SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/-/૧/૮૬૫ E ભગવન્ ! આ પંદર પ્રકારના કાયયોગમાં જઘન્ય-ઉત્કૃષ્ટમાં કોન કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! (૧) સૌથી થોડા કાર્પણશરીર જઘન્યયોગી, (૨) ઔદારિક મિશ્ર જઘન્યયોગ અસંખ્યાતા, (૩) વૈક્રિય મિશ્ર જઘન્યયોગી અસંખ્યાતા, (૪) ઔદારિક શરીરના જઘન્યયોગી અસંખ્યાતા. – (૫) વૈક્રિય શરીરના જઘન્ય યોગી અસંખ્યાતા, (૬) કામણશરીરના ઉત્કૃષ્ટ યોગી અસંખ્યાતા, (૩) આહારક મીશ્રના જઘન્ય યોગી અસંખ્યાતા, (૮) તેના જ ઉત્કૃષ્ટાયોગી અસંખ્યાતા, (૯) ઔદાકિ મીશ્રના, (૧૦) વૈક્રિય મિશ્રના, આ છેલ્લા બંને યોગ ઉત્કૃષ્ટથી તુલ્ય અને અસંખ્યાતા, (૧૧) અસત્યામૃષા મનોયોગના જઘન્ય યોગી અસંખ્યાતા, (૧૨) આહારક શરીરના જઘન્ય યોગી અસંખ્યાતા, (૧૩ થી ૧૫) તેનાથી ત્રણ પ્રકારના મનોયોગના, (૧૬ થી ૧૯) ચાર પ્રકારના વચન યોગના, આ સાતે તુલ્ય જઘન્ય યોગ અસંખ્યાતા. – (૨૦) આહારક શરીરના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતા, (૨૧ થી ૩૦) ઔદારિક શરીરના, વૈક્રિય શરીર, ચાર મનોયોગ અને ચાર વચનયોગ આ દશે તુલ્ય ઉત્કૃષ્ટ યોગમાં અસંખ્યાતગુણા છે ભગવન્ ! તે એમ જ છે. • વિવેરાન-૮૬૫ : - યોગોનું અાબહુત્વ બીજા પ્રકારે કહે છે, યોગ પરિસ્કંદ છે. છે ઉદ્દેશો-૨-દ્રવ્ય” મ — * — * — ઉદ્દેશા-૧-માં જીવદ્રવ્યના લેશ્યાદિ પરિમાણ કહ્યા, અહીં તેના ભેદો – • સૂત્ર-૮૬૬ ઃ ભગવન્ ! કેટલા દ્રવ્યો છે ? ગૌતમ ! બે ભેદે. જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય. • ભગવન્ ! જીવદ્રવ્યો કેટલા ભેટે છે ? ગૌતમ ! બે ભેદે રૂપી અજીવદ્રવ્યો, અરૂપી અજીવદ્રવ્યો. એ રીતે આ અભિલાપથી, જીવપયિ મુજબ યાવત્ હે ગૌતમ ! તેમ કહ્યું છે કે અજીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પણ અનંત છે. 1 ભગવન્ ! જીવ દ્રવ્યો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ ! તે સંખ્યાત કે અસંખ્યાત નથી, પણ અનંત છે. ભગવન્ ! એમ કેમ કહ્યું કે યાવત્ જીવદ્રવ્ય અનંત છે ? ગૌતમ ! નૈરયિક અસંખ્યાત છે યાવત્ વાયુકાયિક અસંખ્યાત છે, વનસ્પતિકાય અનંત છે. બેઈન્દ્રિય યાવત્ વૈમાનિક અસંખ્યાત છે, સિદ્ધો અનંત છે. તેથી જીવો અનંતા કહ્યા. • વિવેચન-૮૬૬ : પ્રજ્ઞાપનાના વિશેષ નામે પાંચમાં પદમાં જીવપર્યવો કહ્યા છે, તે રીતે અહીં અજીવદ્રવ્ય સૂત્રો કહેવા. તે આ રીતે – ભગવન્ ! અરૂપી અજીવ દ્રવ્યો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે - ધર્માસ્તિકાયાદિ. - - ભગવન્ ! રૂપી અજીવદ્રવ્યો કેટલા ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભેદે છે ? ગૌતમ! દશ ભેદે -સ્કંધ આદિ ભગવન્ ! તે સંખ્યતા, અસંખ્યાતા કે અનંતા છે ? ગૌતમ ! અનંતા છે. - - ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! અનંતા પરમાણુ, અનંતા દ્વિદેશી સ્કંધ ઈત્યાદિ છે માટે. દ્રવ્ય અધિકારથી જ આ કહે છે – .. • સૂત્ર-૮૬૭ : ભગવન્ ! જીવદ્રવ્યોના પભોગમાં અજીવદ્રવ્યો આવે છે કે જીવ દ્રવ્યોના પરિભોગમાં જીવદ્રવ્યો આવે છે ? ગૌતમ ! જીવદ્રવ્યો, જીવ દ્રવ્યોના પરિભોગમાં આવે છે, અજીવદ્રવ્યોના પરિભોગમાં જીવદ્રવ્યો ન આવે. ભગવન્ ! એમ કેમ કહો છો - x • ? ગૌતમ ! જીવદ્રવ્યો, અજીવદ્રવ્યોને ગ્રહણ કરે છે. કરીને ઔદાકિ, વૈક્રિય, આહારક, વૈજસ, કાર્પણ (શરીરરૂપે), શ્રોત્ર યાવત્ સ્પર્શ ઈન્દ્રિયરૂપે, મન-વચન-કાય યોગરૂપે અને શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવે છે. તેથી એમ કહ્યું કે યાવત્ ઉપભોગમાં આવે છે. ભગવન્ ! નૈરયિકોને અજીવદ્રવ્યો પરિભોગમાં આવે કે અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં આવે ? ગૌતમ ! નૈરયિકોને જીવદ્રવ્યો પરિભોગમાં આવે, અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં ન આવે. એમ કેમ ? ગૌતમ ! નૈરયિકો અજીવ દ્રવ્યોને ગ્રહણ કરીને વૈક્રિય-તૈજસ-કામણ, શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ રૂપે પરિણમાવે છે, તેથી એમ કહ્યું છે, હે ગૌતમ ! વૈમાનિક સુધી આમ જાણવું. વિશેષ એ કે – શરીર, ઈન્દ્રિય, યોગો જેને જે હોય તે કહેવા. • વિવેચન-૮૬૭ : જીવદ્રવ્ય સચેતનત્વથી પરિભોજક છે, અજીવ દ્રવ્ય અચેતન હોવાથી પરિભોગ્ય છે. - - દ્રવ્યાધિકારથી જ આ કહે છે – • સૂત્ર-૮૬૮ : ભગવન્ ! અસંખ્ય લોક આકાશમાં અનંત દ્રવ્યો રહી શકે? ગૌતમ ! હા, રહી શકે. ભગવન્ ! લોકના એક આકાશપદેશમાં કેટલી દિશાથી આવીને પુદ્ગલો એકત્રિત થાય છે ? ગૌતમ ! નિર્વ્યાઘાતથી છ એ દિશાથી, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશા, કદાચ ચાર દિશા, કદાચ પાંચ દિશામાંથી. ભગવન્ ! લોકના એક આકાશ પ્રદેશમાં કેટલી દિશામાં પુદ્ગલો પૃથક્ થાય ? પૂર્વવત્. એ રીતે ઉપચિત થાય, અપાચિત થાય. • વિવેચન-૮૬૮ : અસંોન્ગ - અસંખ્યાત પ્રદેશાત્મક, અતડું ધ્વાર્ફ - જીવ, પરમાણુ આદિ. 4 - ભરી શકે, ધારણીય. પૂછતા આ અભિપ્રાય છે - અસંખ્યાત - -- - X - પ્રદેશાત્મક લોકાકાશમાં અનંતા દ્રવ્યો કઈ રીતે રહે? હા. તેમના અનંતપણા છતાં આ અવસ્થાન કહ્યું. પ્રતિનિયત આકાશમાં પ્રદીપની પ્રભાના પુદ્ગલો રહે, તે રીતે પુદ્ગલ સામર્થ્યથી અહીં પણ અસંખ્યાત લોકમાં રહે. તથાવિધ પરિણામથી તેઓનું આ અવસ્થાન કહ્યું. - X +
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy