SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪/-/૨/૮૪૩ માત્ર સ્થિતિ જઘન્યથી-ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે અનુબંધ પણ છે, કાલાદેશથી જઘન્ય ત્રણ પલ્યોપમ-૧૦૦૦૦ વર્ષ અધિક અને ઉત્કૃષ્ટથી છ પલ્યોપમ છે. ૪૧ તે જ જઘન્યકાલ સ્થિતિક ઉત્પન્ન આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - અસુકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો જોઈએ. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક ઉત્પન્ન જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ એ જ વક્તવ્યતા કહેવી. વિશેષ - કાલાદેશથી જઘન્યથી છ પલ્યોપમ એટલો કાળ જ રહે. જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય યાવત્ ઉપજે, તો શું જલચર એ પ્રમાણે યાવત્ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે અસુરકુમારપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્ ! કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિમાં, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્ ! તે જીવો એકસમયમાં એ રીતે એમના રત્નપ્રભા પૃથ્વીના ગમક સમાન જાણવું. વિશેષ - જે સ્વયં જઘન્યકાળ સ્થિતિક હોય છે, તેમને ત્રણે ગમમાં આટલું વિશેષ છે – ચાર વૈશ્યા, અધ્યવસાય પશસ્ત અને અપશસ્ત, બાકી પૂર્વવત્ સંવેધ સાતિરેક સાગરોપમ કહેવો. જો મનુષ્યથી આવીને ઉપજે તો શું સંજ્ઞી મનુષ્યથી આવે કે અસંજ્ઞી મનુષ્યથી ? ગૌતમ ! સંજ્ઞી મનુષ્યથી, અસંજ્ઞી મનુષ્યથી નહીં. જો સંી મનુષ્યથી આવીને ઉપજે તો શું સંખ્યાત વાયિક સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંખ્યાત વયુિષ્કથી ? ગૌતમ ! સંખ્યાત વર્ષાયુકથી યાવત્ ઉપજે, અસંખ્યાત વચુિકથી આવીને પણ ઉપજે. ભગવન્ ! અસંખ્યાત વયિક સંજ્ઞી મનુષ્ય, જે અસુકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્ ! તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. આ પ્રમાણે અસંખ્ય વર્ષાયુષ્ક તિર્યંચયોનિક સમાન પહેલા ત્રણ ગમો જાણવા. માત્ર શરીરાવગાહના પહેલા-બીજા ગમામાં જઘન્ય સાતિરેક ૫૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ. બાકી પૂર્વવત્. ત્રીજા ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ ત્રણ ગાઉ. બાકી તિચિયોનિક મુજબ જાણવું. તે જ સ્વયં જઘન્ય કાલ સ્થિતિક ઉત્પન્ન થાય, તેને પણ જઘન્ય કાળ સ્થિતિક તિયોનિક સમાન ત્રણ ગમો કહેવો. વિશેષ શરીર અવગાહના ત્રણે ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ સાતિરેક ૫૦૦ ધનુપ્ છે. બાકી પૂર્વવત્. તે જ સ્વયં ઉત્કૃષ્ટકાળ સ્થિતિક જન્મે, તેને તે જ પાછલા ત્રણ ગમકો કહેવા. માત્ર શરીરાવગાહના ત્રણે ગમોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પણ ત્રણ ગાઉ, બાકી પૂર્વવત્ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જો સંખ્યાત વર્ષાયુવાળા સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કે અપચપ્તિ સંખ્યાત વયુિષ્ક ? ગૌતમ ! પર્યાપ્ત સંખ્યાતથી, અપર્યાપ્ત સંખ્યાતથી નહીં. ૪૨ ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય જે અસુરકુમારપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્ ! કેટલા કાળની સ્થિતિથી ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિમાં, ઉત્કૃષ્ટ સાતિરેગ સાગરોપમ સ્થિતિકમાં ઉપજે. - - ભગવન્ ! તે જીવો જેમ રત્નપભામાં ઉત્પન્ન થનારના નવ ગમો કહ્યા, તેમ અહીં પણ નવ ગમો કહેવા. માત્ર સંવેધ સાતિરેક સાગરોપમથી કરવો. બાકી પૂર્વવત્ ભગવન્ ! તેમજ છે. • વિવેચન-૮૪૩ - અહીં પલ્યોપમના અસંખ્યાત ભાગ ગ્રહણથી પૂર્વકોટી લેવા. કેમકે સંમૂર્ત્તિમનું ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પ્રમાણ આયુ હોય છે. તે ઉત્કૃષ્ટથી સ્વ આયુ તુલ્ય જ દેવાયુ બાંધે છે, વધુ નહીં, ચૂર્ણિકાર પણ તેમજ કહે છે. અસંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ આ દેવકુરુ આદિ યુગલ તિર્યંચને આશ્રીને કહ્યું છે. તેઓ જ સ્વાયુ મુજબ દેવાયુ બાંધે. તેઓ સંખ્યાતા ઉપજે, કેમકે અસંખ્યાત વર્ષાયુ તિર્યંચ અસંખ્યાતા ન હોય. વળી તેઓ વઋષભનારાય સંઘયણી હોય. જઘન્યથી ધનુષુ પૃથકત્વ પક્ષીને આશ્રીને કહેલ છે. કેમકે તેમનું એ શરીર પ્રમાણ છે - x - x - ઉત્કૃષ્ટ છ ગાઉ, એ દેવકુટુ આદિના હાથી આદિને આશ્રીને છે. અસંખ્યાત વર્ષાયુમાં નપુંસકવેદ હોતો નથી. - - ઉત્કૃષ્ટ છ પલ્યોપમ - ત્રણ તિર્યંચ સંબંધી અને ત્રણ અસુર ભવ સંબંધી, એ રીતે છ થાય, માત્ર દેવ ભવથી ન થાય. - ૪ - ચોથો ગમ - અહીં જઘન્યકાળ સ્થિતિક સાતિરેક પૂર્વકોટી આયુ, તે પક્ષી વગેરેના પ્રક્રમથી છે. અસંખ્યાત વર્ષાયુજ્વાળા પક્ષી આદિનું સાતિરેક પૂર્વકોટી આયુ, તેમને સ્વ આયુ તુલ્ય દેવાયુ થાય. ઉત્કૃષ્ટ સાતિરેક ધનુષુ સહસ, જે કહ્યું તે સાતમા રે કુલકર પૂર્વે થયેલ હાથી આદિ અપેક્ષાએ સંભવે છે. • - X - સાતમા કુલકરની ૫૨૫ ધનુષુ ઉંચી કાયા હોય છે. તેનાથી પૂર્વે થનારની કાયા તેથી પણ ઉંચી હોય છે. તે કાળના હાથી બમણા ઉંચા હોય, તેથી સાતમા કુલકર પૂર્વકાલવર્તી અસંખ્યાત વર્ષાયુ હાથી આદિનું યથોક્ત પ્રમાણ થાય છે. બે પૂર્વ કોડી-તિર્યંચ અને અસુર બંને ભવથી થાય. અસુકુમારની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, સંવેધ સાતિરેક પૂર્વકોટી-૧૦,૦૦૦ વર્ષ અધિક. - - બાકીના ગમો સ્વયં જાણવા. હવે સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનો અસુકુમારમાં ઉત્પાદ કહે છે – સાતિરેક સાગરોપમ સ્થિતિ બલિ નિકાય આશ્રીને કહી છે. - X - અસુરોમાં તેજોલેશ્યાવાળા પણ ઉપજે માટે અહીં ચાર લેશ્યાઓ કહી. અહીં - ૪ - અધ્યવસાયો પ્રશસ્ત કહેવા. દીર્ઘસ્થિતિક હોવાથી બંને પણ સંભવે. જે સાતિરેક સંવેધ કહ્યો, તે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy