SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/-/૧૦/૧૪૨,૧૪૩ ૧૩૧ હતો તેમ નથી યાવત્ નિત્ય છે, ભાવથી-વિિદયુક્ત છે, ગુણથી ગ્રહણગુણી છે. [૧૪૩] ભગવન્ ! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ તે ધર્માસ્તિકાય કહેવાય ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. એ રીતે બે, ત્રણ, ચાર યાવત્ દશ, સંખ્યાત, અસંખ્યાત ધર્માસ્તિકાય પ્રદેશને ધર્માસ્તિકાય કહેવાય? ગૌતમ ! આ આર્થ સમર્થ નથી. ભગવન્ ! એક પ્રદેશોન પણ ધર્માસ્તિકાયને ધર્માસ્તિકાય કહેવાય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. ભગવન્ ! એમ કેમ કહો છો ? એક ધર્માસ્તિકાય પ્રદેશ ધર્માસ્તિકાય ન કહેવાય ચાવત્ એક પ્રદેશ ન્યૂન ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય ન કહેવાય ? ગૌતમ ! ચક્રનો ભાગ ચક્ર કહેવાય કે સકલ ચક્ર ? ભગવન્ ! આખું ચક્ર ચક્ર કહેવાય, તેનો ખંડ નહીં. એ રીતે છત્ર, ચર્મ, દંડ, વસ્ત્ર, શસ્ત્ર, મૌદક. એ રીતે હે ગૌતમ ! એક ધર્માસ્તિકાય પ્રદેશ યાવત્ એક પ્રદેશ ન્યૂન ધર્માસ્તિકાયને ધર્માસ્તિકાય ન કહેવાય. તો ભગવન્ ! ધર્માસ્તિકાય શું કહેવાય ? ગૌતમ! ધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશ છે. તે સર્વે પૂ, પ્રતિપૂર્ણ, નિરવશેષ, એવા એક જ શબ્દથી કહી શકાય તો ધર્માસ્તિકાય કહેવાય. એ પ્રમાણે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાયને જાણવા. વિશેષ એ – ત્રણ અનંતપદેશિક જાણવા. ભાકી બધું તે જ પ્રમાણે સમજવું. • વિવેચન-૧૪૨,૧૪૩ : અસ્તિ એટલે પ્રદેશ, તેની રાશિ એટલે અસ્તિકાય અથવા પ્રપ્તિ એ ત્રણે કાળનો સૂચક નિપાત છે. અર્થાત્ જે થયા છે - થાય છે અને થશે એવા પ્રદેશોનો સમૂહ તે ‘અસ્તિકાય’. ધર્માસ્તિકાયાદિનો આ જ ક્રમ છે. માંગલિકત્વથી ધર્માસ્તિકાય પહેલાં કહ્યું, પછી તેના વિપક્ષ રૂપ અધર્માસ્તિકાય, પછી તેના આધારરૂપ આકાશાસ્તિકાય કહ્યું. પછી અનંતત્વ-અમૂર્તત્વ-સાધર્મ્સતાથી જીવાસ્તિકાય લીધું. તેના ઉપયોગીપણાથી પછી પુદ્ગલાસ્તિકાય મૂક્યું. વર્ણાદિ રહિત હોવાથી અરૂપી-અમૂર્ત છે. પણ તે ધર્મ રહિત નથી. તે દ્રવ્યથી શાશ્વત અને પ્રદેશથી અવસ્થિત છે. પાંચ અસ્તિકાય એ લોકના અંશરૂપ દ્રવ્ય છે. ભાવથી એટલે પર્યાયથી, ગુણથી એટલે કાર્યથી. માછલાને પાણીની માફક ગતિપરિણત જીવ-પુદ્ગલોને ગતિમાં સહાયક છે. અધમસ્તિકાય-સ્થિતિપરિણત જીવ-પુદ્ગલોને સ્થિતિમાં સહાયક છે. જીવાદિને અવકાશનું કારણ છે માટે આકાશાસ્તિકાય અવગાહના ગુણવાળું છે. ઉપયોગ એટલે સાકાર-નિરાકાર ચૈતન્ય ગુણ. ગ્રહણ એટલે પરસ્પર સંબંધ. કેમકે ઔદારિકાદિ અનેક પુદ્ગલો સાથે જીવનો સંબંધ છે. જેમ ચક્રનો ખંડ ચક્ર ન કહેવાય, પણ આખું ચક્ર જ ચક્ર કહેવાય. એ રીતે એક પ્રદેશ ન્યૂન પણ તે ધર્માસ્તિકાય ન કહેવાય. આ નિશ્ચયનયનો મત છે. વ્યવહારનયથી એક દેશ ન્યૂન પણ વસ્તુ વસ્તુ જ કહી. જેમ ઘટનો ખંડ પણ ઘટ કહેવાય. છિન્ન કર્ણ હોય તો પણ કુતરો કુતરો કહેવાય. - ૪ - હવે શું વળી - થોડાં ઘણાં પદાર્થો પણ પદાર્થો કહેવાય કેમકે સર્વ શબ્દ એકદેશીયતાનો સૂચક છે. અહીં સર્વ શબ્દની પ્રવૃત્તિ ન થાય, તે માટે કહ્યું પુરેપુરા - સર્વ પ્રકારે બધાં, તે સ્વભાવરહિત ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પણ હોય, માટે કહ્યું – પ્રતિપૂર્ણ, “ x - વળી કહે છે – નિવશેષ એટલે પ્રદેશાંતરથી પણ સ્વસ્વભાવે ન્યૂન નહીં, ધર્માસ્તિકાયરૂપ એક શબ્દથી કહી શકાય તેવા અથવા આ બધાં શબ્દો સમાનાર્થી છે. ધર્મ-અધર્મ બંનેના અસંખ્ય પ્રદેશો કહ્યા. આકાશાદિના અનંતા કહ્યા, કેમકે તે ત્રણે અનંત પ્રદેશાત્મક છે. જીવનો ઉપયોગ ગુણ પૂર્વે કહ્યો. તેના દેશભૂત ગુણને કહે છે – - સૂત્ર-૧૪૪ : ભગવન્ ! ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમી જીવ આત્મભાવથી જીવ ભાવને દેખાડે છે એમ કહેવાય ? હે ગૌતમ ! હા, કહેવાય. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જીવ અનંત આભિનિબોધિક જ્ઞાન પર્યાવોના, એ રીતે શ્રુતઅવધિ - મન:પર્યવ - કેવળજ્ઞાનના અનંત પવોના, મતિ-શ્રુત જ્ઞાન અને વિભંગજ્ઞાનના પર્યવોના, ચક્ષુ-ચક્ષુ-અવધિ-કેવલદર્શનના અનંત પર્યવોના ઉપયોગને પામે છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. તેથી એમ કહેવાય કે જીવ સઉત્થાનાદિથી યાવત્ જીવભાવ દેખાડે. * વિવેરાન-૧૪૪ : ૧૭૨ ઉત્થનાદિ વિશેષણ હોવાથી અહીં મુક્ત જીવ લેવાનો નથી. આત્મભાવથી - ઉઠવું, સૂવું, જવું, ખાવું આદિ આત્મ પરિણામ વિશેષ. જીવવ-ચૈતન્યને દેખાડે છે એમ કહેવાય કેમકે જ્યારે વિશિષ્ટ ચેતના શક્તિ હોય ત્યારે વિશિષ્ટ ઉત્થાનાદિ હોય. પર્યવ એટલે બુદ્ધિથી કરેલ વિભાગ. આભિનિબોધિક જ્ઞાનના તે પર્યવો અનંત હોય એથી ઉત્થાનાદિ ભાવે વર્તતો આત્મા તે સંબંધી ઉપયોગને આભિનિબોધિક જ્ઞાનના પર્યવરૂપ એક પ્રકારના ચૈતન્યને પામે છે. [શંકા] ઉત્થાનાદિ આત્મભાવમાં વર્તતો જીવ જ્ઞાનાદિના ઉપયોગને પામે, તો શું તેણે પોતાનું ચૈતન્ય પ્રકાશ્યું કહેવાય? પૂર્વ પ્રમાણે - ઉત્થાનાદિરૂપ આત્મભાવ દ્વારા ઉપયોગરૂપ જીવભાવને દર્શાવે છે એમ કહેવાય. જીવ ચિંતા સૂત્ર કહ્યું. હવે તેનો આધાર “આકાશચિંતા’ કહે છે– - સૂત્ર-૧૪૫ : ભગવન્ ! આકાશ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! બે ભેદે - તે આ . લોકાકાશ અને અલોકાકાશ. ભગવન્ ! શું લોકકાશ એ જીવો છે, જીવદેશ છે, જીવપદેશ છે, અજીવ છે, જીવદેશ છે, અજીવપદેશ છે ? ગૌતમ ! તે જીવ પણ છે, જીવદેશ-જીવપદેશ પણ છે, અજીવ પણ છે, અજીવદેશ-જીવપદેશ પણ છે. જે જીવો છે તે નિયમા એક-બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયો અને અનિન્દ્રિયો છે. જે જીવદેશો છે તે નિયમા એકેન્દ્રિય દેશો યાવત્ અનિન્દ્રિય દેશો છે. જે જીવપદેશો છે, તે નિયમા એકેન્દ્રિયપદેશો યાવત્ નિન્દ્રિયપદેશો છે. અજીવો બે ભેટે છે. તે આ - રૂપી અને અરૂપી. રૂપી ચાર ભેદે છે, તે આ – સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપદેશ, પરમાણુ પુદ્ગલો. અરૂપી પાંચ ભેદે છે તે આ ધાસ્તિકાય, નોધમસ્તિકાયદેશ, ધાસ્તિકાય પ્રદેશો, અધમસ્તિકાય, -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy