SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ૧/-/૧૬/૧૭ થી ૧૮૩ ૨૪૩ અગિયાર અંગો ભણ્યા. ભણીને ઘણાં વર્ષો શામણય પયરય પાળી, સંલેખના કરી, આલોચના-પ્રતિક્રમણ કરી, કાળમાસે કાળ કરી બ્રહાલોકે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાંક દેવોની દશ સાગરોપમ સ્થિતિ છે, ાં દ્રૌપદી દેવની દશ સાગરોપમ સ્થિતિ થઈ. ભગવન ! તે દ્રુપદ દેવ, ત્યાંથી ચાવતું મહાવિદેહ ક્ષેત્રમાં સાવત્ અંત કરશે. હે જંબૂ શ્રમણ સોળમાંનો આ વાર્થ કહ્યો, તે કહું છું. • વિવેચન-૧૩૭ થી ૧૮૩ - નૂમ - ગોપવે છે. શ્રત - ખિન્ન, તાંત-તકાંડ કાંક્ષાવા થયો, પરિતાંસર્વથા ખિજ્ઞ અથવા આ શબ્દો એકાર્થક છે. વેયાલીય-વેલાતર, સમદ્ર કિનારે. અહીં સત્રમાં ઉપનય દેખતો નથી. તે આ રીતે કહેવો-ઘણો પણ તપ, નિદાનદોષ વડે દૂષિત થતાં, દ્રૌપદીના સુકુમાલિકાના જન્મ માફક કરતાં મોક્ષ માટે ન થાય. અમનોજ્ઞ અને અભક્તિથી પાત્રમાં કરેલ દાન, અનર્થને માટે થાય છે, જેમ દ્રૌપદીને નાગશ્રીના ભવમાં કડવા તુંબડાનું દાન અનર્થને માટે થયું. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ પક અધ્યયન-૧9-“અશ્વ” પ - X - X - X - X – o હવે સતરમાંની વ્યાખ્યા. તેનો પૂર્વ સાથે આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં નિદાન કે કુલિતદાનથી અનર્થ કહ્યો. અહીં તે અતિન્દ્રિય-અનિયંત્રિત વડે તે કહે છે. • સૂઝ-૧૮૪ થી ૧૮૬ - [૧૮] ભગવન ! જે શ્રમણ ભગવંત મહાવીરે યાવત સોળમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો સત્તરમાંનો શો અર્થ કહ્યો ? | હે જંબૂ તે કાળે, તે સમયે હરિશીષ નગર હતું. વર્ણન. ત્યાં કનકકેતુ રાજ હતો. તે હક્તિશીષ નગરમાં ઘણાં સાંયામિક નૌવણિક રહેતા હતા. તેઓ આદ્ય ચાવતુ ઘણાં લોકોથી અપરિભૂત હતા. એક વખત કોઈ સમયે તે સાંયાશિક નૌકાવણિક પરસ્પર મળ્યા. અહxકની . માફક ચાવતુ લવણસમુદ્રમાં અનેક શત યોજન ગયા. તે સમયે તેમને યાવતું માર્કદીપુત્રોની માફક ઘણાં સેંકડો ઉત્પતિ થયા. યાવતું ત્યાં તોફાની વાયુ ઉત્પન્ન થયો. ત્યારે તે નાd, તે તોફાની વાયુથી વારંવાર કાંપવા લાગી, ચલાયમાન થવા લાગી, સુબ્ધ થવા લાગી, ત્યાંજ ભમવા લાગી. ત્યારે તે નિયમિક નષ્ટમતિક, નષ્ટકૃતિક, નષ્ટ સંજ્ઞા, દિશા વિમૂઢ થઈ ગયા. તેઓ ગણતા ન હતા કે ક્યા દેશ, કઈ દિશ-વિદિશામાં પોતવહન ચાલી રહ્યું છે? એમ તેઓ અપહત મન સંકલ્પ યાવતું ચિંતામગ્ન થઈ ગયો. ત્યારે તે ઘi કુક્ષિધર, કર્ણધાર ગર્ભિલ્લક, સાંયામિક નૌવણિક, નિયમિક પાસે આવ્યા. આવીને કહ્યું - હે દેવાનુપિય ! તું અપહત મનસંજૂ યાવતું ચિંતામગ્ન થયેલ છે ? ત્યારે નિયમિકે તેમને કહ્યું – હે દેવાનુપિયો ! હું નટમતિક ચાવતુ આ વહાણ ક્યાં જઈ રહ્યું છે ? તેથી હું અપહત મન સંકલ્પ યાવત ચિંતાતુર થયો છું. ત્યારે તે કણધિર, તે નિયમિકની પાસે આ અર્થ સાંભળી, સમજીને ડર્યા પછી સ્નાન કરી, બલિકર્મ કરી, ઘણાં ઈન્દ્ર, કંદ આદિ જેમ મલ્લિજ્ઞાતમાં કહ્યું, તેમ ચાવત માનતા માનતા-માનતા ઉભા રહ્યા. ત્યારપછી નિયમિકને મુહૂત્તાિરમાં લધુમતિ આદિ થતા દિશાનું જ્ઞાન થઈ ગયું. ત્યારે નિયમિકે તે ઘણાં કુક્ષિધાર આદિને એમ કહ્યું - હે દેવાનુપિયો ! લધુમતિક યાવતું અમૂઢ દિશાભાક થયો છું. આપણે કાલિદ્વીપ પાસે પહોંચ્યા છીએ. આ કાલિકીય દેખાય છે. ત્યારે તે કુક્ષિધાર આદિ, નિયમિક પાસે આ વાત સાંભળીને હસ્ટ-તુષ્ટ થઈને, પ્રદક્ષિણાનુકૂલ વાયુથી કાલિકઢીપે પહોંચ્યા. પોતવહને લંગર નાંખ્યુ. નાની નાવો દ્વારા કાલિક હીપે ઉતયd. ત્યાં ઘણી હિરણ્ય, સુવર્ણ, રન, વજની ખાણો અને ત્યાં ઘણાં શો જોયા. તે કેવા હતા? નીલવર્ણા શ્રોસિસૂત્રક, ઉત્તમ જાતિના હતા.
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy