પૂર્વે જોયા. ત્યારે તે કનકકેતુએ તે સાંયાત્રિક પાસે આ વાત સાંભળી, તેમને કહ્યું દેવાનુપ્રિયો ! મારા કૌટુંબિક પુરુષો સાથે કાલિકદ્વીપ જાઓ, તે અશ્વોને લઈ આવો. ત્યારે તે સાંયાત્રિકોએ કનકકેતુને કહ્યું – હે સ્વામી ! એમ થાઓ. આજ્ઞાવચનને વિનયપૂર્વક સ્વીકાર્યા. ત્યારપછી રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું દેવાનુપિયો ! સાંયાત્રિકો સાથે તમે કાલિકદ્વીપ જાઓ, મારા માટે અશ્વો લાવો. તેમણે પણ આજ્ઞા સ્વીકારી. - - ૨૪૫ ત્યારપછી તે કૌટુંબિક પુરુષોએ ગાડાં-ગાડી સજ્જ કર્યા. તેમાં ઘણી વીણા, વલ્લી, ભ્રામરી, કચ્છભી, ભંભા, પડ્યામરી, વિચિત્રવીણા અને બીજાં ઘણાં શ્રોપ્રેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને ગાડાં ગાડીમાં ભર્યા. ભરીને ઘણાં કૃષ્ણ યાવત્ છુક્લવર્ણી કાષ્ઠકદિ, ગ્રથિમાદિ યાવત્ સંઘાતિો અને બીજાં ઘણાં ચક્ષુરિન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને ગાડાં-ગાડીમાં ભર્યા. પછી ઘણાં કોષ્ઠપુટ, કેતકીપુટ યાવત્ બીજા પણ ઘણાં પ્રાણેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો ગાડાં-ગાડીમાં ભર્યા. ભરીને ખાંડ, ગોળ, સાકર, મત્સંડિકા, પુષ્પોત્તર, પોત્તર, બીજાં પણ જિકેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને ભર્યા. ત્યારપછી કોતવક, કંબલ, પાવરણ, નવવ, મલય, મસૂર, શિલાક ૨૪૬ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ યાવત્ હંસગર્ભા અને બીજાં પણ સ્પર્શનેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોને યાવત્ ભરીને ગાડાં-ગાડી જોડ્યા. જોડીને ગંભીર પોત પટ્ટણે આવ્યા. આવીને ગાડાં-ગાડી છોડ્યા. પોતવહન સજ્જ કર્યા. તે ઉત્કૃટ શબ્દ-સ્પર્શ-રૂપ-રસગંધ દ્રવ્ય, કાષ્ઠ, તૃણ, પાણી, ચોખા, લોટ, ગોરસ યાવત્ બીજાં પણ ઘણાં પોતવહન પ્રાયોગ્ય દ્રવ્યોથી પોતવહન ભર્યા. ત્યારપછી દક્ષિણ અનુકૂળ વાયુથી કાલિકઢીપે આવ્યા. આવીને પોતવહન લાંગર્યા. પછી તે ઉત્કૃષ્ટ શબ્દાદિયુક્ત દ્રવ્યોને નાની નાવમાં લઈને કાલિકદ્વીધે ઉતાર્યા. પછી તે ઘોડાઓ જ્યાં બેસતા, સુતા, ઉભતા કે આળોટતા હતા, ત્યાં-ત્યાં તે કૌટુંબિક પુરુષોએ તે વીણા યાવત્ વિચિત્ર વીણા અને બીજાં ઘણાં શ્રોન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો વગાડતાં રહ્યા અને તેની ચારે તફ જાળ બીછાવી, નિશ્ચલ-નિષંદ-મૌન થઈ બેઠાં. જ્યાં-જ્યાં તે અશ્વો બેસતાં યાવત્ આળોટતા હતા, ત્યાં-ત્યાં તેઓએ ઘણાં કૃષ્ણાદિ કાષ્ઠ કર્મો યાવત્ સંઘાતિમ તથા બીજા ઘણાં ચક્ષુરિન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો રાખી, આસપાસ જાળ બીછાવી, ઈત્યાદિ. જ્યાં-જ્યાં તે અશ્વો બેસતા ત્યાં-ત્યાં ઘણાં કોષ્ઠપુર આદિ અને બીજા ધ્રાણેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોના પુંજ અને નિકટ કર્યા. કરીને આસપાસ જાળ બિછાવી ચાવત્ રહ્યા. - - જ્યાં - જ્યાં તે અશ્વો બેસતા ત્યાં-ત્યાં ગોળ યાવત્ બીજાં ઘણાં જિલેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યોના પુંજ અને નિકર કર્યા, કરીને ખાડાં ખોધ, તેમાં ગોળ-ખાંડ-પારનું પાણી અને બીજાં પણ ઘણાં પાણી, તે ખાડામાં ભર્યા. ભરીને તેની આસપાસ જાળ બિછાવી યાવત્ મૌન થઈને રહ્યા. જ્યાં-જ્યાં તે અશ્વો બેસતા હતા, ત્યાં-ત્યાં ઘણાં કોમવક યાવત્ શિલાપક અને બીજા સ્પર્શનેન્દ્રિય પ્રાયોગ્ય આસ્તરણપ્રત્યાસ્તરણ બિછાવીને યાવત્ રહ્યા. ત્યારે અશ્વો આ ઉત્કૃષ્ટ શબ્દાદિ હતા ત્યાં આવ્યા. તેમાં કેટલાંક અશ્વો આ અપૂર્વ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ-ગંધ છે એમ વિચારી, તે ઉત્કૃષ્ટ શબ્દાદિમાં મૂર્છિત આદિ ન થયા, તે ઉત્કૃષ્ટ શબ્દાદિને દૂરથી જ છોડી, ચાલ્યા ગયા. તે ત્યાંથી જઈને પ્રચુર ગોચર, ધૃણ-પાણી પામી નિર્ભય, નિરુદ્વિગ્ન થઈ સુખે સુખે વિચરવા લાગ્યા. - હે આયુષ્યમાનૢ શ્રમણો ! આ પ્રમાણે આપણાં જે નિગ્રન્થ-નિર્ગથી શબ્દાદિમાં આસક્ત થતા નથી, તેઓ આ લોકમાં ઘણાં શ્રમણ આદિ વડે અર્ચનીય યાવત્ પાર પામે છે. [૧૮૬] તે અશ્વોમાં કેટલાક તે ઉત્કૃષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ-ગંધ પાસે આવ્યા. તે ઉત્કૃષ્ટ શબ્દાદિમાં મૂર્છિત સાવત્ આસક્ત થઈ, આસેવન કરવા પ્રવૃત્ત થયા. ત્યારે તે અશ્વો આ ઉત્કૃષ્ટ શબ્દાદિને સેવતા તે ઘણાં ફૂટપાશ-ગલથી બંધાયા. ત્યારે તે કૌટુંબિકોએ તે અશ્વોને પકડી લીધાં. નાની નાવમાં સંચારિત કર્યા. તૃણ-કાષ્ઠ યાવત્ ભર્યા. ત્યારપછી સાંયાત્રિકોએ દક્ષિણાનુકુલ વાયુથી ગંભીર પોતપને આવ્યા. પોતવહન લાંગર્યા. અશ્વોને
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy