SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/-/૧/૮૬૩ ૫-બેઈન્દ્રિય અયતિક, ૬-બેઈન્દ્રિય પર્યાપ્તક, ૭-૮, એ રીતે તેઈન્દ્રિય, ૯૧૦ એ રીતે ચતુરિન્દ્રિય, ૧૧-સંજ્ઞી પંચેન્દ્રિય અપતિક, ૧૨-અાંતી પંચેન્દ્રિય પર્યાપ્તક, ૧૩-૧૪ એ રીતે સંજ્ઞી પંચેન્દ્રિય. ભગવન્ ! આ ચૌદ સંસારી જીવોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગની અપેક્ષાએ કોન કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! (૧) સૌથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્ત જઘન્ય યોગ. (ર) તેથી બાદર અપચપ્તિક જઘન્ય યોગ અસંખ્યાતગણા, (૩) તેથી બેઈન્દ્રિય પયતિક જઘન્ય યોગ અસંખ્યાત ગણા, (૪) એ રીતે તેઈન્દ્રિયના. (૫) એ રીતે ચતુરિન્દ્રિયના. (૬) અસંી પંચેન્દ્રિય અપ્તિના ધન્ય યોગ તેથી અસંખ્યાતગણા છે – તેથી – - 99 (૭) સંજ્ઞી પંચેન્દ્રિય અપાપ્તિકના જઘન્ય યોગ અસંખ્યાતગણા. (૮) તેથી સૂક્ષ્મ પર્યાપ્તા જઘન્ય યોગ અસંખ્યાતગણા, (૯) બાદર પપ્તિકના જઘન્ય યોગ તેથી અસંખ્યાતગણા, (૧૦) તેથી સૂક્ષ્મ અપર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૧૧) તેથી બાદર અપર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગણા. (૧૨) તેથી સૂક્ષ્મ પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, (૧૩) બાદર પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, (૧૪) બેઈન્દ્રિય પર્યાપ્તાના જઘન્ય યોગ સંખ્યાતગણા, (૧૫ થી ૧૮) એ રીતે તેઈન્દ્રિય યાવત્ સંજ્ઞી પંચેન્દ્રિય પ્રતિકના યોગ અસંખ્યાતગણા. તેથી – - (૧૯) બેઈન્દ્રિય અપાતાના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૨૦) એ રીતે તેઈન્દ્રિયના, (૨૧) એ રીતે ચતુરિન્દ્રિયના, (૨૨-૨૩) એ રીતે ચાવતુ સંજ્ઞી પંચેન્દ્રિય અયતિકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૨૪) તેથી બેઈન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, (૨૫) એ રીતે તેઈન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૨૬) ચતુરિન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, (૨૭) અસંતી પંચેન્દ્રિય પર્યાપ્તા ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા (૨૮) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. • વિવેચન-૮૬૩ : સુન્નુમ - સૂનામ કર્મોદયથી, પત્તળ - અપર્યાપ્તક નામ કર્મોદયથી - x - વાવર - બાદર નામ કર્મોદયથી. આ ચારે જીવ ભેદો પૃથ્વી આદિ એકેન્દ્રિયોના છે. નયન્ય - નિકૃષ્ટ, કોઈ વ્યક્તિને આશ્રીને, તે જ બીજી વ્યક્તિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હોય તે જઘન્યોત્કર્ષ. તેના યોગ-વીઅંતરાય ક્ષયોપશમાદિ સમુત્થ કાયાદિ પરિસ્પંદના આ યોગના ૧૪-જીવસ્થાન સંબંધથી જઘન્ય-ઉત્કર્ષથી ૨૮ ભેદના અલ્પબહુત્વાદિ જીવસ્થાનકથી છે. તેમાં સૌથી થોડા આદિ - સૂક્ષ્મ પૃથ્વી આદિના સૂક્ષ્મપણાથી શરીરના, તેના પણ અપર્યાપ્તકવથી સંપૂર્ણપણાથી, તેમાં પણ જઘન્ય વિવક્ષિતત્વથી બધાં કહેવાનાર યોગોથી, સૌથી થોડો જઘન્ય યોગ છે. તે વળી વૈગ્રહિક, કાર્યણ, ઔદારિક પુદ્ગલ ગ્રહણ પ્રથમ સમયવર્તી છે. તે પછી સમયવૃદ્ધિથી અજઘન્યોત્કૃષ્ટ યાવત્ સર્વોત્કૃષ્ટ st ન થાય. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ બાદર જીવના પૃથ્વી આદિ અપર્યાપ્તક જીવનો જઘન્ય યોગ પૂર્વોક્ત અપેક્ષાથી અસંખ્યાદ ગુણવૃદ્ધિમાં બાદરત્વથી છે. એ રીતે આગળ પણ અસંખ્યાતગુણત્વ કહેવું. અહીં જો કે પર્યાપ્તક તેઈન્દ્રિય ઉત્કૃષ્ટકાયની અપેક્ષાથી પર્યાપ્તક બેઈન્દ્રિયોના સંજ્ઞી અને અસંજ્ઞીના પંચેન્દ્રિયોની ઉત્કૃષ્ટ કાયના સંખ્યાતગુણ થાય છે, કેમકે સંખ્યાતયોજન પ્રમાણત્વથી છે તો પણ અહીં યોગના પમ્પિંદના વિવક્ષિતત્વથી અને તેના ક્ષયોપશમ વિશેષ સામર્થ્યથી ગયોક્ત અસંખ્યાતગુણત્વ એ વિરુદ્ધ નથી. - X - • સૂત્ર-૮૬૪ ઃ ભગવન્ ! પ્રથમ સમયમાં ઉત્પન્ન બે નૈરકિ સમયોગી હોય છે કે વિષમ યોગી? ગૌતમ ! કદાચ સમયોગી - કદાચ વિષમયોગી. ભગવન્ ! એમ કેમ કહ્યું - x - -? ગૌતમ ! આહારક નાસ્કથી અનાહારક નાક અને અનાહારક નાકથી આહારક નારક કદાચિત્ હીનયોગી, કદાચ તુલ્યયોગી, કદાચ અધિક યોગી છે. જો હીન હોય તો અસંખ્યાત ભાગ હીન કે સંખ્યાતભાગ હીન કે સંખ્યાતગુણહીન કે અસંખ્યાતગુણહીન હોય. જો અધિક હોય તો અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક કે અસંખ્યાતગુણ અધિક હોય છે. તેથી એમ કહ્યું કે પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. - સાવત્ કદાચ વિષમયોગી હોય. આ • વિવેચન-૮૬૪ ઃ જે બે પ્રથમ સમયમાં ઉત્પન્ન હોય તે પ્રથમ સમય ઉત્પન્ન, અહીં ઉત્પત્તિ તે નક્ષેત્ર પ્રાપ્તિ. તે બંનેને વિગ્રહથી કે ઋજુગતિથી અથવા એકને વિગ્રહગતિ અને બીજાને ઋજુગતિ, જેને સમ કે વિષમ યોગ વર્તે છે તે. નાસ્કને આશ્રીને આહારક કે અનાહારક હોય. કઈ રીતે ? જે નારક વિગ્રહગતિ અભાવે આવીને આહાસ્ક જ ઉત્પન્ન થાય તે નિરંતર આહાસ્ક, તેની અપેક્ષાએ વિગ્રહગતિમાં અનાહારક થઈને જે ઉત્પન્ન થાય તે હીન છે, પૂર્વે અનાહાકપણે ઉપયિતત્વથી અને હીનયોગત્વથી વિષમયોગી થાય છે. બંને સમાન સમયે વિગ્રહ કે ઋજુગતિથી આવીને ઉપજે તો બંને તુલ્ય છે, સમયોગી થાય છે. - x - ૪ - એ રીતે અધિકતા અને તુલ્યતા પણ બતાવી છે - યોગાધિકારથી જ આગળ કહે છે - સૂત્ર-૮૬૫ : ભગવન્ ! યોગ કેટલા ભેદે છે ? ગૌતમ ! ૧૫-ભેદે. તે આ - સત્ય મનોયોગ, પૃષા મનોયોગ, સત્યામૃત્યા મનોયોગ, અસત્યાકૃષા મનોયોગ, સત્ય વચનયોગ, મૃષા વચનયોગ, સત્યામૃષા વચનયોગ, અસત્યામા વચનયોગ, ઔદારિક શરીર કાયયોગ, ઔદાકિ મિશ્ર શરીર કાયયોગ, વૈક્રિય શરીર કાય યોગ, વૈક્રિય મીશ્ર શરીર કાયયોગ, આહારક શરીર કાયયોગ, આહારક મીશ્ર શરીર કાયયોગ, કાણ શરીર કાયયોગ. -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy